દિયોદર મામલતદાર સહિત 14 અધિકારીઓને પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને, વિદાય તેમજ નવા મામલતદારનું સ્વાગત કરાયું બળદેવ ટી બારોટ - દિયોદર દિયોદર મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે દિયોદર પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક વિદાય અને સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે દિયોદરના મામલતદાર એ.આર. નિનામા સહિત કુલ 14 અધિકારીઓ અને કર્મચારીઓને વિદાય આપવામાં આવી હતી. મામલતદાર એ.આર. નિનામાની અબડાસા ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત, અગાઉ ટૂંકા સમયમાં બદલી થયેલા અન્ય 13 કર્મચારીઓનો પણ આ જ દિવસે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ બદલી પામેલા મામલતદાર નિનામાજી અને અન્ય કર્મચારીઓની વહીવટી કુશળતા અને સેવાઓને બિરદાવી હતી. આ જ કાર્યક્રમમાં પાલનપુરથી મામલતદાર તરીકે પ્રમોશન મેળવી દિયોદર ખાતે નવુ પોસ્ટિંગલઈને આવેલા અભિષેકભાઈ ગોહિલનો સત્કાર કરવામાં આવ્યો હતો. વિદાય લેતા મામલતદાર નિનામાજી અને અન્ય કર્મચારીઓને શ્રીફળ, સાફો અને શાલ ઓઢાડી માનભેર વિદાય આપવામાં આવી હતી. નવા આવેલા મામલતદાર અભિષેકભાઈ ગોહિલને પણ શાલ અને સાફો પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કચેરીના કર્મચારીઓ તેમજ FPS (ફેર પ્રાઈઝ શોપ) અને મધ્યાહન ભોજન કર્મચારી એસોસિએશનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દિયોદર મામલતદાર સહિત 14 અધિકારીઓને પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને, વિદાય તેમજ નવા મામલતદારનું સ્વાગત કરાયું બળદેવ ટી બારોટ - દિયોદર દિયોદર મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે દિયોદર પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક વિદાય અને સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે દિયોદરના મામલતદાર એ.આર.
નિનામા સહિત કુલ 14 અધિકારીઓ અને કર્મચારીઓને વિદાય આપવામાં આવી હતી. મામલતદાર એ.આર. નિનામાની અબડાસા ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત, અગાઉ ટૂંકા સમયમાં બદલી થયેલા અન્ય 13 કર્મચારીઓનો પણ આ જ દિવસે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.
ઉપસ્થિત સૌએ બદલી પામેલા મામલતદાર નિનામાજી અને અન્ય કર્મચારીઓની વહીવટી કુશળતા અને સેવાઓને બિરદાવી હતી. આ જ કાર્યક્રમમાં પાલનપુરથી મામલતદાર તરીકે પ્રમોશન મેળવી દિયોદર ખાતે નવુ પોસ્ટિંગલઈને આવેલા અભિષેકભાઈ ગોહિલનો સત્કાર કરવામાં આવ્યો હતો. વિદાય લેતા મામલતદાર નિનામાજી અને અન્ય કર્મચારીઓને શ્રીફળ, સાફો
અને શાલ ઓઢાડી માનભેર વિદાય આપવામાં આવી હતી. નવા આવેલા મામલતદાર અભિષેકભાઈ ગોહિલને પણ શાલ અને સાફો પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કચેરીના કર્મચારીઓ તેમજ FPS (ફેર પ્રાઈઝ શોપ) અને મધ્યાહન ભોજન કર્મચારી એસોસિએશનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- આજે વાવ થરાદ જિલ્લાના દિયોદર રામાપીર મંદિર ખાતે હિંદવાણી પરગણા રોહિત દલિત સમાજનું મહાસંમેલન મળ્યું હતું સમાજમાં ચાલતા કુરિવાજો ને તિલાંજલી આપી સમાજનો ઉદાર થાય સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેને લઈ હિંદવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજનું નવું બંધારણ ઘડી બંધારણ ને અમલમાં મૂક્યું હતું આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા બંધ કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર બંધારણ ઘડયું હતું વાવ થરાદ જિલ્લામાં એક બાદ એક સમાજ હવે એકત્રિત થઈ સમાજમાં