Shuru
Apke Nagar Ki App…
ગાંભોઈ પ્રાથમિક શાળામા ગેરકાયદેસર વૃક્ષ નિકંદન અંગે આચાર્ય વિરુદ્ધ તપાસના આદેશ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ગાંભોઈ ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વર્ષો જુના લીમડો અને પીપળો કાપી નાખવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર પ્રકરણ સાબરકાંઠા શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યું હતું ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયે તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપ્યા હતા અને ગાંભોઈ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એકાદ સપ્તાહમાં શિક્ષક વિરુદ્ધ ચાર્જશીટ પણ બની શકે છે
Digesh kadiya
ગાંભોઈ પ્રાથમિક શાળામા ગેરકાયદેસર વૃક્ષ નિકંદન અંગે આચાર્ય વિરુદ્ધ તપાસના આદેશ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ગાંભોઈ ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વર્ષો જુના લીમડો અને પીપળો કાપી નાખવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર પ્રકરણ સાબરકાંઠા શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યું હતું ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયે તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપ્યા હતા અને ગાંભોઈ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એકાદ સપ્તાહમાં શિક્ષક વિરુદ્ધ ચાર્જશીટ પણ બની શકે છે
More news from ગુજરાત and nearby areas
- હિંમતનગર શહેરના આંબાવાડી રેલવે અંડર બ્રિજની નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકોની સ્વચ્છતા બાબતે અવારનવાર ફરિયાદો ઉઠવાથી હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા રેલવે અંડરબ્રિજની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી1
- शराब सप्लाई करने का यह तरीका तो AI भी नहीं बता सकता था।🤣🤣 बिहारी सारी दुनियां पर भारी — जुगाड़ में इनका कोई तोड़ नहीं हैं😆😆1
- સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવી મહોર અને જૂની મહોર ગામના ઠાકોર સમાજે મોંઘવારી અને વધતા સામાજિક ખર્ચાઓ સામે એક પ્રેરણાદાયક પહેલ કરી છે. સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોની બેઠકમાં સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ, દેખાદેખી અને કુરિવાજોને રોકવા માટે સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. ગામના આગેવાનોનું માનવું છે કે પ્રસંગોમાં વધતા ખર્ચને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દેવામાં ફસાઈ રહ્યા છે, જેનાથી સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજે સાદગીપૂર્ણ ઉજવણી તરફ પગલું ભર્યું છે. ઠાકોર દશરથજી ડાયાજીએ જણાવ્યું હતું કે, સામાજિક પ્રસંગોમાં દેખાદેખી અને ખોટા ભપકાને કારણે સામાન્ય માણસની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડતી હતી. આથી સમાજની બેઠકમાં નક્કી કરાયું છે કે હવેથી કોઈ પણ પ્રસંગમાં અતિશય ખર્ચ કે ભવ્યતા દર્શાવવાની સ્પર્ધા નહીં થાય અને સાદગીપૂર્ણ ઉજવણીને પ્રાથમિકતા અપાશે. સમાજ દ્વારા લેવાયેલા સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં મરણ પ્રસંગનો સમાવેશ થાય છે. મૃત્યુ બાદ યોજાતા બારમાના જમણવારમાં મિષ્ટાન્ન અને પકવાન પીરસવાની પરંપરા બંધ કરીને હવેથી માત્ર ખીચડી અને કઢી જ પીરસવાનો નિર્ણય લેવાયો છે. આ પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત મળશે અને સામાજિક સમાનતા જળવાશે. લગ્ન પ્રસંગોમાં થતા લાખોના ખર્ચને નિયંત્રિત કરવા માટે સમાજે વરરાજાની જાનમાં ડીજે લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ, દીકરીના લગ્નમાં સામે પક્ષે આવતી જાનમાં પણ ડીજે લાવવા દેવામાં આવશે નહીં. આ નિર્ણયથી લગ્ન પ્રસંગોમાં થતો ઘોંઘાટ ઘટશે તેમજ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. સમાજે અન્ય પ્રસંગોમાં પણ મર્યાદિત ખર્ચ રાખવાનો સંકલ્પ કર્યો છે. હોળીના તહેવાર દરમિયાન ઉજવાતા ઢુંઢ પ્રસંગને મર્યાદિત રીતે ઉજવવો, સગર્ભા સ્ત્રીના ખોળો ભરાવવાના પ્રસંગને પારિવારિક રાખીને સાદગીથી ઉજવવો અને વિવિધ ધાર્મિક વ્રતોના અંતે થતા ભવ્ય આયોજનોમાં બિનજરૂરી ખર્ચ ટાળવો સહિતના ઠરાવો કરવામાં આવ્યા છે. ગ્રામજનોનું માનવું છે કે ડીજે, આતશબાજી અને ભારે જમણવારમાં થતા ખર્ચની બચત હવે બાળકોના શિક્ષણ, પરિવારના સ્વાસ્થ્ય અને સામાજિક વિકાસ માટે ઉપયોગી બનશે. સમાજના આ નિર્ણયને વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને અન્ય ગામો માટે પણ આ પહેલ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.1
