logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શિનોર તાલુકાના તરવા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ યોજાયો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તરવા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંગણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ સેવા આપનાર આશા વર્કર, આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી હેલ્પરને ડેપ્યુટી સરપંચ રાજેશ વસાવાના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને માતૃશક્તિના 4 પેકેટ, બાલશક્તિના 7 પેકેટ અને પૂર્ણાશક્તિના 4 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તંદુરસ્ત બાળકોને મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 3 થી 6 વર્ષના બાળકોને લાડુ અને કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાળકો, વાલીઓ તેમજ આંગણવાડી કેન્દ્ર સાથે સંકળાયેલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

16 hrs ago
user_Faij Khatri
Faij Khatri
સિનોર, વડોદરા, ગુજરાત•
16 hrs ago

શિનોર તાલુકાના તરવા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ યોજાયો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તરવા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંગણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ સેવા આપનાર આશા વર્કર, આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી હેલ્પરને ડેપ્યુટી સરપંચ રાજેશ વસાવાના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને માતૃશક્તિના 4 પેકેટ, બાલશક્તિના 7 પેકેટ અને પૂર્ણાશક્તિના 4 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તંદુરસ્ત બાળકોને મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 3 થી 6 વર્ષના બાળકોને લાડુ અને કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાળકો, વાલીઓ તેમજ આંગણવાડી કેન્દ્ર સાથે સંકળાયેલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • શિનોર તાલુકાના સાધલી ગામમાં રખડતા કૂતરાનો આતંક.. એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં ચાર બાળકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચકચાર શિનોર તાલુકાના સાધલી ગામે રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો છે. એક જ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ચાર બાળકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી. સાધલીના તળપદા ફળિયામાં રહેતો આશરે સવા બે વર્ષનો બાળક પંચવટી ગાર્ડન પાસે રમતો હતો. તે દરમિયાન અચાનક એક કૂતરાએ આવી બાળકને બચકું ભરી લીધું હતું. બીજા બનાવમાં સાધલીના મુખ્ય બજારમાં અંબાજી મંદિર વિસ્તારમાં ઘરની બહાર રમતી આશરે ત્રણ વર્ષની બાળકી પર અચાનક કૂતરાએ હુમલો કરી તેને કરડી લીધું હતું. ત્રીજા બનાવમાં નકુમવાળા વિસ્તારમાં રહેતા મોહસીન નકુમનો આશરે પાંચ વર્ષનો બાળક બજારમાં આવેલી કરિયાણાની દુકાન બહાર ઉભો હતો. તે દરમિયાન અચાનક કૂતરાએ આવી બાળકને કરડી લીધું હતું. ચોથા બનાવમાં સરદારનગર વિસ્તારમાં રહેતા રમીઝ નકુમની પાંચ વર્ષની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક કૂતરાએ આવી તેને પણ કરડી લીધું હતું. એક જ દિવસમાં ચાર બાળકોને કૂતરાએ કરડવાના બનાવો બનતાં સાધલી ગામમાં રખડતા કૂતરાઓના આતંકને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. રખડતા કૂતરાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
    1
    શિનોર તાલુકાના સાધલી ગામમાં રખડતા કૂતરાનો આતંક..
એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં ચાર બાળકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચકચાર
શિનોર તાલુકાના સાધલી ગામે રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો છે. એક જ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ચાર બાળકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી.
સાધલીના તળપદા ફળિયામાં રહેતો આશરે સવા બે વર્ષનો બાળક પંચવટી ગાર્ડન પાસે રમતો હતો. તે દરમિયાન અચાનક એક કૂતરાએ આવી બાળકને બચકું ભરી લીધું હતું.
બીજા બનાવમાં સાધલીના મુખ્ય બજારમાં અંબાજી મંદિર વિસ્તારમાં ઘરની બહાર રમતી આશરે ત્રણ વર્ષની બાળકી પર અચાનક કૂતરાએ હુમલો કરી તેને કરડી લીધું હતું.
