logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

થરાદની નર્મદા મુખ્ય કેનાલ ફરી બની ‘મોતની કેનાલ’: એક જ દિવસે એક મહિલા સહિત ત્રણ યુવાનોના મૃતદેહ મળતા પંથકમાં અરેરાટી ઢીમા ડેલ અને દેવપુરા નજીકના પુલો પાસેથી મળ્યા મૃતદેહ – થરાદ નગરપાલિકા ફાયર ટીમે વિરમજી રાઠોડની આગેવાનીમાં હાથ ધરી રેસ્ક્યૂ કામગીરી વાવ થરાદ જિલ્લાના થરાદ પંથકમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી એક જ દિવસ દરમિયાન અલગ અલગ સ્થળોએથી એક મહિલા સહિત ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ નર્મદાની મુખ્ય કેનાલ જેમાં ઢીમાપુલ ડેલપુલ તેમજ દેવપુરાપુલ પાસે કેનાલમાં મૃતદેહ દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર ઓફિસર વિરમજી રાઠોડની આગેવાનીમાં કેનાલમાં ઉતરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે એક પછી એક કરીને ચારેય મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તમામ મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચારેય મૃતદેહ યુવાન વયના હોવાને કારણે પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક રીતે એક મહિલા સહિત ત્રણ યુવાનોએ કયા કારણોસર કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના બાદ ફરી એકવાર નર્મદા મુખ્ય કેનાલ સલામતી મુદ્દે પ્રશ્નો ઉભા થયા છે. અગાઉ પણ આવી ઘટનાઓ બનતી રહી હોવાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પુલો નજીક સુરક્ષા જાળી, ચેતવણી બોર્ડ, સીસીટીવી કેમેરા તથા તાત્કાલિક બચાવ માટે જરૂરી સાધનો જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો આવી દુખદ ઘટનાઓ અટકાવવામાં મદદ મળી શકે તેવી માંગ સ્થાનિકો દ્વારા ઉઠી રહી છે.

2 hrs ago
user_Vaghela Janak
Vaghela Janak
Media house થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago

થરાદની નર્મદા મુખ્ય કેનાલ ફરી બની ‘મોતની કેનાલ’: એક જ દિવસે એક મહિલા સહિત ત્રણ યુવાનોના મૃતદેહ મળતા પંથકમાં અરેરાટી ઢીમા ડેલ અને દેવપુરા નજીકના પુલો પાસેથી મળ્યા મૃતદેહ – થરાદ નગરપાલિકા ફાયર ટીમે વિરમજી રાઠોડની આગેવાનીમાં હાથ ધરી રેસ્ક્યૂ કામગીરી વાવ થરાદ જિલ્લાના થરાદ પંથકમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી એક જ દિવસ દરમિયાન અલગ અલગ સ્થળોએથી એક મહિલા સહિત

ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ નર્મદાની મુખ્ય કેનાલ જેમાં ઢીમાપુલ ડેલપુલ તેમજ દેવપુરાપુલ પાસે કેનાલમાં મૃતદેહ દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર ઓફિસર વિરમજી રાઠોડની આગેવાનીમાં કેનાલમાં ઉતરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે એક પછી

એક કરીને ચારેય મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તમામ મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચારેય મૃતદેહ યુવાન વયના હોવાને કારણે પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક રીતે એક મહિલા સહિત ત્રણ યુવાનોએ કયા કારણોસર કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં

672f9b5d-6947-4378-bef2-fdd1f23a5791

આવી રહી છે. આ ઘટના બાદ ફરી એકવાર નર્મદા મુખ્ય કેનાલ સલામતી મુદ્દે પ્રશ્નો ઉભા થયા છે. અગાઉ પણ આવી ઘટનાઓ બનતી રહી હોવાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પુલો નજીક સુરક્ષા જાળી, ચેતવણી બોર્ડ, સીસીટીવી કેમેરા તથા તાત્કાલિક બચાવ માટે જરૂરી સાધનો જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો આવી દુખદ ઘટનાઓ અટકાવવામાં મદદ મળી શકે તેવી માંગ સ્થાનિકો દ્વારા ઉઠી રહી છે.

