logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હળવદ જીઆઈડીસી એસોસિએશન દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત એન્જિનિયરનું સન્માન કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છા પાઠવાઈ હળવદ: હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીઆઈડીસી એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા જે. એલ. બરંડાને શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નવી જવાબદારી સંભાળવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હળવદ પંથકમાં વીજળી સંબંધિત સેવાઓ વધુ સુદૃઢ બને તેમજ ઉદ્યોગકારો અને વીજ ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સેવા મળી રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમના સફળ અને ઉજ્જવળ કાર્યકાળની કામના કરવામાં આવી હતી. આ પ્રસંગે હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

18 hrs ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
18 hrs ago

હળવદ જીઆઈડીસી એસોસિએશન દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત એન્જિનિયરનું સન્માન કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છા પાઠવાઈ હળવદ: હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીઆઈડીસી એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા જે. એલ. બરંડાને શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નવી જવાબદારી સંભાળવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હળવદ પંથકમાં વીજળી સંબંધિત સેવાઓ વધુ સુદૃઢ બને તેમજ ઉદ્યોગકારો અને વીજ ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સેવા મળી રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમના સફળ અને ઉજ્જવળ કાર્યકાળની કામના કરવામાં આવી હતી. આ પ્રસંગે હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

More news from Gujarat and nearby areas
  • વિક્રોલીમાં શ્રી વિશ્વકર્મા ભજન-કીર્તન કાર્યક્રમ યોજાયો, સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી..
    1
    વિક્રોલીમાં શ્રી વિશ્વકર્મા ભજન-કીર્તન કાર્યક્રમ યોજાયો, સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    14 hrs ago
  • લીંબડીમાં સોનાની ઘર ફોડ ચોરી મા 3.85 લાખનો મુદ્દામાલ રિકવર મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં લીંબડીમાં સોનાની ઘર ફોડ ચોરી મા 3.85 લાખનો મુદ્દામાલ રિકવર મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં સુરેન્દ્રનગર એલસીબીએ ની મોટી સફળતા લીંબડીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ૫૬ તોલા સોનાના બિસ્કીટ સહિત ૮૫.૨૩ લાખના મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં
    1
    લીંબડીમાં સોનાની ઘર ફોડ ચોરી મા 3.85 લાખનો મુદ્દામાલ રિકવર મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં
લીંબડીમાં સોનાની ઘર ફોડ ચોરી મા 3.85 લાખનો મુદ્દામાલ રિકવર મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં
સુરેન્દ્રનગર એલસીબીએ ની મોટી સફળતા લીંબડીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ૫૬ તોલા સોનાના બિસ્કીટ સહિત ૮૫.૨૩ લાખના મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    16 hrs ago
  • પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે 15 વર્ષથી સેવા કેમ્પ
    1
    પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ

પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે 15 વર્ષથી સેવા કેમ્પ
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    3 hrs ago
  • ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ગુનો નોંધાયો : ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરાઈ ભાભર : ગુજરાતના લોકપ્રિય કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા અકસ્માતમાં મોત બાદ આખરે ભાભર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના નાના ભાઈ પરેશભાઈ ધેંગાભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 17 સપ્ટેમ્બરના રોજ ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર આવેલા હરિધામ ગૌશાળા નજીક અકસ્માતની ઘટના બની હતી. ચંદન રાઠોડ પોતાનું બાઈક નંબર GJ 18 DG 7815 લઈને તેરવાડાથી સુઈગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા અજાણ્યા બાઈક નંબર GJ 08 CL 4210ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની વિગત જાણવા મળી હતી. ઘટનાને પગલે ભાભર પોલીસે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
    4
    ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ
ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ
અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ગુનો નોંધાયો : ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરાઈ
ભાભર : ગુજરાતના લોકપ્રિય કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા અકસ્માતમાં મોત બાદ આખરે ભાભર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના નાના ભાઈ પરેશભાઈ ધેંગાભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત 17 સપ્ટેમ્બરના રોજ ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર આવેલા હરિધામ ગૌશાળા નજીક અકસ્માતની ઘટના બની હતી. ચંદન રાઠોડ પોતાનું બાઈક નંબર GJ 18 DG 7815 લઈને તેરવાડાથી સુઈગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા અજાણ્યા બાઈક નંબર GJ 08 CL 4210ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની વિગત જાણવા મળી હતી.
ઘટનાને પગલે ભાભર પોલીસે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    15 hrs ago
  • રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નજીક વિનનગર પાસે વાહન ચાલકો માટે મોત નું જોખમ રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે આવડા મોટા હાઇવે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં
    4
    રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય 

રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય 
રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નજીક વિનનગર પાસે વાહન ચાલકો માટે મોત નું જોખમ 
રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો 
વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું 
રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા
જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી
અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે
આવડા મોટા હાઇવે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી
જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે 
કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    17 hrs ago
  • સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. *સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.* રક્તદાન એ મહાદાન સ્લોગન હેઠળ કેમ્પની આયોજન. આજ રોજને શનિવારના સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે સોલા સિવિલ બ્લડ બેન્ક અમદાવાદ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
    1
    સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.
*સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.* 
રક્તદાન એ મહાદાન સ્લોગન હેઠળ કેમ્પની આયોજન.
આજ રોજને શનિવારના સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે સોલા સિવિલ બ્લડ બેન્ક અમદાવાદ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • શ્રી મનુ પંચાલ વિશ્વકર્મા જયંતી મહોત્સવ સમિતિના સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ, બહેનો નો રાસોત્સવ..
    1
    શ્રી મનુ પંચાલ વિશ્વકર્મા જયંતી મહોત્સવ સમિતિના સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ, બહેનો નો રાસોત્સવ..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    14 hrs ago
  • રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ગેડિયા ગેંગના આરોપી અલ્લુ નથુ ડફેરને ઝડપી પાડ્યા રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ગેડિયા ગેંગના આરોપી અલ્લુ નથુ ડફેરને ઝડપી પાડ્યા સુરેન્દ્રનગર જીલ્લા સહિત અમદાવાદ, ધંધુકા, બગોદરા, પોલીસ મથકના લુંટ, ધાડ, ચોરી, પોલીસ પર હુમલો, ફાયરિંગ સહિતના ૫૦ થી વધુ ગુન્હા આચરનાર આરોપી ઝડપાયો
    1
    રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ગેડિયા ગેંગના આરોપી અલ્લુ નથુ ડફેરને ઝડપી પાડ્યા
રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ગેડિયા ગેંગના આરોપી અલ્લુ નથુ ડફેરને ઝડપી પાડ્યા
સુરેન્દ્રનગર જીલ્લા સહિત અમદાવાદ, ધંધુકા, બગોદરા, પોલીસ મથકના લુંટ, ધાડ, ચોરી, પોલીસ પર હુમલો, ફાયરિંગ સહિતના ૫૦ થી વધુ ગુન્હા આચરનાર આરોપી ઝડપાયો
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    16 hrs ago
  • સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન *સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન* *સ્વચ્છ કચેરી–સ્વચ્છ પરિસરનો સંદેશ : જિલ્લા પંચાયત પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું* *‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા માટે કર્મયોગીઓએ આપ્યું શ્રમદાન* રાજ્ય સરકાર દ્વારા તા. ૧૯ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લા પંચાયત, પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે જાતે હાથમાં ઝાડું લઈ શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. DDO શ્રી પટેલે જાતે શ્રમદાન કરી અન્ય કર્મયોગીઓને પણ સ્વચ્છતા પ્રત્યે સક્રિય બનવા પ્રેરણા પૂરી પાડી હતી. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કર્મચારીઓએ પંચાયત પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’નો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ, કચેરી પરિસરો તથા જાહેર સ્થળોને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે અધિકારીઓ-કર્મચારીઓને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે સરકારી કચેરીઓ અને તેમના પરિસરને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને દૈનિક કાર્યપદ્ધતિનો હિસ્સો બનાવવા સૌને અનુરોધ કર્યો હતો. સ્વચ્છ પરિસરથી સ્વસ્થ અને સકારાત્મક કાર્ય વાતાવરણનું નિર્માણ થાય છે ત્યારે દરેક કર્મયોગીએ સ્વચ્છતા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    4
    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO  સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન
*સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO  સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન*
*સ્વચ્છ કચેરી–સ્વચ્છ પરિસરનો સંદેશ : જિલ્લા પંચાયત પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું*
*‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા માટે કર્મયોગીઓએ આપ્યું શ્રમદાન*
રાજ્ય સરકાર દ્વારા તા. ૧૯ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લા પંચાયત, પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે જાતે હાથમાં ઝાડું લઈ શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. DDO શ્રી પટેલે જાતે શ્રમદાન કરી અન્ય કર્મયોગીઓને પણ સ્વચ્છતા પ્રત્યે સક્રિય બનવા પ્રેરણા પૂરી પાડી હતી. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કર્મચારીઓએ પંચાયત પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી.
‘સેવા સંકલ્પ અભિયાન’નો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ, કચેરી પરિસરો તથા જાહેર સ્થળોને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે અધિકારીઓ-કર્મચારીઓને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે સરકારી કચેરીઓ અને તેમના પરિસરને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને દૈનિક કાર્યપદ્ધતિનો હિસ્સો બનાવવા સૌને અનુરોધ કર્યો હતો. સ્વચ્છ પરિસરથી સ્વસ્થ અને સકારાત્મક કાર્ય વાતાવરણનું નિર્માણ થાય છે ત્યારે દરેક કર્મયોગીએ સ્વચ્છતા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.