ત્રીજા બનાવમાં નકુમવાળા વિસ્તારમાં રહેતા મોહસીન નકુમનો આશરે પાંચ વર્ષનો બાળક બજારમાં આવેલી કરિયાણાની દુકાન બહાર ઉભો હતો. તે દરમિયાન અચાનક કૂતરાએ આવી બાળકને કરડી લીધું હતું.
ચોથા બનાવમાં સરદારનગર વિસ્તારમાં રહેતા રમીઝ નકુમની પાંચ વર્ષની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક કૂતરાએ આવી તેને પણ કરડી લીધું હતું.
એક જ દિવસમાં ચાર બાળકોને કૂતરાએ કરડવાના બનાવો બનતાં સાધલી ગામમાં રખડતા કૂતરાઓના આતંકને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. રખડતા કૂતરાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    14 hrs ago
  • ગરુડેશ્વરથી નીકળેલો અંબાજી પગપાળા સંઘ તિલકવાડા પહોંચ્યો ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું તિલકવાડા; ગલીએ ગલીએ ભક્તો દ્વારા સંઘનું ભાવભીનું સ્વાગત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતેથી અંબાજી માતાના દર્શનાર્થે નીકળેલો વર્ષોથી ચાલતો અંબાજી પગપાળા સંઘ તિલકવાડા ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે અંબાજી તરફની આગળની યાત્રા માટે રવાના થયો હતો. સંઘમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા અને માતાજીના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ વચ્ચે પદયાત્રા આગળ ધપાવવામાં આવી હતી. ગરુડેશ્વરથી નીકળેલો આ પગપાળા સંઘ વિવિધ ગામો અને વિસ્તારોમાંથી પસાર થઈ તિલકવાડા પહોંચ્યો હતો. સંઘના તિલકવાડા નગરમાં આગમન સમયે ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું. સંઘમાં જોડાયેલા ભક્તોના ચહેરા પર માતાજીના દર્શનની આતુરતા અને શ્રદ્ધાનો ભાવ જોવા મળ્યો હતો. વર્ષોથી ગરુડેશ્વરથી અંબાજી સુધી યોજાતી આ પગપાળા યાત્રા ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું મહત્વનું કેન્દ્ર બની છે. દર વર્ષે મોટી સંખ્યામાં માઈભક્તો આ સંઘમાં જોડાઈ માતાજીના દર્શન માટે પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરે છે. લાંબી યાત્રા હોવા છતાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે અને સમગ્ર માર્ગ દરમિયાન માતાજીના જયઘોષ તથા ભજન-કીર્તન સાથે યાત્રા આગળ વધે છે. અંબાજી પગપાળા સંઘ તિલકવાડા નગરમાં પહોંચ્યો ત્યારે સ્થાનિક ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તિલકવાડા નગરના ભક્તો દ્વારા ગલીએ ગલીએ સંઘનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘમાં જોડાયેલા પદયાત્રિકોનું સ્થાનિક લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવતા સમગ્ર તિલકવાડા નગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. રાત્રી રોકાણ બાદ આજે સવારે સંઘના ભક્તો ફરી એકત્ર થયા હતા અને માતાજીના જયઘોષ સાથે અંબાજી તરફ આગળ રવાના થયા હતા. સંઘના પ્રસ્થાન સમયે પણ ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તો ઉત્સાહપૂર્વક પગપાળા આગળ વધતા જોવા મળ્યા હતા. ગરુડેશ્વરથી શરૂ થયેલી આ ધાર્મિક પદયાત્રા હવે તિલકવાડાથી આગળ અંબાજી ધામ તરફ આગળ વધી રહી છે. માતાજીના દર્શનની શ્રદ્ધા અને સંકલ્પ સાથે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા યાત્રા કરી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ભક્તિ, શ્રદ્ધા અને સામૂહિક આસ્થાનું અનોખું ઉદાહરણ બની રહી છે.
