Shuru
Apke Nagar Ki App…
ગરીબો ના એક માત્ર મસીહા બનીને આવ્યા જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી 🙏🙏 ભારત માં જે અસહાય પરિવાર છે જે પોતાની ભૂખ અને ઝોપડી ના હોવાથી દુઃખી હતા એ દુઃખી લોકો ની પોકાર જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી એ સાંભળી 🙏🙏
DARBAR AJAY DAAS
ગરીબો ના એક માત્ર મસીહા બનીને આવ્યા જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી 🙏🙏 ભારત માં જે અસહાય પરિવાર છે જે પોતાની ભૂખ અને ઝોપડી ના હોવાથી દુઃખી હતા એ દુઃખી લોકો ની પોકાર જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી એ સાંભળી 🙏🙏
More news from ગુજરાત and nearby areas
- ગરીબો ના એક માત્ર મસીહા બનીને આવ્યા જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી 🙏🙏 ભારત માં જે અસહાય પરિવાર છે જે પોતાની ભૂખ અને ઝોપડી ના હોવાથી દુઃખી હતા એ દુઃખી લોકો ની પોકાર જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી એ સાંભળી 🙏🙏1
- મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત, ભાજપ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા1
- મહેસાણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,સાંસદ હરિભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર સહિટ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા આવતીકાલે વડનગરથી વારાણસી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી મહેસાણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,સાંસદ હરિભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર સહિટ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા આવતીકાલે વડનગરથી વારાણસી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી4
- *શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ* *ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬* *શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ* *માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરાશે:- કલેકટરશ્રી મિહિર પટેલ* *પત્રકાર મિત્રો ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર કરે જેથી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માઁ અંબેના દર્શનનો લાભ મળી શકે:- કલેકટરશ્રી મિહિર પટેલ* *સ્વચ્છતા જાળવવા વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫ થી ૧૫૦ ટ્રેક્ટરો થકી સ્વચ્છતા જાળવવામાં આવશે:- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે *મેળામાં પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે:- પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે* *પાંચ હજાર કરતાં વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત : ૭૫૦ થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ *દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ કાર્યરત* શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ૨૦ થી ૨૬ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે. પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ૨૯ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. જિલ્લા કલેકટરે આ સાથે કરોડો માઇ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માં અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. ચાલુ વર્ષે ડ્રોન શૉનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. જટાયુ મશીન દ્વારા કચરાનો નિકાલ કરાશે. કચરા માટે દાંતા અને હડાદ રોડ પર ૭૫૦ થી વધુ ડસ્ટબિન મુકાયા છે. ૭૦૦૦ થી વધુ સરકારી કર્મચારીઓ મેળામાં ફરજ બજાવશે. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જો હવામાન સાફ રહેશે તો ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર ખાતે ડ્રોન શૉ નું આયોજન કરાશે. આ સાથે ગબ્બર ખાતે વિશેષ રોશની કરાઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ભરમાંથી અંબાજી મહા મેળામાં આવતા પદયાત્રિકો માટે ૧૦ કરોડનું વીમા કવચ આપવામાં આવશે. નજીકના રાજસ્થાન રાજ્યમાં પણ ૫૦ કિમી અંતર સુધી આ લાભ મળી રહેશે. આ સાથે પદ યાત્રિક બનાસકાંઠા જિલ્લાની હદમાં હોય અને કોઈ આકસ્મિક ઘટના ઘટે છે તો તત્કાલિક ૨ લાખ રૂપિયાની વીમા સહાય આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેએ જણાવ્યું કે, અંબાજી પદયાત્રા અને મેળા દરમિયાન યાત્રિકોની સુવિધા અને સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫ થી ૧૫૦ ટ્રેક્ટરોની મદદથી વિવિધ રૂટો પર સઘન સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં રાત્રિના સમયે પણ સફાઈ કરીને સવારે સ્વચ્છ માર્ગો ઉપલબ્ધ કરાવવા, કચરાપેટીઓ મૂકવી, ફૂડ વેસ્ટ કલેક્શન એજન્સીની નિમણૂક કરવી અને સેવાકીય ચીજવસ્તુઓનું વિતરણ કરતા વાહનો માટે ૧૦ જેટલા નિયત સ્થળોએ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી પ્લાસ્ટિક અને કચરાના ફેલાવાને અટકાવવા સાથે સ્વચ્છતા