logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા મતદારોને સોશિયલ મીડિયા દ્વારા અપીલ ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિકાસને જ પ્રાથમિકતા આપી છે. આપણા મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે, ૨૬ એપ્રિલના રોજ 'કમળ' ના નિશાન પર મત આપી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવશો.

9 hrs ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
9 hrs ago

પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા મતદારોને સોશિયલ મીડિયા દ્વારા અપીલ ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિકાસને જ પ્રાથમિકતા આપી છે. આપણા મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે, ૨૬ એપ્રિલના રોજ 'કમળ' ના નિશાન પર મત આપી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવશો.

More news from ગુજરાત and nearby areas
  • ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક નજીક જપ્ત કરાયેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કાળા ધુમાડા અને આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું અને DySP જે.ડી. પુરોહિત તથા PI ચુડાસમા સહિતનો કાફલો સ્થળે પહોંચી ગયો. સુરક્ષાના ભાગરૂપે વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. ફાયર બ્રિગેડે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ છે. હાલ પોલીસે આગના કારણોની તપાસ શરૂ કરી છે. 📍 ધ્રાંગધ્રા | ગુજરાત 👉 વધુ અપડેટ માટે Follow કરો
    1
    ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક નજીક જપ્ત કરાયેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
કાળા ધુમાડા અને આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું અને DySP જે.ડી. પુરોહિત તથા PI ચુડાસમા સહિતનો કાફલો સ્થળે પહોંચી ગયો.
સુરક્ષાના ભાગરૂપે વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. ફાયર બ્રિગેડે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો.
સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ છે. હાલ પોલીસે આગના કારણોની તપાસ શરૂ કરી છે.
📍 ધ્રાંગધ્રા | ગુજરાત
👉 વધુ અપડેટ માટે Follow કરો
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    10 hrs ago
  • ટંકારાના ઓટાળા પાસે કાર અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત બાળક સહિત 3 ને ઈજા
    1
    ટંકારાના ઓટાળા પાસે કાર અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત બાળક સહિત 3 ને ઈજા
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    11 hrs ago
  • 🦟 માંડલ તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની જાગૃતિ રેલી – ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની અનોખી પહેલ માંડલ તાલુકાના ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ભાવેશભાઈ રથવી ના માર્ગદર્શક મુજબ કાર્યક્રમ યોજાયો આ અવસરે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ગામના મુખ્ય માર્ગો, બજારો તેમજ ગલી-ગલીમાં ફરી, લોકો સુધી મેલેરિયા સામે બચાવ અને સ્વચ્છતા અંગે સંદેશો પહોંચાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને “મચ્છર દૂર કરો – મેલેરિયા દૂર કરો” જેવા નારા સાથે જનજાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર કરવા અને સમયસર સારવાર લેવાની જરૂરીયાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા વખાણ મળી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મેડિકલ ઓફિસર ડો.પ્રિયંકા ચુડાસમા, ડો. વર્ષા વાઘેલા સુપરવાઈઝર -વિપુલભાઈ કે પંડયા. અને મનીષાબેન જે રાવલ. લેબ ટેક.- વૈભવી કે ડોડીયા. ફાર્માસિસ્ટ -રાહુલભાઈ બી રાઠોડ. વહીવટી વિભાગના-કિશનકુમાર જી પરમાર, તેમજ સમગ્ર આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જગદીશ રાવળ
    3
    🦟 માંડલ તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની જાગૃતિ રેલી – ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની અનોખી પહેલ
માંડલ તાલુકાના ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ભાવેશભાઈ રથવી ના માર્ગદર્શક મુજબ કાર્યક્રમ યોજાયો આ અવસરે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલી ગામના મુખ્ય માર્ગો, બજારો તેમજ ગલી-ગલીમાં ફરી, લોકો સુધી મેલેરિયા સામે બચાવ અને સ્વચ્છતા અંગે સંદેશો પહોંચાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને “મચ્છર દૂર કરો – મેલેરિયા દૂર કરો” જેવા નારા સાથે જનજાગૃતિ ફેલાવી હતી.
