logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાંકાનેરમાં ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ, રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત મોરબી જિલ્લા પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન JCB મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સહિત કુલ રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી એલસીબી-એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે વિનયગઢ ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. કારરવાહી દરમિયાન પોલીસે ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર તા. થાનગઢ અને વાલાભાઈ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી તા. થાનગઢ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

1 hr ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
1 hr ago

વાંકાનેરમાં ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ, રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત મોરબી જિલ્લા પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન JCB મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સહિત કુલ રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી એલસીબી-એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે વિનયગઢ ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. કારરવાહી દરમિયાન પોલીસે ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર તા. થાનગઢ અને વાલાભાઈ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી તા. થાનગઢ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

More news from ગુજરાત and nearby areas
  • વાંકાનેરમાં ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ, રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત મોરબી જિલ્લા પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન JCB મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સહિત કુલ રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી એલસીબી-એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે વિનયગઢ ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. કારરવાહી દરમિયાન પોલીસે ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર તા. થાનગઢ અને વાલાભાઈ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી તા. થાનગઢ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    વાંકાનેરમાં ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ, રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લા પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન JCB મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સહિત કુલ રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી-એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે વિનયગઢ ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો.
કારરવાહી દરમિયાન પોલીસે ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર તા. થાનગઢ અને વાલાભાઈ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી તા. થાનગઢ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • ધ્રાંગધ્રા પંથકમાં કેબલ ચોરીના બનાવોને લઈને ખેડૂતોમાં રોષ • કેબલ ચોરીથી સિંચાઇના પાણીમાં મુશ્કેલી પડતા વાવેતર નિષ્ફળ થવાની ભીતિ ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખેતીલાયક જમીનોમાંથી વીજ કેબલ ચોરીના બનાવોમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતી માટે ઉપયોગમાં લેવાતી વીજ મોટરોના કેબલ તસ્કરો દ્વારા ચોરી કરી જવાના બનાવો વારંવાર સામે આવતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ઉનાળાની સિઝનમાં તેમજ વાવેતરની તૈયારીઓ વચ્ચે સિંચાઇ માટે વીજ મોટરો અત્યંત જરૂરી બની છે. પરંતુ કેબલ ચોરી થતાં મોટરો બંધ પડી જાય છે અને સમયસર પાકને પાણી ન મળતાં વાવેતર તેમજ ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. કેબલ ફરીથી નાખવા માટે ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, જેના કારણે આર્થિક ભારણ પણ વધી રહ્યું છે.સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસ તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કેબલ ચોરીના બનાવોમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તસ્કરોને જાણે ખુલ્લેઆમ ચોરી કરવાની છૂટ મળી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે ખેડૂતો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે સઘન પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા, શંકાસ્પદ તત્વો પર નજર રાખવા તથા કેબલ ચોરીના બનાવોમાં સંડોવાયેલા તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
    1
    ધ્રાંગધ્રા પંથકમાં કેબલ ચોરીના બનાવોને લઈને ખેડૂતોમાં રોષ