અને સેવાનો ઉત્તમ સમન્વય સાધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે વિવિધ લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે. ૫૦૦૦ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. મહિલાઓ માટે 'શી' ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી કૌશિકભાઇ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ૭૫૦ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અંબાજીથી ૬૦ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કંટ્રોલરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ મારફત સેવા કેમ્પ અને વાહનોની નોંધણી, મોબાઈલ સેવા કેમ્પની નોંધણી વગેરે ડિજિટલ માધ્યમથી કામગીરી કરવામાં આવી રહી છે. સ્માર્ટ પાર્કિંગ, બાળ સહાયતા કાર્ડ પણ મેળા દરમિયાન આપવામાં આવશે. આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી. આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.1
- સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો: બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયા સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયા : CCTV, ટેસમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયાક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી LCB-સમી પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલ્યો પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાઠીવાડા ગામ પાસે આવેલી બંધ જીનિંગ મિલમાંથી 6થી 7 મહિનાની માસુમ બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવવાના ચકચારી બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં બે શખ્સોને ઝડપી પાડી સમગ્ર મામલે મહત્વનો ખુલાસો કર્યો છે. બનાવની જાણ થતાં પાટણ જિલ્લાની 112 જનરક્ષક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિ તથા પાટણ જિલ્લા પોલીસ દ્વારા બાળકીની દેખરેખ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ, કાઠીવાડા બસ સ્ટેન્ડથી સમી તરફ આશરે 400 મીટર દૂર આવેલી ઈન્ડસ્ટ્રીઝ નામની બંધ જીનિંગ મિલના દરવાજાના અંદરના ભાગે બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકીની સ્થિતિ અંગે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બાળકીની ઓળખ તથા તેના વાલી-વારસની શોધખોળ માટે પાટણ LCB અને સમી પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. સાથે બાળકીની ઓળખ તથા તેને ત્યાં સુધી પહોંચાડનાર વ્યક્તિઓ અંગે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આગળ વધારવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બે શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે પરેશભાઈ લગધીરભાઈ શામજીજી ઠાકોર, રહે. નાથપુરા ઓગડ, તા. ઓગડ, જિ. બનાસકાંઠા તથા રેખાબેન ડો./ઓ. બાબુભાઈ છનાભાઈ વાલ્મિકી, રહે. દિયોદર, ઘાટાવાસ, તા. દિયોદર, જિ. વાવ-થરાદને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને શખ્સો વચ્ચે પ્રેમસંબંધ હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને બાળકી અંગે બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ જણાવાયું છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, કાઠીવાડા પાસે તા. 11/09/2025ના રોજ સાંજના આશરે સાત વાગ્યાના અરસામાં બાળકીને બિનવારસી અવસ્થામાં જીનિંગ મિલમાં મૂકીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, બાળકીને શા માટે ત્યજી દેવામાં આવી હતી, બનાવ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં બંનેની ભૂમિકા શું હતી તે અંગે સમી પોલીસના PSI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી એક મોબાઇલ ફોન, કિંમત રૂ.10,000, સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી માટે બંનેને સમી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. બાળકી હાલમાં બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસની ઝડપી તપાસને પગલે CCTV, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના સમયમાં બંને શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- પાટણ- સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા1
- મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બુલેટ પર સવાર થઈ સેવા સંકલ્પ યાત્રામાં જોડાયા1
- સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો. સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો. બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા. બાળકી ને જીનિંગ મિલમાં લઈ જઈ છોડી દેવામાં આવી હતી. પોલીસે CCTV અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી. બાળકી ને સારવાર બાદ બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ સોંપી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. પોલીસે પરેશ ઠાકોર અને રેખા વાલ્મિકી ને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો.2