    3
    ગરુડેશ્વરથી નીકળેલો અંબાજી પગપાળા સંઘ તિલકવાડા પહોંચ્યો
‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું તિલકવાડા; ગલીએ ગલીએ ભક્તો દ્વારા સંઘનું ભાવભીનું સ્વાગત
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતેથી અંબાજી માતાના દર્શનાર્થે નીકળેલો વર્ષોથી ચાલતો અંબાજી પગપાળા સંઘ તિલકવાડા ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે અંબાજી તરફની આગળની યાત્રા માટે રવાના થયો હતો. સંઘમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા અને માતાજીના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ વચ્ચે પદયાત્રા આગળ ધપાવવામાં આવી હતી.
ગરુડેશ્વરથી નીકળેલો આ પગપાળા સંઘ વિવિધ ગામો અને વિસ્તારોમાંથી પસાર થઈ તિલકવાડા પહોંચ્યો હતો. સંઘના તિલકવાડા નગરમાં આગમન સમયે ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું. સંઘમાં જોડાયેલા ભક્તોના ચહેરા પર માતાજીના દર્શનની આતુરતા અને શ્રદ્ધાનો ભાવ જોવા મળ્યો હતો.
વર્ષોથી ગરુડેશ્વરથી અંબાજી સુધી યોજાતી આ પગપાળા યાત્રા ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું મહત્વનું કેન્દ્ર બની છે. દર વર્ષે મોટી સંખ્યામાં માઈભક્તો આ સંઘમાં જોડાઈ માતાજીના દર્શન માટે પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરે છે. લાંબી યાત્રા હોવા છતાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે અને સમગ્ર માર્ગ દરમિયાન માતાજીના જયઘોષ તથા ભજન-કીર્તન સાથે યાત્રા આગળ વધે છે.
અંબાજી પગપાળા સંઘ તિલકવાડા નગરમાં પહોંચ્યો ત્યારે સ્થાનિક ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તિલકવાડા નગરના ભક્તો દ્વારા ગલીએ ગલીએ સંઘનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘમાં જોડાયેલા પદયાત્રિકોનું સ્થાનિક લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવતા સમગ્ર તિલકવાડા નગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
રાત્રી રોકાણ બાદ આજે સવારે સંઘના ભક્તો ફરી એકત્ર થયા હતા અને માતાજીના જયઘોષ સાથે અંબાજી તરફ આગળ રવાના થયા હતા. સંઘના પ્રસ્થાન સમયે પણ ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તો ઉત્સાહપૂર્વક પગપાળા આગળ વધતા જોવા મળ્યા હતા.
ગરુડેશ્વરથી શરૂ થયેલી આ ધાર્મિક પદયાત્રા હવે તિલકવાડાથી આગળ અંબાજી ધામ તરફ આગળ વધી રહી છે. માતાજીના દર્શનની શ્રદ્ધા અને સંકલ્પ સાથે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા યાત્રા કરી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ભક્તિ, શ્રદ્ધા અને સામૂહિક આસ્થાનું અનોખું ઉદાહરણ બની રહી છે.