ચાલતા કુરિવાજો ને તિલાંજલી આપી રહ્યા છે થોડા દિવસો અગાઉ ઠાકોર સમાજ તેમજ રબારી સમાજ નું નવું બંધારણ અમલમાં મૂક્યું હતું હવે હિંદવાણી રોહિત દલિત સમાજ ના ઉદાર માટે નવું બંધારણ અમલમાં મૂક્યું છે આજે દિયોદર રામાપીર મંદિર ખાતે હિંદવાણી રોહિત દલિત સમાજ નું મહાસંમેલન મળ્યું જેમાં સમાજના વરિષ્ઠ આગેવાનો ની હાજરીમાં નવા બંધારણ ની જાહેરાત કરાઈ હતી આજે દિયોદર રામાપીર મંદિર ખાતે યોજાયેલ હિંદવાણી રોહિત દલિત સમાજ ના આ મહાસંમેલનમાં કુરિવાજો ની તિલાંજલી આપી કુલ નવા 11 મુદ્દાઓ નું નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ સમાજના આગેવાનોએ આ નવા બંધારણ ને અમલ માં મૂકી તેનું પાલન કરવા આહવાન કર્યું હતું સમાજમાં નવા બંધારણના અમલીકરણ ને સમાજે વધાવ્યું હતું અને એક તાંતણે બંધાયા હતા નવું બંધારણ ... (૧) સગાઈનો વહેવાર સગાઈમાં 21 માણસો જવા અને કંકુ પડો શ્રીફળ 1 રૂપિયો નાડાછડી ,ચુંદડી સાડી લઈને જવું (૨) લગ્ન વધાવવાનો વહેવાર લગ્ન લઈને 11 માણસોએ જવું અને સવારે જવું (૩) જાન સવારમાં લઈને જવી અને 100 જાનૈયા લઈને જવું દાગીના ચાંદીની જાજરી 200ગ્રામ ચાંદીનો મંગળસૂત્ર 200ગ્રામ સાદી બંગડી લઈને જવું (૪) મામેરું 11000 થી 25000 સુધી નું કરવું (૫) પુન લગ્નમાં દહેજ રૂપિયા 400 અને ચાંદીની જાજર,મંગળસૂત્ર ,સાદી બંગડી લઈને જવી (૬) મોસાળું 11000 થી 51000 હજારનું કરવું (૭) ધર્મે લગ્નમાં કન્યાના બાપે દાગીના લેવા અને મુરતિયા ને સાદી બંગડી લઈ ને જવી (૮) દહેજ 525 મુરતિયા પક્ષે ભરવા કન્યાને વળતરમાં બાજોટ પિત્તળ નું બેડું વાટલું અને કળસીયો તેમજ દીવા ઘર લેવું (૯) કાચુ સગપણનો ઠરાવ કાચું સગપણ તોડે અને ગુનેગાર બને તો 25000 રૂપિયા ભરવા (૧૦) મરણ પ્રસંગે ખીચડી , કઢી,રાખવી ચાર દિવસમાં પૂરું કરવું ભાતિ ના રૂપિયા 10 લેવા (૧૧) સમાજના ગુનેગાર ને દંડ કરવાની જોગવાઈ છે જે દંડ ની રકમ શિક્ષણ ના કામમાં વાપરવી1
- દિયોદર મામલતદાર સહિત 14 અધિકારીઓને પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને, વિદાય તેમજ નવા મામલતદારનું સ્વાગત કરાયું બળદેવ ટી બારોટ - દિયોદર દિયોદર મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે દિયોદર પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક વિદાય અને સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે દિયોદરના મામલતદાર એ.આર. નિનામા સહિત કુલ 14 અધિકારીઓ અને કર્મચારીઓને વિદાય આપવામાં આવી હતી. મામલતદાર એ.આર. નિનામાની અબડાસા ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત, અગાઉ ટૂંકા સમયમાં બદલી થયેલા અન્ય 13 કર્મચારીઓનો પણ આ જ દિવસે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ બદલી પામેલા મામલતદાર નિનામાજી અને અન્ય કર્મચારીઓની વહીવટી કુશળતા અને સેવાઓને બિરદાવી હતી. આ જ કાર્યક્રમમાં પાલનપુરથી મામલતદાર તરીકે પ્રમોશન મેળવી દિયોદર ખાતે નવુ પોસ્ટિંગલઈને આવેલા અભિષેકભાઈ ગોહિલનો સત્કાર કરવામાં આવ્યો હતો. વિદાય લેતા મામલતદાર નિનામાજી અને અન્ય કર્મચારીઓને શ્રીફળ, સાફો અને શાલ ઓઢાડી માનભેર વિદાય આપવામાં આવી હતી. નવા આવેલા મામલતદાર અભિષેકભાઈ ગોહિલને પણ શાલ અને સાફો પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કચેરીના કર્મચારીઓ તેમજ FPS (ફેર પ્રાઈઝ શોપ) અને મધ્યાહન ભોજન કર્મચારી એસોસિએશનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.4
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 22/2/26, રવિવાર 🙏🙏🙏1
