માનગઢ ધામ તરફના તૂટી ગયેલા માર્ગોથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે મુશ્કેલી, તાત્કાલિક સમારકામની તંત્ર અને સરકાર પ્રત્યે લોક માંગ ઉગ્ર ઉઠી.. તારીખ: 25 એપ્રિલ 2026 આદિવાસી સમાજની આસ્થાનું પ્રતિક અને ગુરુ ગોવિંદની પવિત્ર તપોભૂમિ માનગઢ ધામને જોડતાં માર્ગોની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. ફતેપુરાથી માનગઢ તથા ભમરીકુંડા તરફ જતા મુખ્ય માર્ગો તૂટી જતાં હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને રોજિંદા અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માનગઢ ધામ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે, જ્યાં ૨૪ કલાક અખંડ ધૂણી પ્રજવલિત રહે છે અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. દર પૂનમે, ખાસ કરીને માગશર પૂનમે, અહીં ભવ્ય મેળો ભરાય છે, જ્યારે ૧૭ નવેમ્બરે બલિદાન શતાબ્દી સમારોહ જેવા પ્રસંગોએ હજારો લોકો ઉમટી પડે છે. છેલ્લા દાયકામાં રાજ્ય અને પડોશી રાજસ્થાન સરકાર દ્વારા ધામનો વિકાસ કરવામાં આવ્યો છે, જેના કારણે અહીં દૈનિક હજારો લોકોની અવરજવર વધીને સ્થાનિકોની આજીવિકાનો મુખ્ય આધાર બન્યો છે. છતાં, માનગઢ ધામને જોડતા માર્ગોના સુધારણા અને ડબલ ટ્રેક બનાવવા બાબતે તંત્રની ઉદાસીનતા સામે આવી રહી છે. ફતેપુરાથી ડુંગર ગઢરા થઈ માનગઢ તરફ જતો માર્ગ હાલ સિંગલ અને જર્જરિત સ્થિતિમાં છે, જેનાથી અકસ્માતની ભીતિ વધતી જાય છે. સ્થાનિકો દ્વારા આ માર્ગને ડબલ ટ્રેકમાં ફેરવવા અથવા નવો માર્ગ બનાવવાની માંગ ઉઠાવવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરાઈ નથી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચોમાસામાં ભૂસ્ખલન થવાના કારણે નુકસાન થયું હતું, જેના માટે નિષ્ણાતોની મદદથી વિગતવાર તપાસ કરવામાં આવી છે અને રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો છે. જોકે, હજી સુધી મંજૂરી મળેલી નથી અને હાલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા સરકારને તાત્કાલિક માર્ગ સમારકામ અને સુવિધાઓ સુધારવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે, જેથી યાત્રાળુઓને સુરક્ષિત અને સરળ અવરજવર મળી શકે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
માનગઢ ધામ તરફના તૂટી ગયેલા માર્ગોથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે મુશ્કેલી, તાત્કાલિક સમારકામની તંત્ર અને સરકાર પ્રત્યે લોક માંગ ઉગ્ર ઉઠી.. તારીખ: 25 એપ્રિલ 2026 આદિવાસી સમાજની આસ્થાનું પ્રતિક અને ગુરુ ગોવિંદની પવિત્ર તપોભૂમિ માનગઢ ધામને જોડતાં માર્ગોની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. ફતેપુરાથી માનગઢ તથા ભમરીકુંડા તરફ જતા મુખ્ય માર્ગો તૂટી જતાં હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને રોજિંદા અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માનગઢ ધામ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે, જ્યાં ૨૪ કલાક અખંડ ધૂણી પ્રજવલિત રહે છે અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. દર પૂનમે, ખાસ કરીને માગશર પૂનમે, અહીં ભવ્ય મેળો ભરાય છે, જ્યારે ૧૭ નવેમ્બરે બલિદાન શતાબ્દી સમારોહ જેવા પ્રસંગોએ હજારો લોકો ઉમટી પડે છે. છેલ્લા દાયકામાં રાજ્ય અને પડોશી રાજસ્થાન સરકાર દ્વારા ધામનો વિકાસ કરવામાં આવ્યો છે, જેના કારણે અહીં દૈનિક હજારો લોકોની અવરજવર વધીને સ્થાનિકોની
આજીવિકાનો મુખ્ય આધાર બન્યો છે. છતાં, માનગઢ ધામને જોડતા માર્ગોના સુધારણા અને ડબલ ટ્રેક બનાવવા બાબતે તંત્રની ઉદાસીનતા સામે આવી રહી છે. ફતેપુરાથી ડુંગર ગઢરા થઈ માનગઢ તરફ જતો માર્ગ હાલ સિંગલ અને જર્જરિત સ્થિતિમાં છે, જેનાથી અકસ્માતની ભીતિ વધતી જાય છે. સ્થાનિકો દ્વારા આ માર્ગને ડબલ ટ્રેકમાં ફેરવવા અથવા નવો માર્ગ બનાવવાની માંગ ઉઠાવવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરાઈ નથી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચોમાસામાં ભૂસ્ખલન થવાના કારણે નુકસાન થયું હતું, જેના માટે નિષ્ણાતોની મદદથી વિગતવાર તપાસ કરવામાં આવી છે અને રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો છે. જોકે, હજી સુધી મંજૂરી મળેલી નથી અને હાલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા સરકારને તાત્કાલિક માર્ગ સમારકામ અને સુવિધાઓ સુધારવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે, જેથી યાત્રાળુઓને સુરક્ષિત અને સરળ અવરજવર મળી શકે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
- Post by Salman moravala2
- આમ આદમી પાર્ટી ,1
- ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયાની કામગીરી શરૂ કરવામાં આવી આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં લીમડી ખાતે બી.પી. અગ્રવાલ હાઈસ્કૂલમાં ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે. મતદાન મથકો સુધી સમયસર સામગ્રી પહોંચે તે માટે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી છે.1
- में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है। 7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है। जय गौ माता! जय गोपाल! जय नंदी बाबा!1
- Post by Eagle.479991
- અરવલ્લી જીલ્લા સરકારી ગોડાઉન માં ઘઉં વેચવા જતા બારદાન નથી ના અભાવે જગત ના તાત ને ખોટ ખાવાનો વારો તંત્ર મૌન??? અરવલ્લી જીલ્લા સરકારી ગોડાઉન માં સરકારે ઘઉં ખરીદી ચાલુ કર્તા ખેડૂત ટ્રેકટર ભરી ઘઉં લઈને જતા ખેડૂત ને બારદાન નથી તેવો જવાબથી ખેડૂત ને હજારો રૂપિયા નું નુકસાન થવા પામ્યું છે બારદાન અં અભાવે અરવલ્લી જીલ્લા સરકારી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ધ્વારા ઘઉંની ખરીદી માટે બોલાવીને કોથળા ના હોવાના કારણે માલ સ્વીકારવામાં આવતો નથી. જેના કારણે ખેડૂતોને પ્રતિ વખત આવવા જવાનો 4000 જેટલો ખર્ચ અને માનસિક હેરાનગતિ થાય છે.લગતા સહકારી વિભાગ ના ચૂંટાયેલા લોક પ્રતિનિધિ કે સરકારી અધિકારીઓ ખેડૂતો ને પાયમાલ કરવા બેઠા હોય તેવું લોકો માં ખુલ્લેઆમ ચર્ચાઈ રહયું છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96385006501
- Post by VANRAJ BHURIYA1
- Post by Salman moravala1