Shuru
Apke Nagar Ki App…
દાહોદ જિલ્લાના લીમખેડા ના જેતપુર ખાતે પશુઓ ના શંકાસ્પદ મોત. દાહોદ જિલ્લાના લીમખેડા ના જેતપુર ખાતે પશુઓ ના શંકાસ્પદ મોત. . . .
DAHOD TODAY
દાહોદ જિલ્લાના લીમખેડા ના જેતપુર ખાતે પશુઓ ના શંકાસ્પદ મોત. દાહોદ જિલ્લાના લીમખેડા ના જેતપુર ખાતે પશુઓ ના શંકાસ્પદ મોત. . . .
More news from ગુજરાત and nearby areas
- પુ મોરારી બાપુ અમારે ઝૂંપડે બગદાણા1
- દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામમાં રહસ્યમય રીતે પશુઓના મોત મામલે પશુપાલન વિભાગના અધિકારીઓએ ગામના ફળીયાની મુલાકાત લીધી મૃત ગાયનું પોસ્ટ મોર્ટમ કરીને લેબમાં મોકલવામાં આવ્યા હતા રીપોર્ટ બાદ પશુઓના મોત મામલે જાણકારી મળશે1
- છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. YouTube Link in Comment box1
- છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે છોટાઉદેપુર રોડ પર બેદરકાર કાર ચાલકે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. વોક માટે નીકળેલા દંપતિને કારે અડફેટે લેતા એક મહિલા સહિત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત સર્જી ફરાર થનાર કાર ચાલકને સ્થાનિક લોકોની મદદથી ST ડેપો નજીકથી ઝડપી લઈ બોડેલી પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના છોટાઉદેપુર રોડ પર રાત્રિના સમયે અકસ્માતની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક હ્યુન્ડાઈ ક્રેટા કાર અચાનક બેકાબૂ બનતા આમલેટની લારી પાસે ઘૂસી ગઈ હતી. કારના જોરદાર ધક્કાથી ત્યાં ઉભેલા લોકો અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં જનકલ્યાણ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ પરમાર અને તેમની પત્ની કરિશ્માબેન પરમાર ઇજાગ્રસ્ત બન્યા હતા. બંને પતિ-પત્ની રોજની જેમ વોક કરવા નીકળ્યા હતા અને લારી પાસે ઉભા હતા ત્યારે રાત્રે લગભગ 9-45 અરસામાં છોટાઉદેપુર તરફથી આવતી હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કમલેશભાઈ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમની પત્નીને ઓછી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં રોડની બાજુમાં ઉભેલી લારીને પણ નુકસાન થવા પામ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરી ST ડેપો નજીકથી તેને ઝડપી લીધો હતો અને બોડેલી પોલીસને સોપી દીધો હતો. પોલીસે કાર કબ્જે લઈ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ કાર ચલાવનાર યુવાન દુબઈથી પોતાના વતન સીમલિયા આવ્યો હતો અને કારમા બોડેલી તરફ નીકળ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. હાલ બોડેલી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર1
- છોટાઉદેપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન1
- બોડેલી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના બોટલને લઈને ગંભીર સમસ્યા ઊભી થઈ હોવાનું સ્થાનિક નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઈરાન–ઈરાક વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પ્રભાવને કારણે ગેસ સપ્લાયમાં અછત સર્જાઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે બોડેલી વિસ્તારમાં ગેસ બોટલ મેળવવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાંક દિવસોથી ગેસ બોટલ માટે ઓનલાઇન નોંધણી પણ થઈ રહી નથી. ઘણી વખત નોંધણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે છતાં ઓટીપી આવતું નથી, જેના કારણે લોકો ગેસ બુકિંગ કરી શકતા નથી. બીજી તરફ કેટલાક લોકો સીધા ગેસ એજન્સીના ઓફિસ સુધી પહોંચ્યા છતાં ત્યાં પણ બોટલની નોંધણી કરવામાં આવી નથી અથવા યોગ્ય જવાબ મળતો નથી. નાગરિકો કહે છે કે રાંધણ ગેસ વગર ઘરનું રસોડું ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દૈનિક જમવાનું બનાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. લોકોનો સવાલ છે કે જો ઓનલાઇન બુકિંગ બંધ છે અને ઓફિસમાં પણ નોંધણી થતી નથી તો હવે ગેસ બોટલ લેવા માટે તેઓ ક્યાં જવું? સ્થાનિક લોકોએ એવા પણ આક્ષેપ કર્યા કે ઘરેલુ રાંધણ ગેસ નો ઉપયોગ બોડેલી ની તમામ મોટી હોટલ અને ચા nasta ની હોટલ ઉપર પણ વધારે પ્રમાણ માં વપરાય છે એ વિશે પણ લાગતા વળગતા સંબંધિત વિભાગ અને ગેસ એજન્સીને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે, જેથી લોકોને નિયમિત રીતે ગેસ બોટલ મળી રહે અને ઘરગથ્થુ જીવનમાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.1
- લીમડી પોલીસે ડુંગરી ખાતેથી વિદેશી દારૂ ઝડપાયો આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૃ જપ્ત કર્યો. લીમડી પોલીસ દ્વારા મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. જેમાં પોલીસે કુલ 4,464 રૂપિયાનો દારૂ અને કુલ 14,464 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 2 આરોપીઓ વિરુદ્ધ સવારે 4.00 કલાકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.1
- દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે જ્યાં છેલ્લા ત્રણ મહિનાની અંદર 75 જેટલા પશુઓનું રહસ્યમય રીતે મોત નીપજવા પામ્યું છે વેક્સિનેશન કરવા છતાં તેમના પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે તેને લઈને પશુ માલિકે પોતાની વેદનાઓ રજૂ કરી હતી અને સરકાર પાસે વળતરની માંગ પણ કરવામાં આવી હતી1
- Post by Jasmin B Shah1