logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ચોટીલા-જસદણ રોડ પર કુંઢડા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો ચોટીલા-જસદણ રોડ પર કુંઢડા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં ઇનોવા કાર રેલિંગ સાથે અથડાતાં કારમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત બન્યો હતો. અથડામણ બાદ શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણના કારણે આગ ભભૂકી ઉઠી હતી.સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

3 hrs ago
user_Dinesh Gambhava Report
Dinesh Gambhava Report
G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
3 hrs ago

ચોટીલા-જસદણ રોડ પર કુંઢડા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો ચોટીલા-જસદણ રોડ પર કુંઢડા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં ઇનોવા કાર રેલિંગ સાથે અથડાતાં કારમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત બન્યો હતો. અથડામણ બાદ શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણના કારણે આગ ભભૂકી ઉઠી હતી.સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

More news from ગુજરાત and nearby areas
  • એક તરફ બે દેશ વચ્ચેના યુધ્ધમાં તણાવની સ્થિતિને લઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ભાવ વધારો નજરે પડી રહ્યો છે. ત્યારે હવે ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓમાં પણ મોંઘવારીનો ભરડો કસવામાં આવતા ગરીબ અને મધ્યમવર્ગ પર વધુ ભાર પડી રહ્યો છે. હાલ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય પંથકના બારેમાસ માટે મરચું ભરવાની સિઝન શરૂ થઈ છે ત્યારે મરચાની સિઝન શરૂ થતા જ ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તેવામાં મરચાની સિઝન હજુતો મધ્યે પહોંચી ત્યાં ફરી એક વખત ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ગયા વર્ષે જે મરચાના ભાવ ૨૮૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામે વેચાણ થતુ હતું તે આ વર્ષે સિઝન થતા જ ૩૫૦ રૂપિયે અને હવે વધુ ૫૦ રૂપિયા વધારો થતા ૪૦૦ રૂપિયે પ્રતિ કિલોગ્રામે વેચાણ થાય છે એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે લાલ મરચામાં અત્યારસુધી લગભગ ૮૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે જેના દર વર્ષની સિઝન કરતા આ વર્ષે મરચાના ધંધામાં પણ મંદીનો માહોલ નજરે પડે છે ત્યારે સતત વધતા ભાવને લીધે ગ્રાહકો હવે મરચાના ભાવ નીચા પાડવાની રાહમાં બેઠા છે ત્યારે લાલ મરચામાં સતત તેજીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ વર્ષે મરચાંની તીખાસને બદલે ભાવ રોવડાવે તેવી સ્થિતિ સર્જાઇ છે.
    1
    એક તરફ બે દેશ વચ્ચેના યુધ્ધમાં તણાવની સ્થિતિને લઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ભાવ વધારો નજરે પડી રહ્યો છે. ત્યારે હવે ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓમાં પણ મોંઘવારીનો ભરડો કસવામાં આવતા ગરીબ અને મધ્યમવર્ગ પર વધુ ભાર પડી રહ્યો છે. હાલ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય પંથકના બારેમાસ માટે મરચું ભરવાની સિઝન શરૂ થઈ છે ત્યારે મરચાની સિઝન શરૂ થતા જ ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તેવામાં મરચાની સિઝન હજુતો મધ્યે પહોંચી ત્યાં ફરી એક વખત ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ગયા વર્ષે જે મરચાના ભાવ ૨૮૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામે વેચાણ થતુ હતું તે આ વર્ષે સિઝન થતા જ ૩૫૦ રૂપિયે અને હવે વધુ ૫૦ રૂપિયા વધારો થતા ૪૦૦ રૂપિયે પ્રતિ કિલોગ્રામે વેચાણ થાય છે એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે લાલ મરચામાં અત્યારસુધી લગભગ ૮૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે જેના દર વર્ષની સિઝન કરતા આ વર્ષે મરચાના ધંધામાં પણ મંદીનો માહોલ નજરે પડે છે ત્યારે સતત વધતા ભાવને લીધે ગ્રાહકો હવે મરચાના ભાવ નીચા પાડવાની રાહમાં બેઠા છે ત્યારે લાલ મરચામાં સતત તેજીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ વર્ષે મરચાંની તીખાસને બદલે ભાવ રોવડાવે તેવી સ્થિતિ સર્જાઇ છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    34 min ago
  • ચોટીલા-જસદણ રોડ પર કુંઢડા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં ઇનોવા કાર રેલિંગ સાથે અથડાતાં કારમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત બન્યો હતો. અથડામણ બાદ શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણના કારણે આગ ભભૂકી ઉઠી હતી.સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    ચોટીલા-જસદણ રોડ પર કુંઢડા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં ઇનોવા કાર રેલિંગ સાથે અથડાતાં કારમાં અચાનક આગ લાગી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત બન્યો હતો. અથડામણ બાદ શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણના કારણે આગ ભભૂકી ઉઠી હતી.સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Sundarlal dedaniya
    8
    Post by Sundarlal dedaniya
    user_Sundarlal dedaniya
    Sundarlal dedaniya
    Samaj Sevak Dhrangadhra, Surendranagar•
    17 hrs ago
  • હળવદ: શક્તિનગર સ્થિત નકલંક ગુરુધામ ખાતે ચૈત્ર સુદ ત્રીજના પાવન અવસર પર શ્રી સવાયા હનુમાનજી મહારાજની પવિત્ર છત્રછાયામાં 51 કુંડી મહા મારુતિ યજ્ઞ મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો. આ અવસરે મહાયજ્ઞ તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધાર્મિક ઉપદેશો આપ્યા હતા. યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન 108 દીવડાઓની ભવ્ય મહા આરતી યોજાઈ હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ: શક્તિનગર સ્થિત નકલંક ગુરુધામ ખાતે ચૈત્ર સુદ ત્રીજના પાવન અવસર પર શ્રી સવાયા હનુમાનજી મહારાજની પવિત્ર છત્રછાયામાં 51 કુંડી મહા મારુતિ યજ્ઞ મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો.
