logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ બોટાદ તાલુકાની નાગલપર સરકારી માધ્યમિક શાળા (RMSA) ખાતે આશરે ₹1.92 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન શૈક્ષણિક મકાનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પ્રભારી સચિવ બી.એ. શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, અગ્રણી વિજયભાઈ ધલવાણીયા, પ્રકાશભાઈ મેર, ઘનશ્યામભાઈ વિરાણી, વનરાજભાઈ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થયો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સંચાલન કર્યું હતું. આંગણવાડીના ભૂલકાઓએ "અમે નાના નાના બાળ" ગીત પર અભિનય અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોએ બાળવાટિકાના બાળકોને આંગળી પકડીને શાળામાં પ્રવેશ કરાવી તેમના શૈક્ષણિક જીવનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે ધોરણ-9માં 82 અને ધોરણ-11માં 9 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રભારી સચિવ બી.એ. શાહે પોતાના ઉદ્બોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલા શાળા પ્રવેશોત્સવના વારસાને કારણે ગુજરાતમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો નહિવત્ થયો છે, જે ગૌરવની બાબત છે. તેમણે શિક્ષકોને બાળકોની પ્રતિભા ઓળખીને તેને નિખારવા પણ અનુરોધ કર્યો. જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયાએ કન્યા કેળવણી પર ભાર મૂકી દીકરીઓ માટેની નમો લક્ષ્મી બોન્ડ અને સરસ્વતી સાધના યોજના જેવી શૈક્ષણિક યોજનાઓ વિશે વાલીઓને માહિતગાર કર્યા. ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળાની આસપાસ સ્વચ્છતા જાળવવા અને ગંદકી ન કરવા અપીલ કરી. નવનિર્મિત શૈક્ષણિક બિલ્ડિંગમાં ધોરણ-9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ જેવી કે પ્રાર્થના હોલ, કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઇબ્રેરી, આચાર્ય અને સ્ટાફ રૂમ, વિશાળ વર્ગખંડો, આર.ઓ. પ્લાન્ટ સાથે શુદ્ધ પીવાના પાણીની સુવિધા, શૌચાલય, રમતગમત માટે વિશાળ મેદાન અને સ્માર્ટ બોર્ડ આધારિત શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં શાળામાં ધોરણ-9થી 12 સુધીના આશરે 130 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં નાગલપર ઉપરાંત જોટીંગડા, સાલૈયા અને રાજપરા જેવા ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ લાભ મળી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ, પર્યાવરણ સંરક્ષણ અને "બેટી બચાવો-બેટી ભણાવો" જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા. શાળા દ્વારા અમલમાં મૂકાતી વિવિધ શૈક્ષણિક યોજનાઓ, રમતગમત પ્રવૃત્તિઓ અને મધ્યાહન ભોજન યોજના વિશે ગ્રામજનો અને વાલીઓને માહિતગાર કરાયા. વિદ્યાર્થીઓએ જુડો અને કરાટે તાલીમનું જીવંત નિદર્શન પણ રજૂ કર્યું. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌને રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમન સંબંધિત સુરક્ષાના શપથ લેવડાવવામાં આવ્યા, અને "એક પેડ માં કે નામ ૩.૦" અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, એસ.એમ.સી., એસ.એમ.ડી.સી.ના સભ્યો, વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

7 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
7 hrs ago

સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ બોટાદ તાલુકાની નાગલપર સરકારી માધ્યમિક શાળા (RMSA) ખાતે આશરે ₹1.92 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન શૈક્ષણિક મકાનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પ્રભારી સચિવ બી.એ. શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, અગ્રણી વિજયભાઈ ધલવાણીયા, પ્રકાશભાઈ મેર, ઘનશ્યામભાઈ વિરાણી, વનરાજભાઈ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થયો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સંચાલન કર્યું હતું. આંગણવાડીના ભૂલકાઓએ "અમે નાના નાના બાળ" ગીત પર

