જોરાવરનગર સવા આયુષ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, 600થી વધુ દર્દીઓએ લાભ લીધો. ઝાલાવાડના આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: સવા આયુષ હોસ્પિટલ ખાતે 'રોબોટિક સર્જરી' અને 'એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી'નો પ્રારંભ નાયબ દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાની ઉપસ્થિતિમાં અદ્યતન વિભાગોનું લોકાર્પણ ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પમાં ૬૦૦ થી વધુ દર્દીઓએ લીધો લાભ. સેવાકીય પહેલ: આગામી દિવસોમાં ૫૦ જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન સંપૂર્ણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. પથરીની સારવાર હવે વાઢકાપ વગર 'RIRS લેસર' ટેકનોલોજીથી શક્ય બનશે. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની જાણીતી સવા આયુષ હોસ્પિટલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચતા, મેટ્રો સિટી જેવી અત્યાધુનિક સારવાર પદ્ધતિઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા એક ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ અને સામાજિક-રાજકીય અગ્રણીઓના સન્માન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરવશાળી ઉપસ્થિતિ: કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોસ્પિટલની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, 'સુરેન્દ્રનગરમાં રોબોટિક અને RIRS લેસર જેવી સુવિધાઓ આવવાથી સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મોટો ફાયદો થશે.' કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હોસ્પિટલના આધુનિક અભિગમને પ્રોત્સાહિત કર્યો હતો. અદ્યતન ટેકનોલોજીનો સંગમ: રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ: ગોઠણના ઓપરેશનમાં ૧૦૦% ચોકસાઈ અને દર્દીની ઝડપી રિકવરી માટે અત્યાધુનિક રોબોટિક સિસ્ટમ. RIRS લેસર સ્ટોન સર્જરી: પથરીની સારવાર હવે કોઈપણ પ્રકારની કાપકૂપ વગર, દૂરબીન અને લેસર કિરણો દ્વારા અત્યંત સુરક્ષિત રીતે શક્ય બનશે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી: મણકા અને ગાદીની તકલીફો માટે હવે મોટા ચીરાની જરૂર નથી. સેવાકીય પ્રવૃત્તિઓ અને કેમ્પ: આ કેમ્પમાં ૬૦૦ થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી નિઃશુલ્ક તબીબી તપાસ, લેબ ટેસ્ટ અને દવાઓનો લાભ લીધો હતો. ટ્રસ્ટી શ્રી ડી.વી. શાહ સાહેબના આર્થિક સહયોગથી પ્રથમ ૫૦ જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન મફત કરવામાં આવશે. હોસ્પિટલનું વિઝન: ડૉ. સંકેત મકવાણાએ જણાવ્યું હતું કે, 'અમારું લક્ષ્ય છે કે દર્દીઓને અમદાવાદ કે રાજકોટ સુધી દોડવું ન પડે.' આ આયોજનને સફળ બનાવવા માટે હોસ્પિટલના સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- ઝાલાવાડના આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: સવા આયુષ હોસ્પિટલ ખાતે 'રોબોટિક સર્જરી' અને 'એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી'નો પ્રારંભ નાયબ દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાની ઉપસ્થિતિમાં અદ્યતન વિભાગોનું લોકાર્પણ ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પમાં ૬૦૦ થી વધુ દર્દીઓએ લીધો લાભ. સેવાકીય પહેલ: આગામી દિવસોમાં ૫૦ જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન સંપૂર્ણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. પથરીની સારવાર હવે વાઢકાપ વગર 'RIRS લેસર' ટેકનોલોજીથી શક્ય બનશે. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની જાણીતી સવા આયુષ હોસ્પિટલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચતા, મેટ્રો સિટી જેવી અત્યાધુનિક સારવાર પદ્ધતિઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા એક ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ અને સામાજિક-રાજકીય અગ્રણીઓના સન્માન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરવશાળી ઉપસ્થિતિ: કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોસ્પિટલની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, 'સુરેન્દ્રનગરમાં રોબોટિક અને RIRS લેસર જેવી સુવિધાઓ આવવાથી સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મોટો ફાયદો થશે.' કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હોસ્પિટલના આધુનિક અભિગમને પ્રોત્સાહિત કર્યો હતો. અદ્યતન ટેકનોલોજીનો સંગમ: રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ: ગોઠણના ઓપરેશનમાં ૧૦૦% ચોકસાઈ અને દર્દીની ઝડપી રિકવરી માટે અત્યાધુનિક રોબોટિક સિસ્ટમ. RIRS લેસર સ્ટોન સર્જરી: પથરીની સારવાર હવે કોઈપણ પ્રકારની કાપકૂપ વગર, દૂરબીન અને લેસર કિરણો દ્વારા અત્યંત સુરક્ષિત રીતે શક્ય બનશે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી: મણકા અને ગાદીની તકલીફો માટે હવે મોટા ચીરાની જરૂર નથી. સેવાકીય પ્રવૃત્તિઓ અને કેમ્પ: આ કેમ્પમાં ૬૦૦ થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી નિઃશુલ્ક તબીબી તપાસ, લેબ ટેસ્ટ અને દવાઓનો લાભ લીધો હતો. ટ્રસ્ટી શ્રી ડી.