Shuru
Apke Nagar Ki App…
નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો દાખલ -સોનગઢના પત્રકાર સાદીકખાન સાબસખાન પઠાણ સામે ફરિયાદ દાખલ નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો નોંધાયો છે.રૂમકીતળાવ ખાતે ક્લિનિક ચલાવતા ડોક્ટરે સોનગઢના પત્રકાર સામે ગંભીર આક્ષેપો સાથે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પૈસાની કથિત માંગણી, ધમકી, બદનક્ષી તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે BNSની વિવિધ કલમો તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, રૂમકીતળાવ ગામના ડોક્ટરો અને ગ્રામજનો દ્વારા નિઝર મામલતદાર તથા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આ ફરિયાદ નોંધાઈ છે.
Hansraj Padvi
નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો દાખલ -સોનગઢના પત્રકાર સાદીકખાન સાબસખાન પઠાણ સામે ફરિયાદ દાખલ નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો નોંધાયો છે.રૂમકીતળાવ ખાતે ક્લિનિક ચલાવતા ડોક્ટરે સોનગઢના પત્રકાર સામે ગંભીર આક્ષેપો સાથે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પૈસાની કથિત માંગણી, ધમકી, બદનક્ષી તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે BNSની વિવિધ કલમો તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, રૂમકીતળાવ ગામના ડોક્ટરો અને ગ્રામજનો દ્વારા નિઝર મામલતદાર તથા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આ ફરિયાદ નોંધાઈ છે.
More news from ગુજરાત and nearby areas
- નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો દાખલ -સોનગઢના પત્રકાર સાદીકખાન સાબસખાન પઠાણ સામે ફરિયાદ દાખલ નિઝરમાં ડોક્ટરની ફરિયાદના આધારે પત્રકાર સામે ખંડણી, ધમકી અને બદનક્ષીનો ગુનો નોંધાયો છે.રૂમકીતળાવ ખાતે ક્લિનિક ચલાવતા ડોક્ટરે સોનગઢના પત્રકાર સામે ગંભીર આક્ષેપો સાથે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પૈસાની કથિત માંગણી, ધમકી, બદનક્ષી તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે BNSની વિવિધ કલમો તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, રૂમકીતળાવ ગામના ડોક્ટરો અને ગ્રામજનો દ્વારા નિઝર મામલતદાર તથા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આ ફરિયાદ નોંધાઈ છે.1
- ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિનો આત્મા અને તમામ ભાષાઓની જનની હોવાનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકગાન, સુભાષિત પઠન, ગીતા પઠન, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ સંસ્કૃત સંભાષણ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. "આજના સમયમાં સંસ્કૃત ભાષાનું મહત્વ" વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કરી સંસ્કૃત પ્રત્યેની અભિરુચિ દર્શાવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી રુવીશભાઈ ગામીતે જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે. વિદ્યાર્થીઓએ સંસ્કૃતનો અભ્યાસ કરીને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને આગળ ધપાવવી જોઈએ. કાર્યક્રમમાં સંસ્કૃત સપ્તાહના તાલુકા કન્વીનર શ્રી કમલેશભાઈ માયાવંશી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ ગામીત, દેવમોગરા વિનયન કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી, સંસ્કૃત વિભાગના અધ્યાપક શ્રી જયદેવ રાજ્યગુરુ, શાળાના શિક્ષકગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્કૃત વિષયના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી4
- ઉમલ્લા વિસ્તાર માં રોંગ સાઈડ વહનવ્યવહાર ની સાથે ધૂળ ની ડમરી.. ભરૂચ જીલ્લામાં આવેલ ઝઘડિયા તાલુકાનાRPL કંપની થી ઉમલ્લા સુધી ના રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો ને રોંગ સાઈડ વાહન હંકારવાની ફરજ પડે છે આવા સંજોગો માં અકસ્માત સર્જાવાની રાહ જોઈ રહ્યાં છે વહીવટી તંત્ર વધુમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા સામાન્ય લોકો ના સ્વાસ્થ્ય ની કોઈ ચિંતા નહીં ધૂળ ડમળી ઓથી શ્વાસ નળી અને ફેફસાં ના ધૂળ ના રજકણો ઉડીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારે વાહનોની અવર જવર ને કારણે આસપાસ ના ખેડૂતો ના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે શું વહીવટી તંત્ર મોટી દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યું છે? લોકોના નારાજગી જોવા મળી છે વહેલી તકે નિરાકરણ લાવવા માટે લોક માંગ છે,3