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે સ્વ. દિનેશભાઈ રૂપાભાઈ આહીર અને સ્વ. શાંતાબેન માનાભાઈ આહીરની સ્મૃતિમાં નિર્મિત ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કાર્યક્રમ ભાવભીનાં વાતાવરણમાં યોજાયો. આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, સાધુ-સંતો, રાજકીય અગ્રણીઓ અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વામી મહારાજની પ્રતિમાનું અનાવરણ તેમજ પૂજ્ય શ્રી દુર્ગા મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સાંસ્કૃતિક રંગમાં રંગાયો હતો. લોકાર્પણ સમારંભમાં જંતી રામ બાપા, ગંગાગીરી બાપુ, ત્રિકમભાઈ આહીર, વજાભુવા, તેજાબાપા, ભચાભાઈ આહીર ઉપરાંત ખડીર આહીર સમાજના રણમલબાપા, વઢીયાર આહીર સમાજના પ્રમુખ હરદાસભાઈ આહીર, વાગડ આહીર સમાજના પ્રમુખ ખોડાભાઈ આહીર, રણમલભાઈ સવાભાઈ ખડીર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાત્રાણા ગામે યોજાયેલા આ પ્રવેશ દ્વાર લોકાર્પણ કાર્યક્રમથી ગ્રામજનોમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. #Datrana #Santalpur #Patan #Gujarat #EntranceGate #GateInauguration #VillageDevelopment #CommunityEvent #PublicProgram #SocialHarmony #MemorialGate #RuralGujarat #CulturalProgram #AhirSamaj #DevotionalEvent1
- ઊનાવા પોલીસે અકસ્માતમાં મળેલા 15 તોલા સોના અને 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પરિવારને સુપ્રત કરી – "તેરા તુજકો અર્પણ"ની ભાવના જીવંત મહેસાણા જિલ્લાના ઊનાવા પોલીસ સ્ટેશને આજે (21 ફેબ્રુઆરી 2026) વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પોતાની ઈમાનદારી અને ત્વરિત કાર્યવાહીથી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઊંઝા-મહેસાણા હાઈવે પર કોન્ફી હોટલ સામે ઈકો કાર ડિવાઈડર સાથે અથડાઈ જતાં 5 લોકોના મોત થયા હતા અને 5-6 ઈજાગ્રસ્ત થયા હતા. પરિવાર રાજસ્થાનમાંથી લગ્ન પતાવીને અમદાવાદ પરત ફરી રહ્યો હતો. અકસ્માત પછી પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. સૌથી મહત્વની વાત એ કે કારમાંથી અને મૃત/ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પાસેથી મળેલા 15 તોલા સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડ રકમને પોલીસે કબ્જે કરીને સગા સંબંધીઓ સોમાભાઈ કનાજી કુમાવત (વટવા) અને જેઠાજી હમાજી કુમાવત (ઓઢવ)ને સહી-સલામત સુપ્રત કરી દીધી. આ કામગીરીમાં પો.ઈન્સ્પેક્ટર પી.ડી. દરજી સહિત અ.હેડ કો. મકસુદર્મીયા મહેમુદમીયા, પો.કો. સચીનભાઈ શીવરામભાઈ અને પો.કો. ધવલભાઈ પ્રભાતભાઈની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના પોલીસની "તેરા તુજકો અર્પણ"ની ભાવનાને જીવંત રૂપ આપે છે, જ્યાં મુશ્કેલ સમયમાં પણ નાગરિકોની સંપત્તિ સુરક્ષિત રાખવામાં આવી. આવી ઈમાનદારીભરી કાર્યવાહીથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને અકસ્માત જેવી દુર્ઘટનામાં પણ થોડી રાહત મળે છે. મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.1
- સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવી મહોર અને જૂની મહોર ગામના ઠાકોર સમાજે મોંઘવારી અને વધતા સામાજિક ખર્ચાઓ સામે એક પ્રેરણાદાયક પહેલ કરી છે. સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોની બેઠકમાં સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ, દેખાદેખી અને કુરિવાજોને રોકવા માટે સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. ગામના આગેવાનોનું માનવું છે કે પ્રસંગોમાં વધતા ખર્ચને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દેવામાં ફસાઈ રહ્યા છે, જેનાથી સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજે સાદગીપૂર્ણ ઉજવણી તરફ પગલું ભર્યું છે. ઠાકોર દશરથજી ડાયાજીએ જણાવ્યું હતું કે, સામાજિક પ્રસંગોમાં દેખાદેખી અને ખોટા ભપકાને કારણે સામાન્ય માણસની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડતી હતી. આથી સમાજની બેઠકમાં નક્કી કરાયું છે કે હવેથી કોઈ પણ પ્રસંગમાં અતિશય ખર્ચ કે ભવ્યતા દર્શાવવાની સ્પર્ધા નહીં થાય અને સાદગીપૂર્ણ ઉજવણીને પ્રાથમિકતા અપાશે. સમાજ દ્વારા લેવાયેલા સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં મરણ પ્રસંગનો સમાવેશ થાય છે. મૃત્યુ બાદ યોજાતા બારમાના જમણવારમાં મિષ્ટાન્ન અને પકવાન પીરસવાની પરંપરા બંધ કરીને હવેથી માત્ર ખીચડી અને કઢી જ પીરસવાનો નિર્ણય લેવાયો છે. આ પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત મળશે અને સામાજિક સમાનતા જળવાશે. લગ્ન પ્રસંગોમાં થતા લાખોના ખર્ચને નિયંત્રિત કરવા માટે સમાજે વરરાજાની જાનમાં ડીજે લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ, દીકરીના લગ્નમાં સામે પક્ષે આવતી જાનમાં પણ ડીજે લાવવા દેવામાં આવશે નહીં. આ નિર્ણયથી લગ્ન પ્રસંગોમાં થતો ઘોંઘાટ ઘટશે તેમજ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. સમાજે અન્ય પ્રસંગોમાં પણ મર્યાદિત ખર્ચ રાખવાનો સંકલ્પ કર્યો છે. હોળીના તહેવાર દરમિયાન ઉજવાતા ઢુંઢ પ્રસંગને મર્યાદિત રીતે ઉજવવો, સગર્ભા સ્ત્રીના ખોળો ભરાવવાના પ્રસંગને પારિવારિક રાખીને સાદગીથી ઉજવવો અને વિવિધ ધાર્મિક વ્રતોના અંતે થતા ભવ્ય આયોજનોમાં બિનજરૂરી ખર્ચ ટાળવો સહિતના ઠરાવો કરવામાં આવ્યા છે. ગ્રામજનોનું માનવું છે કે ડીજે, આતશબાજી અને ભારે જમણવારમાં થતા ખર્ચની બચત હવે બાળકોના શિક્ષણ, પરિવારના સ્વાસ્થ્ય અને સામાજિક વિકાસ માટે ઉપયોગી બનશે. સમાજના આ નિર્ણયને વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને અન્ય ગામો માટે પણ આ પહેલ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.1
- ખેડબ્રહ્મા આર એન્ડ બી સ્ટેટ દ્વારા ખેરોજ થી લાંબડીયા કોટડા રાજસ્થાન બોર્ડર તરફ જતા રોડ પર હાલમાં રૂપિયા 12 કરોડની રકમથી નવીન ડામર રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ રોડનું કામ કરતી એજન્સી દ્વારા ટેબડા ખેરોજ અને ખરણીયા ગામ એમ ત્રણ જગ્યાએ જ રોડ કટીંગ એન્ડુલેશન નું કામ કરવામાં આવેલ છે જ્યાં અકસ્માત વધુ બને છે તેવા દોતડ પાટિયા વળાંક પર કટીંગ કરવામાં ન આવતા અકસ્માત નિવારણ માટે કરવામાં આવેલ આ રોડ કટીંગ ની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે આ કરેલ રોડ કટીંગ ની ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠવા પામી છે.1
- રાધનપુર માર્કેટ યાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ભારતીય જનતા પાર્ટીના મેનડેટ મુજબ બાબુભાઈ ચૌધરીને ચેરમેન તરીકે અને લાખાભાઈ રબારીને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી. આ વરણી પ્રક્રિયામાં રાધનપુર માર્કેટ યાર્ડના કુલ 16 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. તમામ ડિરેક્ટરોની સર્વસંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી જાહેર કરવામાં આવી. વરણી બાદ તમામ ડિરેક્ટરોએ ભારતીય જનતા પાર્ટીના મેનડેટને વધાવી લઈને નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. માર્કેટ યાર્ડના વિકાસ અને ખેડૂતહિતના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. #Radhanpur #MarketYard #Chairman #ViceChairman #BJP #UnopposedElection #AgricultureMarket #LocalNews #GujaratNews #PatanDistrict #FarmersWelfare #PoliticalNews1