ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસરૂપે સિટી પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ₹22,300ની રોકડ રકમ સહિત જુગાર રમવામાં વપરાતા સાધનો જપ્ત કર્યા છે. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી. જાટના માર્ગદર્શન હેઠળ પોલીસની સર્વેલન્સ ટીમના સરફરાજભાઈ મલેક, મૂળરાજસિંહ, નરેન્દ્રસિંહ ઝાલા અને સંજયભાઈ મુંધવાએ બાતમીના આધારે આંબેડકરનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો જાહેર સ્થળે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરતાં અરવિંદભાઈ ઉકાભાઈ સાગઠીયા, મોહિનભાઈ મનસુખભાઈ મકવાણા અને જેઠાભાઈ તીકુભાઈ પરમાર નામના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાક શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી અને સ્થળની તપાસ દરમિયાન રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું. આ તપાસમાં વિનોદભાઈ લાખાભાઈ પરમાર, મેહુલભાઈ મોહનભાઈ સિંધવ અને ગુગો દેવજીભાઈ ઉર્ફે બાદશાહ પરમાર નામના અન્ય ત્રણ શખ્સોના નામ પણ સામે આવ્યા છે, જેઓ પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. હાલ ધ્રાંગધ્રા સિટી પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસરૂપે સિટી પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ₹22,300ની રોકડ રકમ સહિત જુગાર રમવામાં વપરાતા સાધનો જપ્ત કર્યા છે. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી. જાટના માર્ગદર્શન હેઠળ પોલીસની સર્વેલન્સ ટીમના સરફરાજભાઈ મલેક, મૂળરાજસિંહ, નરેન્દ્રસિંહ ઝાલા અને સંજયભાઈ મુંધવાએ બાતમીના આધારે આંબેડકરનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો જાહેર સ્થળે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરતાં અરવિંદભાઈ ઉકાભાઈ સાગઠીયા, મોહિનભાઈ મનસુખભાઈ મકવાણા અને જેઠાભાઈ તીકુભાઈ પરમાર નામના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાક શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી અને સ્થળની તપાસ દરમિયાન રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું. આ તપાસમાં વિનોદભાઈ લાખાભાઈ પરમાર, મેહુલભાઈ મોહનભાઈ સિંધવ અને ગુગો દેવજીભાઈ ઉર્ફે બાદશાહ પરમાર નામના અન્ય ત્રણ શખ્સોના નામ પણ સામે આવ્યા છે, જેઓ પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. હાલ ધ્રાંગધ્રા સિટી પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.1
- અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કાર્યરત શ્રી નારાયણ સેવા સમિતિએ માનવસેવાના ક્ષેત્રમાં એક પ્રશંસનીય કાર્ય હાથ ધર્યું છે. સમિતિ દ્વારા આજે ધંધુકા સ્મશાન ખાતે 30 સ્વજનોની અસ્થિઓનું વિધિવત્ પૂજન કરીને તેમને નિઃશુલ્ક હરિદ્વાર લઈ જઈ ગંગામાં વિસર્જન કરવાની સેવા શરૂ કરવામાં આવી હતી. સમિતિના સેવાભાવી કાર્યકરો ઘણા વર્ષોથી માનવસેવાના વિવિધ કાર્યોમાં સક્રિય છે. તેઓ અંતિમ વિધિ સેવા કીટ પૂરી પાડવા અને હરિદ્વારમાં અસ્થિ વિસર્જન જેવી સેવાઓ દ્વારા સમાજને અમૂલ્ય સહાય પૂરી પાડી રહ્યા છે.1
- મોરબી શહેરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે ઠંડાપીણા અને છાશ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 5,000થી વધુ લોકોને ઠંડાપીણા અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં સીતારામ સેવા ગ્રુપના સભ્યો ઉપરાંત મોરબી મહાનગર પાલિકાના કોર્પોરેટર, ભાજપના આગેવાનો અને સમાજના અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ મહારાણા પ્રતાપના શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને આદર્શોને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે આહ્વાન કર્યું હતું. ઉનાળાની આ કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ, મુસાફરો અને સ્થાનિક નાગરિકોને ઠંડાપીણા અને છાશ પીવડાવીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, તેમ સીતારામ સેવા ગ્રુપ-મોરબીના યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.4
- પાટણ જિલ્લાના સાતલપુરમાં વિકાસના દાવાઓની વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં પાણીની ભયંકર અછત અને ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે, એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ સ્થાનિક આગેવાનોને ઘેરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.1
- બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદની અઢી વર્ષની સમય મર્યાદા પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં યોજાઈ હતી, જેમાં પૂર્વ ચેરમેન ડી.એમ.પટેલની સર્વાનુમતે ચેરમેન તરીકે અને રણજીતભાઈ વાળાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વર્ણી થઈ છે. નવનિયુક્ત ચેરમેન ડી.એમ.પટેલે નિવેદન આપ્યું હતું કે આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં કામગીરી કરતા રહેશે. આ બંનેના નામની જાહેરાત થતાં હાજર તમામ ડિરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને યાર્ડના કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.1
- કડીના બલાસર નજીક થયેલ વિષ્ણુજી ઠાકોરની ક્રૂર હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે, જેમાં મૂળ બિહારના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એલ.સી.બી. અને કડી પોલીસે સંયુક્ત રીતે ગણતરીના કલાકોમાં જ આ આરોપીને દબોચી લીધો હતો. આરોપી મોહમ્મદ નોમાન, જે જાદવપુરા ચોકડી પાસે નોનવેજની લારી ચલાવે છે અને મૂળ બિહારનો રહેવાસી છે, તે આ હત્યાનો મુખ્ય ગુનેગાર નીકળ્યો છે. તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. આરોપીને જાણ હતી કે ખેડૂત પાસે મોટી રકમ છે, આથી તેણે લિફ્ટ મેળવી એક્ટિવા પાછળ બેસી ગયો હતો. ત્યારબાદ તેણે તીક્ષ્ણ હથિયાર વડે વિષ્ણુજી ઠાકોરને છરીના ઉપરાઉપરી ઘા મારી ક્રૂર હત્યા કરી હતી અને ₹12,000 ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ગંભીર ગુનાનો પર્દાફાશ કરવા માટે 8 થી વધુ ટીમો બનાવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.1
- અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કાર્યરત શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા માનવસેવાનું એક પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા આજે ધંધુકા સ્મશાન ખાતે 30 સ્વજનોની અસ્થિઓનું વિધિવત્ પૂજન કરીને તેમને હરિદ્વાર લઈ જઈ ગંગામાં વિસર્જન કરવાની સેવા શરૂ કરવામાં આવી હતી.1
- ચોટીલાના આણંદપુર ચોકડી નજીક વહેલી સવારે શિવ લહેરી કોમ્પ્લેક્સ પાસે આવેલી બે દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ ભીષણ આગમાં દુકાનોમાં રાખેલો સ્પેરપાર્ટ્સનો જથ્થો અને ઓઈલ સહિતની સામગ્રી બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ ચોટીલા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના મનસુખભાઈ, હરેશભાઈ અને તેમની ટીમે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ફાયર ટીમની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીના કારણે આગ વધુ પ્રસરી શકી નહોતી, જેના પરિણામે આજુબાજુમાં આવેલી અન્ય દુકાનો મોટી હોનારત માંથી બચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પાયે આર્થિક નુકસાન થયું છે.1