Shuru
Apke Nagar Ki App…
બોટાદ. ગઢડા તાલુકાના રામપરા ગામે પીવાનું દુષિત પાણી આવતા રહિશોમા રોષ.. થોડાક દિવસોમાં કામગીરી કરીને પ્રશ્ન હલ કરવા સરપંચે ખાત્રી આપી..
Asvin makwana
બોટાદ. ગઢડા તાલુકાના રામપરા ગામે પીવાનું દુષિત પાણી આવતા રહિશોમા રોષ.. થોડાક દિવસોમાં કામગીરી કરીને પ્રશ્ન હલ કરવા સરપંચે ખાત્રી આપી..
More news from ગુજરાત and nearby areas
- ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તથા કાર્યક્રમોની જાણકારી રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રાજ્ય સરકારના મુખ પત્ર "ગુજરાત" પાક્ષિકનું પ્રકાશન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતની ગરિમા, સંસ્કૃતિ અને વર્તમાનપ્રવાહોને ઉજાગર કરતા વિવિધ પ્રકાશનો, રોજગાર સમાચાર, દિપોત્સવી અંક, રાષ્ટ્ર નાયક સરદાર, ગુજરાતનો આદિવાસી રંગ, મહિલા સશક્તિકરણ, આદિવાસી સંસ્કૃતિ, ઉત્સવો અને મેળાઓ સહિતના પુસ્તકો પણ સમયે સમયે પ્રકાશિત કરવામાં આવે છે આજ રોજ બોટાદ શહેરની કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે “માતૃભાષા સપ્તાહ”ની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી બોટાદ દ્વારા વિવિધ પ્રકાશનો અને સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારનું મુખ પત્ર એવું ગુજરાત પાક્ષિક, રાષ્ટ્ર નાયક સરદાર, ગુજરાતનો મક્કમ નિર્ધાર, ગુજરાતનો આદિવાસી રંગ, મહિલા સશક્તિકરણ સહિતના પુસ્તકોનું ઉપસ્થિત મહેમાનો, મહાનુભાવો, સાહિત્યકારો તથા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકો ગુજરાતની સંસ્કૃતિ, ભાષા, ઈતિહાસ અને વારસાને વધુ જાણવા તથા માણવામાં ખુબ જ મદદરૂપ થશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર,1
- Post by સંતકુપા સ્ટુડિયો ગોરડકા1
- 12 દિવસથી હજારો કામદારો બન્યા બેરોજગાર કામદારોએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું સાયલા મામલતદાર નેં આવેદનપત્ર આપ્યું હતું1
- વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલ સાંકડી શેરી લોખંડનો દરવાજો ઘણી ફરી સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા લોકોનો હોબાળો સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ દૂરના વિસ્તારમાં પણ હાલ પાણીની તંગી ઓરતા રહી છે ક્યારે વઢવાણ વિસ્તારના સાંકડી શેરી સાંકડી શેરી લોખંડનો દરવાજો સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા મહિલાઓએ રોડ ઉપર આવી અને હોબાળો કર્યો હતો વઢવાણ શહેરી વિસ્તારમાં ચાર દિવસે પાણી આવે છે ત્યારે આજે પાણીના વાળાના દિવસે ફક્ત બે થી ત્રણ ડોલ પાણી આવતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને શહેરી વિસ્તારમાં પૂરતું પાણી આપવા માંગ કરી હતી પરંતુ તંત્રના અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ ઉપર આવી અને વિરોધ દર્શાવ્યો હતો1
- Post by બાપા સીતારામ ન્યુઝ5