bd7e87eb-fd23-42ec-baac-281d9a8ae4c3

અભિનય અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોએ બાળવાટિકાના બાળકોને આંગળી પકડીને શાળામાં પ્રવેશ કરાવી તેમના શૈક્ષણિક જીવનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે ધોરણ-9માં 82 અને ધોરણ-11માં 9 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રભારી સચિવ બી.એ. શાહે પોતાના ઉદ્બોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલા શાળા પ્રવેશોત્સવના વારસાને કારણે ગુજરાતમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો નહિવત્ થયો છે, જે ગૌરવની બાબત છે. તેમણે શિક્ષકોને બાળકોની પ્રતિભા ઓળખીને તેને નિખારવા પણ અનુરોધ કર્યો. જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયાએ કન્યા કેળવણી પર ભાર મૂકી દીકરીઓ માટેની નમો

b909fd58-c460-49b0-89ea-86906c244358

લક્ષ્મી બોન્ડ અને સરસ્વતી સાધના યોજના જેવી શૈક્ષણિક યોજનાઓ વિશે વાલીઓને માહિતગાર કર્યા. ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળાની આસપાસ સ્વચ્છતા જાળવવા અને ગંદકી ન કરવા અપીલ કરી. નવનિર્મિત શૈક્ષણિક બિલ્ડિંગમાં ધોરણ-9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ જેવી કે પ્રાર્થના હોલ, કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઇબ્રેરી, આચાર્ય અને સ્ટાફ રૂમ, વિશાળ વર્ગખંડો, આર.ઓ. પ્લાન્ટ સાથે શુદ્ધ પીવાના પાણીની સુવિધા, શૌચાલય, રમતગમત માટે વિશાળ મેદાન અને સ્માર્ટ બોર્ડ આધારિત શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં શાળામાં ધોરણ-9થી 12 સુધીના આશરે 130 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં નાગલપર ઉપરાંત જોટીંગડા, સાલૈયા અને રાજપરા જેવા ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ લાભ મળી

