સંતરામપુર નગરમાં રમઝાન ઈદની મુસ્લિમ સમાજ દ્વારા ભારે ઉત્સાહ અને આનંદ સાથે ઈદગાહ ખાતે ઉજવણી કરવામાં આવી- ઈદના પવિત્ર દિવસે સંતરામપુરમાં ભાઈચારાની ઝલક, લોકોમાં ઉત્સાહ છલકાયો- મુસ્લિમ સમાજે તંત્રનો અને સરકાર નો આભાર વ્યક્ત કર્યો.. તારીખ: 21 માર્ચ 2026 સંતરામપુર નગરમાં રમઝાન ઈદના પવિત્ર તહેવાર પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા ભારે ઉત્સાહ અને આનંદ સાથે ઈદગાહ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ નગરના મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં સંતરામપુર ઈદગાહ ખાતે એકત્રિત થયા હતા. આ પ્રસંગે સંતરામપુર જુમ્મા મસ્જિદના પેશ ઈમામ હઝરત ગુલામે યાસીન દ્વારા ઈદના મહત્વ પર ચંદ તકરીર કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ લોકોએ એકસાથે 2 રકાત નમાજ ઈદગાહ ખાતે અદા કરી હતી. નમાજ બાદ પેશ ઈમામ દ્વારા અલ્લાહ તઆલા પાસે દેશમા અમન અને શાંતિ રહે તેમજ સૌ લોકો પરસ્પર ભાઈચારાથી રહે તેવી દિલથી દુઆ માંગવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુસ્લિમ સમાજના ઈદગાહ ખાતે હાજર લોકોએ એકબીજાને ગળે મળી અને હાથ મિલાવી રમઝાન ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી, જે ભાઈચારાનો સુંદર સંદેશ આપતો જોવા મળ્યો હતો. રમઝાન ઈદ નિમિત્તે સંતરામપુર તેમજ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બદલ મુસ્લિમ સમાજે પોલીસ વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તેમને પણ ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409

- Post by Salman moravala1
- Post by ડામોર રાજુભાઇ1
- શહેરામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ ખાતે એકત્ર રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી,સાથે જ સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી. મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા રમઝાન માસના રોઝા પૂર્ણ થતાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદ-ઉલ-ફિત્ર એટલે કે રમઝાન ઈદની ખાસ નમાઝ પઢવામાં આવતી હોય છે,ત્યારે આજરોજ પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો,જેમાં શહેરા નગરના નાના બાળકોથી લઈને મોટીવયના મુસ્લિમ ભાઈ તેમજ વડીલોએ ઈદગાહ ખાતે એકત્ર થઈ રમઝાન ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. ઈદની નમાઝ અદા કર્યા બાદ સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુવા કરી હતી,બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ઈદની નમાઝ અદા કરીને મુસ્લિમ ભાઈઓએ એકબીજા ગળે મળી ઈદની ઉજવણી કરી હતી.6
- સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ટીસાનામુવાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. એસટી બસ સ્ટેશન બહાર મુસાફરો અને સ્થાનિક નાગરિકોની અવર-જવર વધુ રહેતા વિસ્તારમાં આ પાણીની પરબ ઉભી કરવામાં આવી છે, જેથી તરસ્યા લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે. ટ્રસ્ટ દ્વારા સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ પાણીની પરબ એક મહત્વપૂર્ણ સેવા રૂપે ચાલુ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત મળે તે હેતુથી આ પહેલને લોકો દ્વારા સરાહના મળી રહી છે.1
- Gujarat _मुख्यमंत्री श्री भूपेंद्र पटेल के हस्ते दाहोद जिले में ₹367.78 करोड़ के विकास कार्यों का लोकार्पण एवं खातमुहूर्त #dahodnews #dahod #breaking #india1
- દાહોદની સબજેલમાં આજે મુસ્લિમ બંદીવાનો વચ્ચે ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદની નમાઝ અદા કરી બંદીવાનોએ ગળે મળી અને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી1
- ડચકાથી બેલિઓય રસ્તો બહુ ખરાબ થઈ ગયેલો છે ખાડ મોટા મોટા પડી ગયેલા છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી રીપેરીંગ કરી આપે1
- Post by Salman moravala1