મોરબી સિરામિક ઉદ્યોગમાં સામૂહિક વેકેશનનો નિર્ણય, ૪૦૦થી વધુ એકમો બંધ મોરબીમાં સિરામિક ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિની ગંભીર અસર જોવા મળી રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હાલ સુધીમાં ૪૦૦થી વધુ સિરામિક એકમો બંધ થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિને પગલે સિરામિક એસોસિયેશન દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે તમામ એકમો દ્વારા ૨૦થી ૨૫ દિવસ માટે શટડાઉન લઈને સામૂહિક વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ગેસની કટોકટી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગકારો શટડાઉન દરમિયાન મશીનરીનું મેન્ટેનન્સ કરશે અને ગેસ સપ્લાય પુનઃ શરૂ થયા બાદ નવા ખર્ચ મુજબ ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે. બાઈટ: સિરામિક એસોસિયેશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે, તમામ એકમો માટે ૨૦-૨૫ દિવસનું વેકેશન રાખી શટડાઉન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
મોરબી સિરામિક ઉદ્યોગમાં સામૂહિક વેકેશનનો નિર્ણય, ૪૦૦થી વધુ એકમો બંધ મોરબીમાં સિરામિક ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિની ગંભીર અસર જોવા મળી રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હાલ સુધીમાં ૪૦૦થી વધુ સિરામિક એકમો બંધ થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિને પગલે સિરામિક એસોસિયેશન દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે તમામ એકમો દ્વારા ૨૦થી ૨૫ દિવસ માટે શટડાઉન લઈને સામૂહિક વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ગેસની કટોકટી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગકારો શટડાઉન દરમિયાન મશીનરીનું મેન્ટેનન્સ કરશે અને ગેસ સપ્લાય પુનઃ શરૂ થયા બાદ નવા ખર્ચ મુજબ ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે. બાઈટ: સિરામિક એસોસિયેશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે, તમામ એકમો માટે ૨૦-૨૫ દિવસનું વેકેશન રાખી શટડાઉન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
- મોરબીમાં સિરામિક ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિની ગંભીર અસર જોવા મળી રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હાલ સુધીમાં ૪૦૦થી વધુ સિરામિક એકમો બંધ થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિને પગલે સિરામિક એસોસિયેશન દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે તમામ એકમો દ્વારા ૨૦થી ૨૫ દિવસ માટે શટડાઉન લઈને સામૂહિક વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ગેસની કટોકટી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગકારો શટડાઉન દરમિયાન મશીનરીનું મેન્ટેનન્સ કરશે અને ગેસ સપ્લાય પુનઃ શરૂ થયા બાદ નવા ખર્ચ મુજબ ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે. બાઈટ: સિરામિક એસોસિયેશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે, તમામ એકમો માટે ૨૦-૨૫ દિવસનું વેકેશન રાખી શટડાઉન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમની વડીલો પાર્જીત જમીનમાં વાવેતર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવામાં ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ પોતાને રૂપિયાની જરૂરી હોવાથી કુંભારપરા વિસ્તારમાં રહેતા શની રમેશભાઈ લામકા પાસે છ લાખ રૂપિયાની મદદ માટે જણાવ્યું હતું જેને લઈ બે દિવસ બાદ શની લામકા અને સંજયભાઈ મનુભાઈ સરૈયાએ પ્રેમજીભાઈને છ લાખ રૂપિયા હાથ ઉછીના આપી લખાણ કરવાના બહાને રજીસ્ટર પાસે લઈ જઈ અંગ્રેજીમાં પાવર ઓફ એટર્નીમાં સહી કરવી લઇ બાદમાં જમીનનો ૨૫ ટકા હિસ્સો સુરેશભાઈ નાનુભાઈ રાતડિયાને વેચાણ કરી આપ્યો હતો જ્યારે આ અંગે પ્રેમજીભાઈને જાણ થતા પોતાને અંધારામાં રાખી ૨૫ ટકા જમીનનો દસ્તાવેજ રોકવા માટે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો જ્યારે છ લાખ રૂપિયા આપવાના બદલામાં છેતરપિંડી આચરનાર શનિ રમેશભાઈ લામકા, સંજય મનાભાઈ સરૈયા, સાક્ષીમાં સહિત કરનાર ચંદ્રેશ ગોપાલભાઈ ગોલતર તથા જમીન ખરીદનાર સુરેશ નાનુભાઈ રાતડીયા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલોક મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.1
