સાંતલપુરના ઉનરોટ ગામે CID ક્રાઇમનો દરોડો: 865 ગ્રામ અફીણ સાથે એક શખ્સ ઝડપાયો સાંતલપુરના ઉનરોટ ગામે CID ક્રાઇમનો દરોડો: 865 ગ્રામ અફીણ સાથે એક શખ્સ ઝડપાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મોટી કાર્યવાહી; 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો સાંતલપુર : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉનરોટ (ડાભી) ગામમાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF), બોર્ડર ઝોન ભુજની ટીમે ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં પોલીસે એક મકાનમાંથી 865 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે અફીણ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ ₹4,35,500નો મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની ટીમ રાધનપુર અને આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ઉનરોટ ગામનો રહેવાસી રામા ભાણજી જોષી પોતાના મકાનમાં ગેરકાયદેસર અફીણનો જથ્થો સંતાડી રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સરકારી પંચોની હાજરીમાં મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનના રસોડામાં આવેલા કબાટની બાજુમાં રાખેલા એક ડબ્બામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. સ્થળ પર જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મળેલો પદાર્થ ઓપીયમ આલ્કલોઈડ (અફીણ) હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ તોલમાપના અધિકૃત વેપારી દ્વારા જથ્થાનું વજન કરવામાં આવ્યું, જેમાં કુલ 865 ગ્રામ અફીણ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જપ્ત કરેલા અફીણની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹4,32,500 હોવાનું નોંધાયું છે. ઉપરાંત ₹3,000ની કિંમતનો મોબાઈલ ફોન, આધારકાર્ડની ઝેરોક્ષ, લાઈટ બિલ સહિતના દસ્તાવેજો પણ કબજે લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી બાદ પોલીસે આરોપી સામે નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની સંબંધિત કલમો હેઠળ વારાહી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી આ અફીણ ક્યાંથી લાવ્યો હતો, કોને વેચાણ કરતો હતો અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ અને એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉનરોટ ગામમાં થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર નશીલા પદાર્થોના ધંધામાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
સાંતલપુરના ઉનરોટ ગામે CID ક્રાઇમનો દરોડો: 865 ગ્રામ અફીણ સાથે એક શખ્સ ઝડપાયો સાંતલપુરના ઉનરોટ ગામે CID ક્રાઇમનો દરોડો: 865 ગ્રામ અફીણ સાથે એક શખ્સ ઝડપાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મોટી કાર્યવાહી; 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો સાંતલપુર : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉનરોટ (ડાભી) ગામમાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF), બોર્ડર ઝોન ભુજની ટીમે ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં પોલીસે એક મકાનમાંથી 865 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે
અફીણ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ ₹4,35,500નો મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની ટીમ રાધનપુર અને આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ઉનરોટ ગામનો રહેવાસી રામા ભાણજી જોષી પોતાના મકાનમાં ગેરકાયદેસર અફીણનો જથ્થો સંતાડી રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સરકારી પંચોની હાજરીમાં મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનના રસોડામાં આવેલા કબાટની બાજુમાં રાખેલા એક ડબ્બામાંથી
શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. સ્થળ પર જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મળેલો પદાર્થ ઓપીયમ આલ્કલોઈડ (અફીણ) હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ તોલમાપના અધિકૃત વેપારી દ્વારા જથ્થાનું વજન કરવામાં આવ્યું, જેમાં કુલ 865 ગ્રામ અફીણ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જપ્ત કરેલા અફીણની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹4,32,500 હોવાનું નોંધાયું છે. ઉપરાંત ₹3,000ની કિંમતનો મોબાઈલ ફોન, આધારકાર્ડની ઝેરોક્ષ, લાઈટ બિલ સહિતના દસ્તાવેજો પણ કબજે લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી બાદ પોલીસે આરોપી સામે નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ
(NDPS) એક્ટની સંબંધિત કલમો હેઠળ વારાહી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી આ અફીણ ક્યાંથી લાવ્યો હતો, કોને વેચાણ કરતો હતો અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ અને એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉનરોટ ગામમાં થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર નશીલા પદાર્થોના ધંધામાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
