Shuru
Apke Nagar Ki App…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસનો પાલનપુર પાલિકા માટે મેનિફેસ્ટો... બનાસકાંઠા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસનો પાલનપુર પાલિકા માટે મેનિફેસ્ટો... કોંગ્રેસને હવે અંતિમ તબક્કામાં મેનીફેસ્ટો જાહેર કરવાનું યાદ આવ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાલનપુર શહેર માટે મેનિફિસ્ટોમાં વચનો આપી દીધા પાણીથી વંચિત અને પાયાની સુવિધાઓ માટે કોંગ્રેસ પાર્ટી સુવિધા કરી આપશે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, મહોલ્લા ક્લિનિક,રોડ રસ્તા ની સુવિધાઓ માટે વચન આપ્યા આખા જિલ્લામાં માત્ર પાલનપુર શહેર માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો...
Vikramthakor
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસનો પાલનપુર પાલિકા માટે મેનિફેસ્ટો... બનાસકાંઠા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસનો પાલનપુર પાલિકા માટે મેનિફેસ્ટો... કોંગ્રેસને હવે અંતિમ તબક્કામાં મેનીફેસ્ટો જાહેર કરવાનું યાદ આવ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાલનપુર શહેર માટે મેનિફિસ્ટોમાં વચનો આપી દીધા પાણીથી વંચિત અને પાયાની સુવિધાઓ માટે કોંગ્રેસ પાર્ટી સુવિધા કરી આપશે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, મહોલ્લા ક્લિનિક,રોડ રસ્તા ની સુવિધાઓ માટે વચન આપ્યા આખા જિલ્લામાં માત્ર પાલનપુર શહેર માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો...
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠા ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો... અમદવાદની સોના ચાંદીની ખાનગી પેઢીના કર્મીઓની થઇ હતી લૂંટ... કારમાં 13 કિલો ચાંદી લઇ પસાર થઇ રહ્યા હતા તે સમયે થઇ હતી લૂંટ... સામેથી અજાણી કારમાં આવેલા 4 શખ્સઓ કારમાંથી 13 કિલો ચાંદીની લૂંટ કરી થયા હતા ફરાર... ઘટનાની જાણ પોલીસને થતા પોલીસએ ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર શખ્સઓને દબોચ્યા.. લૂંટારાઓએ પોલીસની પ્રાઇવેટ કારને પણ ટક્કર મારી ફરાર થવાનો કર્યો હતો પ્રયાસ... પેઢીમાંથી 15 દિવસ પહેલા છુટા થયેલા કર્મીએ જ આખી લૂંટનું કાવતરું ગોઠવ્યું હોવાનું આવ્યું સામે... પોલીસએ 5 આરોપીઓની અટકાયત કરી તો આખી લૂંટનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર... સમગ્ર મામલે પોલીસએ ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ...1
- Post by Swatantra media1
- Post by AZAJDHUKKA1
- હાલોલ તાલુકાના ગરીયાલ ગામે આવેલી ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધતા આશરે ૨૨ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શાળાના પરિવાર તરફથી હાર્દિક વિદાય અપાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો સર્વશ્રી મહેશભાઈ, અરવિંદભાઈ, લાલેશભાઈ અને આશિષભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. વિદાય પ્રસંગે શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને વિદાય પત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પોતાની યાદગાર રૂપે શાળાને “શિક્ષાનો દીવો” ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો, જે તેમની લાગણીઓ અને શાળા પ્રત્યેના લાગણીસભર જોડાણનું પ્રતિક બન્યો. શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર પાટીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, “તમે જીવનમાં ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચો, પરંતુ જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા વ્યક્તિત્વમાં અભિમાન ન હોય અને તમે શાળાનું નામ રોશન કરો તેવી મારી શુભેચ્છા છે.” કાર્યક્રમના અંતે તમામ માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-૭ ના વિદ્યાર્થી પરમાર કુશાલકુમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું.1
- Post by Pankaj Parmar1
- પાટણ: શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'ઉડાન વિદ્યાલય' દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મનોરંજનના હેતુથી સાત દિવસીય વિશેષ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન શાળાના પ્રાંગણમાં વિવિધ પ્રવૃત્તિઓ અને ઉત્સવોના માધ્યમથી શિક્ષણને આનંદદાયી બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે શાળાના ભૂલકાઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓ અને કલાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. બાળકોમાં કુતૂહલ અને આનંદનો સંચાર કરવા માટે શાળામાં જાદુગરના ખેલ યોજવામાં આવ્યા હતા, જેમાં અવનવા જાદુઈ કરતબો જોઈને નાના બાળકો મંત્રમુગ્ધ બન્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં, મંગળવારના રોજ નર્સરી તેમજ જુનિયર અને સિનિયર કે.જી.ના નાના બાળકો માટે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાળકોને ચાણસ્મા તાલુકાના ઐતિહાસિક રૂપપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. અહીં બાળકોએ ધાર્મિક સ્થાનના દર્શન કરવાની સાથે કુદરતી સાનિધ્યમાં આવેલા તળાવની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન શિસ્ત અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ પ્રકૃતિ તથા પર્યટનનો ભરપૂર આનંદ માણ્યો હતો. શાળા દ્વારા આયોજિત આ બહુવિધ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીયા જ્ઞાનની સાથે વ્યવહારુ અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો રહ્યો હતો. પાટણ રિપોર્ટર વિજય વડલિયા2
- મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- લોકશાહીના પર્વ નિમિત્તે વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ગ્રામીણ મતદારોને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા મતદાન કેવી રીતે કરવું તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે. કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને પ્રક્રિયાની જાણકારીના અભાવે કોઈ ભૂલ ન થાય તે માટે આ નિદર્શન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ પણ આ પહેલને આવકારી હતી અને આગામી ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક અને સો ટકા મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.1
- બનાસકાંઠા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસનો પાલનપુર પાલિકા માટે મેનિફેસ્ટો... કોંગ્રેસને હવે અંતિમ તબક્કામાં મેનીફેસ્ટો જાહેર કરવાનું યાદ આવ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાલનપુર શહેર માટે મેનિફિસ્ટોમાં વચનો આપી દીધા પાણીથી વંચિત અને પાયાની સુવિધાઓ માટે કોંગ્રેસ પાર્ટી સુવિધા કરી આપશે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, મહોલ્લા ક્લિનિક,રોડ રસ્તા ની સુવિધાઓ માટે વચન આપ્યા આખા જિલ્લામાં માત્ર પાલનપુર શહેર માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો...1