Shuru
Apke Nagar Ki App…
રાજુલાના કોવાયા ગામે ૧૧ સિંહોનું ટોળું આવી ચડ્યું.૧૧ સિંહો રોડ પર લટાર મારવા નીકળ્યા..... બેંકીંગ, અમરેલી.... રાજુલા..... રાજુલાના કોવાયા ગામે ૧૧ સિંહોનું ટોળું આવી ચડ્યું......સિંહોના ટોળા ન હોય તે કહેવત ખોટી પડી........૧૧ સિંહો રોડ પર લટાર મારવા નીકળ્યા...... ૧૧ સિંહોના દ્રશ્યો થયા મોબાઈલ કેમેરામાં કેદ થયાં........હાલ સિંહોના ટોળાનો વિડિયો સોશિયલમીડિયામાં થયો વાયરલ......રાજુલા - જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોનું છે સામ્રાજ્ય.....
Nationgujarat.com
રાજુલાના કોવાયા ગામે ૧૧ સિંહોનું ટોળું આવી ચડ્યું.૧૧ સિંહો રોડ પર લટાર મારવા નીકળ્યા..... બેંકીંગ, અમરેલી.... રાજુલા..... રાજુલાના કોવાયા ગામે ૧૧ સિંહોનું ટોળું આવી ચડ્યું......સિંહોના ટોળા ન હોય તે કહેવત ખોટી પડી........૧૧ સિંહો રોડ પર લટાર મારવા નીકળ્યા...... ૧૧ સિંહોના દ્રશ્યો થયા મોબાઈલ કેમેરામાં કેદ થયાં........હાલ સિંહોના ટોળાનો વિડિયો સોશિયલમીડિયામાં થયો વાયરલ......રાજુલા - જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોનું છે સામ્રાજ્ય.....
More news from ગુજરાત and nearby areas
- મહેસાણા મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા4
- પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળો: મહેસાણામાં ૨,૩૫,૩૧૪ ખેડૂતોને ૪૮.૪૯ કરોડની સહાયનું વિતરણ મહેસાણા, ૧૩ માર્ચ ૨૦૨૬ આજે પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુવાહાટીથી વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રીય સ્તરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૨મા હપ્તાનું વિતરણ કર્યું હતું. આ હપ્તા અંતર્ગત મહેસાણા જિલ્લાના ૨,૩૫,૩૧૪ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂપિયા ૪૮.૪૯ કરોડની સહાય સીધી જમા થઈ છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂત કુટુંબોને રૂ. ૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં મળે છે, જેમાં આજે રૂ. ૨૦૦૦નો ૨૨મો હપ્તો વિતરિત થયો છે. અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોરે સંબોધનમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત મહેસાણા જિલ્લાના ૧,૪૧,૩૨૦ ખેડૂતોને રૂ. ૨૮૫.૨૮ કરોડની સહાય પણ ડીબીટી દ્વારા આપવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શૈલેષ પટેલે સ્વાગત પ્રવચન કરીને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપી અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને સહાય હુકમ વિતરિત કરાયા હતા. કાર્યક્રમમાં ગુવાહાટીથી વડાપ્રધાનશ્રીના અને ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પટેલ સહિત અનેક અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ ખેડૂતોના કલ્યાણ અને તેમની આવક બમણી કરવાના સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતો રહ્યો.1
- ગુજરાત–રાજસ્થાન બોર્ડર નજીક આવેલા શામળાજી પાસે વિજિલન્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના કેસના આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી તેના જમણા હાથમાં વાગી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વિજિલન્સ પોલીસે આજે ઉદેપુરના દારૂના આરોપી સુખલાલ રામલાલ ડાંગી ને ઉદેપુરના ઘાસા ગામેથી ઝડપી લઇ અમદાવાદ આવી રહ્યા હતા જે દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા શામળાજી પાસે આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો જોકે વિજિલન્સ પોલીસે સમય સહિત કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી ઉપર ફાયરિંગ કરતા આરોપીને જમણા હાથની ઉપર ગોળી વાગી હતી જેના પગલે આરોપી સુખલાલ રામલાલ ડાંગી ઘાયલ થયો હતો જેને તાત્કાલિક ધોરણે શામળાજી પ્રાથમિક સિવિલ હોસ્પિટલ તેમજ ત્યારબાદ તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો છે જોકે વિજિલન્સ વિભાગે કરેલા ફાયરીંગમાં આરોપીના જમણા હાથની આરપાર ગોળી પસાર થઈ જતા તેને ફરાર થતો રોકવામાં સફળતા મળી છે તેમ જ પોલીસે તાત્કાલિક ધોરણે તેની અટક કરી શામળાજી વાત હિંમતનગરમાં એડમિટ કરેલ છે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન સહિત એક્સરે અને અન્ય મેડિકલ સારવાર શરૂ કરવામાં આવી છે જોકે દારૂના કેસમાં ફરાર થવાનો કારસો રચનારા ૩૭ વર્ષથી આરોપી હાલ સિવિલ હોસ્પિટલના બિસ્તર ઉપર છે જ્યારે બીજી તરફ પોલીસ સહિત મેડિકલ ટીમ તેની સારવારમાં વ્યસ્ત છે જોકે વિજિલન્સ પોલીસે આજે ફાયરિંગ ન કર્યું હોત તો શામળાજી નજીકથી ફરી એકવાર ફરાળ થવામાં આરોપીને સફળતા મળી હોત તે નક્કી છે.1