- ઊનાવા પોલીસે અકસ્માતમાં મળેલા 15 તોલા સોના અને 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પરિવારને સુપ્રત કરી – "તેરા તુજકો અર્પણ"ની ભાવના જીવંત મહેસાણા જિલ્લાના ઊનાવા પોલીસ સ્ટેશને આજે (21 ફેબ્રુઆરી 2026) વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પોતાની ઈમાનદારી અને ત્વરિત કાર્યવાહીથી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઊંઝા-મહેસાણા હાઈવે પર કોન્ફી હોટલ સામે ઈકો કાર ડિવાઈડર સાથે અથડાઈ જતાં 5 લોકોના મોત થયા હતા અને 5-6 ઈજાગ્રસ્ત થયા હતા. પરિવાર રાજસ્થાનમાંથી લગ્ન પતાવીને અમદાવાદ પરત ફરી રહ્યો હતો. અકસ્માત પછી પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. સૌથી મહત્વની વાત એ કે કારમાંથી અને મૃત/ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પાસેથી મળેલા 15 તોલા સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડ રકમને પોલીસે કબ્જે કરીને સગા સંબંધીઓ સોમાભાઈ કનાજી કુમાવત (વટવા) અને જેઠાજી હમાજી કુમાવત (ઓઢવ)ને સહી-સલામત સુપ્રત કરી દીધી. આ કામગીરીમાં પો.ઈન્સ્પેક્ટર પી.ડી. દરજી સહિત અ.હેડ કો. મકસુદર્મીયા મહેમુદમીયા, પો.કો. સચીનભાઈ શીવરામભાઈ અને પો.કો. ધવલભાઈ પ્રભાતભાઈની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના પોલીસની "તેરા તુજકો અર્પણ"ની ભાવનાને જીવંત રૂપ આપે છે, જ્યાં મુશ્કેલ સમયમાં પણ નાગરિકોની સંપત્તિ સુરક્ષિત રાખવામાં આવી. આવી ઈમાનદારીભરી કાર્યવાહીથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને અકસ્માત જેવી દુર્ઘટનામાં પણ થોડી રાહત મળે છે. મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.1
- ખેડબ્રહ્મા આર એન્ડ બી સ્ટેટ દ્વારા ખેરોજ થી લાંબડીયા કોટડા રાજસ્થાન બોર્ડર તરફ જતા રોડ પર હાલમાં રૂપિયા 12 કરોડની રકમથી નવીન ડામર રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ રોડનું કામ કરતી એજન્સી દ્વારા ટેબડા ખેરોજ અને ખરણીયા ગામ એમ ત્રણ જગ્યાએ જ રોડ કટીંગ એન્ડુલેશન નું કામ કરવામાં આવેલ છે જ્યાં અકસ્માત વધુ બને છે તેવા દોતડ પાટિયા વળાંક પર કટીંગ કરવામાં ન આવતા અકસ્માત નિવારણ માટે કરવામાં આવેલ આ રોડ કટીંગ ની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે આ કરેલ રોડ કટીંગ ની ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠવા પામી છે.1
- હમણાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાછેક હનુમાન ખીજડીયા થી નકલી દૂધ અરવલ્લી,મહીસાગર, સાબરકાંઠા જિલ્લામાં ઠલવાતું તેનો પડદા ફાસ્ટ કર્યો હતો. નકલી દૂધ માફીઆઓ બેફામ રીતે જાહેર જનતા ના આરોગ્ય સાથે છેડા કરતા હોય ત્યારે આજરોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા અરવલ્લી જિલ્લાના આમ આદમી ના કાર્યકરો સાથે મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ મોડાસાના ટાઉનહોલ ખાતેથી બસ સ્ટેન્ડ સુધી રેલીયોજિત ભારે સૂત્રોચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અરવલ્લી જિલ્લા કલેક્ટરના આર એ. શી અધિકારી તથા, જિલ્લા રજીસ્ટર ને લેખિત આવેદન પત્ર આપતાં જણાવેલ કે ગુજરાત માં જાહેર જનતા ના આરોગ્ય સાથે ડિટેર્જન્ટ પાવડર, મટન ટેલો, પશુ ની ચરબી, સોયાબીન સહીત ના ઝેરી દ્રવ્યો દૂધ માં મિલાવટ કરી ગુજરાત ની જનતા ને મોતના મુખ માં ધકેલનાર સત્તા ની ખુરશી ના મલાઈ દાર ઈસમોને સરકાર સત્વરે ખુલ્લા પાડી કડક પગલાં ભરે તેવી માગ કરીછે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006504
- Post by Daya bhai1
- સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ દરેક અધિકારીઓને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ શહેરમાં વીજ લાઈન, તાલુકામાં નવી મંજૂર માધ્યમિક શાળાઓ માટી જમીન અને મકાનની ગ્રાન્ટ અંગે પ્રશ્ન, દેરોલ બ્રિજ, નેશનલ હાઇવે ,શહેરમાં ટ્રાફિક ની સમસ્યા, શહેરી વિસ્તારમાં બાકી રહેલા રોડ રસ્તાના કામો, સિવિલ હોસ્પિટલ કમ મેડીકલ કોલેજથી આગળ રોડ પહોળો કરવાના પ્રશ્ન, શહેરમાં મોતીપુરા બ્રિજની આસપાસ બ્યુટિફિકેશન- રિવર ફ્ર્ન્ટ બ્યુટીફિકેશન, અંદર ગ્રાઉન્ડ વીજ લાઈન, આર.ટી. ઓ સર્કલ બ્યૂટી ફિકેશન, તેમજ કેન્દ્રીય વિધાલય અને ત્રિવેણી હાઇસ્કૂલ આગળ વિધાર્થીઓની સેફ્ટી માટે બેરીકેટ વગેરે અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો આદિજાતિ વિસ્તારના વિકાસના અંગે ચર્ચા કરાઇ હતી. આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષા શાન્તિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે અમલીકરણ અધિકારીઓને સંબોધતા નશાબંધી અંગે જાણકારી આપી વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ, શિક્ષણ, હાયર એજ્યુ. વગેરેને વિભાગોને જિલ્લાને નશામુક્ત જિલ્લો બનાવવામાં પોલીસનો સહિયોગ કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.1