More news from Banas Kantha and nearby areas
  • બેંકીંગ, અમરેલી.... રાજુલા..... રાજુલાના કોવાયા ગામે ૧૧ સિંહોનું ટોળું આવી ચડ્યું......સિંહોના ટોળા ન હોય તે કહેવત ખોટી પડી........૧૧ સિંહો રોડ પર લટાર મારવા નીકળ્યા...... ૧૧ સિંહોના દ્રશ્યો થયા મોબાઈલ કેમેરામાં કેદ થયાં........હાલ સિંહોના ટોળાનો વિડિયો સોશિયલમીડિયામાં થયો વાયરલ......રાજુલા - જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોનું છે સામ્રાજ્ય.....
    1
    બેંકીંગ, અમરેલી....
રાજુલા.....
રાજુલાના કોવાયા ગામે ૧૧ સિંહોનું ટોળું આવી ચડ્યું......સિંહોના ટોળા ન હોય તે કહેવત ખોટી પડી........૧૧ સિંહો રોડ પર લટાર મારવા નીકળ્યા......
૧૧ સિંહોના દ્રશ્યો થયા મોબાઈલ કેમેરામાં કેદ થયાં........હાલ સિંહોના ટોળાનો વિડિયો સોશિયલમીડિયામાં થયો વાયરલ......રાજુલા - જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોનું છે સામ્રાજ્ય.....
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    21 min ago
  • મહેસાણા મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    4
    મહેસાણા 
મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા  નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. 
ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    10 hrs ago
  • પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળો: મહેસાણામાં ૨,૩૫,૩૧૪ ખેડૂતોને ૪૮.૪૯ કરોડની સહાયનું વિતરણ મહેસાણા, ૧૩ માર્ચ ૨૦૨૬ આજે પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુવાહાટીથી વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રીય સ્તરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૨મા હપ્તાનું વિતરણ કર્યું હતું. આ હપ્તા અંતર્ગત મહેસાણા જિલ્લાના ૨,૩૫,૩૧૪ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂપિયા ૪૮.૪૯ કરોડની સહાય સીધી જમા થઈ છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂત કુટુંબોને રૂ. ૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં મળે છે, જેમાં આજે રૂ. ૨૦૦૦નો ૨૨મો હપ્તો વિતરિત થયો છે. અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોરે સંબોધનમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત મહેસાણા જિલ્લાના ૧,૪૧,૩૨૦ ખેડૂતોને રૂ. ૨૮૫.૨૮ કરોડની સહાય પણ ડીબીટી દ્વારા આપવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શૈલેષ પટેલે સ્વાગત પ્રવચન કરીને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપી અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને સહાય હુકમ વિતરિત કરાયા હતા. કાર્યક્રમમાં ગુવાહાટીથી વડાપ્રધાનશ્રીના અને ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પટેલ સહિત અનેક અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ ખેડૂતોના કલ્યાણ અને તેમની આવક બમણી કરવાના સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતો રહ્યો.
    1
    પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળો: મહેસાણામાં ૨,૩૫,૩૧૪ ખેડૂતોને ૪૮.૪૯ કરોડની સહાયનું વિતરણ
મહેસાણા, ૧૩ માર્ચ ૨૦૨૬
આજે પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુવાહાટીથી વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રીય સ્તરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૨મા હપ્તાનું વિતરણ કર્યું હતું.
આ હપ્તા અંતર્ગત મહેસાણા જિલ્લાના ૨,૩૫,૩૧૪ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂપિયા ૪૮.૪૯ કરોડની સહાય સીધી જમા થઈ છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂત કુટુંબોને રૂ. ૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં મળે છે, જેમાં આજે રૂ. ૨૦૦૦નો ૨૨મો હપ્તો વિતરિત થયો છે.
અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોરે સંબોધનમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત મહેસાણા જિલ્લાના ૧,૪૧,૩૨૦ ખેડૂતોને રૂ. ૨૮૫.૨૮ કરોડની સહાય પણ ડીબીટી દ્વારા આપવામાં આવી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શૈલેષ પટેલે સ્વાગત પ્રવચન કરીને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપી અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને સહાય હુકમ વિતરિત કરાયા હતા.