- good morning sir BHIl Vishnubhai Kalidas भील विष्णुभाई कालिदास hii1
- હાઈ વોલ્ટેજનો કહેર! બોડેલીના વાંટડા ગામે 35થી 40 ઘરોના વીજ ઉપકરણો બળી ગયા બોડેલી: તાલુકાના વાંટડા ગામે 25 ઓગસ્ટની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે અચાનક હાઈ વોલ્ટેજ આવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. હાઈ વોલ્ટેજના કારણે ગામના અંદાજે 35થી 40 જેટલા ઘરોમાં પંખા, ટીવી, ફ્રિજ, બલ્બ સહિતના અનેક વીજ ઉપકરણો બળી ગયા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે અચાનક વીજ વોલ્ટેજ વધી જતાં ઘરોમાં પંખા પૂરપાટ ફરવા લાગ્યા હતા અને લાઈટો વારંવાર ચાલુ-બંધ થવા લાગી હતી. ઘટનાથી ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થિતિ સામાન્ય થયા બાદ ઘરોમાં તપાસ કરતાં અનેક વીજ ઉપકરણો બળી ગયેલા જોવા મળ્યા હતા. હાઈ વોલ્ટેજના કારણે આશરે 35થી 40 ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો ગ્રામજનોનો દાવો છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં વીજ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં વીજ પુરવઠાને લગતી સમસ્યાઓ વારંવાર સર્જાય છે. વીજ વિભાગને અગાઉ પણ જાણ કરવામાં આવી હોવા છતાં ફરિયાદો પ્રત્યે સમયસર ગંભીરતા દાખવવામાં આવતી નથી અને કર્મચારીઓ મોડા પહોંચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે ગ્રામજનોએ વીજ વિભાગ પાસે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. તેમજ હાઈ વોલ્ટેજના કારણે બળી ગયેલા વીજ ઉપકરણોનું સર્વે કરાવી થયેલા નુકસાન અંગે યોગ્ય વળતર આપવાની પણ માંગ ઉઠી છે. નોંધ: હાઈ વોલ્ટેજનું ચોક્કસ કારણ અને નુકસાનની સત્તાવાર પુષ્ટિ વીજ વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.1
- 14 બેઠક બિનહરીફ... ફટાકડાનો ધડાકો... અને હવે બે બેઠકો પર ઘમાસાણ! ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે ચૂંટણી પહેલાં જ મોટી બાજી મારી છે. કુલ 16માંથી 14 ઝોનમાં બિનહરીફ જીત બાદ સુગર ફેક્ટરીમાં જોરદાર વિજયોત્સવ મનાવાયો. પરંતુ બાકી રહેલી બે બેઠકોને લઈને હવે રાજકીય પારો ચઢ્યો છે. ઈશ્વરસિંહ પટેલે મેદાનમાં રહેલા ઉમેદવારોને ખેડૂત વિરોધી ગણાવી આકરા પ્રહાર કર્યા. ફટાકડા ફૂટ્યા... ફૂલહાર થયા... અને ગુંજ્યો જીતનો જશ્ન! તસવીરો ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની છે... જ્યાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલના સમર્થકો જીતના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની કુલ 16 ઝોનની ચૂંટણીમાં 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. ગાંધીનગરથી ઈશ્વરસિંહ પટેલ સુગર ફેક્ટરી પહોંચ્યા તો સમર્થકોએ ફટાકડા ફોડી તેમનું સ્વાગત કર્યું. ઈશ્વરસિંહ પટેલ અને વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. પણ... પંડવાઈની ચૂંટણીનો ખેલ હજુ પૂરો નથી થયો! બાકી રહેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અને અહીંથી શરૂ થઈ છે આરોપોની રાજનીતિ. ઈશ્વરસિંહ પટેલે ફોર્મ પરત નહીં ખેંચનારા બંને ઉમેદવારોને ખેડૂત વિરોધી ગણાવ્યા. સાથે જ દાવો કર્યો કે બે બેઠકો માટે ચૂંટણી યોજાવાના કારણે સુગર ફેક્ટરીને અંદાજે 30થી 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. એક તરફ 14 બેઠકોની બિનહરીફ જીતનો જશ્ન... બીજી તરફ બે બેઠકોનો બાકી જંગ... ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોને આગામી સમયમાં શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાની અને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી.1
- તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, "એક સિલ્વર કલરની ટોયેટો કંપની ઇનોવા જેનો નં.