- સિદ્ધપુરના કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, ગટરનું પાણી ઉભરાતા રહીશોમાં રોષ સિદ્ધપુરના કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, ગટરનું પાણી ઉભરાતા રહીશોમાં રોષ સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર-7માં આવેલી કૃષ્ણનગર સોસાયટી આગળ ગંદકી અને ગટરનું પાણી ઉભરાતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના ભરાવા સાથે મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ ઉભો થયો છે. સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર-7માં આવેલી શ્રીકૃષ્ણનગર સોસાયટી, જે વિસ્તાર નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલના વોર્ડમાં આવે છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી ગંદકી અને ગટરનું પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે. ચોમાસાના વરસાદ દરમિયાન વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકી અને પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે.1
- દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ.. ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત.. દિયોદરના લુન્દ્રા,નવા, રૈયા, કોટડા સહિતના ગામોમાં વરસાદ.. દિયોદર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત.. દિયોદર પંથકમાં વરસી રહ્યા છે વરસાદી ઝાપટા..4
- દિયોદર પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના 8 થી 9 વાગ્યા દરમિયાન 2.73 ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટરના આદેશ મુજબ દિયોદર પંથકની શાળા-કોલેજો આજે બંધ રાખવામાં આવી હતી. જોકે, બપોર સુધી આકાશ ખુલ્લું હતું અને તડકો પણ હતો. બપોર બાદ શરૂ થયેલો વરસાદ સાંજે વધુ જોરદાર બન્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણ ભયાવહ બન્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વર્તમાનમાં વીજળી પડવાના બનાવો વધી રહ્યા હોવાથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.1
- પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી! પ્રથમ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની પોલ ખુલી! પ્રથમ જ વરસાદમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કેનાલનું ફાંટિયું તૂટી જતાં મોટી માત્રામાં પાણી ખેડૂતના ખેતરોમાં ફરી વળ્યું, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ ઘટના કસ્ટમ રોડની બાજુમાં, દક્ષિણ દિશા તરફ નેસડા (ગોલપ) ગામ તરફ જતી નર્મદા કેનાલના ફાંટિયા પાસે બની હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે રિપેરિંગ કામગીરીમાં ગુણવત્તાનો અભાવ અને ભ્રષ્ટાચારના કારણે પ્રથમ વરસાદમાં જ કેનાલ તૂટી ગઈ. તેઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.1
- नदी में डूबने से तीन मासूम बच्चों की मौत,,,, गांव में छाया मातम,, गडचिरोली( महाराष्ट्र ) से ब्यूरो चीफ महिमा कटकवार कि रिपोर्ट,,, एंकर : शनिवार दोपहर गढ़चिरोली जिले के कुरखेड़ा तालुका के रानी खेडेगांव में घटी एक दिल दहला देने वाली घटना ने पूरे जिले को झकझोर दिया है। खेडेगांव स्थित जिला परिषद प्राथमिक विद्यालय के चार विद्यार्थियों में से तीन, जो सती नदी में स्नान करने गए थे, पानी में डूब गए, जबकि एक विद्यार्थी सौभाग्य से बच गया। इस घटना के बाद पूरा गांव शोक में डूबा हुआ है और मृतकों के परिजनों का रोना देखकर वहां मौजूद लोगों की आंखें नम हो गईं। मिली जानकारी के अनुसार, शनिवार दोपहर करीब 12:30 से 1:00 बजे के बीच बच्चों के माता-पिता धान की बुवाई के काम से खेतों में गए हुए थे। उसी समय जिला परिषद प्राथमिक विद्यालय के चार छात्र खेलते-खेलते पास की सती नदी में नहाने गए। नदी में उतरने के बाद, पानी की गहराई और धारा का सही अंदाजा न लगा पाने के कारण तीन छात्र गहरे पानी में बह गए। छात्रों की तलाश शुरू की गई। कुछ समय बाद तीनों छात्रों को पानी से बाहर निकाला गया। हालांकि, यह स्पष्ट था कि उनकी मृत्यु हो चुकी थी। दुर्घटना की सूचना मिलते ही पुराड़ा पुलिस स्टेशन के अधिकारी और कर्मचारी तथा स्थानीय प्रशासन मौके पर पहुंचे। शव को पोस्टमार्टम के लिए भेजने और अन्य कानूनी कार्यवाही शुरू करने के लिए पंचनामा प्रक्रिया शुरू की गई। इस भयावह दुर्घटना में जान गंवाने वाले छात्रों के नाम निम्नलिखित हैं: *लक्ष्मण सुन्हेर दूधकावर* (उम्र 6 वर्ष) * कुणाल रमेश दूधकावर* (उम्र 5 वर्ष) * मोहित हिवराज सराटे (उम्र 11 वर्ष) इस घटना के बाद रानी गांव में मातम छा गया है और हर घर शोक मना रहा है। एक ही समय में तीन निर्दोष विद्यार्थियों की मृत्यु से गांव का वातावरण बेहद गमगीन हो गया है। नदी किनारे परिजनों का विलाप हृदयविदारक था। स्थानीय निवासियों का कहना है कि मानसून के मौसम में नदियों और नालों में जलस्तर बढ़ने के कारण बच्चों के लिए स्नान करना या तैरना बेहद खतरनाक है। उन्होंने मांग की है कि माता-पिता अपने बच्चों पर कड़ी नज़र रखें ताकि ऐसी घटनाएं दोबारा न हों और प्रशासन खतरनाक नदी किनारों पर चेतावनी के चिन्ह और सुरक्षा उपाय करे ऐसी मांग की है।2