કેશોદ તાલુકા કોંગ્રેસમાં રાજકીય હલચલ: વિજૂબેન યુડાસમાનૂ રાજીનામું કેશોદ, તા. 02 કેશોદ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી માટે ઝટકો તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા તરીકે સેવાઓ આપનાર શ્રીમતી વિજૂબેન મનીષભાઈ યુડાસમાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. વિજૂબેન યુડાસમાએ પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પક્ષ સાથે જોડાયા બાદ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કામ કરતા રહ્યા હતા. છતાં કેટલાક પ્રસંગોમાં તેઓ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શક્યા નથી, જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. તેમણે પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ મનીષભાઈ નગાભાઈ યુડાસમાએ પણ પક્ષની સક્રિય કામગીરીમાંથી દૂર થવાનો નિર્ણય જાહેર કર્યો છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં વધુ ગરમાયું છે. વિજૂબેન યુડાસમાના આ નિર્ણયને કારણે કેશોદ તાલુકા કોંગ્રેસમાં રાજકીય હલચલ મચી છે. આગામી સમયમાં આ રાજીનામાનો શું પ્રભાવ પડશે તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
કેશોદ તાલુકા કોંગ્રેસમાં રાજકીય હલચલ: વિજૂબેન યુડાસમાનૂ રાજીનામું કેશોદ, તા. 02 કેશોદ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી માટે ઝટકો તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા તરીકે સેવાઓ આપનાર શ્રીમતી વિજૂબેન મનીષભાઈ યુડાસમાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. વિજૂબેન યુડાસમાએ પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પક્ષ
સાથે જોડાયા બાદ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કામ કરતા રહ્યા હતા. છતાં કેટલાક પ્રસંગોમાં તેઓ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શક્યા નથી, જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. તેમણે પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ મનીષભાઈ નગાભાઈ યુડાસમાએ પણ પક્ષની સક્રિય કામગીરીમાંથી દૂર થવાનો
નિર્ણય જાહેર કર્યો છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં વધુ ગરમાયું છે. વિજૂબેન યુડાસમાના આ નિર્ણયને કારણે કેશોદ તાલુકા કોંગ્રેસમાં રાજકીય હલચલ મચી છે. આગામી સમયમાં આ રાજીનામાનો શું પ્રભાવ પડશે તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- Post by પત્રકાર1
- ભ્રષ્ટ ભાજપ'ને AAP નો ડર: પોલીસને આગળ ધરીને કાર્યકર્તાઓ પર FIR નો આક્ષેપ"1
- અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં1
- Post by Nasim1
- ईरानजंग ताज़ा खबर।1
- બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ.આઈ મન્સૂરી સાહેબ તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબનાઓની દેખરેખ હેઠળ બોટાદ પી.બી.એસ.સી સેન્ટર કાર્યરત છે. મહિલા સુરક્ષા જેમની અગ્રતા રહી છે તથા મહિલા અને પારિવારિક એવી અનેક પ્રકારની ઘટનાઓના સમસ્યા નિરાકરણ પી.બી.એસ.સી સેન્ટર એક નિમિત્ત બન્યું છે. પી.બી.એસ.સી સેન્ટર દ્વારા નિરાકરણ આવતી તમામ ઘટનાઓ અને કિસ્સાઓ લોકોની જાગૃતિ અને અગમચેતીના ઉદ્દેશ્યથી સમાચારપપત્રોમાં પ્રકાશિત કરવામાં આવે છે. સમાચારપત્રોમાં પ્રકાશિત થતી પી.બી.એસ.