    user_ભાઈલાલભાઈ બારીયા
    ભાઈલાલભાઈ બારીયા
    તિલકવાડા, નર્મદા, ગુજરાત•
    59 min ago
  • શિક્ષા ની માહિતી આપતો આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે શિક્ષા એવી શક્તિ છે
    1
    શિક્ષા  ની માહિતી આપતો આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે શિક્ષા એવી શક્તિ છે
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • प्रयागराज में किसानों का हल्लाबोल! भूमि अधिग्रहण समेत 11 मांगों को लेकर DM को सौंपा ज्ञापन, 5 अक्टूबर को विशाल किसान पंचायत का ऐलान #cockroachJantanews #crimealertdigitalnews #DastakIndia24news
    1
    प्रयागराज में किसानों का हल्लाबोल! भूमि अधिग्रहण समेत 11 मांगों को लेकर DM को सौंपा ज्ञापन, 5 अक्टूबर को विशाल किसान पंचायत का ऐलान
#cockroachJantanews
#crimealertdigitalnews
#DastakIndia24news
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    Auditor વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • અંકલેશ્વરમાં ઘરફોડનો ભેદ ઉકેલાયો, આરોપી મુદામાલ સાથે ઝડપાયો અંકલેશ્વરમાં થયેલી ઘરફોડ ચોરીનો શહેર ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો મુદામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    અંકલેશ્વરમાં ઘરફોડનો ભેદ ઉકેલાયો, આરોપી મુદામાલ સાથે ઝડપાયો

અંકલેશ્વરમાં થયેલી ઘરફોડ ચોરીનો શહેર ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો મુદામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    12 hrs ago
  • આમોદ તાલુકાના દોરા ગામે તલાટી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટીના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ આમોદ: આમોદ તાલુકાના દોરા ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ચતુરભાઈ વાઘેલાએ સરકારી સેવામાં આશરે 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. ચતુરભાઈ વાઘેલા મૂળ આમોદ તાલુકાના ભીમપુરા ગામના વતની છે. તેમના સેવાકાળ દરમિયાન તેમણે આમોદ તાલુકામાં 20 વર્ષ, જંબુસર તાલુકામાં 5 વર્ષ અને ઝઘડિયા તાલુકામાં 2 વર્ષ સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી હતી. તેમની કામગીરી અને કર્તવ્યનિષ્ઠાને ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી. આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન વિદાય સમારંભમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, કારોબારી અધ્યક્ષ કાજલબેન સચિન પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન સહિત વિવિધ આગેવાનો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ચતુરભાઈ વાઘેલાનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. દોરા ગામના ગ્રામજનોએ પણ તેમની લાંબી સેવાઓને બિરદાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સેવાકાળની કામગીરીને બિરદાવાઈ આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે ચતુરભાઈ વાઘેલાની લાંબી સરકારી સેવા અને કામગીરીને બિરદાવી નિવૃત્તિ બાદના જીવન માટે તંદુરસ્તી તથા સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના અનુભવનો લાભ અન્ય તલાટી કમ મંત્રીઓને મળે તે માટે માર્ગદર્શન અને સહયોગ આપવાની અપીલ કરી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ ચતુરભાઈ વાઘેલાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી અને લાંબા સમય સુધી સરકારી સેવામાં રહી જવાબદારીપૂર્વક ફરજ બજાવવી ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું. તેમણે ચતુરભાઈની સેવાઓને બિરદાવવા તાલુકા કક્ષાએ પણ ભવ્ય વિદાય સમારંભ યોજવા સૂચન કર્યું હતું. નિવૃત્તિ પ્રસંગે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ વિદાય સમારંભ સાથે દોરા ગામ માટે મહત્વપૂર્ણ એવા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાએ રીબીન કાપી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું. સમારંભના અંતે ગામના આગેવાન સતીશ પટેલે સ્મૃતિભેટ અર્પણ કરી ચતુરભાઈ વાઘેલાનું સન્માન કર્યું હતું. આમોદ | રિપોર્ટર તુલસીદાસ
    4
    આમોદ તાલુકાના દોરા ગામે તલાટી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો
ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટીના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ
આમોદ: આમોદ તાલુકાના દોરા ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ચતુરભાઈ વાઘેલાએ સરકારી સેવામાં આશરે 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.
ચતુરભાઈ વાઘેલા મૂળ આમોદ તાલુકાના ભીમપુરા ગામના વતની છે. તેમના સેવાકાળ દરમિયાન તેમણે આમોદ તાલુકામાં 20 વર્ષ, જંબુસર તાલુકામાં 5 વર્ષ અને ઝઘડિયા તાલુકામાં 2 વર્ષ સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી હતી. તેમની કામગીરી અને કર્તવ્યનિષ્ઠાને ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી.
આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન
વિદાય સમારંભમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, કારોબારી અધ્યક્ષ કાજલબેન સચિન પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન સહિત વિવિધ આગેવાનો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ચતુરભાઈ વાઘેલાનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. દોરા ગામના ગ્રામજનોએ પણ તેમની લાંબી સેવાઓને બિરદાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સેવાકાળની કામગીરીને બિરદાવાઈ
આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે ચતુરભાઈ વાઘેલાની લાંબી સરકારી સેવા અને કામગીરીને બિરદાવી નિવૃત્તિ બાદના જીવન માટે તંદુરસ્તી તથા સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના અનુભવનો લાભ અન્ય તલાટી કમ મંત્રીઓને મળે તે માટે માર્ગદર્શન અને સહયોગ આપવાની અપીલ કરી હતી.
ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ ચતુરભાઈ વાઘેલાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી અને લાંબા સમય સુધી સરકારી સેવામાં રહી જવાબદારીપૂર્વક ફરજ બજાવવી ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું. તેમણે ચતુરભાઈની સેવાઓને બિરદાવવા તાલુકા કક્ષાએ પણ ભવ્ય વિદાય સમારંભ યોજવા સૂચન કર્યું હતું.
નિવૃત્તિ પ્રસંગે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ
વિદાય સમારંભ સાથે દોરા ગામ માટે મહત્વપૂર્ણ એવા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાએ રીબીન કાપી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું.
સમારંભના અંતે ગામના આગેવાન સતીશ પટેલે સ્મૃતિભેટ અર્પણ કરી ચતુરભાઈ વાઘેલાનું સન્માન કર્યું હતું.
આમોદ | રિપોર્ટર તુલસીદાસ
    user_Tulsidas Vasava
    Tulsidas Vasava
    Local News Reporter આમોદ, ભરૂચ, ગુજરાત•
    12 hrs ago
  • શિનોર તાલુકાના તરવા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ યોજાયો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તરવા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંગણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ સેવા આપનાર આશા વર્કર, આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી હેલ્પરને ડેપ્યુટી સરપંચ રાજેશ વસાવાના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને માતૃશક્તિના 4 પેકેટ, બાલશક્તિના 7 પેકેટ અને પૂર્ણાશક્તિના 4 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તંદુરસ્ત બાળકોને મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 3 થી 6 વર્ષના બાળકોને લાડુ અને કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાળકો, વાલીઓ તેમજ આંગણવાડી કેન્દ્ર સાથે સંકળાયેલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    શિનોર તાલુકાના તરવા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવ યોજાયો

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તરવા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંગણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉત્કૃષ્ટ સેવા આપનાર આશા વર્કર, આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી હેલ્પરને ડેપ્યુટી સરપંચ રાજેશ વસાવાના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને માતૃશક્તિના 4 પેકેટ, બાલશક્તિના 7 પેકેટ અને પૂર્ણાશક્તિના 4 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તંદુરસ્ત બાળકોને મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત 3 થી 6 વર્ષના બાળકોને લાડુ અને કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાળકો, વાલીઓ તેમજ આંગણવાડી કેન્દ્ર સાથે સંકળાયેલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    16 hrs ago
  • શિક્ષણ ક્ષેત્રે શર્મસાર કરતો કિસ્સો !!! શું નિરમા યુનિવર્સિટી માં બેન દીકરીઓ સુરક્ષિત છે ખરી ? બેન દીકરી ની હોસ્ટેલ માં વિભત્સ હરકત કરતા તત્વ ઉપર તાકીદે કાર્યવાહી થાય તેવી માંગ
    1
    શિક્ષણ ક્ષેત્રે શર્મસાર કરતો કિસ્સો !!! શું નિરમા યુનિવર્સિટી માં બેન દીકરીઓ સુરક્ષિત છે ખરી ? બેન દીકરી ની હોસ્ટેલ માં વિભત્સ હરકત કરતા તત્વ ઉપર તાકીદે કાર્યવાહી થાય તેવી માંગ
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.