Shuru
Apke Nagar Ki App…
દાહોદ નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક પ્રસિદ્ધિ મુજબ કુલ ૬૬, ૭૭૭ મતદારો
Limdabara News
દાહોદ નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક પ્રસિદ્ધિ મુજબ કુલ ૬૬, ૭૭૭ મતદારો
More news from Gujarat and nearby areas
- દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં દાહોદ, ગરબાડા, ફતેપુરા સહિત વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસયો ભર ઉનાળામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી દાહોદમાં પવનના સુસવાટા અને વીજળીના ગાજ સાથે વરસાદ વરસ્યો1
- Post by Limdabara News1
- ગામ. વડવાશ તા.ફતેપુરા જી. દાહોદ આ મકાન પડેલું 5 વર્ષ થયા તાલુકે ગયા ગામ સરપંચ કન ગયા પણ કોઈ જવાબ આપતો નથી કોઈ મદદ કરતું નથી આમાં આ ભાઈ પાંચ વર્ષથી રખડે છે આ મકાનમાં ચાર નાના બાળક રહે છે9
- Post by Salman moravala1
- લુણાવાડા ટાઉન પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી.એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.પો.કો. ભરતભાઈ રણછોડભાઇ નાઓને બાતમી મળેલ કે લુણાવાડા ટાઉન પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૧૨૦૦૦૬/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬બી મુજબનો નાસતો ફરતો આરોપી- ધીરાભાઇ ફુલાભાઇ બારીયા રહે. વાઘજી બારીયાના મુવાડા તાબે ચીખલી તા- લુણાવાડા જી- મહીસાગરનો હાલ તેના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ સદર આરોપીના ઘરે તપાસ કરતા ઉપરોકત કામનો આરોપી મળી આવતા આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લામાં આમઆદમી પાર્ટી માં ભડકો છોટાઉદેપુર જિલ્લા પંચાયત 31 ઝેર બેઠક ના ઉમેદવાર તરીકે રાજેશ લગામી ને આમઆદમી પાર્ટી એ ટિકિટ જાહેર કરી હતી પરંતુ છોટાઉદેપુર તાલુકા પંચાયત ની બેઠક માં તેઓને વિશ્વાસ માં ના લેવામાં આવતા તેઓ એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને ફોર્મ નહીં ભરું તેવું જાહેર કર્યું તેઓ એ આક્ષેપ લગાવ્યો કે ધારાસભ્ય ચૈતર વસાવા ને કહેવા છતાંય તેઓની વાત સાંભળતા નથી અને વાત ના સાંભળતા હોવાથી તાલુકા પંચાયત ની ટીમ બનાવવા માટે બે દિવસ થી આજીજી કરતો હોવા છતા અમુક સીટો બદલવા માટે ધ્યાન આપવામાં આવતું નથી જેને લઈને રાજેશ લગામી એ આમઆદમી પાર્ટી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે જ્યારે આમઆદમી પાર્ટી માં ભડકો થયો છે હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં આમઆદમી પાર્ટી વિવાદો માં ઘેરાઈ રહી છે ભાજપ માંથી આવેલા રાજેશ લગામી આમઆદમી પાર્ટી ઉપર1
- દુર્ગા ઇલેક્ટ્રોનિક લુણાવાડા 9712828745 99797037483
- ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ દાહોદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી સપ્તાહની કરાઈ ઉજવણી કરાઈ આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 4.50 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દાહોદ દ્વારા ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે 'વિશ્વ આરોગ્ય દિવસ' અને 'વિશ્વ હોમિયોપેથી સપ્તાહ'ની કરાઈ ઉજવણી કરાઈ ૦૦૦ નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દાહોદના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે 'વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૬' અને 'વિશ્વ હોમિયોપેથી સપ્તાહ' નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશીએ વિદ્યાર્થીઓને