આ અવસરે મહાયજ્ઞ તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધાર્મિક ઉપદેશો આપ્યા હતા. યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમ્યાન 108 દીવડાઓની ભવ્ય મહા આરતી યોજાઈ હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    16 hrs ago
  • વડાપ્રધાનના નેતૃત્વમાં ‘મિલેટ્સ’ બન્યું વૈશ્વિક જન આંદોલન; આપણા પૂર્વજોના આહાર એવા ‘શ્રી અન્ન’ને ફરી અપનાવીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા સુરેન્દ્રનગર વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજથી વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યા હતા. આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે વિશ્વભરમાં ઉજવીને 'શ્રી અન્ન'નું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યો મુખ્ય હતા, જે આજે ફરીથી મેદસ્વિતા અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે લડવા માટે અનિવાર્ય બન્યા છે. આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ મિલેટ્સ પકવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહાઅભિયાન છે. ખેડૂતોને રાસાયણિક ખાતરના જોખમો સામે સાવચેત કરી અપીલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીન તો બગડી જ છે, પરંતુ તેનાથી થતા રોગો સમાજ માટે ખતરો બન્યા છે. વેચાણ માટે નહીં, તો પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અંજીર, દાડમ અને હળદર જેવા પાકોમાં થઈ રહેલા પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી એ જ સુખી અને નિરોગી સમાજનો પાયો છે. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી કમોસમી વરસાદ સામે રૂ. ૧૧,૦૦૦ કરોડનું રાહત પેકેજ સીધું ખેડૂતોના ખાતામાં જમા કર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આજે મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. ૪૮ કરોડના ખર્ચે સાકાર થનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરની કાયાપલટ થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં, આ બે દિવસીય મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપી જિલ્લાના તમામ નાગરિકોને સહપરિવાર આ મહોત્સવની મુલાકાત લેવા, પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલ પરથી શુદ્ધ આહારની ખરીદી કરવા અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ ઝાલાવાડ પંથકના પરંપરાગત બાજરાના ઉત્પાદનને પુનઃજીવિત કરવા માટે છે. મિલેટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે અને જમીનને કુદરતી મિનરલ્સ પૂરા પાડે છે. મિલેટ્સના વાવેતરથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે અને જમીનની ગુણવત્તા જળવાય છે, જે માટે સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ અને બજાર મળે તેવા પ્રયાસો કરી રહી છે. તેમણે હવામહેલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આકર્ષણોનો લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'શ્રી અન્ન' એટલે કે મિલેટ પાકો એક ઉત્તમ ઔષધિ સમાન છે. તેમણે ખેડૂતોને કપાસ જેવા રોકડિયા પાકોના સ્થાને ઓછામાં ઓછા એકથી બે વીઘામાં મિલેટ પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક શાકભાજી અને આધુનિક મિલેટની વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વિશેષ સ્ટોલ્સ, રસાયણમુક્ત તાજા શાકભાજી, ફળો અને મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓનો આનંદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાળકો માટે 'ચિલ્ડ્રન પ્લે એરિયા' અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દૈવૈયા,સહિત અગ્રણીઓ, હોદ્દેદારશ્રીઓ, સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    વડાપ્રધાનના નેતૃત્વમાં ‘મિલેટ્સ’ બન્યું વૈશ્વિક જન આંદોલન; આપણા પૂર્વજોના આહાર એવા ‘શ્રી અન્ન’ને ફરી અપનાવીએ
મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા સુરેન્દ્રનગર વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજથી વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યા હતા.
આ તકે નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે વિશ્વભરમાં ઉજવીને 'શ્રી અન્ન'નું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યો મુખ્ય હતા, જે આજે ફરીથી મેદસ્વિતા અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે લડવા માટે અનિવાર્ય બન્યા છે. આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ મિલેટ્સ પકવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહાઅભિયાન છે.
