Shuru
Apke Nagar Ki App…
દાહોદ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનો અકસ્માત, ટાયર ફાટતા 29 લોકો ઘાયલ દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.
DAHOD TODAY
દાહોદ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનો અકસ્માત, ટાયર ફાટતા 29 લોકો ઘાયલ દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.
More news from ગુજરાત and nearby areas
- દાહોદમાં રખડતા ગધેડાના કારણે કોંગ્રેસના પુર્વ પાલિકાના કાઉન્સિલરનું મોત નીપજવા પામતા તેમને ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા છે1
- પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો. @spmahisagar1
- Post by Salman moravala1
- બાલાસિનોર ટાઉન પો.સ્ટે પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ ૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી.સફીન હસન મહીસાગર જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ સને ૨૦૨૬ ના વર્ષ દરમ્યાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્રારા પકડેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સુચના કરેલ જે અનુસંઘાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ….લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની દેખરેખ હેઠળ તથા મિતેશ વસાવા સાહેબ, પ્રાંત અધિકારી બાલાસિનોર તથા નશાબંધી અધિકારી સાહેબ નાઓનો હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં મુલ્તાનપુરા વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇડ ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલો નંગ - ૩૫,૫૫૬/- જેની કુલ કિંમત રૂપિયા ૧,૧૪૩,૨૮,૯૭૧/- નો વિદેશીદારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો.1
- નસવાડીના બોરવાણીમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત: શિક્ષક વગર ચાલે છે પ્રાથમિક શાળા, આદિવાસી બાળકો ભણે છે ‘રામ ભરોસે’ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગને શરમાવે તેવી હકીકત સામે આવી છે. સરકાર શિક્ષણના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળાની જમીની હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે. શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણે છે, પરંતુ અહીં એકપણ શિક્ષક હાજર ન હોવાના કારણે બાળકો ‘રામ ભરોસે’ ભણતા જોવા મળી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી આ બાજુ ફરતો જોવા મળે છે તો કોઈ પેલી બાજુ રમતો જોવા મળે છે. શાળામાં માત્ર એક સંચાલક હાજર હતો, જ્યારે શિક્ષકો ગેરહાજર હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સરકાર વાત કરે છે, પરંતુ નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એડવોકેટ નૌફિલ મેમણે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો જવાબદાર મંત્રીઓએ નસવાડી તાલુકાની શાળાઓની મુલાકાત લઈને અહીંની સ્થિતિ જોવી જોઈએ. બાળકોને શિક્ષકો વગર આમ ‘રામ ભરોસે’ છોડી દેવું ખૂબ જ શરમજનક બાબત છે. હવે પ્રશ્ન એ છે કે બોરવાણી ગામના આ માસૂમ બાળકો કેટલા સમય સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી સ્થિતિ યથાવત રહેશે?1
- ભાડા ઉપર કાર લઇ બારોબાર અન્ય સ્થળોએ વેચી નાખી છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર આરોપીને હાલોલ ટાઉન પોલીસે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડ્યો.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં પંચમહાલ અપડેટના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ધાનપુર તાલુકામાં ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ અંતર્ગત અગાસવાણી અને ઘોડાઝર ગ્રામ પંચાયત વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ અંગે સર્વે હાથ ધરાયો. સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ ધાનપુર તાલુકાના અગાસવાણી અને ઘોડાઝર ગ્રામ પંચાયતના સરપંચને ઘન કચરાના યોગ્ય સંચાલન અને નિકાલ માટે પત્ર આપવામાં આવ્યો. ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાના વૈજ્ઞાનિક નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી થાય તે હેતુથી નવી ડમ્પિંગ સાઈટ માટે સ્થળ નિર્ધારણ અંગે સ્થળ મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન તંત્ર દ્વારા ગામમાં હાલ ઉપયોગમાં લેવાતી જૂની ડમ્પિંગ સાઈટનું પણ નિરીક્ષણ કરીને તેની સ્થિતિ અંગે માહિતી મેળવી. સાથે સાથે નવી ડમ્પિંગ સાઈટ માટે યોગ્ય સ્થળ પસંદગી માટે વિસ્તૃત સર્વે હાથ ધરાયો. તંત્ર દ્વારા ગ્રામ પંચાયતને સ્વચ્છતા જાળવવા અને ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.1
- દાહોદ શહેરમાં રખડતા જાનવરોનો ત્રાસ વધતા અને નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત થતા અને મોતને ભેટતા હોવાને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અનિશ્ચિત કાળના ધરણા પર બેઠા1
- Post by Salman moravala1