કાર્યક્રમમાં ગુવાહાટીથી વડાપ્રધાનશ્રીના અને ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પટેલ સહિત અનેક અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમ ખેડૂતોના કલ્યાણ અને તેમની આવક બમણી કરવાના સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતો રહ્યો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • રાજસ્થાનમાં ફાગણવદ એકમથી દશામાના 10 દિવસના વ્રતનો પ્રારંભ થતો હોય તેમ જ આ વ્રતનો ખૂબ જ મહિમા હોય મહિલાઓ દ્વારા દસ દિવસ સુધી દશામાની પૂજા અર્ચના બાદ આ વ્રત ફાગણ વદ દસમના દિવસે પૂર્ણ થતા મહિલાઓ દ્વારા દશામાની પૂજા અર્ચનાની સાથે પીપળ પર સફેદ ધાગો બાંધી પરિક્રમા કરવામાં આવતી હોય તેમ જ પીપળની સાથે પતવારી માતા અને તુલસીની પૂજા કરવામાં આવતી હોય ત્યારે લાંબડીયા ગામે આપેશ્વર મહાદેવ મંદિરમાં મહિલાઓ દ્વારા દશામાના વ્રત નિમિત્તે મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી દશામાનુ વ્રત પૂર્ણ કરવામાં આવેલ
    1
    રાજસ્થાનમાં ફાગણવદ એકમથી દશામાના 10 દિવસના વ્રતનો પ્રારંભ થતો હોય તેમ જ આ વ્રતનો ખૂબ જ મહિમા હોય મહિલાઓ દ્વારા દસ દિવસ સુધી દશામાની પૂજા અર્ચના બાદ આ વ્રત ફાગણ વદ દસમના દિવસે પૂર્ણ થતા મહિલાઓ દ્વારા દશામાની પૂજા અર્ચનાની સાથે પીપળ પર સફેદ ધાગો બાંધી પરિક્રમા કરવામાં આવતી હોય તેમ જ પીપળની સાથે પતવારી માતા અને તુલસીની પૂજા કરવામાં આવતી હોય ત્યારે લાંબડીયા ગામે આપેશ્વર મહાદેવ મંદિરમાં મહિલાઓ દ્વારા દશામાના વ્રત નિમિત્તે મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી દશામાનુ વ્રત પૂર્ણ કરવામાં આવેલ
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    10 hrs ago
  • રાજસ્થાનમાં ફાગણવદ એકમથી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થતો હોય તેમ જ આ વ્રતનો ખૂબ જ મહિમા હોય મહિલાઓ દ્વારા દસ દિવસ સુધી દશામાની પૂજા અર્ચના બાદ આ વ્રત ફાગણવત દશમના દિવસે પૂર્ણ થતા મહિલાઓ દ્વારા દશામાંની પૂજા અર્ચના નીસાથે પીપળ પર સફેદ ધાગો બાધી પરિક્રમા કરવામાં આવતી હોય તેમ જ પીપળની સાથે પતવારી માતા અને તુલસીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય ત્યારે લાંબડીયા ગામે આપેશ્વર મહાદેવ મંદિરમાં મહિલાઓ દ્વારા દશામાના વ્રત નિમિત્તે મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી દશામાનું વ્રત પૂર્ણ કરવામાં આવેલ.
    1
    રાજસ્થાનમાં ફાગણવદ એકમથી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થતો હોય તેમ જ આ વ્રતનો ખૂબ જ મહિમા હોય મહિલાઓ દ્વારા દસ દિવસ સુધી દશામાની પૂજા અર્ચના બાદ આ વ્રત ફાગણવત દશમના દિવસે પૂર્ણ થતા મહિલાઓ દ્વારા દશામાંની પૂજા અર્ચના નીસાથે પીપળ પર સફેદ ધાગો બાધી પરિક્રમા કરવામાં આવતી હોય તેમ જ પીપળની સાથે પતવારી માતા અને તુલસીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય ત્યારે લાંબડીયા ગામે આપેશ્વર મહાદેવ મંદિરમાં મહિલાઓ દ્વારા દશામાના વ્રત નિમિત્તે મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી દશામાનું વ્રત પૂર્ણ કરવામાં આવેલ.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    9 hrs ago
  • હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા 8 માર્ચથી 23 માર્ચ સુધી “લોકલ ફોર વોકલ”ના નામે આયોજિત સ્વદેશી મેળો સંપૂર્ણ રીતે ફિયાસ્કો સાબિત થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે. મેળામાં આશરે 23 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હોવા છતાં હાલ માત્ર ગણ્યા-ગાંઠિયા સ્ટોલ જ ચાલુ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રાહકોનો પૂરતો પ્રતિસાદ ન મળતા અનેક સ્ટોલ સંચાલકોએ પોતાના સ્ટોલ બંધ કરી દીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર મેળાની આયોજન વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ મેળો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. ત્યારે લંગરીયા મારફતે વીજ કનેક્શન ચાલુ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જગાવી હતી. હાલ વાયરલ થયેલા નવા વિડીયો બાદ નગરપાલિકાના આયોજન અને વ્યવસ્થાપન સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા 8 માર્ચથી 23 માર્ચ સુધી “લોકલ ફોર વોકલ”ના નામે આયોજિત સ્વદેશી મેળો સંપૂર્ણ રીતે ફિયાસ્કો સાબિત થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે. મેળામાં આશરે 23 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હોવા છતાં હાલ માત્ર ગણ્યા-ગાંઠિયા સ્ટોલ જ ચાલુ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ગ્રાહકોનો પૂરતો પ્રતિસાદ ન મળતા અનેક સ્ટોલ સંચાલકોએ પોતાના સ્ટોલ બંધ કરી દીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે સમગ્ર મેળાની આયોજન વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે આ મેળો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. ત્યારે લંગરીયા મારફતે વીજ કનેક્શન ચાલુ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જગાવી હતી.