ખેડૂતોને રાસાયણિક ખાતરના જોખમો સામે સાવચેત કરી અપીલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીન તો બગડી જ છે, પરંતુ તેનાથી થતા રોગો સમાજ માટે ખતરો બન્યા છે. વેચાણ માટે નહીં, તો પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અંજીર, દાડમ અને હળદર જેવા પાકોમાં થઈ રહેલા પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ઝેરમુક્ત ખેતી એ જ સુખી અને નિરોગી સમાજનો પાયો છે.
રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ અપનાવી કમોસમી વરસાદ સામે રૂ. ૧૧,૦૦૦ કરોડનું રાહત પેકેજ સીધું ખેડૂતોના ખાતામાં જમા કર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આજે મહાનગરપાલિકાના રૂ. ૧૩.૫૯ કરોડના વિવિધ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. ૪૮ કરોડના ખર્ચે સાકાર થનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરની કાયાપલટ થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
વધુમાં, આ બે દિવસીય મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપી જિલ્લાના તમામ નાગરિકોને સહપરિવાર આ મહોત્સવની મુલાકાત લેવા, પ્રાકૃતિક ઉત્પાદનોના સ્ટોલ પરથી શુદ્ધ આહારની ખરીદી કરવા અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર  નવનાથ ગવ્હાણેએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ ઝાલાવાડ પંથકના પરંપરાગત બાજરાના ઉત્પાદનને પુનઃજીવિત કરવા માટે છે. મિલેટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે અને જમીનને કુદરતી મિનરલ્સ પૂરા પાડે છે. મિલેટ્સના વાવેતરથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે અને જમીનની ગુણવત્તા જળવાય છે, જે માટે સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ અને બજાર મળે તેવા પ્રયાસો કરી રહી છે. તેમણે હવામહેલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આકર્ષણોનો લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર  ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'શ્રી અન્ન' એટલે કે મિલેટ પાકો એક ઉત્તમ ઔષધિ સમાન છે. તેમણે ખેડૂતોને કપાસ જેવા રોકડિયા પાકોના સ્થાને ઓછામાં ઓછા એકથી બે વીઘામાં મિલેટ પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક શાકભાજી અને આધુનિક મિલેટની વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વિશેષ સ્ટોલ્સ, રસાયણમુક્ત તાજા શાકભાજી, ફળો અને મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓનો આનંદ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બાળકો માટે 'ચિલ્ડ્રન પ્લે એરિયા' અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે.
કાર્યક્રમમાં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દૈવૈયા,સહિત અગ્રણીઓ, હોદ્દેદારશ્રીઓ, સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    19 hrs ago
  • ગોરોથ પાત કમ્પની
    2
    ગોરોથ પાત કમ્પની
    user_સોલંકી હરિકૃષ્ણ ભાય
    સોલંકી હરિકૃષ્ણ ભાય
    Farmer ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    15 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    19 hrs ago
  • ધ્રાંગધ્રામાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા: હજારો મુસ્લિમ બિરાદરોનો ઉમળકો, અમન-ભાઈચારા માટે કરી દુઆ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં પવિત્ર રમજાન મહિના પૂર્ણ થતાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. શહેરના ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ પ્રમાણમાં એકત્ર થઈ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાંચ હજારથી વધુ મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. મુસ્લિમ સમાજ માટે રમજાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિના દરમિયાન લોકો 30 દિવસ સુધી રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરે છે, તેમજ જકાત, સદકા અને ફિત્રા આપીને માનવ સેવા કરે છે. રોજા પૂર્ણ થયા બાદ ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ભાઈચારા અને ખુશીના માહોલમાં ઉજવવામાં આવે છે. ઈદગાહ ખાતે નમાઝ અદા કર્યા બાદ દેશની પ્રગતિ, શાંતિ, ભાઈચારા અને પ્રેમ માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા નવા ટ્રસ્ટીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા, જે સમાજની સહમતિથી નિમણૂક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઈદના પાવન અવસરે સમગ્ર વિસ્તારમાં ખુશી અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. બાઈટો બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા
    1
    ધ્રાંગધ્રામાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા: હજારો મુસ્લિમ બિરાદરોનો ઉમળકો, અમન-ભાઈચારા માટે કરી દુઆ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં પવિત્ર રમજાન મહિના પૂર્ણ થતાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. શહેરના ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ પ્રમાણમાં એકત્ર થઈ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાંચ હજારથી વધુ મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. મુસ્લિમ સમાજ માટે રમજાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિના દરમિયાન લોકો 30 દિવસ સુધી રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરે છે, તેમજ જકાત, સદકા અને ફિત્રા આપીને માનવ સેવા કરે છે. રોજા પૂર્ણ થયા બાદ ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ભાઈચારા અને ખુશીના માહોલમાં ઉજવવામાં આવે છે.
ઈદગાહ ખાતે નમાઝ અદા કર્યા બાદ દેશની પ્રગતિ, શાંતિ, ભાઈચારા અને પ્રેમ માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.
આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા નવા ટ્રસ્ટીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા, જે સમાજની સહમતિથી નિમણૂક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઈદના પાવન અવસરે સમગ્ર વિસ્તારમાં ખુશી અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.
બાઈટો 
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.