ઠાકોર સમાજનુ બંધારણ અંદર ખાને ભંગ થતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છાના છુપાયે ઓઢામણા અને અન્ય વહેવારો ની ચર્ચાઓ એ જોર પકડ્યું ઠાકોર સમાજમાં હાલ બંધારણના પાલન અંગે ઉઠેલા પ્રશ્નોએ જોર પકડ્યું છે. સમાજમાં અંદરખાને બંધારણના ભંગ થતો હોવાની ચર્ચાઓ વ્યાપક બની રહી છે, જેના કારણે સભ્યોમાં ચિંતા વ્યાપી છે. માહિતી મુજબ, છાના છુપાયે ઓઢામણા તેમજ અન્ય સામાજિક વહેવારો ચાલુ હોવાની ચર્ચાઓ પણ તેજ બની રહી છે. આ પરિસ્થિતિને લઈને સમાજમાં ચર્ચા ચાલી રહી છે કે જાહેર કરાયેલા નિયમોનું વાસ્તવિક પાલન કેટલું થઈ રહ્યું છે. સમાજના લોકોમાં હવે એક મહત્વનો પ્રશ્ન ઉભો થયો છે કે બંધારણને અમલમાં રાખવા માટે સમાજના આગેવાનો કેટલા સક્રિય અને પ્રતિબદ્ધ છે. સમાજમાં સુધારણા માટે બનાવાયેલા નિયમો માત્ર કાગળ પર જ સીમિત ન રહી જાય તેનું યોગ્ય અમલીકરણ થાય એ હવે સમાજના આગેવાનો પર નિર્ભર રહેશે હવે સમાજના આગેવાનો કેટલા સક્રિય રહે છે તે જોવાનું રહ્યું...
ઠાકોર સમાજનુ બંધારણ અંદર ખાને ભંગ થતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છાના છુપાયે ઓઢામણા અને અન્ય વહેવારો ની ચર્ચાઓ એ જોર પકડ્યું ઠાકોર સમાજમાં હાલ બંધારણના પાલન અંગે ઉઠેલા પ્રશ્નોએ જોર પકડ્યું છે. સમાજમાં અંદરખાને બંધારણના ભંગ થતો હોવાની ચર્ચાઓ વ્યાપક બની રહી છે, જેના કારણે સભ્યોમાં ચિંતા વ્યાપી છે. માહિતી મુજબ, છાના છુપાયે ઓઢામણા તેમજ અન્ય સામાજિક વહેવારો ચાલુ હોવાની ચર્ચાઓ પણ તેજ બની રહી છે. આ પરિસ્થિતિને લઈને સમાજમાં ચર્ચા ચાલી રહી છે કે જાહેર કરાયેલા નિયમોનું વાસ્તવિક પાલન કેટલું થઈ રહ્યું છે. સમાજના લોકોમાં હવે એક મહત્વનો પ્રશ્ન ઉભો થયો છે કે બંધારણને અમલમાં રાખવા માટે સમાજના આગેવાનો કેટલા સક્રિય અને પ્રતિબદ્ધ છે. સમાજમાં સુધારણા માટે બનાવાયેલા નિયમો માત્ર કાગળ પર જ સીમિત ન રહી જાય તેનું યોગ્ય અમલીકરણ થાય એ હવે સમાજના આગેવાનો પર નિર્ભર રહેશે હવે સમાજના આગેવાનો કેટલા સક્રિય રહે છે તે જોવાનું રહ્યું...
