કચ્છના મુંદરા તાલુકાના રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર દ્વારા શરૂ કરવામાં આવેલી લાંબી લડતને અંતે મોટી સફળતા મળી છે. આ લડત બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ હસ્તક્ષેપ કરતા ભારતીય પોસ્ટ વિભાગે દેશભરમાં તમામ સાદી ટપાલનું ઓનલાઈન ટ્રેકિંગ કરવાનો ઐતિહાસિક નીતિગત નિર્ણય લીધો છે. હવે દેશભરની તમામ ૯૦ કરોડ સાધારણ ટપાલો પર વિશિષ્ટ બારકોડ લગાવી 'ડાક સેવા' એપ્લિકેશન દ્વારા તેનું ડિજિટલ ટ્રેકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ આંદોલનની શરૂઆત એક કરુણ ઘટના બાદ થઈ હતી, જેમાં ૮૦ વર્ષના એક વડીલના પુરસ્કારના ચેકની ટપાલ ખોવાઈ ગઈ હતી. કચ્છના આ વડીલ લેખ અને કવિતાઓ લખવાના શોખીન છે, અને એક સાહિત્યિક સામાયિક દ્વારા મોકલેલ તેમનો પ્રોત્સાહનરૂપી ચેક પોસ્ટ વિભાગની બેજવાબદારીને કારણે ખોવાઈ ગયો હતો. આ મામલે ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ PMO અને CPGRAMS પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ કચ્છ ડિવિઝનના સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટે તમામ પોસ્ટ માસ્તરોને કડક આદેશ આપ્યા હતા. જોકે, સ્થાનિક તંત્રના અભાવે પરિસ્થિતિ ફરી યથાવત રહેતા સખી મંડળે લડત ચાલુ રાખી હતી. આ સફળતા અંગે તિતિક્ષાબેન ઠક્કરે જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયામાં સમય ચોક્કસ લાગ્યો, પરંતુ PMO દ્વારા લેવાયેલ આ નિર્ણય સાહિત્ય સંસ્થાઓ અને વડીલોના સન્માનને નવું જીવન આપનારો છે. આ કિસ્સાના આધારે તેમણે મોદી સરકારના ઉકેલોને નક્કર અને કાયમી ગણાવતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
કચ્છના મુંદરા તાલુકાના રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર દ્વારા શરૂ કરવામાં આવેલી લાંબી લડતને અંતે મોટી સફળતા મળી છે. આ લડત બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ હસ્તક્ષેપ કરતા ભારતીય પોસ્ટ વિભાગે દેશભરમાં તમામ સાદી ટપાલનું ઓનલાઈન ટ્રેકિંગ કરવાનો ઐતિહાસિક નીતિગત નિર્ણય લીધો છે. હવે દેશભરની તમામ ૯૦ કરોડ
સાધારણ ટપાલો પર વિશિષ્ટ બારકોડ લગાવી 'ડાક સેવા' એપ્લિકેશન દ્વારા તેનું ડિજિટલ ટ્રેકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ આંદોલનની શરૂઆત એક કરુણ ઘટના બાદ થઈ હતી, જેમાં ૮૦ વર્ષના એક વડીલના પુરસ્કારના ચેકની ટપાલ ખોવાઈ ગઈ હતી. કચ્છના આ વડીલ લેખ અને કવિતાઓ લખવાના શોખીન છે, અને એક સાહિત્યિક સામાયિક દ્વારા મોકલેલ
તેમનો પ્રોત્સાહનરૂપી ચેક પોસ્ટ વિભાગની બેજવાબદારીને કારણે ખોવાઈ ગયો હતો. આ મામલે ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ PMO અને CPGRAMS પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ કચ્છ ડિવિઝનના સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટે તમામ પોસ્ટ માસ્તરોને કડક આદેશ આપ્યા હતા. જોકે, સ્થાનિક તંત્રના અભાવે પરિસ્થિતિ ફરી
યથાવત રહેતા સખી મંડળે લડત ચાલુ રાખી હતી. આ સફળતા અંગે તિતિક્ષાબેન ઠક્કરે જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયામાં સમય ચોક્કસ લાગ્યો, પરંતુ PMO દ્વારા લેવાયેલ આ નિર્ણય સાહિત્ય સંસ્થાઓ અને વડીલોના સન્માનને નવું જીવન આપનારો છે. આ કિસ્સાના આધારે તેમણે મોદી સરકારના ઉકેલોને નક્કર અને કાયમી ગણાવતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
- શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને લેઉઆ પટેલ સમાજના અગ્રણી શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે એક ભવ્ય અને માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ સમિતિ ધોરાજી અને ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેવાયજ્ઞ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓ અને ભાઈ-બહેનોએ શ્રી નરેશભાઈ પટેલ દીર્ઘાયુ બને, સ્વસ્થ રહે અને આ જ રીતે સદાય સમાજસેવાના કાર્યો કરતા રહે તે માટે માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ કેમ્પમાં સૌથી મોટું આકર્ષણ ખોડલધામ સમિતિના સદસ્ય રજનીભાઈ ચોવટીયા બન્યા હતા, જેમણે સમાજ સમક્ષ અદ્ભુત ઉદાહરણ પૂરું પાડતા ૧૦૩મી વખત રક્તદાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં લેઉઆ પટેલ સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ અરવિંદભાઈ વોરા અને દક્ષાબેન હિરપરા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- ગિરનાર પર સિંહ દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું છે. આ હુમલાની ઘટનાને પગલે વન વિભાગ દ્વારા ગિરનાર પરથી ૩ સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.1
- રાજકોટ જિલ્લાના જસદણ નગરમાં ભાદર નદી પર આશરે રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે બ્રિજનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આ બંને બ્રિજ ખુલ્લા મુકાતા જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે અને હુડકો સોસાયટીથી વાજસૂર પરા વિસ્તારના નાગરિકો માટે પરિવહન ઘણું સરળ બન્યું છે. આ પ્રસંગે લાતીપ્લોટ ખાતે યોજાયેલી સભામાં સંબોધન કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે ભાદર નદી પર રૂ. ૩૬૧.૬૪ લાખના ખર્ચે ૬૦ મીટર લાંબો અને ૧૦.૫ મીટર પહોળો બ્રિજ (કાળીયા) જૂના બસ સ્ટેન્ડ પાસે બનાવવામાં આવ્યો છે, જેનાથી જસદણ તેમજ આસપાસના ૬૦ ગામના લોકો માટે આવાગમન વધુ સરળ બન્યું છે. જ્યારે બીજો બ્રિજ હુડકો સોસાયટીથી વાજસુર પરા વિસ્તારને જોડવા માટે રૂ. ૩૧૭.૦૭ લાખના ખર્ચે તૈયાર કરાયો છે. ચોમાસા દરમિયાન ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તો પણ લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે આ બંને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જસદણને એક 'વિકસિત નગર' બનાવવાની કટિબદ્ધતા સાથે મંત્રીશ્રીએ ઉમેર્યું કે અગાઉ ખાતરી આપેલા વિકાસકાર્યોમાંથી ૯૦ ટકા કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકીના ૧૦ ટકા મંજૂરીના તબક્કે છે. નગરના છેવાડાના વિસ્તારોમાં પણ વધુ એક બ્રિજ તેમજ રસ્તાનું નિર્માણ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આ વિસ્તારોને ભૂગર્ભ ગટર યોજના સાથે સાંકળી લેવાયા છે. વધુમાં, જસદણમાં ટાઉનહોલ માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યા મંજૂર કરી દેવામાં આવી છે, મુખ્ય પ્રવેશદ્વારો પર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે અને સ્થાનિક લાઈબ્રેરી માટે રૂ. ૧ લાખના પુસ્તકો પણ આવી ગયા છે. આ સાથે જ નવી ઉદ્યોગનીતિ સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારોના વ્યવસાયને વેગ આપશે. આ કાર્યક્રમની શરૂઆતમાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.4
- જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત પરબધામ ખાતે અસાડી બીજના ભવ્ય મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પરબધામ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરબધામના મહંત પૂજ્ય કરસનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન ભજન-કીર્તન, મહાપ્રસાદ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પરબધામનો મુખ્ય સંકલ્પ 'કોઈપણ ભાવિક ભૂખ્યો ન જાય' તેને ધ્યાનમાં રાખીને વિશાળ રસોડામાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. અસાડી બીજના પાવન અવસરે સંતવાણીનો વિશેષ કાર્યક્રમ પણ યોજાશે. દેશ-વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓ આ ધાર્મિક મહોત્સવનો લાભ લઈ શકે તે માટે મેળાનું લાઇવ પ્રસારણ પરબધામની વેબસાઇટ મારફતે કરવામાં આવશે. મહંત પૂજ્ય કરસનદાસ બાપુએ દેશભરના ભાવિકોને આ મેળામાં પધારી પરબધામના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ધર્મલાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.4
- રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા અને ભીયાડ ગામને જોડતા મુખ્ય રાજમાર્ગ પરથી વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ માર્ગ પર અગાઉ વર્ષ 2025માં પણ દબાણ થયું હતું અને ત્યારબાદ ફરીથી કેટલાક તત્વો દ્વારા રસ્તાની બંને બાજુએ ગેરકાયદેસર દબાણ ખડકી દેવાયું હતું. આ દબાણને કારણે આસપાસના સામાન્ય ખેડૂતોને પોતાના ખેતરે જવા-આવવા માટે અને વાહનોની અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં લાંબા સમય સુધી દબાણો દૂર ન થતાં, આખરે અસરગ્રસ્ત 13 જેટલા ખેડૂતોએ આ મામલે 'તાલુકા સ્વાગત ઓનલાઈન' કાર્યક્રમમાં ન્યાયની ગુહાર લગાવી હતી. ખેડૂતોની આ રજૂઆત બાદ ધોરાજી વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ધોરાજીના મામલતદાર એચ. ડી. બારોટ, પોલીસ કાફલો, પીજીવીસીએલ (PGVCL)ની ટીમ અને અન્ય જવાબદાર વિભાગના અધિકારીઓએ સાથે મળીને આ માર્ગ પર 'બાબાનું બુલડોઝર' ફેરવી તમામ ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી દીધા હતા. લાંબા સમયની હેરાનગતિ બાદ રસ્તો ખુલ્લો થતાં તોરણીયા ગામના ખેડૂતો કરણભાઈ આસોદડીયા અને મહેશભાઈ વાંક સહિતના પીડિત ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતોએ તંત્રની આ સરાહનીય કામગીરીને બિરદાવી અધિકારીઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં ફરી કોઈ આ જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણ ન કરે તેવી તકેદારી રાખવા અપીલ કરી છે.1
- જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે યાત્રા કરવા આવેલા એક પરિવારના ૧૧ વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો છે. વહેલી સવારે ૫:૪૫ કલાકે બનેલી આ કમનસીબ ઘટનામાં મયુર ચૌહાણ નામના બાળકનું મોત નીપજ્યું છે.1
- સુરેન્દ્રનગરમાં વર્ષ 1880માં બ્રિટિશ શાસન દરમિયાન નિર્મિત પૌરાણિક અને ઐતિહાસિક બિલ્ડીંગોના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાય દ્વારા આ જર્જરિત ઇમારતોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડેવલોપમેન્ટ માટેનો પ્લાન અને નકશો તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કંપનીના કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઐતિહાસિક બિલ્ડીંગોને તોડી પાડવાને બદલે તેનું નવ નિર્માણ કરીને તેને ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો છે, જેથી આ હેરિટેજ ઇમારતોનું જતન થઈ શકે. આ ડેવલોપમેન્ટ બાદ પોલીસ અધિકારીઓ દ્વારા આ બિલ્ડીંગોનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાયના હસ્તે ભૂમિપૂજન પણ સંપન્ન થયું છે, જેની માહિતી સુરેન્દ્રનગર હેડક્વાર્ટરના DySP પાર્થ પરમારે આપી હતી.1
- સુરેન્દ્રનગરમાં પેરોલ ફલો સ્ક્વોડની ટીમે ટાગોર બાગ વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષથી ફરાર પોક્સો કેસના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ મૂળી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તેમજ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો હતો અને તે એક વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નિર્દેશ હેઠળ પેરોલ ફલો સ્ક્વોડે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, ટીમે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ તાલુકાના બિયોકના રહેવાસી પરેશભાઈ રૂપસિંહભાઈ લુહારને સુરેન્દ્રનગરના ટાગોર બાગમાંથી દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ અને કાર્યવાહી માટે મૂળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ બી.એચ. સિગરખિયા, પીએસઆઈ એન.એ. રાયમા અને પીએસઆઈ આર.જે. ગોહિલ સહિત પેરોલ ફલો સ્ક્વોડની ટીમે આરોપીને પકડી પાડ્યો હતો.1