આરોગ્યના વૈશ્વિક પડકારો અને નવીન અભિગમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. *વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૬: મુખ્ય મુદ્દાઓ* ડો. સુધીર જોશીએ ૨૦૨૬ના વિશ્વ આરોગ્ય દિવસની થીમ Together for health. Stand with science પર ભાર મૂકતા નીચે મુજબના ચાર મુખ્ય સ્તંભો સમજાવ્યા હતા: - પુરાવા આધારિત અભિગમ (Focus on Evidence): સ્વાસ્થ્ય નીતિઓમાં વૈજ્ઞાનિક પુરાવાઓ પર વિશ્વાસ રાખવો અત્યંત જરૂરી છે. ખાસ કરીને આબોહવા પરિવર્તનને કારણે ફેલાતા રોગો જેવા કે મેલેરિયા અને ડેન્ગ્યુ સામે લડવા માટે વિજ્ઞાન આધારિત વ્યૂહરચના અનિવાર્ય છે. - વન હેલ્થ એપ્રોચ (One Health Approach): માનવીય સ્વાસ્થ્ય એ પ્રાણીઓ, વનસ્પતિ અને પર્યાવરણ સાથે અતૂટ રીતે જોડાયેલું છે. જો પર્યાવરણ અને પ્રાણીઓ સુરક્ષિત હશે, તો જ માનવજાત સ્વસ્થ રહી શકશે. - વૈશ્વિક એકતા (Global Solidarity): વર્તમાન અને ભવિષ્યની આરોગ્ય કટોકટીઓને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને પરસ્પર સહયોગને મજબૂત બનાવવો જરૂરી છે. - કૉલ ટુ એક્શન (Call to Action): વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે સુરક્ષિત ભવિષ્ય માટે અત્યારથી જ વિજ્ઞાન અને સંશોધનોને સમર્થન આપી સ્વાસ્થ્ય સુરક્ષા મજબૂત કરવામાં આવે. *આરોગ્ય જાળવણીમાં આયુર્વેદની ભૂમિકા* કાર્યક્રમ દરમિયાન આયુર્વેદના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવાયું હતું કે, 'સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ્' એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી એ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજના સમયમાં આયુર્વેદ માત્ર ઉપચાર પદ્ધતિ નથી, પરંતુ જીવન જીવવાની એક કળા છે. તેના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે: - દિનચર્યા અને ઋતુચર્યા: આયુર્વેદ મુજબ જીવનશૈલીમાં ફેરફાર કરીને, ઋતુ અનુસાર આહાર-વિહારનું પાલન કરવાથી અનેક રોગોને મૂળમાંથી અટકાવી શકાય છે. - રોગપ્રતિકારક શક્તિ (Immunity): ગિલોય, અશ્વગંધા અને તુલસી જેવી જડીબુટ્ટીઓ દ્વારા શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે, જે વર્તમાન સમયના ચેપી રોગો સામે રક્ષણ આપે છે. - પંચકર્મ અને શુદ્ધિકરણ: શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વો (Am toxins) ને દૂર કરવા માટે પંચકર્મ જેવી શુદ્ધિકરણ પ્રક્રિયાઓ અત્યંત અસરકારક સાબિત થાય છે. - માનસિક સ્વાસ્થ્ય: યોગ અને પ્રાણાયામની સાથે આયુર્વેદિક જડીબુટ્ટીઓ માનસિક તણાવ ઘટાડવામાં અને માનસિક સુખાકારી જાળવવામાં મહત્વનો ફાળો આપે છે. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો આપણે આયુર્વેદના સિદ્ધાંતોને દૈનિક જીવનમાં ઉતારીએ, તો 'વિશ્વ આરોગ્ય દિવસ'ના ઉદ્દેશ્યોને સાર્થક કરી શકીએ છીએ અને એક દીર્ઘાયુ તેમજ નિરોગી સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. *વિશ્વ હોમિયોપેથી સપ્તાહની ઉજવણી* કાર્યક્રમના બીજા ચરણમાં ડો. મોના રાઠવાએ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હોમિયોપેથી એ કુદરતી અને આડઅસર રહિત સારવાર પદ્ધતિ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદરૂપ થાય છે. હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનીમેનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા આ સપ્તાહનો ઉદ્દેશ્ય લોકોમાં આ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સ્વસ્થ સમાજના નિર્માણ માટે શપથ લીધા હતા.1