a48f4500-c0ad-4e6c-b6e7-0fee277e4b76

રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ, પર્યાવરણ સંરક્ષણ અને "બેટી બચાવો-બેટી ભણાવો" જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા. શાળા દ્વારા અમલમાં મૂકાતી વિવિધ શૈક્ષણિક યોજનાઓ, રમતગમત પ્રવૃત્તિઓ અને મધ્યાહન ભોજન યોજના વિશે ગ્રામજનો અને વાલીઓને માહિતગાર કરાયા. વિદ્યાર્થીઓએ જુડો અને કરાટે તાલીમનું જીવંત નિદર્શન પણ રજૂ કર્યું. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌને રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમન સંબંધિત સુરક્ષાના શપથ લેવડાવવામાં આવ્યા, અને "એક પેડ માં કે નામ ૩.૦" અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, એસ.એમ.સી., એસ.એમ.ડી.સી.ના સભ્યો, વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • ડી.આઈ.જી.એ રાણપુરની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે રાણપુર પોલીસની કામગીરીની સમીક્ષા કરી.
    1
    ડી.આઈ.જી.એ રાણપુરની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે રાણપુર પોલીસની કામગીરીની સમીક્ષા કરી.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • અમદાવાદના ધંધુકા ખાતે આવેલી મોડર્ન હાઈસ્કૂલમાં પ્રવેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મામલતદાર સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.
    1
    અમદાવાદના ધંધુકા ખાતે આવેલી મોડર્ન હાઈસ્કૂલમાં પ્રવેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મામલતદાર સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય લોકો ઉપર નામદાર કોર્ટે સાત વર્ષની સજા ફરમાવી છે. આ કોર્ટના આદેશના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા નેતા માધવી બેન રાજપૂતે સખત નારાજગી વ્યક્ત કરી છે.
    1
    આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય લોકો ઉપર નામદાર કોર્ટે સાત વર્ષની સજા ફરમાવી છે. આ કોર્ટના આદેશના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા નેતા માધવી બેન રાજપૂતે સખત નારાજગી વ્યક્ત કરી છે.
    user_ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા શિક્ષણને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસે સરકાર પર શિક્ષણ બાબતે આકરા પ્રહારો કર્યા હતા.
    1
    સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા શિક્ષણને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસે સરકાર પર શિક્ષણ બાબતે આકરા પ્રહારો કર્યા હતા.
    user_રિપોર્ટર ILIYAS JARGELA
    રિપોર્ટર ILIYAS JARGELA
    સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામમાં એક અત્યંત દર્દનાક અકસ્માત બન્યો છે. આ દુર્ઘટનામાં વીજ કરંટ લાગવાને કારણે એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
    1
    અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામમાં એક અત્યંત દર્દનાક અકસ્માત બન્યો છે. આ દુર્ઘટનામાં વીજ કરંટ લાગવાને કારણે એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    31 min ago
  • અમરેલી શહેરમાં ૨૪ જૂન, ૨૦૨૬ (બુધવાર) ના રોજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બહારપરા કુમાર પ્રાથમિક શાળાનું ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹૮૭.૬૦ લાખના ખર્ચે નિર્મિત આ શાળામાં પાંચ નવા વર્ગખંડ, મધ્યાહન ભોજન માટેનો શેડ, દિવ્યાંગજનો માટે વિશેષ શૌચાલય તથા દિવ્યાંગ રેમ્પ સહિતની અત્યાધુનિક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવી સુવિધાઓથી વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ અનુકૂળ અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે. શાળાનો સમાવેશ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કરવામાં આવ્યો હોવાથી, તેને સ્માર્ટ બોર્ડ સહિતની આધુનિક ટેકનોલોજીકલ સુવિધાઓનો લાભ મળશે. જેના પરિણામે શાળામાં અભ્યાસ કરતા ૧૫૨ વિદ્યાર્થીઓને ડિજિટલ અને અત્યાધુનિક શિક્ષણ સાથે ગુણવત્તાયુક્ત અભ્યાસની નવી તકો પ્રાપ્ત થશે, જે તેમના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે અને શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો કરશે. આ પ્રસંગે મંત્રીશ્રી વેકરીયાએ વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરીને વિદ્યાર્થીઓને પર્યાવરણના જતનનો સંદેશો પણ આપ્યો હતો. મહાનુભાવોએ નંદઘરની મુલાકાત લઈ ભૂલકાઓ પર વ્હાલ વરસાવ્યું હતું. આ લોકાર્પણ સમારોહમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલીબહેન માંગરોળીયા, ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ જોશી, શાસનાધિકારીશ્રી આશિષ જોશી, અગ્રણીશ્રી વિજયભાઈ ચોટલીયા, નગરપાલિકાના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    અમરેલી શહેરમાં ૨૪ જૂન, ૨૦૨૬ (બુધવાર) ના રોજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બહારપરા કુમાર પ્રાથમિક શાળાનું ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹૮૭.૬૦ લાખના ખર્ચે નિર્મિત આ શાળામાં પાંચ નવા વર્ગખંડ, મધ્યાહન ભોજન માટેનો શેડ, દિવ્યાંગજનો માટે વિશેષ શૌચાલય તથા દિવ્યાંગ રેમ્પ સહિતની અત્યાધુનિક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવી સુવિધાઓથી વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ અનુકૂળ અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે.

શાળાનો સમાવેશ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કરવામાં આવ્યો હોવાથી, તેને સ્માર્ટ બોર્ડ સહિતની આધુનિક ટેકનોલોજીકલ સુવિધાઓનો લાભ મળશે. જેના પરિણામે શાળામાં અભ્યાસ કરતા ૧૫૨ વિદ્યાર્થીઓને ડિજિટલ અને અત્યાધુનિક શિક્ષણ સાથે ગુણવત્તાયુક્ત અભ્યાસની નવી તકો પ્રાપ્ત થશે, જે તેમના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે અને શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો કરશે. આ પ્રસંગે મંત્રીશ્રી વેકરીયાએ વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરીને વિદ્યાર્થીઓને પર્યાવરણના જતનનો સંદેશો પણ આપ્યો હતો. મહાનુભાવોએ નંદઘરની મુલાકાત લઈ ભૂલકાઓ પર વ્હાલ વરસાવ્યું હતું.

