Shuru
Apke Nagar Ki App…
દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદરના લુન્દ્રા,નવા, રૈયા, કોટડા સહિતના ગામોમાં વરસાદ.. દિયોદર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત.. દિયોદર પંથકમાં વરસી રહ્યા છે વરસાદી ઝાપટા..
Gangaram thakor
દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદરના લુન્દ્રા,નવા, રૈયા, કોટડા સહિતના ગામોમાં વરસાદ.. દિયોદર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત.. દિયોદર પંથકમાં વરસી રહ્યા છે વરસાદી ઝાપટા..
More news from ગુજરાત and nearby areas
- દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદરના લુન્દ્રા,નવા, રૈયા, કોટડા સહિતના ગામોમાં વરસાદ.. દિયોદર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત.. દિયોદર પંથકમાં વરસી રહ્યા છે વરસાદી ઝાપટા..4
- દિયોદર પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના 8 થી 9 વાગ્યા દરમિયાન 2.73 ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટરના આદેશ મુજબ દિયોદર પંથકની શાળા-કોલેજો આજે બંધ રાખવામાં આવી હતી. જોકે, બપોર સુધી આકાશ ખુલ્લું હતું અને તડકો પણ હતો. બપોર બાદ શરૂ થયેલો વરસાદ સાંજે વધુ જોરદાર બન્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણ ભયાવહ બન્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વર્તમાનમાં વીજળી પડવાના બનાવો વધી રહ્યા હોવાથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.1
- અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ હવામાન વિભાગની આગાહી મુજબ વાવ-થરાદ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. આ સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા ભાભર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ભાભર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એલ. જોષી સહિત પોલીસ સ્ટાફે રાત્રીના સમયે નીચાણવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વિડીયોમાં જોવા મળ્યા મુજબ ભાભરના મુખ્ય માર્ગ પર પોલીસની ટીમ રિફ્લેક્ટિવ જેકેટ અને ટ્રાફિક બેટન સાથે તૈનાત જોવા મળી. પોલીસ વાહનની બ્લુ-રેડ બીકન લાઈટ ચાલુ રાખીને પોલીસકર્મીઓ રસ્તા પર ઉભા રહી વાહનચાલકોને સાવધાની રાખવા સૂચના આપી રહ્યા હતા. વરસાદી પાણીના કારણે લપસણા રસ્તા અને ઓછી દૃશ્યતાને કારણે અકસ્માત ન થાય તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ કરવામાં આવ્યું. સાથે જ સ્થાનિક લોકોને જરૂર પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણકારી આપવામાં આવી. પોલીસની આ સક્રિયતા અને લોકોની મદદ માટેની તત્પરતાને સ્થાનિક નાગરિકોએ પણ બિરદાવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નીકળે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે.3
- રાહ તાલુકાના કળશ લવાણા ગામે પગ યાત્રા નિમિત્તે માગીલાલ પટેલ નું ભવ્ય સ્વાગત . અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- સાંતલપુરના ઉનરોટ ગામે CID ક્રાઇમનો દરોડો: 865 ગ્રામ અફીણ સાથે એક શખ્સ ઝડપાયો સાંતલપુરના ઉનરોટ ગામે CID ક્રાઇમનો દરોડો: 865 ગ્રામ અફીણ સાથે એક શખ્સ ઝડપાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મોટી કાર્યવાહી; 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો સાંતલપુર : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉનરોટ (ડાભી) ગામમાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF), બોર્ડર ઝોન ભુજની ટીમે ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં પોલીસે એક મકાનમાંથી 865 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે અફીણ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ ₹4,35,500નો મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની ટીમ રાધનપુર અને આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ઉનરોટ ગામનો રહેવાસી રામા ભાણજી જોષી પોતાના મકાનમાં ગેરકાયદેસર અફીણનો જથ્થો સંતાડી રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સરકારી પંચોની હાજરીમાં મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનના રસોડામાં આવેલા કબાટની બાજુમાં રાખેલા એક ડબ્બામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. સ્થળ પર જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મળેલો પદાર્થ ઓપીયમ આલ્કલોઈડ (અફીણ) હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ તોલમાપના અધિકૃત વેપારી દ્વારા જથ્થાનું વજન કરવામાં આવ્યું, જેમાં કુલ 865 ગ્રામ અફીણ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જપ્ત કરેલા અફીણની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹4,32,500 હોવાનું નોંધાયું છે. ઉપરાંત ₹3,000ની કિંમતનો મોબાઈલ ફોન, આધારકાર્ડની ઝેરોક્ષ, લાઈટ બિલ સહિતના દસ્તાવેજો પણ કબજે લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી બાદ પોલીસે આરોપી સામે નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની સંબંધિત કલમો હેઠળ વારાહી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી આ અફીણ ક્યાંથી લાવ્યો હતો, કોને વેચાણ કરતો હતો અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ અને એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉનરોટ ગામમાં થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર નશીલા પદાર્થોના ધંધામાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4