રાજસ્થાનના અજમેર નજીક પુષ્કર ઘાટીમાં બસ ખાઈમાં પડી, બે મહિલાઓના મોત – 28 મુસાફરો ઘાયલ રાજસ્થાનના અજમેર નજીક પુષ્કર ઘાટીમાં રવિવારે એક દુઃખદ અકસ્માત થયો. મુસાફરોને લઈને જઈ રહેલી બસ અચાનક બેકાબૂ બની ગઈ અને લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ બસમાં કુલ 31 મુસાફરો સવાર હતા. તેઓ અજમેર જિલ્લાના પીસાંગણ વિસ્તારથી પુષ્કર તરફ “માયરા ભરવા” જઈ રહ્યા હતા. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા સાંજીસર નજીક બસ અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને મુખ્ય માર્ગ પરથી નીચે ખાઈમાં ઉતરી ગઈ. બસ લગભગ 200 ફૂટ નીચે જઈને ઝાડ અને ઝાડીઓમાં અટકી ગઈ. અકસાન પછી આસપાસથી પસાર થતા લોકોએ તરત જ મદદ માટે દોડ કરી. લોકોએ પોતાના કપડાં જોડીને દોરી બનાવી અને ખાઈમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા. બધા ઘાયલોને પહેલા પુષ્કરના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. અકસાન બાદ પુષ્કર ઘાટીમાં લાંબો ટ્રાફિક જામ પણ લાગી ગયો હતો. ગ્રામીણ સીઓ રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે અજમેરથી પુષ્કર તરફ જતા સમયે સાંજીસર નજીક આ અકસ્માત થયો હતો. બસ અચાનક મુખ્ય રસ્તેથી ખાઈમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાઓમાં પૂજા (28) પત્ની વિજયસિંહ ગુર્જર અને વિમલા દેવી (50) પત્ની ઓમપ્રકાશ ગુર્જરનો સમાવેશ થાય છે. બંને અજમેરની રહેવાસી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે રિપોર્ટર વિષ્ણુ ઠાકોર

- Post by Gujarat crime news1
- Post by Nareandrasinh Rathod4
- વિજાપુરમાં તાજગી અને શુદ્ધતાનો અનોખો સંગમ: ‘પંડિતજી લસ્સી પાર્લર’નો ધામધૂમથી શુભારંભ વિજાપુર શહેરમાં આજે પાર્લર – જી-એફ-૧૬, ફાઉન્ટેન હોટેલ, મામલતદાર કચેરી પાસે, વિજાપુર ખાતે એક નવા ધંધાનો શુભારંભ થયો છે. પ્રેમલ હરિશના પુત્ર પિનાક હરિશ પંડિતે સવારે ૯ વાગ્યે ‘પંડિતજી લસ્સી પાર્લર’નું ઉદ્ઘાટન કર્યું છે. સંવત ૨૦૮૩ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ)ના રોજ આ પાર્લરની શરૂઆત થઈ છે. આ સ્થળે તાજા ઘરેલુ દહીં અને શુદ્ધ સામગ્રીમાંથી બનાવેલી વિવિધ પ્રકારની લસ્સી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાર્લરની ખાસિયત એ છે કે અહીં "પંડિતજી ની ગેરંટી શુદ્ધતા ની ઓળખ" ના બેનર હેઠળ ૧૦૦% શુદ્ધતાની ગેરંટી આપવામાં આવી છે. અહીં માત્ર તાજું ઘરેલું દહીં, શુદ્ધ દૂધ અને તાજા ફળોનો જ વપરાશ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું કૃત્રિમ રંગ, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વાપરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ગેરંટી આપવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વ્યવસાયને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રસંગે સ્નેહસંબંધીઓ, મિત્રવર્તુળ, તાલુકા મામલતદાર સહિત કચેરીના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા સોપાનને શુભકામનાઓ પાઠવી અને આ ધંધો સફળતાની ઊંચાઈઓ સર કરે તેવી અપીલ કરી હતી. પરિવારના સભ્યો હારિત હરિશ પંડિત અને હારિત પંડિતે આશીર્વાદ આપ્યા હતા. પિનાક હરિશ પંડિતે જણાવ્યું કે, “અમે ગ્રાહકોને સૌથી તાજી અને શુદ્ધ લસ્સી પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ. સાદી મીઠી લસ્સીથી માંડીને આંબા, કેસર-કાજુ, મસાલા, રોઝ અને અન્ય વિવિધ ફ્લેવર્સમાં અહીં લસ્સી મળશે. ગરમીના દિવસોમાં ઠંડક અને તાજગી માટે આ એક સારો વિકલ્પ સાબિત થશે. અમારી મુખ્ય ઓળખ જ શુદ્ધતા છે.” પરિવારજનોએ સહપરિવાર સૌને આમંત્રણ આપ્યું છે અને નવા વ્યવસાયને સફળ બનાવવા માટે સૌના સહયોગની અપીલ કરી છે. વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકો માટે આ નવો વિકલ્પ બની રહેશે.1
- Post by Pankaj Parmar1
- Post by Pooja patel1
- Post by Eagle.479991
- Post by Pankaj Parmar1
- ##@hosakta hai ese#@????1
- Post by Gautam Patel1