આ લોકાર્પણ સમારોહમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલીબહેન માંગરોળીયા, ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ જોશી, શાસનાધિકારીશ્રી આશિષ જોશી, અગ્રણીશ્રી વિજયભાઈ ચોટલીયા, નગરપાલિકાના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Gaurang sodha
    Gaurang sodha
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • બોટાદ LCB દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત, દારૂના ગુનામાં સંડોવાયેલા એક ઇસમને PASA (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
    1
    બોટાદ LCB દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત, દારૂના ગુનામાં સંડોવાયેલા એક ઇસમને PASA (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    Botad, Gujarat•
    7 hrs ago
  • સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ બોટાદ તાલુકાની નાગલપર સરકારી માધ્યમિક શાળા (RMSA) ખાતે આશરે ₹1.92 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન શૈક્ષણિક મકાનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પ્રભારી સચિવ બી.એ. શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, અગ્રણી વિજયભાઈ ધલવાણીયા, પ્રકાશભાઈ મેર, ઘનશ્યામભાઈ વિરાણી, વનરાજભાઈ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થયો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સંચાલન કર્યું હતું. આંગણવાડીના ભૂલકાઓએ "અમે નાના નાના બાળ" ગીત પર અભિનય અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોએ બાળવાટિકાના બાળકોને આંગળી પકડીને શાળામાં પ્રવેશ કરાવી તેમના શૈક્ષણિક જીવનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે ધોરણ-9માં 82 અને ધોરણ-11માં 9 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રભારી સચિવ બી.એ. શાહે પોતાના ઉદ્બોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલા શાળા પ્રવેશોત્સવના વારસાને કારણે ગુજરાતમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો નહિવત્ થયો છે, જે ગૌરવની બાબત છે. તેમણે શિક્ષકોને બાળકોની પ્રતિભા ઓળખીને તેને નિખારવા પણ અનુરોધ કર્યો. જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયાએ કન્યા કેળવણી પર ભાર મૂકી દીકરીઓ માટેની નમો લક્ષ્મી બોન્ડ અને સરસ્વતી સાધના યોજના જેવી શૈક્ષણિક યોજનાઓ વિશે વાલીઓને માહિતગાર કર્યા. ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળાની આસપાસ સ્વચ્છતા જાળવવા અને ગંદકી ન કરવા અપીલ કરી. નવનિર્મિત શૈક્ષણિક બિલ્ડિંગમાં ધોરણ-9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ જેવી કે પ્રાર્થના હોલ, કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઇબ્રેરી, આચાર્ય અને સ્ટાફ રૂમ, વિશાળ વર્ગખંડો, આર.ઓ. પ્લાન્ટ સાથે શુદ્ધ પીવાના પાણીની સુવિધા, શૌચાલય, રમતગમત માટે વિશાળ મેદાન અને સ્માર્ટ બોર્ડ આધારિત શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં શાળામાં ધોરણ-9થી 12 સુધીના આશરે 130 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં નાગલપર ઉપરાંત જોટીંગડા, સાલૈયા અને રાજપરા જેવા ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ લાભ મળી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ, પર્યાવરણ સંરક્ષણ અને "બેટી બચાવો-બેટી ભણાવો" જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા. શાળા દ્વારા અમલમાં મૂકાતી વિવિધ શૈક્ષણિક યોજનાઓ, રમતગમત પ્રવૃત્તિઓ અને મધ્યાહન ભોજન યોજના વિશે ગ્રામજનો અને વાલીઓને માહિતગાર કરાયા. વિદ્યાર્થીઓએ જુડો અને કરાટે તાલીમનું જીવંત નિદર્શન પણ રજૂ કર્યું. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌને રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમન સંબંધિત સુરક્ષાના શપથ લેવડાવવામાં આવ્યા, અને "એક પેડ માં કે નામ ૩.૦" અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, એસ.એમ.સી., એસ.એમ.ડી.સી.ના સભ્યો, વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
    4
    સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ બોટાદ તાલુકાની નાગલપર સરકારી માધ્યમિક શાળા (RMSA) ખાતે આશરે ₹1.92 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન શૈક્ષણિક મકાનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પ્રભારી સચિવ બી.એ. શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, અગ્રણી વિજયભાઈ ધલવાણીયા, પ્રકાશભાઈ મેર, ઘનશ્યામભાઈ વિરાણી, વનરાજભાઈ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થયો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સંચાલન કર્યું હતું. આંગણવાડીના ભૂલકાઓએ "અમે નાના નાના બાળ" ગીત પર અભિનય અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોએ બાળવાટિકાના બાળકોને આંગળી પકડીને શાળામાં પ્રવેશ કરાવી તેમના શૈક્ષણિક જીવનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે ધોરણ-9માં 82 અને ધોરણ-11માં 9 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રભારી સચિવ બી.એ. શાહે પોતાના ઉદ્બોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલા શાળા પ્રવેશોત્સવના વારસાને કારણે ગુજરાતમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો નહિવત્ થયો છે, જે ગૌરવની બાબત છે. તેમણે શિક્ષકોને બાળકોની પ્રતિભા ઓળખીને તેને નિખારવા પણ અનુરોધ કર્યો. જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયાએ કન્યા કેળવણી પર ભાર મૂકી દીકરીઓ માટેની નમો લક્ષ્મી બોન્ડ અને સરસ્વતી સાધના યોજના જેવી શૈક્ષણિક યોજનાઓ વિશે વાલીઓને માહિતગાર કર્યા. ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળાની આસપાસ સ્વચ્છતા જાળવવા અને ગંદકી ન કરવા અપીલ કરી.