આ કાર્યક્રમ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર કરવા અને સમયસર સારવાર લેવાની જરૂરીયાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટ્રેન્ટ આરોગ્ય કેન્દ્રની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા વખાણ મળી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મેડિકલ ઓફિસર  ડો.પ્રિયંકા ચુડાસમા, ડો. વર્ષા વાઘેલા 
સુપરવાઈઝર -વિપુલભાઈ કે પંડયા. અને મનીષાબેન જે રાવલ.
લેબ ટેક.- વૈભવી કે ડોડીયા.
ફાર્માસિસ્ટ -રાહુલભાઈ બી રાઠોડ.
વહીવટી વિભાગના-કિશનકુમાર જી પરમાર, તેમજ સમગ્ર આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર જગદીશ રાવળ
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • *181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ફરી એકવાર માનવતા અને કર્તવ્યનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે* 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં તાજેતરમાં જ એક ઘટના ધ્યાન પર આવેલ હતી જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમને ફોન કરીને જણાવેલ કે તેણીનો પતિ ત્રણ માસના બાળકને હાથમાંથી બળજબરી પૂર્વક ખેંચીને ગામમાં ભાગે છે, મદદની જરૂર છે. આ પ્રકારની માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા પોલીસ કોન્સ્ટેબલ બારૈયા ભાવનાબેન તેમજ પાયલોટ સોલંકી હિતેશભાઈ ઘટના સ્થળ પર 112 જનરક્ષક ટીમ સાથે મહિલાની મદદ માટે પહોંચેલ હતા, મહિલાના પતિ જે દિશા તરફ ગયા હતા તેની વિગતો ગ્રામજનો પાસેથી મેળવીને તે દિશા તરફ આગળ વધી મહિલાના પતિ સુધી પહોચવામાં સફળતા મેળવેલ હતી. ત્રણ માસનું બાળકના આરોગ્યને ધ્યાનમાં રાખી પતિ પાસેથી બાળક છોડાવી હેમખેમ તેની માતાના ખોળામાં સોંપ્યું હતું. 181 અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા ફરિયાદની વિગતોમાં જણાવેલ કે તેમને લગ્નને 15 વર્ષ જેટલો સમયગાળો થયેલ છે, સંતાનમાં ત્રણ બાળકો છે તેના પતિ સાત વર્ષથી અવાર-નવાર ચારિત્ર્ય પર કુશંકા કરી, ઘરમાં સી.સી.ટી.વી કેમેરા લગાવેલ હતા જેથી પત્નીની રોજ-બરોજની દિનચર્યાની માહિતી મળે ઉપરાંત સતત ધ્યાન નજર સમક્ષ રાખીને નાની નાની બાબતોમાં ટોકીને માનસિક પજવણી કરતા હતા. મહિલા પર શંકાનું પ્રમાણ એટલું વધી ગયું કે પડોશીઓ સાથે પણ કોઈપણ પ્રકારના વ્યવહારની મનાઈ ફરમાવવામાં આવેલ હતી. મહિલાના આત્મસન્માનને હાની પહોચતા અને પતિના આ વર્તનથી ખૂબ જ ત્રસ્ત થઈને તેના પિયરમાં જવાનો નિર્ણય લીધેલ હતો અને આ વાતની જાણ પતિને થતા બાળકને કાળઝાળ ગરમીમાં લઈને ગામમાં દોડધામ કરવા લાગેલ હતા.181 ટીમ અને 112 ટીમે મહિલાના પતિને સમજાવેલ ખોટી શંકાના કારણે તેમના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ અને બાળકના ભવિષ્ય અંગેની બાબતો વિષે સમજ કરેલ પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને જીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કરી ભવિષ્યમાં ફરિવાર ઝઘડા ન થાય તે માટે ગઢડા PBSC સેન્ટર ખાતે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને સમગ્ર કેસ PBSC ગઢડા ખાતે મોકલી આપેલ હતો. આ ઘટનામાં PBSC ના કાઉન્સેલર બધેકા ક્રિષ્નાબેન એ આગળની કાઉન્સીલિંગની કાર્યવાહી હાથ ધરેલ હતી. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    *181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ફરી એકવાર માનવતા અને કર્તવ્યનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે*
181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં તાજેતરમાં જ એક ઘટના ધ્યાન પર આવેલ હતી જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમને ફોન કરીને જણાવેલ કે તેણીનો પતિ ત્રણ માસના બાળકને હાથમાંથી બળજબરી પૂર્વક ખેંચીને ગામમાં ભાગે છે, મદદની જરૂર છે.