- Post by Vaghela Janak4
- થરાદ: કેન્દ્ર સરકારની વિવિધ કૃષિ યોજનાઓને લઈને ખેડૂતોમાં જાગૃતિ લાવવા તથા સીધી સહાય પહોંચાડવાના ઉદ્દેશ સાથે થરાદ A.P.M.C. ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “મિલેટ્સ ડેવલપમેન્ટ” યોજના તેમજ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં થરાદ A.P.M.C. ના માનનીય ચેરમેન શ્રી શૈલેશભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, ખેતીવાડી ખાતું થરાદ, આત્મા વિભાગ, સી.આર.પી., કૃષિ સખીઓ તેમજ આ વિસ્તારના ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલા આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સીધી સહાય અને કૃષિ ક્ષેત્રે નવી યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.4
- આમ દેશ માં અનેક ફળ ઝાડ વિશે જાણીએ છીએ, અનેક ફળ ખાઈએ છીએ. જેમકે રામાયણ ના જામવન્ત ઉપર થી જાંબુ, શીતા માતા ના નામ ઉપરથી સીતાફળ, અને શ્રી રામ ભગવાન ના નામ ઉપરથી રામફળ ના પડ્યું. ત્યારે આ રામફળ નું ઝાડ આપને આજદિવસ ઘણા ને પણ જોયું નથી ત્યારે આજે હું મારા ઘરે રામફળ નો છોડ વાવ્યો અને તેનુંરામફળ મેં જાતે ખાધું તો આજની જાહેર જનતા ને બતાવું રામફળ નો છોડ અને રામફળ કેવું દેખાય તેનો જનારો જુઓ આ વિડિઓ જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006502
- Post by Nationgujarat.com1
- અમીરુલ મોમિનીન હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ની શાનમાં ભવ્ય ઇફ્તાર પ્રોગ્રામ : વિજાપુરની કસ્બા મસ્જિદમાં રમઝાન ૨૧મા રોજે ખાસ આયોજન રમઝાન મુબારક ૧૪૪૭ હિજરીના ૨૧મા રોજે, અમીરુલ મોમિનીન હજરત અલી ઇબ્ને અબી તાલિબ રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની યાદમાં ખાસ મહત્વ ધરાવે છે, કસ્બા મસ્જિદ વિજાપુર ખાતે મદ્રેસા-એ-ગરીબ નવાજના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપન દ્વારા ભવ્ય અને ભક્તિભર્યો ઇફ્તારી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નમાઝ-એ-અસર પછી તરત જ શરૂ થયો અને રમઝાનના આખરી અશરાની બરકતોને વધુ વિસ્તારવાનો ઉત્તમ પ્રયાસ રહ્યો. આ ખાસ મોટી સંખ્યામાં રોજેદાર ભાઈઓ એકત્ર થયા હતા. ઇફ્તારમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વ્યંજનો જેમ કે ખજૂર, શીરા, ફળો, સમોસા, પકોડા, બિરયાની, હલવા અને અન્ય પરંપરાગત ઇફ્તારી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મદ્રેસા-એ-ગરીબ નવાજના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં પૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો અને હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ને ખિરાજે અકીદત પેશ કરીને સવાબમાં શામિલ થયા. કાર્યક્રમમાં નાત-એ-પાક (રસૂલ ﷺની શાનમાં), મન્કબત (હજરત અલી ) રઝિયલ્લાહુ અન્હુ અને અહલે બૈતની શાનમાં) તથા દરૂદ-ઓ-સલામનું પાઠન કરવામાં આવ્યું. ઇમામ સાહેબે હજરત અલી રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની ઘટના, તેમના જીવનના બલિદાન અને ઇસ્લામ માટેના યોગદાન વિશે પ્રેરણાદાયી વાતો કરી. સૌએ લેઈલતુલ કદરની તક મેળવવા માટે ખાસ દુઆઓ, ઇસ્તિગફાર અને તસ્બીહ કરી. આખરે સૌએ સાથે મળીને ઇફ્તાર કર્યો અને દેશ અને દુનિયામાં શાંતિ રહે અમન ભાઈચારો કાયમ રહે અલ્લાહ તઆલાની રહેમત માટે દુઆ કરી હતી મદ્રેસા વ્યવસ્થાપન અને કસ્બા મસ્જિદ સમિતિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા રમઝાનની રોજા-ઇબાદતની સાથે સાથે ભાઈચારો, દાન-સદકા અને અહલે બૈત પ્રત્યેનો પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગરીબ-અમીર સૌને એકસાથે ઇફ્તાર કરાવીને ઇસ્લામના સમાનતા અને એકતાના સંદેશને મજબૂત કરવામાં આવે છે. સ્થાનિક દાતાઓ, મુસ્લિમ ભાઈઓ અને સમાજના સહયોગથી આ ભવ્ય આયોજન સફળ રહ્યું. આ પ્રોગ્રામ દરમિયાન મસ્જિદના વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને રમઝાનની રહેમતનો અનુભવ થયો. અલ્લાહ તઆલા આપણા સૌના રોજા, ઇબાદત અને દુઆઓ કબૂલ કરે. આમીન.1
- Post by संदीप नंदकिशोर सिसोदिया1