હાલ વાયરલ થયેલા નવા વિડીયો બાદ નગરપાલિકાના આયોજન અને વ્યવસ્થાપન સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    47 min ago
  • અમીરુલ મોમિનીન હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ની શાનમાં ભવ્ય ઇફ્તાર પ્રોગ્રામ : વિજાપુરની કસ્બા મસ્જિદમાં રમઝાન ૨૧મા રોજે ખાસ આયોજન રમઝાન મુબારક ૧૪૪૭ હિજરીના ૨૧મા રોજે, અમીરુલ મોમિનીન હજરત અલી ઇબ્ને અબી તાલિબ રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની યાદમાં ખાસ મહત્વ ધરાવે છે, કસ્બા મસ્જિદ વિજાપુર ખાતે મદ્રેસા-એ-ગરીબ નવાજના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપન દ્વારા ભવ્ય અને ભક્તિભર્યો ઇફ્તારી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નમાઝ-એ-અસર પછી તરત જ શરૂ થયો અને રમઝાનના આખરી અશરાની બરકતોને વધુ વિસ્તારવાનો ઉત્તમ પ્રયાસ રહ્યો. આ ખાસ મોટી સંખ્યામાં રોજેદાર ભાઈઓ એકત્ર થયા હતા. ઇફ્તારમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વ્યંજનો જેમ કે ખજૂર, શીરા, ફળો, સમોસા, પકોડા, બિરયાની, હલવા અને અન્ય પરંપરાગત ઇફ્તારી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મદ્રેસા-એ-ગરીબ નવાજના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં પૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો અને હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ને ખિરાજે અકીદત પેશ કરીને સવાબમાં શામિલ થયા. કાર્યક્રમમાં નાત-એ-પાક (રસૂલ ﷺની શાનમાં), મન્કબત (હજરત અલી ) રઝિયલ્લાહુ અન્હુ અને અહલે બૈતની શાનમાં) તથા દરૂદ-ઓ-સલામનું પાઠન કરવામાં આવ્યું. ઇમામ સાહેબે હજરત અલી રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની ઘટના, તેમના જીવનના બલિદાન અને ઇસ્લામ માટેના યોગદાન વિશે પ્રેરણાદાયી વાતો કરી. સૌએ લેઈલતુલ કદરની તક મેળવવા માટે ખાસ દુઆઓ, ઇસ્તિગફાર અને તસ્બીહ કરી. આખરે સૌએ સાથે મળીને ઇફ્તાર કર્યો અને દેશ અને દુનિયામાં શાંતિ રહે અમન ભાઈચારો કાયમ રહે અલ્લાહ તઆલાની રહેમત માટે દુઆ કરી હતી મદ્રેસા વ્યવસ્થાપન અને કસ્બા મસ્જિદ સમિતિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા રમઝાનની રોજા-ઇબાદતની સાથે સાથે ભાઈચારો, દાન-સદકા અને અહલે બૈત પ્રત્યેનો પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગરીબ-અમીર સૌને એકસાથે ઇફ્તાર કરાવીને ઇસ્લામના સમાનતા અને એકતાના સંદેશને મજબૂત કરવામાં આવે છે. સ્થાનિક દાતાઓ, મુસ્લિમ ભાઈઓ અને સમાજના સહયોગથી આ ભવ્ય આયોજન સફળ રહ્યું. આ પ્રોગ્રામ દરમિયાન મસ્જિદના વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને રમઝાનની રહેમતનો અનુભવ થયો. અલ્લાહ તઆલા આપણા સૌના રોજા, ઇબાદત અને દુઆઓ કબૂલ કરે. આમીન.