આ પ્રકારની માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા પોલીસ કોન્સ્ટેબલ બારૈયા ભાવનાબેન તેમજ પાયલોટ સોલંકી હિતેશભાઈ ઘટના સ્થળ પર 112 જનરક્ષક ટીમ સાથે મહિલાની મદદ માટે પહોંચેલ હતા, મહિલાના પતિ જે દિશા તરફ ગયા હતા તેની વિગતો ગ્રામજનો પાસેથી મેળવીને તે દિશા તરફ આગળ વધી મહિલાના પતિ સુધી પહોચવામાં સફળતા મેળવેલ હતી. ત્રણ માસનું બાળકના આરોગ્યને ધ્યાનમાં રાખી પતિ પાસેથી બાળક છોડાવી હેમખેમ તેની માતાના ખોળામાં સોંપ્યું હતું. 181 અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા ફરિયાદની વિગતોમાં જણાવેલ કે તેમને લગ્નને 15 વર્ષ જેટલો સમયગાળો થયેલ છે, સંતાનમાં ત્રણ બાળકો છે તેના પતિ સાત વર્ષથી અવાર-નવાર ચારિત્ર્ય પર કુશંકા કરી, ઘરમાં સી.સી.ટી.વી કેમેરા લગાવેલ હતા જેથી પત્નીની રોજ-બરોજની દિનચર્યાની માહિતી મળે ઉપરાંત સતત ધ્યાન નજર સમક્ષ રાખીને નાની નાની બાબતોમાં ટોકીને માનસિક પજવણી કરતા હતા. મહિલા પર શંકાનું પ્રમાણ એટલું વધી ગયું કે પડોશીઓ સાથે પણ કોઈપણ પ્રકારના વ્યવહારની મનાઈ ફરમાવવામાં આવેલ હતી. મહિલાના આત્મસન્માનને હાની પહોચતા અને પતિના આ વર્તનથી ખૂબ જ ત્રસ્ત થઈને તેના પિયરમાં જવાનો નિર્ણય લીધેલ હતો અને આ વાતની જાણ પતિને થતા બાળકને કાળઝાળ ગરમીમાં લઈને ગામમાં દોડધામ કરવા લાગેલ હતા.181 ટીમ અને 112 ટીમે મહિલાના પતિને સમજાવેલ ખોટી શંકાના કારણે તેમના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ અને બાળકના ભવિષ્ય અંગેની બાબતો વિષે સમજ કરેલ પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને જીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કરી ભવિષ્યમાં ફરિવાર ઝઘડા ન થાય તે માટે ગઢડા PBSC સેન્ટર ખાતે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને સમગ્ર કેસ PBSC ગઢડા ખાતે મોકલી આપેલ હતો. આ ઘટનામાં PBSC ના કાઉન્સેલર બધેકા ક્રિષ્નાબેન એ આગળની કાઉન્સીલિંગની કાર્યવાહી હાથ ધરેલ હતી.
રિપોર્ટર ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • *ધંધુકા- ધોલેરા પંચાયત ચૂંટણીનું આવતીકાલે મતદાન, તૈયારીઓ પૂર્ણ: 788 પોલિંગ સ્ટાફ, 16 ઝોનલ અધિકારીઓ સાથે સખ્ત પોલીસ બંદોબસ્ત* ધંધુકા અને ધોલેરા તાલુકામાં આવતીકાલે જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે બિરલા હાઈસ્કૂલ ખાતે EVM મશીનો અને ચૂંટણી સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી (RO) વિધાસાગરે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની 31 બેઠકો માટે મતદાન થશે. સંવેદનશીલ બૂથ સહિત તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 788 પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા 16 ઝોનલ અધિકારીઓ પણ તૈનાત કરાયા છે. રિપોર્ટર: સંજયભાઈ ઝાલા ધંધુકા.