• કેબલ ચોરીથી સિંચાઇના પાણીમાં મુશ્કેલી પડતા વાવેતર નિષ્ફળ થવાની ભીતિ
ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખેતીલાયક જમીનોમાંથી વીજ કેબલ ચોરીના બનાવોમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતી માટે ઉપયોગમાં લેવાતી વીજ મોટરોના કેબલ તસ્કરો દ્વારા ચોરી કરી જવાના બનાવો વારંવાર સામે આવતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ઉનાળાની સિઝનમાં તેમજ વાવેતરની તૈયારીઓ વચ્ચે સિંચાઇ માટે વીજ મોટરો અત્યંત જરૂરી બની છે. પરંતુ કેબલ ચોરી થતાં મોટરો બંધ પડી જાય છે અને સમયસર પાકને પાણી ન મળતાં વાવેતર તેમજ ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. કેબલ ફરીથી નાખવા માટે ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, જેના કારણે આર્થિક ભારણ પણ વધી રહ્યું છે.સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસ તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કેબલ ચોરીના બનાવોમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તસ્કરોને જાણે ખુલ્લેઆમ ચોરી કરવાની છૂટ મળી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે ખેડૂતો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે સઘન પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા, શંકાસ્પદ તત્વો પર નજર રાખવા તથા કેબલ ચોરીના બનાવોમાં સંડોવાયેલા તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • ગુજરાતના ચોટીલા નજીક સુખભાદર નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર નાયબ કલેક્ટરે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ડમ્પર સહિત ₹71 લાખથી વધુનો મુદ્દામાલ અને 120 ટન કાળી રેતી જપ્ત કરાઈ, જેનાથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનીજ નિયમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    1
    ગુજરાતના ચોટીલા નજીક સુખભાદર નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર નાયબ કલેક્ટરે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ડમ્પર સહિત ₹71 લાખથી વધુનો મુદ્દામાલ અને 120 ટન કાળી રેતી જપ્ત કરાઈ, જેનાથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનીજ નિયમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • મોરબીની નાગનાથ શેરીમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ દાનપેટી તોડી ₹50,000 રોકડા ચોરી ફરાર થઈ ગયા.
    1
    મોરબીની નાગનાથ શેરીમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ દાનપેટી તોડી ₹50,000 રોકડા ચોરી ફરાર થઈ ગયા.
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    9 hrs ago
  • સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
    1
    સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
    user_Deepak Marathe
    Deepak Marathe
    Video Creator Gujarat•
    9 hrs ago
  • વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના યુવકની હત્યાનો બનાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના યુવકની હત્યાનો બનાવ દસલાણા ગામ નજીક યુવકની લાશ મળી વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
    1
    વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના યુવકની હત્યાનો બનાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી 
વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના યુવકની હત્યાનો બનાવ દસલાણા ગામ નજીક યુવકની લાશ મળી વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    12 min ago
  • પાટણના સાંતલપુરમાં સર્વિસ રોડ પર ગટરના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. રોજિંદા અનેક વાહનો આ અધૂરી ગટરમાં ફસાય છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તલાટી કે ઉચ્ચ અધિકારીઓની ગાડી ફસાય ત્યારે જ કામમાં સુધારો થાય છે, અન્યથા સ્થિતિ યથાવત રહે છે.
    1
    પાટણના સાંતલપુરમાં સર્વિસ રોડ પર ગટરના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. રોજિંદા અનેક વાહનો આ અધૂરી ગટરમાં ફસાય છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તલાટી કે ઉચ્ચ અધિકારીઓની ગાડી ફસાય ત્યારે જ કામમાં સુધારો થાય છે, અન્યથા સ્થિતિ યથાવત રહે છે.
    user_Makvana Baldev
    Makvana Baldev
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    8 hrs ago
  • મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે મારામારીની ઘટનામાં એક યુવકનું મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ નવી નવલખી વિસ્તારમાં રહેતા હસન અબ્દુલ સોતા (ઉ.વ.30), અબ્બાસ અબ્દુલભાઈ સોતા (ઉ.વ.29), સુલતાન અબ્દુલ સોતા (ઉ.વ.26) તેમજ ઈલિયાસભાઈ આમદભાઈ દાત (ઉ.વ.42) ઇજાગ્રસ્ત બન્યા હતા. ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અબ્બાસ અબ્દુલભાઈ સોતાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બનાવને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે મારામારીની ઘટનામાં એક યુવકનું મોત નીપજતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ નવી નવલખી વિસ્તારમાં રહેતા હસન અબ્દુલ સોતા (ઉ.વ.30), અબ્બાસ અબ્દુલભાઈ સોતા (ઉ.વ.29), સુલતાન અબ્દુલ સોતા (ઉ.વ.26) તેમજ ઈલિયાસભાઈ આમદભાઈ દાત (ઉ.વ.42) ઇજાગ્રસ્ત બન્યા હતા.
ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અબ્બાસ અબ્દુલભાઈ સોતાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
બનાવને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.