નવનિર્મિત શૈક્ષણિક બિલ્ડિંગમાં ધોરણ-9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ જેવી કે પ્રાર્થના હોલ, કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઇબ્રેરી, આચાર્ય અને સ્ટાફ રૂમ, વિશાળ વર્ગખંડો, આર.ઓ. પ્લાન્ટ સાથે શુદ્ધ પીવાના પાણીની સુવિધા, શૌચાલય, રમતગમત માટે વિશાળ મેદાન અને સ્માર્ટ બોર્ડ આધારિત શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં શાળામાં ધોરણ-9થી 12 સુધીના આશરે 130 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં નાગલપર ઉપરાંત જોટીંગડા, સાલૈયા અને રાજપરા જેવા ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ લાભ મળી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ, પર્યાવરણ સંરક્ષણ અને "બેટી બચાવો-બેટી ભણાવો" જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા. શાળા દ્વારા અમલમાં મૂકાતી વિવિધ શૈક્ષણિક યોજનાઓ, રમતગમત પ્રવૃત્તિઓ અને મધ્યાહન ભોજન યોજના વિશે ગ્રામજનો અને વાલીઓને માહિતગાર કરાયા. વિદ્યાર્થીઓએ જુડો અને કરાટે તાલીમનું જીવંત નિદર્શન પણ રજૂ કર્યું. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌને રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમન સંબંધિત સુરક્ષાના શપથ લેવડાવવામાં આવ્યા, અને "એક પેડ માં કે નામ ૩.૦" અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, એસ.એમ.સી., એસ.એમ.ડી.સી.ના સભ્યો, વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકામાં હાલમાં જ નવનિર્મિત થયેલા બ્રિજ પરથી એક અનોખો અને અદભૂત નજારો જોવા મળ્યો છે. આ બ્રિજ પરથી દેખાતું દૃશ્ય અન્ય વિવિધ બ્રિજોની સરખામણીમાં શ્રેષ્ઠ હોવાનું જણાવાયું છે. નવનિર્મિત બ્રિજ પરથી ધંધુકાનું સમગ્ર સૌંદર્ય સ્પષ્ટપણે પ્રદર્શિત થયું છે, જે એક અનોખો અનુભવ પ્રદાન કરે છે.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકામાં હાલમાં જ નવનિર્મિત થયેલા બ્રિજ પરથી એક અનોખો અને અદભૂત નજારો જોવા મળ્યો છે. આ બ્રિજ પરથી દેખાતું દૃશ્ય અન્ય વિવિધ બ્રિજોની સરખામણીમાં શ્રેષ્ઠ હોવાનું જણાવાયું છે. નવનિર્મિત બ્રિજ પરથી ધંધુકાનું સમગ્ર સૌંદર્ય સ્પષ્ટપણે પ્રદર્શિત થયું છે, જે એક અનોખો અનુભવ પ્રદાન કરે છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.