    1
    *ધંધુકા- ધોલેરા પંચાયત ચૂંટણીનું આવતીકાલે મતદાન, તૈયારીઓ પૂર્ણ: 788 પોલિંગ સ્ટાફ, 16 ઝોનલ અધિકારીઓ સાથે સખ્ત પોલીસ બંદોબસ્ત*
ધંધુકા અને ધોલેરા તાલુકામાં  આવતીકાલે જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. 
આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે બિરલા હાઈસ્કૂલ ખાતે EVM મશીનો અને ચૂંટણી સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી અધિકારી (RO) વિધાસાગરે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની 31 બેઠકો માટે મતદાન થશે.
સંવેદનશીલ બૂથ સહિત તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 
આ ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 788 પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા 16 ઝોનલ અધિકારીઓ પણ તૈનાત કરાયા છે.
રિપોર્ટર:
સંજયભાઈ ઝાલા 
ધંધુકા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • .  બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    1
    . 
બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં છે। શહેરના સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રોલ કોલ યોજાઈ અધિકારીઓને બંદોબસ્ત માટે નોકરી વહેંચવામાં આવી હતી। ટાવર ચોક, ઘાંચીવાડ, ટાંકી ચોક, પોપટપરા અને મહેતા માર્કેટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સાથે સાથે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહનોને ડીટેઇન કરી નિયમ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। 📍 સુરેન્દ્રનગર 25 એપ્રિલ 2026 🎥 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા
    1
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં છે। શહેરના સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રોલ કોલ યોજાઈ અધિકારીઓને બંદોબસ્ત માટે નોકરી વહેંચવામાં આવી હતી।
ટાવર ચોક, ઘાંચીવાડ, ટાંકી ચોક, પોપટપરા અને મહેતા માર્કેટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સાથે સાથે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહનોને ડીટેઇન કરી નિયમ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી।
પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।
📍 સુરેન્દ્રનગર
25 એપ્રિલ 2026
🎥 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • મોરબી હળવદ હાઈવે પર બોલેરો ચાલકે અચાનક વાહન વાળતા બાઇક સાથે અકસ્માત ચાલકનું મોત
    1
    મોરબી હળવદ હાઈવે પર બોલેરો ચાલકે અચાનક વાહન વાળતા બાઇક સાથે અકસ્માત ચાલકનું મોત
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    11 hrs ago
  • ૫૮૦ પોલિંગ સ્ટાફ અને ૧૬૩ પોલીસ સ્ટાફ સુચારુ ચૂંટણી વ્યવસ્થા કામગીરી અર્થે તૈનાત હીટવેવની સ્થિતિને ધ્યાને લઈએ તંત્ર દ્વારા મતદારો માટે મતદાન મથકોમાં મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે બોટાદના પ્રાંત અધિકારીશ્રી આરતી ગોસ્વામીએ આજ રોજ બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે જણાવ્યું હતું કે, તા.