સી સેન્ટરની સારી કામગીરી માંથી પ્રેરણા લઈને એક પરિવારની સમસ્યા નિકાલનો એક કિસ્સો બનવા પામેલ હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો પી.બી.એસ.સી સેન્ટર પર દિયર-ભાભી સાથે આવીને રડતા રડતા પોતાની આપવીતી જણાવે છે, ઘટના એટલી ગંભીર જણાતી હતી કે સેન્ટર દ્વારા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ભૂપતભાઈ વાલાણીની મદદ લેવી પડે છે જેથી પુરુષ પોતાની વાત ખુલ્લા મને કહી શકે. કાઉન્સેલર રીના બેન વ્યાસ અને રિંકલ બેન મકવાણા દ્વારા તેમની સમગ્ર વિગતો ધ્યાનપૂર્વક સાંભળી તેમણે માનસિક સાંત્વના આપવામાં આવે છે, આગળ તેઓ જણાવે છે કે તેમની પત્ની તેમના એકના એક દીકરાને સાથે લઈ ત્રીજી વાર તેમનાજ કુટુંબી મોટા ભાઇ સાથે પ્રેમ સબંધના કારણે નાસી ગયેલ છે. અગાઉ પણ આ ઘટના બે વાર પુનરાવર્તિત થઇ ચુકી હતી પણ છેલ્લે તેઓ પોતાની પાસે રહેલ મૂડી ખત્મ થઇ જતા પરત આવી ગયેલ હતા. છેલ્લા કિસ્સામાં પોતાના બાળકનું ભવિષ્ય નજર સમક્ષ રાખી વડીલોની સમજાવટથી એક પ્રકારની થયેલ ભૂલ સમજી પત્નીને સ્વીકારી લીધી હતી, આ સમગ્ર કિસ્સાની વિચિત્રતા જોઈએ તો પોતાની પોતાની સાથે લઇ જનાર કૌટુંબિક ભાઈને પણ પત્ની અને બે સંતાન છે છતાય સમાજને ખરાબ સંદેશ અપાય તેવા પ્રકારની ઘટના આ ત્રીજી વાર બની હતી. પુરુષ પોતે હજુ પણ પત્નીને પાછા લાવવા માંગતા હોવાથી સમાચારપત્રોમાં અવારનવાર પ્રકાશિત થયેલ પી.બી.એસ.સીની કામગીરીથી પ્રેરાઈને એકવાર ભરોશો મુક્યો હતો. કાઉન્સેલર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ તેમના પત્નીનો સંપર્ક સ્થાનિક લોકો અને સગા વ્હાલાની મદદથી કર્યો હતો. સૌ પ્રથમ તેમના પત્નીનો ટેલીફોનીક સંપર્ક કરીને તેમણે ફોનથી કાઉન્સેલિંગ કરી સમજાવ્યા હતા. ભાઈના પત્નીએ પોતાનો પક્ષ જણાવતા કહ્યું હતું કે - તેઓ પોતે કુટુંબમાં પાછા આવવા માંગે છે પણ તેમનો અને તેમના સંતાનનો કુટુંબ દ્વારા સ્વીકાર થશે કે કેમ એ વાતથી ડરીને તેઓ ખુબ જ ડર મહેસુસ કરતા હતા. પી.બી.એસ.સી દ્વારા તેઓની સુરક્ષાની બાંહેધરી આપતા તેઓ બે દિવસ બાદ તેમના પુત્ર સાથે હાજર થયા હતા, અને તેઓએ જણાવેલ કે સામે પક્ષ વાળા સાથે મૈત્રી કરાર કરી લીધેલ હોવાથી આ બાબતને હથિયાર બનાવી તેઓ પોતાની પાસે જ રાખવા માટે દબાણ કરતા હતા. આગળ જતા આવા કોઈ જ પ્રકારના મૈત્રી કરારનું અસ્તિત્વ નહોતું તેવી વિગત તેમના જ પરિવારના સભ્યો પાસેથી મળેલ હતી. સદર કિસ્સામાં નાસી ગયેલ બંને સ્ત્રી પુરુષ પરિણીત હોય જેથી બંને કુટુંબોના હિતો તથા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઇ કાયદાકીય માર્ગદર્શન આપેલ હતું અને આદર્શ કુટુંબના મુલ્યો વિશે સમજ આપી હતી. હાલમાં બંને સ્ત્રી અને પુરુષ ભૂતકાળ ભૂલીને પોતાના ઘરમાં બાળકો અને જીવનસાથી સાથે કોઇપણ પ્રકારની અડચણ વિના સુખદ રીતે દામ્પત્યજીવન જીવી રહ્યા છે. સેન્ટર દ્વારા સતત આઠ દિવસ સુધીના રોજે-રોજના ટેલીફોનીક મૂલ્યાંકનમાં બંને પક્ષો શાંતિથી જીવન ગુજારે છે તેવું જાણવા મળેલ છે જે એક સિદ્ધિ સમાન ગણી શકાય, *આમ પી.બી.એસ.સી સેન્ટર દ્વારા દરેક કેસોનું કરવામાં આવતું સમસ્યા-સમાધાન સ્થાનિક અને જાણીતા સમાચારપત્રોમાં પ્રકાશિત કરવામાં આવતું હોવાથી, કામગીરીથી અભિભૂત થઈને આ અરજદાર દ્વારા મુકવામાં આવેલો વિશ્વાસ પી.બી.એસ.સી સેન્ટર દ્વારા સાર્થક કરી બતાવ્યો છે.* પી.બી.એસ.