વી. શાહ સાહેબના આર્થિક સહયોગથી પ્રથમ ૫૦ જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન મફત કરવામાં આવશે. હોસ્પિટલનું વિઝન: ડૉ. સંકેત મકવાણાએ જણાવ્યું હતું કે, 'અમારું લક્ષ્ય છે કે દર્દીઓને અમદાવાદ કે રાજકોટ સુધી દોડવું ન પડે.' આ આયોજનને સફળ બનાવવા માટે હોસ્પિટલના સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.1
- એક તરફ બે દેશ વચ્ચેના યુધ્ધમાં તણાવની સ્થિતિને લઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ભાવ વધારો નજરે પડી રહ્યો છે. ત્યારે હવે ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓમાં પણ મોંઘવારીનો ભરડો કસવામાં આવતા ગરીબ અને મધ્યમવર્ગ પર વધુ ભાર પડી રહ્યો છે. હાલ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય પંથકના બારેમાસ માટે મરચું ભરવાની સિઝન શરૂ થઈ છે ત્યારે મરચાની સિઝન શરૂ થતા જ ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તેવામાં મરચાની સિઝન હજુતો મધ્યે પહોંચી ત્યાં ફરી એક વખત ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ગયા વર્ષે જે મરચાના ભાવ ૨૮૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામે વેચાણ થતુ હતું તે આ વર્ષે સિઝન થતા જ ૩૫૦ રૂપિયે અને હવે વધુ ૫૦ રૂપિયા વધારો થતા ૪૦૦ રૂપિયે પ્રતિ કિલોગ્રામે વેચાણ થાય છે એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે લાલ મરચામાં અત્યારસુધી લગભગ ૮૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે જેના દર વર્ષની સિઝન કરતા આ વર્ષે મરચાના ધંધામાં પણ મંદીનો માહોલ નજરે પડે છે ત્યારે સતત વધતા ભાવને લીધે ગ્રાહકો હવે મરચાના ભાવ નીચા પાડવાની રાહમાં બેઠા છે ત્યારે લાલ મરચામાં સતત તેજીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ વર્ષે મરચાંની તીખાસને બદલે ભાવ રોવડાવે તેવી સ્થિતિ સર્જાઇ છે.1
- ચોટીલા-જસદણ રોડ પર કુંઢડા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં ઇનોવા કાર રેલિંગ સાથે અથડાતાં કારમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત બન્યો હતો. અથડામણ બાદ શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણના કારણે આગ ભભૂકી ઉઠી હતી.સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1
- રાયસંગગઢ પાટીયા પાસે થયેલ અકસ્માતમાં રોજકા ગામના જયપાલ પટેલનું મોત, ચાલક ફરાર. સોશ્યિલ મીડિયામાં ભાલના ગોગા તરીકે જાણીતા ધંધુકાના રોજકા ગામના વતની જયપાલ પટેલનું અકસ્માતમાં મોત. ગઈ કાલે રાત્રે યુવાન જયપાલ પટેલ પોતાનું મોટર સાઇકલ લઈને ધોલેરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રાયસંગ ગઢ નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થયો હતો. મૃતક જયપાલ પટેલ સોશ્યિલ મીડિયામાં પોતાની પોસ્ટના કારણે ભાલમાં જાણીતા બન્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.1
- ફોર્મ માં સરપંચ ના સહી સિક્કા કરવા માટે ગયેલા ત્યારે સરપંચ દ્વારા ફોર્મ ફાડી નાખવામાં આવ્યું અને હુમલો કરવામાં આવ્યો તે મામલે પીડિત પરિવાર ની મુલાકાત લઈને બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ તેમની સાથે છે અને ભવિષ્ય માં પણ ન્યાય માટે લડત લડવા માં સંપૂર્ણ સહયોગ આપવા ની ખાતરી આપી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- खेड़ा ब्रेकिंग बाकी दिनों में करीब 1 हज़ार भक्त इस प्रसाद का फ़ायदा उठाते थे भक्त इस डाइनिंग हॉल में मुफ़्त में प्रसाद ले सकते थे इस डाइनिंग हॉल के बंद होने से भक्त निराश हो रहे हैं यह डाइनिंग हॉल तभी चालू हो सकता है जब कमर्शियल गैस सिलेंडर उपलब्ध ह1
- પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે આ ખાસ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, જેમાં પીડિત નાગરિકોની રજૂઆતો સાંભળી તાત્કાલિક નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે. આ સભામાં રાષ્ટ્રીયકૃત બેંકો, કો-ઓપરેટિવ બેંકો તેમજ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહી નાગરિકોને કાયદેસર રીતે બેંક મારફતે લોન મેળવવા અંગે માર્ગદર્શન આપશે. મોરબીના DySP જે.એમ. આલ દ્વારા વધુમાં વધુ નાગરિકોએ હાજરી આપી આ તકનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- Post by Sanjay Zala Official1