- MH-03-Z -6179માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી સેલવાસ, નાસિક, માલેગાંવ, નવાપુર મહારાષ્ટ્ર તરફથી સોનગઢ હાઇવે થઇ વ્યારા તરફ આવે છે " જે બાતમી આધારે વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ ઉપર આવી બેરીકેટની આડાશ કરી સોનગઢ તરફથી આવતા વાહનોની નાકાબંધીમાં હતા. તે દરમ્યાન સોનગઢ તરફથી બાતમી હકિકતવાળી સિલ્વર કલરની ટોયેટા કંપનીની ઈનોવા ફોર વ્હીલ ગાડી આવતા તેને આયોજન પુર્વક બેરીકેટની આડાશથી રોકી લઇ રોડની સાઇડમાં કરાવી ઉભી રખાવી ચેક કરતા ઇનોવા ફોર વ્હીલ ગાડીના પાછળની સીટ તથા ડીકીના ભાગે ખાખી પુંઠાના બોક્ષમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો વ્હીસ્કી- બીયર ટીનનો જથ્થો ભરેલ હોય આરોપી- (૧) વસીમ એહમદ ઉર્ફે પીન્ટુ મુનીર એહમદ રંગરેજ રહે. ખાટકીવાડ, લાલગેટ, સુરત શહેર (૨) નિહાલ હુસૈન જાકીર શેખ રહે. સૈયદપુરા માર્કેટ, પ્રેમગલી, સુરત શહેર નાઓએ પોતાના કબજાની ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલ ગાડીના રજીસ્ટ્રેશન નંબર GJ-12-FB- 3089 વાળી નંબર પ્લેટ કાઢી તેના બદલે રજીસ્ટ્રેશન નંબર MH-03-Z-6179 વાળી ખોટી નંબર પ્લેટ લગાડી તેનો ખરા તરીકે ઉપયોગ કરી વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની મોટી વ્હીસ્કી તથા બીયર ટીન મળી બોક્ષ તથા છુટી બાટલી જેની કુલ કિં.રૂ. ૨,૯૭,૫૩૮/- નો પ્રોહી મુદ્દામાલ વહન કરી લઇ જતા ફોર વ્હીલ ગાડી તથા મોબાઇલ મળી કુલ્લે રૂપિયા-૮,૨૨,૫૩૮/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી કલમ- મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. કામગીરી કરનાર ટીમ :- પો.ઇન્સ. બી.જી.રાવલ, એલ.સી.બી. તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ.શ્રી જે.બી.આહીર, પેરોલ ફર્લો સ્કોડ તાપી તથા એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ, હે.કો લેબજીભાઇ પરબતજી, હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, ડ્રા.પો.કો.સુનીલભાઈ ખુશાલભાઇ, પો.કો વિનોદભાઇ ગોકુળભાઇ નાઓએ કામગીરી કરેલ છે. તાપી જિલ્લા ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે કુલ કિ.રૂ. ૮,૨૨,૫૩૮/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી3
- કડોદરામાં બાઈકની લાઈટ પાડવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં, પાંચથી વધુ યુવકો ઘવાયા એક યુવકને માથામાં ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેક્ચર; સામા પક્ષના ત્રણ યુવકોને ચપ્પુના ઘા માર્યાના આક્ષેપ, CCTV ફૂટેજ સામે આવ્યા — પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલી હોરાઇઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મંગળવારની મધરાતે નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારીની ઘટના સામે આવી છે. બાઈકની લાઈટ મોઢા પર પાડવા તથા બાઈક પરત આપવા જેવી બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષે લાકડીઓ અને ચપ્પુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, જોળવા ખાતે રહેતા વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસમરત સિંહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મિત્રો અરુણ, અંશુ અને હરિઓમ રાજસ્થાની ઢાબા પાસે બાંકડા પર બેઠા હતા. તે દરમિયાન શુભમ નામનો યુવક બાઈકની લાઈટ તેમના મોઢા પર પાડી પજવણી કરતો હોવાનો આક્ષેપ છે. આ બાબતે વિરોધ કરતાં શુભમે ‘તમે વિક્રમસિંહના માણસો છો’ કહી વિવાદ શરૂ કર્યો હતો. ત્યારબાદ શુભમ તેના સાગરીતો દેવકણ ભરવાડ, દીપક તથા એક અજાણ્યા શખ્સ સાથે મળી લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમિયાન વિક્રમસિંહ વચ્ચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ભાઈ સચિનને પણ માથાના ભાગે ઈજા થતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે થયેલી મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી બીજી તરફ, તાંતીથૈયા ખાતે રહેતા દેવકણભાઈ વરજણભાઈ ભરવાડે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ પોતાના મિત્ર દીપકની મોટરસાયકલ લેવા માટે ગયા હતા. તે સમયે વિક્રમસિંહ ઉર્ફે વીરુ, સચિન તથા બે અજાણ્યા શખ્સોએ બાઈક પરત આપવાનો ઈનકાર કરી ગાળાગાળી શરૂ કરી હતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, તેઓ વચ્ચે છોડાવવા પડતાં વિક્રમસિંહ અને સચિને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવકણને પીઠના ભાગે, શુભમને કમર તથા જાંઘના ભાગે અને દીપકને પગમાં ચપ્પુના ઘા વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે. પોલીસે હથિયાર વડે હુમલો, રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. જયેશકુમાર જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસો હાથ ધરાયા છે. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતોમાં મારામારી, ચપ્પુ અને લાકડીઓ વડે હુમલાની ઘટનાઓ સામે આવતી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આવા બનાવોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.1