સી સેન્ટરનો બેઉ કુટુંબના દામ્પત્યજીવન તૂટતા બચાવવા બાબતે બંને પક્ષો દ્વારા દિલથી આભાર વ્યક્ત કરેલ હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- કેશોદ શહેરમાં વિકાસના નામે વિનાશ સર્જાતો હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. વોર્ડ નંબર ૫ અને ૬ ને જોડતા ડી.પી. રોડથી શેખ ગેરેજ સુધીના વોકળામાં ચાલી રહેલા બ્યુટીફીકેશન અને વોકવેના કામ સામે સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેશોદના વોર્ડ નં. ૬ ના રહિશો દ્વારા કરવામાં આવેલી લેખિત અરજીમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ટીલોળી નદી તરીકે ઓળખાતા આ વોકળામાં મેસવાણ અને કેવદ્રા વિસ્તારનું સમગ્ર વરસાદી પાણી આવે છે, જે ચોમાસામાં છલોછલ ભરાઈ જાય છે. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ છે જ્યારે અંડરબ્રિજ બન્યા બાદ મેસવાણ ગાળીનુ તમામ પાણી હવે આ જ વોકળામાં આવી રહ્યું છે. ગયા વર્ષે ભારે વરસાદ દરમિયાન આ જ વોકળાના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું હતું અને જીવન મુશ્કેલ બન્યું હતું. હાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું બ્યુટીફીકેશન કામ લોકો માટે સુવિધા નહીં પરંતુ સંકટ બની રહ્યું છે. વોકળામાંથી કાઢેલો ગાર બન્ને બાજુ ચડાવી દેવાયો છે, પરંતુ વોકળાને પહોળો કે ઊંડો કરવામાં આવ્યો નથી. પરિણામે વોકળો વધુ સાંકડો બની રહ્યો છે. અને કામગીરી કરવામાં આવી રહી છે તે પણ લોટ પાણી ને લાકડા જેવી પરિસ્થિતિ છે. રહિશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, જો આ જ રીતે કામ ચાલુ રહેશે તો આવનારા ચોમાસામાં પાણી સીધું જ ઘરોમાં ઘૂસી જશે અને વિસ્તારના લોકો માટે કાયમી મુશ્કેલી ઉભી થશે. “તાત્કાલિક કામ બંધ કરો, પહેલા વોકળો પહોળો અને ઊંડો બનાવો… નહીં તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.” રહિશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન સાથે મતદાનનો બહિષ્કાર પણ કરશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર જાગે છે કે પછી આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટ શહેર માટે વિનાશનો કારણ બનશે. કેશોદમાંથી આ એક મોટી ચેતવણી છે—વિકાસના નામે જો લોકોની સુરક્ષા સાથે ખેલ થાય ત્યારે હવે વિશેષ નગરપાલિકા શું કાયમગીરી બતાવશે એ તો સમય બતાવશે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- ભેંસાણના મુરલીધરપરા વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય મંજુલાબેન જેઠાભાઇ સોલંકીએ શારીરિક બીમારી અને અસહ્ય દુખાવાથી કંટાળીને ઝેરી દવા પી લેતાં તેમનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત પોલીસ વિગતો અનુસાર, મંજુલાબેન છેલ્લા બે-ત્રણ વર્ષથી પગ અને કમરના દુખાવાથી પીડાતા હતા. લાંબા સમયથી દવા ચાલુ હોવા છતાં કોઈ રાહત ન મળતાં અને શારીરિક રીતે સાવ ભાંગી પડતાં, આ પીડા સહન ન થવાથી તેમણે ગત તારીખ ૧ના રોજ સવારના ૧૦ વાગ્યાના અરસામાં ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. આ પગલું ભર્યા બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. આ કમનસીબ બનાવ અંગે તેમના પતિ જેઠાભાઇ ડાયાભાઇ સોલંકીએ ભેંસાણ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- ભાવનગર વડવા તલાવડી ખાતે હનુમાન જ્યંતી નું ખુબ સરસ આયોજન1