200 ઉધરાવવામાં આવતો હોવાનો વિડિયો વાયરલ થતાં ફતેપુરાના VCEને ફરજમુકત કરાયો 200 ઉધરાવવામાં આવતો હોવાનો વિડિયો વાયરલ થતાં ફતેપુરાના VCEને ફરજમુકત કરાયો આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ બપોરે 3 કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર માટે નિયત ફી કરતાં વધુ રૂપિયા વસૂલવાના આક્ષેપ વચ્ચે વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર વિજય નારણભાઈ પરમારને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. માહિતી મુજબ ફતેપુરા ગ્રામ પંચાયતમાં VCE તરીકે ફરજ બજાવતા વિજય પરમાર અરજદારો પાસેથી જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા માટે 200 રૂપિયા માંગતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયો વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા લેખિત આદેશ આપી VCE વિજય પરમારને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. આદેશમાં નિયત ફી કરતાં વધુ નાણાં વસૂલવાનું કૃત્ય ગંભીર ગણાવી તાત્કાલિક અસરથી છૂટા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ તમામ સરકારી આઈડી અને પાસવર્ડ તલાટી કમ મંત્રીને સુપ્રત કરવા સૂચના આપવામાં આવી છે. જો પ્રક્રિયામાં કોઈ ક્ષતિ કે આનાકાની કરવામાં આવશે તો ફોજદારી કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

- નવજીવન મિલ કલ્યાણ ફીડર લાઇનના ટ્રાન્સફોર્મર માં લાગી આગ ભર બપોરે આગ લાગતા અફરા તફરીનો માહોલ નવજીવન મિલ કલ્યાણ ફીડર લાઇનના ટ્રાન્સફોર્મર માં લાગી આગ ભર બપોરે આગ લાગતા અફરા તફરીનો માહોલ એક તરફ ભારે ગરમી બીજી તરફ આગ લાગતા દોડધામ Mgvcl ફાયરના કર્મચારીઓ ઘટના સથળે આગ પર પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબુ આગ લાગવાની ઘટનામાં વિસ્તારમા વીજપુરવઠો ખોરવાયો1
- છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામમાંથી એક યુવાનની રહસ્યમય લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની ઓળખ મધ્ય પ્રદેશના રસીદ રેશ્મા ભાભર તરીકે થઈ છે. રંગપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.1
- ઇન્દોરની ચોંકાવનારી ઘટના: બસ નીચે સફાઈ કરતી મહિલા પર ઉપરથી પાર્સલ ફેંકાયું, મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત1
- આ પોસ્ટ રોકાણ માટે ગેરેન્ટેડ રિટર્ન અને મોટા વળતર વચ્ચેના વિકલ્પો સમજાવે છે. ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની સલાહ અપાઈ છે. તમારા નાણાકીય ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.1
- વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ1
- વરાછા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ઇ-સીગારેટના વેચાણ અંગેના ગુનામા છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.1
- ઝાલોદ બાયપાસ ખાતે અકસ્માત સર્જાયો, 1 વ્યક્તિનું મોત નીપજ્યું ઝાલોદ બાયપાસ ખાતે અકસ્માત સર્જાયો આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ સવારે 10.05 કલાકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો.અકસ્માતમાં 1 વ્યકિતનુ મોત નીપજ્યું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.1
- દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં પાંચ મકાનો, ઘરવખરી, બે મોટરસાયકલ અને આઠ પશુઓ જીવતા ભૂંજાઈ ગયા. બે ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ આગનું કારણ અકબંધ છે.1
- જામનગરમાં આવેલી જી.જી. હોસ્પિટલ ખાતે બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી હોસ્પિટલ પરિસરમાં ભયનો માહોલ છવાયો હતો અને સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.1