- આજે તારીખ 16 ના રોજ બપોર ના અરસામાં એલસીબી તરફથી મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભડભીડ ટોલનાકા નજીકથી ચીકુની પેટીઓની આડમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ વહન કરતો આઇસર ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. કાર્યવાહીમાં કુલ ૫૩૨૮ બોટલ દારૂ, બીયર, ટ્રક અને મોબાઇલ સહિત કુલ ₹૨૨,૧૪,૭૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ટ્રક ચાલક રાહુલભાઇ શેલારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા આરોપી જગદીશભાઇ તોગડીયા પકડથી ફરાર છે.1
- બોટાદ સ્થિત કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે સાહિત્યકાર શ્રી જય વસાવડાની વિશેષ ઉપસ્થિતિમાં "વિશ્વ માતૃભાષા" મહોત્સવની ઉજવણી કરાઈ " ભાષા ભાવની અભિવક્તિ છે." - સાહિત્યકારશ્રી જય વસાવડા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદના પાળિયાદ રોડ સ્થિત કવિ શ્રી બોટાદકર કૉલેજ ખાતે "માતૃભાષા સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવી. ભારતીય પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યાર બાદ મહાનુભાવોને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી આવકાર્યા હતા. કવિ બોટાદકર કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ રાવલે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સાહિત્યકાર પી.આર.ભટ્ટે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થી હર્ષલ દ્વારા કવિ નર્મદની પંક્તિ જય જય ગરવી ગુજરાતનું ગાયન કરીને આપણી સંસ્કૃતિની ઝલક ઉપસ્થિતોના માનસ પટમાં જીવંત કરી હતી અંતે કાર્યક્રમની આભારવિધિ કોલેજના પ્રિન્સિપાલ અનિરુદ્ધસિંહ મકવાણાએ કરી હતી કાર્યક્રમના મુખ્ય વક્તા સાહિત્યકાર શ્રી જય વસાવડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, માનવ જીવનના વાણી, વર્તન, વિચાર અને વ્યવહારમાં ભાષા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે ભાષા ભાવની અભિવક્તિ છે જેમાં ગુજરાતીઓની બળુકી ગુજરાતી ભાષામાં દરેક શબ્દો અર્થ અને ભાવ દર્શાવે છે ગુજરાતી છંદ, અલંકાર, ચોપાઈ, છપ્પા, ગઝલના અદ્ભુત ખજાના વિશે વિદ્યાર્થીઓને સાહિત્ય રસપાન કરાવ્યું હતું ખાસ અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે દરેક નાગરિકને તેની માતૃભાષા પર ગર્વ હોવું જોઈએ. ભાષા એ ઋતુ, સંસ્કૃતિ, ઇતિહાસ તથા આધુનિકીકરણમાં પણ મહત્વ ફાળો ધરાવે છે. તેમણે ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે, મહાત્મા ગાંધી, ઉમાશંકર જોશી, નગીનદાસ સંઘવી, કવિ બોટાદકર, રમણભાઈ નીલકંઠ સહિતના સાહિત્યકારોના જીવનના વિવિધ ઉદાહરણો આપી જીવનમાં ભાષાના મહત્વ વિશે સમજાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાષા લવચીક છે ભાષા ત્યારે જ સમૃદ્ધ થાય જયારે અન્ય ભાષાના શબ્દો મૂળ ભાષામાં ભળે છે જેનું શ્રેષ્ઠ ઉહારણ છે જગન્નાથ રથયાત્રા, ભારતની આઝાદીની ચળવળ તથા રોજિંદા જીવનમાં જુદી જુદી ચીજ વસ્તુઓ માટે વપરાતા શબ્દો. આ ઉપરાંત વસાવડાએ ગુજરાતના કવિઓ અને સાહિત્યકારો દ્વારા લિખિત વિવિધ કૃતિઓનો ઉલ્લેખ કરીને વિવિધ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા વ્યક્તિઓના ઉદાહરણ આપીને માતૃભાષાના મહત્વ અંગે રસપાન કરાવ્યું હતું આ તકે પાલિતાણા કોલેજના અધ્યાપક હરેશભાઈ મહેતા, સાહિત્યકાર પી. આર.ભટ્ટ, પ્રોફેસર વૈશાલીબેન દવે અને શિક્ષક ભાવેશભાઈ પરમાર, બોટાદ કોલેજના પ્રોફેસરઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1