- પાટણમાં ખાખી લાચાર? ઝીલીયા ગામે હુમલાખોરોએ પોલીસ વાન પર પણ કર્યો હુમલો, પોલીસને વ્યૂહાત્મક રીતે પાછું ખસવું પડ્યું! ખાખીની સુરક્ષા સામે સવાલ? પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે બનેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ફાર્મહાઉસ પર હથિયારો સાથે ત્રાટકેલા ૨૦ થી વધુ શખ્સો એટલા બેફામ બન્યા કે તેમણે મદદ માટે પહોંચેલી ૧૧૨ જનરક્ષક પોલીસ વાન પર પણ હુમલો કરી દીધો. હુમલાખોરોની ભીડ અને હિંસક વલણ જોતા પોલીસ જવાનોને પણ પોતાની સુરક્ષા માટે ત્યાંથી પાછું ખસવાની ફરજ પડી હતી. આ ઘટનાએ ગંભીર સવાલ ઉભા કર્યા છે કે જો રક્ષકો જ સુરક્ષિત ન હોય, તો જનતાની સુરક્ષા કોના ભરોસે? શું અસામાજિક તત્વોમાં હવે પોલીસનો ડર રહ્યો નથી? તોડફોડ અને હુમલાના લાઈવ CCTV દ્રશ્યો સામે આવ્યા બાદ હવે પોલીસ આ તત્વો સામે કેવા કડક પગલાં લેશે તેના પર સૌની નજર છે.1
- Post by Vopul luhar1
- *ધંધુકા ST ડેપોમાં બાઈકની ચોરી, સીસીટીવી સામે આવ્યા.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ એસટી ડેપોમાં બાઈક ચોરીની ઘટના બની. બાઈકના માલિક પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. સીસીટીવીમાં બાઈક કોઈ અજાણ્યા શખ્સ લઇ જતા નજરે ચડ્યો હતો. જેને લઈને ધંધુકા પોલીસે ગુનાની વધુ તપાસ આગળ ધરી આરોપીને પકડી પાડવા ચક્રગતિમાન કર્યા છે.1
- યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શને આવેલ દર્શનાર્થીના ગુમ થયેલ 400 અમેરીકન ડોલર શોધી પરત કરી “તેરા તુજકો અર્પણ” નું સુત્ર સાર્થક કરતી બરવાળા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજી આર.વી.અસારી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ નવદીપકુમાર વી વસાવાના માર્ગદર્શન હેઠળ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામી રહેવાસી માધાપર તાલુકો ભુજ જીલ્લો કચ્છ વાળા ગઇ ગત તારીખ 14 માર્ચના રોજ પરીવાર સાથે સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે દર્શન કરવા આવેલ હતા તે દરમ્યાન તેઓના 400 અમેરીકન ડોલર ગુમ થઇ ગયેલ હતા જે 400 અમેરીકન ડોલર ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી શોધી "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજ 17 માર્ચ 2026ના રોજ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામીને પરત કરી ઉમદા કામગીરી કરી હતી ત્યારે મૂળ માલિકને ગુમ થયેલા 400 અમેરિકન ડોલર પરત શોધી આપતા પરિવારે બરવાળા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો, આ કામગીરીમાં બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી.વસાવા, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભરતસિંહ, ભગીરથસિંહ બહાદુરસિંહ, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ લાલભા, હરપાલસિંહ શિવરાજસિંહ, પ્રકાશભાઈ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશસિંહ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- તાહિરમામા આમલેટ, જમજમ નોનવેજ નાસ્તા હાઉસ, મીયા સમોસા નામના ફુડ પોઈન્ટ પર ચેકિગ દરમ્યાન ઘર વપરાશ ના પાંચ સિલિન્ડરો મળી આવ્યા.. ઘર વપરાશ માટે વપરાતા ડોમેસ્ટિક સિલિન્ડર નો કોમર્શિયલ તરીકે કરતા હતા ઉપયોગ.. SOG પોલીસે પાંચ સિલિન્ડર કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મામલતદારને સોપેલ..1
- હળવદના હીરાવાડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પોલ ખુલી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ દારૂના નશામાં જાહેરમાં બેફામ હાલતમાં પડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જાહેર રસ્તા પર આ રીતે નશામાં ધૂત વ્યક્તિ આરામ ફરમાવતો હોય તે પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરે છે. શું હળવદમાં દારૂ સહેલાઈથી ઉપલબ્ધ છે? શું પોલીસ આંખ આડા કાન કરી રહી છે? એવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે ફરી એકવાર બધું રફાદફા થઈ જાય છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1