    1
    અમીરુલ મોમિનીન હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ
ની શાનમાં ભવ્ય ઇફ્તાર પ્રોગ્રામ : વિજાપુરની કસ્બા મસ્જિદમાં રમઝાન ૨૧મા રોજે ખાસ આયોજન
રમઝાન મુબારક ૧૪૪૭ હિજરીના ૨૧મા રોજે,  અમીરુલ મોમિનીન હજરત અલી ઇબ્ને અબી તાલિબ રઝિયલ્લાહુ અન્હુ
ની શહાદતની યાદમાં ખાસ મહત્વ ધરાવે છે, કસ્બા મસ્જિદ વિજાપુર ખાતે મદ્રેસા-એ-ગરીબ નવાજના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપન દ્વારા ભવ્ય અને ભક્તિભર્યો ઇફ્તારી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નમાઝ-એ-અસર પછી તરત જ શરૂ થયો અને રમઝાનના આખરી અશરાની બરકતોને વધુ વિસ્તારવાનો ઉત્તમ પ્રયાસ રહ્યો.
આ ખાસ મોટી સંખ્યામાં રોજેદાર ભાઈઓ એકત્ર થયા હતા. ઇફ્તારમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વ્યંજનો જેમ કે ખજૂર, શીરા, ફળો, સમોસા, પકોડા, બિરયાની, હલવા અને અન્ય પરંપરાગત ઇફ્તારી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મદ્રેસા-એ-ગરીબ નવાજના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં પૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો અને હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ
ને ખિરાજે અકીદત પેશ કરીને સવાબમાં શામિલ થયા.
કાર્યક્રમમાં નાત-એ-પાક (રસૂલ ﷺની શાનમાં), મન્કબત (હજરત અલી ) રઝિયલ્લાહુ અન્હુ
અને અહલે બૈતની શાનમાં) તથા દરૂદ-ઓ-સલામનું પાઠન કરવામાં આવ્યું. ઇમામ સાહેબે હજરત અલી રઝિયલ્લાહુ અન્હુ
ની શહાદતની ઘટના, તેમના જીવનના બલિદાન અને ઇસ્લામ માટેના યોગદાન વિશે પ્રેરણાદાયી વાતો કરી. સૌએ લેઈલતુલ કદરની તક મેળવવા માટે ખાસ દુઆઓ, ઇસ્તિગફાર અને તસ્બીહ કરી. આખરે સૌએ સાથે મળીને ઇફ્તાર કર્યો અને દેશ અને દુનિયામાં શાંતિ રહે અમન ભાઈચારો કાયમ રહે અલ્લાહ તઆલાની રહેમત માટે દુઆ કરી હતી 
મદ્રેસા વ્યવસ્થાપન અને કસ્બા મસ્જિદ સમિતિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા રમઝાનની રોજા-ઇબાદતની સાથે સાથે ભાઈચારો, દાન-સદકા અને અહલે બૈત પ્રત્યેનો પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગરીબ-અમીર સૌને એકસાથે ઇફ્તાર કરાવીને ઇસ્લામના સમાનતા અને એકતાના સંદેશને મજબૂત કરવામાં આવે છે. સ્થાનિક દાતાઓ, મુસ્લિમ ભાઈઓ અને સમાજના સહયોગથી આ ભવ્ય આયોજન સફળ રહ્યું.
આ પ્રોગ્રામ દરમિયાન મસ્જિદના વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને રમઝાનની રહેમતનો અનુભવ થયો. અલ્લાહ તઆલા આપણા સૌના રોજા, ઇબાદત અને દુઆઓ કબૂલ કરે. આમીન.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    22 hrs ago
  • હળવદના ત્રણ આગેવાનોને મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા હળવદમાં આનંદનો માહોલ સર્જાયો હતો. સરા નાકે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. નવી જાહેર થયેલી ટીમમાં હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતા ને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા ઘનશ્યામભાઈ કાનજીભાઈ પરમાર અને આમીનભાઈ ભટ્ટીને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી આશા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદના ત્રણ આગેવાનોને મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા હળવદમાં આનંદનો માહોલ સર્જાયો હતો. સરા નાકે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.
નવી જાહેર થયેલી ટીમમાં હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતા ને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા ઘનશ્યામભાઈ કાનજીભાઈ પરમાર અને આમીનભાઈ ભટ્ટીને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ નિમણૂકથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી આશા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.