- Post by Gujarat crime news1
- Post by Ramesh thakor Halvad Morbi1
- સુરેન્દ્રનગરમાં એસ.ઓ.જી. શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરની અલગ અલગ દુકાનોમાં રેડ કરીને જાણીતી બ્રાન્ડ Amul ના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કુલ 22 ડબ્બા સાથે આશરે ₹2.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. 👉 પોલીસની અપીલ: જો આપના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ખાદ્ય વસ્તુ વેચાતી હોય તો તરત જ પોલીસને જાણ કરો. માહિતી આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. 📍 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર1
- પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પ્રલોભન આપ્યું હતું. બાદમાં પશુ બલી આપવા બાબતે વિવાદ થયો હતો. ગત 4 એપ્રિલે પરિવારનો 4 વર્ષીય બાળક અચાનક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પડોશી મહિલાના ઘરના પાણીના ટાંકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભમાં પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ શંકા ઊભી થતાં બાદમાં પોલીસમાં અરજી કરાઈ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને તાંત્રિક મહિલા સામે હત્યા અને કાળા જાદુ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.1
- રાજસ્થાનના અજમેર નજીક પુષ્કર ઘાટીમાં રવિવારે એક દુઃખદ અકસ્માત થયો. મુસાફરોને લઈને જઈ રહેલી બસ અચાનક બેકાબૂ બની ગઈ અને લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ બસમાં કુલ 31 મુસાફરો સવાર હતા. તેઓ અજમેર જિલ્લાના પીસાંગણ વિસ્તારથી પુષ્કર તરફ “માયરા ભરવા” જઈ રહ્યા હતા. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા સાંજીસર નજીક બસ અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને મુખ્ય માર્ગ પરથી નીચે ખાઈમાં ઉતરી ગઈ. બસ લગભગ 200 ફૂટ નીચે જઈને ઝાડ અને ઝાડીઓમાં અટકી ગઈ. અકસાન પછી આસપાસથી પસાર થતા લોકોએ તરત જ મદદ માટે દોડ કરી. લોકોએ પોતાના કપડાં જોડીને દોરી બનાવી અને ખાઈમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા. બધા ઘાયલોને પહેલા પુષ્કરના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. અકસાન બાદ પુષ્કર ઘાટીમાં લાંબો ટ્રાફિક જામ પણ લાગી ગયો હતો. ગ્રામીણ સીઓ રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે અજમેરથી પુષ્કર તરફ જતા સમયે સાંજીસર નજીક આ અકસ્માત થયો હતો. બસ અચાનક મુખ્ય રસ્તેથી ખાઈમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાઓમાં પૂજા (28) પત્ની વિજયસિંહ ગુર્જર અને વિમલા દેવી (50) પત્ની ઓમપ્રકાશ ગુર્જરનો સમાવેશ થાય છે. બંને અજમેરની રહેવાસી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે રિપોર્ટર વિષ્ણુ ઠાકોર1
- વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયત ઉમેદવારોનો જોરદાર ચૂંટણી પ્રચાર મહેસાણા: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આમ આદમી પાર્ટીએ વિજાપુર તાલુકાના ગોવિંદપુરા વિસ્તારમાં વ્યાપક ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ સ્થાનિક લોકો સાથે વ્યક્તિગત વાતચીત કરીને પાર્ટીના વિકાસલક્ષી વિઝન અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટેના વચનો વિશે જાણકારી આપી. પ્રચાર દરમિયાન ઉમેદવારોએ ગોવિંદપુરાના વાસીઓને સંબોધતા કહ્યું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સાચા અર્થમાં આમ આદમીનું શાસન સ્થાપવાનો પ્રયાસ છે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની વાત કરવામાં આવી. સ્થાનિક ખેડૂતો અને યુવાનોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચનો પણ આપવામાં આવ્યા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઘર-ઘર જઈને પ્રચાર કર્યો અને લોકોને પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરી. લોકો તરફથી પ્રચાર અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેઓએ પોતાની માંગણીઓ તથા અપેક્ષાઓ વ્યક્ત કરી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચી રહી છે અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિજાપુર તાલુકા પ્રમુખ શ્રી તરુણપટેલ, પ્રદેશ સહમન્ત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ,યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટ ના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી 2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી પારુલ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. આ ચૂંટણી પ્રચારમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને ઉમેદવારોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. પાર્ટી વધુ વિસ્તારોમાં પ્રચારને વેગ આપવા માટે આયોજન કરી રહી છે.જનતા ને અપીલ કરી છે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર સાથીઓ ને જંગી બહુમતી તી જીતાડશો એક મોકો જરૂર આપજો1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- 🚩 જય શ્રી પરશુરામ 🚩 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!1
- Post by Ramesh thakor Halvad Morbi1