Shuru
Apke Nagar Ki App…
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા, સ્થાનિકોમાં રોષ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સતત વરસાદના પગલે 7થી 8 સોસાયટીઓમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. કૌશર પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્ક, ખ્વાજા ટાઉનશીપ સહિતની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ વારંવાર રજૂઆતો છતાં વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ન થતાં નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિક રહેવાસીઓએ વહીવટી તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની સાથે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની અસરકારક વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે.
Gujarat Introverted day
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા, સ્થાનિકોમાં રોષ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સતત વરસાદના પગલે 7થી 8 સોસાયટીઓમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. કૌશર પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્ક, ખ્વાજા ટાઉનશીપ સહિતની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ વારંવાર રજૂઆતો છતાં વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ન થતાં નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિક રહેવાસીઓએ વહીવટી તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની સાથે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની અસરકારક વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે.
More news from ગુજરાત and nearby areas
- ભરૂચ | જંબુસર મંગણાદ ગામે સેફ એનવાયરો કંપની સામે ખેડૂતોમાં રોષ જંબુસર તાલુકાના મંગણાદ ગામે આવેલી સેફ એનવાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ રસ્તા પર કાળા અને લીલા રંગનો કેમિકલયુક્ત પદાર્થ ફેલાતા તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ આસપાસના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનની ફળદ્રુપતા અને પાકના વિકાસ પર તેની અસર પડી રહી છે. બીજી તરફ રસ્તા પર ફેલાયેલા ચીકણા પદાર્થને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ રસ્તાની તાત્કાલિક સફાઈ, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તેમજ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર, સંબંધિત પક્ષો અને સેફ એનવાયરો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. નોંધ: ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે સંબંધિત તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. રિપોર્ટ: રંગુની જાકીર, ભરૂચ. વિરલ ગોહિલ1
- 20 जून 2026 को सुबह 9:00 बजे, उन्हें सर्जरी के लिए ले जाया गया और कमर के नीचे के हिस्से को सुन्न करने के लिए इंजेक्शन लगाकर ऑपरेशन किया गया। सुबह 9:50 बजे, भरतभाई की धड़कन अचानक अनियमित हो गई और फिर उनका रक्तचाप और नाड़ी दर बहुत कम हो गई और उनका दिल रुक गया। एनेस्थीसिया टीम ने बिना समय बर्बाद किए तुरंत सीपीआर शुरू कर दिया और कृत्रिम श्वसन देने के लिए श्वासनली में एक ट्यूब डाली गई और ऑक्सीजन दी गई। डिफिब्रिलेटर मशीन का भी इस्तेमाल किया गया। एनेस्थीसिया और मेडिसिन विभागों के डॉक्टरों की टीम के अथक और त्वरित प्रयासों से 15-20 मिनट बाद भरतभाई का दिल फिर से धड़कने लगा।1
- "આ દ્રશ્યો જોઈને દરેક ખેડૂતનું દુઃખ સમજી જશો... "એક જ વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું!" એક તરફ વરસાદ રાહત લાવે છે, તો બીજી તરફ અનેક ખેડૂતો માટે ચિંતાનું કારણ બને છે. આ દ્રશ્યો બતાવે છે કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની આશંકા વધી છે. સંબંધિત તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી આશા.1
- महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए1
- માંડવીનો ગોળધા વિયર ઓવરફ્લો. વિયર માં ભંગાણ પડવા બાબતે નિવેદન આપતા નાયબ કાર્યપાલક ઇજનેર માંડવી તાલુકાના ગોડધા ડેમ તૂટ્યો હોય એવી અફવા છે.આ વિયર 1959 માં બનેલ હતો. સદર વિયર રબલ મેશનરી થી પથ્થર ની દિવાલ થી બનાવવામાં આવેલ છે પરંતુ ૨૦૦૦ ની સાલમાં વીયરની સંગ્રહ શક્તિ વધારવા માટે વિયરને ૧ મીટર પાછળથી ઉંચો કરવામાં આવેલ હતો. કામગીરી માટે કોંક્રીટ વાપરવામાં આવેલ હતું. ગોડધા વિયર ના ઉપરવાસમાં આમલીડેમ થી છોડવામાં આવેલ પાણી તેમજ ઝંખવાવ માંગરોળ તરફથી આવતી લુહારવડ ખાડી દેવગઢ ખાતે ભેગી થાય છે. ઉપરોક્ત પરિસ્થિતિ મુજબ ગોડધા વિયર ના ઉપવાસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતા તેમજ આમલીડેમ નું જુલાઈ મહિનાનું રૂલ લેવલ 113 હોય અને આમલી ડેમ ની આવક ખૂબ જ હોય રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડેલ હતું. તેમજ ઉપર જણાવ્યા મુજબ ઝંખવાવ માંગરોળ, વાડી વિસ્તારમાં પણ અતિ થી અતિ ભારે વરસાદ પડેલ હોય લુહારવડ ખાડી માંથી પણ પાણી ની પુષ્કળ આવક હતી. આમલી ડેમથી છોડેલ પાણી તથા લુહારવડ ખાડીનું પાણી દેવગઢ ખાતે મળે છે. ને વહેર નદીમાં આ પાણી જાય છે. જેથી કરીને ગોડધા વિયર ખાતે પાણીની પુષ્કળ આવક થયેલ હતી. જેથી પાછળથી વિયર ની ઊંચાઈ વધારવા માટે કોક્રિટ ની દિવાલ 30 થી 40 મીટર કોક્રિટ ને નુકસાન પહોંચેલ છે. સદર વિયર ને પહોંચેલ નુકસાનથી હેઠવાસ માં જાનહાની ની કોઈ સંભાવના રહેલ નથી. અને તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે સદર વિયર નું પ્રાથમિક સ્ટ્રક્ચર સહી સલામત છે. અને તેના ઉપરનું 2000 ની સાલનું કોંક્રીટ ને નુકસાન થયેલ છે. બાઈટ કમલભાઈ ચૌધરી નાયબ કાર્યપાલક ઇજનીશ્રી માંડવી. રિપોર્ટર ઈશ્વર સોલંકી માંડવી.1
- અબોચ ગામના તાબે માંડવના મુવાડામાં પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન કપડવંજ તાલુકા: કપડવંજ તાલુકાના અબોચ ગામના તાબે આવેલા માંડવના મુવાડામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસી મફતભાઈ સોમાભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમના ઘર આગળ લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પાણી ભરાયેલા રહેવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ઢોરઢાંખર અને પરિવારજનોને પણ રહેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મફતભાઈ સોમાભાઈ રાઠોડે કપડવંજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને વિનંતી કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી સ્થાનિક રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત આવે. રિપોર્ટર દિપક પરમાર ઘડિયા અબોચ ગામના તાબે માંડવના મુવાડામાં પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન કપડવંજ તાલુકા: કપડવંજ તાલુકાના અબોચ ગામના તાબે આવેલા માંડવના મુવાડામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસી મફતભાઈ સોમાભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમના ઘર આગળ લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પાણી ભરાયેલા રહેવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ઢોરઢાંખર અને પરિવારજનોને પણ રહેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મફતભાઈ સોમાભાઈ રાઠોડે કપડવંજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને વિનંતી કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી સ્થાનિક રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત આવે. રિપોર્ટર દિપક પરમાર ઘડિયા1
- પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી રૂ. 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસને મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ લોખંડની પાઇપોની ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ. 6.43 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રમવીરસિંહ તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને રોકવા તેમજ નોંધાયેલા ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને બારડોલી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયાના નેતૃત્વમાં ટીમ કાર્યરત હતી. તા. 31 જુલાઈ, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઇ ઘનશ્યામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ તથા અશ્વિનભાઇ ધનાભાઇનાઓને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ચોરાયેલી લોખંડની પાઇપો GJ-19-Y-1490 નંબરના સફેદ ભારત બેન્ઝ ટેમ્પોમાં ભરી કામરેજ તાલુકાના નવાગામ સ્થિત ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી સ્ક્રેપમાં રાખવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. કબજે કરાયેલ મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો કુલ રૂ. 6.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: ભારત બેન્ઝ ટેમ્પો (GJ-19-Y-1490) – અંદાજિત કિંમત રૂ. 5 લાખ આશરે 2,785 કિલો ચોરાયેલી લોખંડની પાઇપો – રૂ. 1 લાખ ત્રણ મોબાઇલ ફોન – રૂ. 30 હજાર રોકડા રૂ. 2 હજાર એલપીજી ગેસ સિલિન્ડર ઓક્સિજન ગેસ સિલિન્ડર ગેસ કટીંગ પાઇપ અને નોઝલ સહિતના સાધનો. ઝડપાયેલા આરોપીઓ પોલીસે નીચેના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે: 1. અશોકભાઈ સંજયભાઈ ઓડ (ઉં.વ. 28) – ટેમ્પો ચાલક 2. ઈશ્વર હરદેવ ગુર્જર (ઉં.વ. 31) – ભંગાર ગોડાઉન ધારક 3. દિનેશ ગોદુજી ગુર્જર (ઉં.વ. 30) – ચોરીનો મુદ્દામાલ ગોડાઉન સુધી પહોંચાડનાર. આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયા, પી.એસ.આઈ. એન. એન. ગામીત સહિત પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.1
- ભરૂચ ચાવજ-કાસદ રોડ પર વરસાદી કાંસમાં ટેન્કરથી ગંદુ સુએજનું પાણી છોડાતાં ખેડૂતોનો વિરોધ ખેતરોને નુકસાન અને દુર્ગંધથી ગ્રામજનો પરેશાન જવાબદારો સામે કાર્યવાહી કરી સુએજનું પાણી ઠાલવવાનું તાત્કાલિક બંધ કરાવવાની ખેડૂતોની માંગ.1