૨૬ /૦૪ /૨૦૨૬ના રોજ બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન કાર્યક્રમ યોજાશે અને તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ તેની મતગણતરીની કામગીરી કરવામાં આવશે. જે અન્વયે બોટાદ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માં કુલ ૯૬ મતદાન મથક પરથી મતદાન થશે. જે પૈકી ૧૫ જેટલાં સંવેદનશીલ મતદાન મથકો છે આ ઉપરાંત પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કુલ ૫૦,૧૮૪ પુરુષ મતદારો, ૪૫,૬૭૧ મહિલા મતદારો અને અન્ય કુલ ૫ મતદારો સહિત કુલ ૯૫,૮૬૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ ૧૧ ઝોનલ રૂટ બનાવવામાં આવ્યા છે. ચૂંટણીમાં કુલ ૫૮૦ પોલિંગ સ્ટાફ , પોલીંગ સ્ટેશન, ડિસ્પેચિંગ સેન્ટર, મતગણતરી કેન્દ્ર, ટ્રાફિક વ્યવસ્થાપન સહિતની વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે ઉપરાંત ૧૬૩ પોલીસ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની ઋતુમાં હીટવેવની સ્થિતિને ધ્યાને લઈએ બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા પોલીંગ સ્ટાફને મેડિકલ કીટ વિતરિત કરવામાં આવી છે અને ડિસ્પેચિંગ સ્થળ પર મેડિકલ ટીમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત, તંત્ર દ્વારા મતદાન મથકો પર પીવાના પાણીની વ્યવસ્થા, છાંયડા માટે મંડપની સુવિધાઓ તથા દિવ્યાંગજનો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક પોલિંગ સ્ટેશન લોકેશન પર મતદારો મતદાનની સરળ સમજ માટે ઇવીએમ વોટિંગ નિદર્શન બોર્ડ લગાવવામાં આવેલ છે. તંત્ર દ્વારા બોટાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના સુચારૂ આયોજન અને શાંતિપૂર્ણ મતદાન માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ૫૮૦ પોલિંગ સ્ટાફ અને ૧૬૩ પોલીસ સ્ટાફ સુચારુ ચૂંટણી વ્યવસ્થા કામગીરી અર્થે તૈનાત
હીટવેવની સ્થિતિને ધ્યાને લઈએ તંત્ર દ્વારા મતદારો માટે મતદાન મથકોમાં મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે
બોટાદના પ્રાંત અધિકારીશ્રી આરતી ગોસ્વામીએ આજ રોજ બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે જણાવ્યું હતું કે, તા.૨૬ /૦૪ /૨૦૨૬ના રોજ બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન કાર્યક્રમ યોજાશે  અને તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ તેની મતગણતરીની કામગીરી કરવામાં આવશે. જે અન્વયે બોટાદ નગરપાલિકા  ચૂંટણી-૨૦૨૬ માં કુલ ૯૬ મતદાન મથક પરથી મતદાન થશે. જે પૈકી ૧૫  જેટલાં  સંવેદનશીલ મતદાન મથકો છે આ ઉપરાંત પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કુલ ૫૦,૧૮૪ પુરુષ મતદારો, ૪૫,૬૭૧ મહિલા મતદારો અને અન્ય કુલ ૫ મતદારો સહિત કુલ ૯૫,૮૬૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અંતર્ગત  કુલ ૧૧  ઝોનલ રૂટ બનાવવામાં આવ્યા છે. ચૂંટણીમાં કુલ ૫૮૦ પોલિંગ સ્ટાફ , પોલીંગ સ્ટેશન, ડિસ્પેચિંગ સેન્ટર, મતગણતરી કેન્દ્ર,  ટ્રાફિક વ્યવસ્થાપન સહિતની વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે ઉપરાંત ૧૬૩ પોલીસ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની ઋતુમાં હીટવેવની સ્થિતિને ધ્યાને લઈએ બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા પોલીંગ સ્ટાફને મેડિકલ કીટ વિતરિત કરવામાં આવી છે અને ડિસ્પેચિંગ સ્થળ પર મેડિકલ ટીમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ  ઉપરાંત, તંત્ર દ્વારા મતદાન મથકો પર પીવાના પાણીની વ્યવસ્થા, છાંયડા માટે મંડપની સુવિધાઓ તથા દિવ્યાંગજનો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક પોલિંગ સ્ટેશન લોકેશન પર મતદારો મતદાનની સરળ સમજ માટે ઇવીએમ વોટિંગ નિદર્શન બોર્ડ લગાવવામાં આવેલ છે. તંત્ર દ્વારા બોટાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના સુચારૂ આયોજન  અને શાંતિપૂર્ણ મતદાન માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રિપોર્ટર ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.