Shuru
Apke Nagar Ki App…
માળીયા(મી) તાલુકાના છેવાડાના ગામોમાં પાણી મુદ્દે આક્રોશ, નવલખી હાઈવે પર ચક્કાજામ માળીયા(મી) તાલુકાના વર્ષામેડી અને નવી નવલખી ગામોમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ નહીં હોવાથી ગ્રામજનોએ વર્ષામેડી ફાટક પાસે નવલખી હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. પાણીની અછતને કારણે મહિલાઓને આશરે પાંચ કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે, જ્યારે ટેન્કર મંગાવવું ગરીબ પરિવારો માટે મુશ્કેલ બની રહ્યું છે. આ દરમિયાન હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. બાદમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા પ્રશ્ન ઉકેલવાની બાંહેધરી આપવામાં આવતા ગ્રામજનોએ ચક્કાજામ દૂર કરી વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad
માળીયા(મી) તાલુકાના છેવાડાના ગામોમાં પાણી મુદ્દે આક્રોશ, નવલખી હાઈવે પર ચક્કાજામ માળીયા(મી) તાલુકાના વર્ષામેડી અને નવી નવલખી ગામોમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ નહીં હોવાથી ગ્રામજનોએ વર્ષામેડી ફાટક પાસે નવલખી હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. પાણીની અછતને કારણે મહિલાઓને આશરે પાંચ કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે, જ્યારે ટેન્કર મંગાવવું ગરીબ પરિવારો માટે મુશ્કેલ બની રહ્યું છે. આ દરમિયાન હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. બાદમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા પ્રશ્ન ઉકેલવાની બાંહેધરી આપવામાં આવતા ગ્રામજનોએ ચક્કાજામ દૂર કરી વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad1
- Post by Dinesh Kalu bhai4
- Post by Vopul luhar1
- PI ने बेटी के फ्यूचर को ध्यान में रखते हुए तुरंत गाड़ी भेजी और MP स्कूल के आचार्य जतिन भाई पटेल ने भी टाइम शेड्यूल रखा ताकि स्टूडेंट एग्जाम के लिए टाइम पर स्कूल पहुंच सके1
- ગાંધીધામમાં 'જનતા રેડ' મામલે ચાલી રહેલા ભારે વિવાદ અને પક્ષના નેતાઓની ધરપકડ વચ્ચે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ભંગાણ સર્જાયું છે ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લાખાણીએ પૂર્વ કચ્છ પ્રમુખ ડૉ. કાયનાત અંસારી અને મહામંત્રી નિલેશ મહેતાને પત્ર લખીને પોતાના પદ અને પક્ષના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. લાખાણીએ રાજીનામા પાછળ નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવ્યું છે અને જણાવ્યું છે કે સ્વાસ્થ્યને કારણે તેઓ પક્ષને પૂરતો સમય આપી શકતા નથી. જોકે, રાજકીય આલમમાં એવી ચર્ચા છે કે 'જનતા રેડ' બાદ સર્જાયેલી પોલીસ કાર્યવાહી અને વિવાદોના વંટોળ વચ્ચે આ રાજીનામું પડતા 'આપ'ના સ્થાનિક સંગઠનમાં સોપો પડી ગયો છે.1
- *આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય. ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી. જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં. સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2026ના રોજ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને શિક્ષકોએ મેઘાણીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મેઘાણીજીના પ્રખ્યાત ગીતો અને કાવ્યો રજૂ કરી સાહિત્યરસિક વાતાવરણ સર્જ્યું હતું. “અષાઢી સાંજનાં અંબર ગાજે”, “ખમ્મા વિરાને જાવું”, “મારે ઘેર આવજે બેની”, “ભેટે ઝુલે છે તલવાર”, “ચારણકન્યા”, “છેલ્લો કટોરો ઝેરનો”, “આભમાં ઉગેલ ચાંદલો”, “આભમાં જીણી ઝબુકે વિજળી”, “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”, “સુના સમંદરની પાળે”, “રક્ત ટપકતી સો સો ઝોળી” અને “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” જેવા જાજરમાન ગીતોથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાની દીકરીઓ દ્વારા “ઝાડ માથે જુમકડું” ગીત પર અભિનય પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો. આ પ્રસંગે શાળાના ઉત્સાહી સારસ્વત પ્રવીણભાઈ ખાચરે મેઘાણીજીના જીવન, સાહિત્ય અને તેમની રચનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સાથે જ મેઘાણીજીના જીવનના પ્રેરક પ્રસંગો તથા સૌરાષ્ટ્રની રસધાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી સાહિત્યની દુનિયાના કોહિનૂર સમાન ઝવેરચંદ મેઘાણીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકસાહિત્યના મહાન સર્જકને સાચા અર્થમાં વંદના કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Dinesh Kalu bhai1