logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

10 hrs ago
user_AZAJDHUKKA
AZAJDHUKKA
વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
10 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • બનાસકાંઠા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસનો પાલનપુર પાલિકા માટે મેનિફેસ્ટો... કોંગ્રેસને હવે અંતિમ તબક્કામાં મેનીફેસ્ટો જાહેર કરવાનું યાદ આવ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાલનપુર શહેર માટે મેનિફિસ્ટોમાં વચનો આપી દીધા પાણીથી વંચિત અને પાયાની સુવિધાઓ માટે કોંગ્રેસ પાર્ટી સુવિધા કરી આપશે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, મહોલ્લા ક્લિનિક,રોડ રસ્તા ની સુવિધાઓ માટે વચન આપ્યા આખા જિલ્લામાં માત્ર પાલનપુર શહેર માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો...
    1
    બનાસકાંઠા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસનો પાલનપુર પાલિકા માટે મેનિફેસ્ટો...
કોંગ્રેસને હવે અંતિમ તબક્કામાં મેનીફેસ્ટો જાહેર કરવાનું યાદ આવ્યું 
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાલનપુર શહેર માટે મેનિફિસ્ટોમાં વચનો આપી દીધા 
પાણીથી વંચિત અને પાયાની સુવિધાઓ માટે કોંગ્રેસ પાર્ટી સુવિધા કરી આપશે 
વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, મહોલ્લા ક્લિનિક,રોડ રસ્તા ની સુવિધાઓ માટે વચન આપ્યા 
આખા જિલ્લામાં માત્ર પાલનપુર શહેર માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો...
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    3 hrs ago
  • પાટણ: આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને અનુલક્ષીને પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકશાહીના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મતદારોમાં મતદાન પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ કોઈપણ પ્રકારના ખચકાટ વિના પોતાના પવિત્ર મતાધિકારનો પ્રયોગ કરી શકે તે હેતુથી પાટણ નગરપાલિકા ખાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના જીવંત નિદર્શન અને પ્રેક્ટિસની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્રના આ ભગીરથ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાનના દિવસે મતદારોમાં જોવા મળતી મુંઝવણને દૂર કરવાનો અને પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. પાટણ નગરપાલિકા ખાતે વિશેષ કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં કુશળ કર્મચારીઓ દ્વારા નાગરિકોને ઈવીએમ મશીનની કાર્યપદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી રહી છે. મતદારો સ્વહસ્તે મશીન પર પ્રેક્ટિસ કરી રહ્યા હોવાથી તેમના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારો અને વરિષ્ઠ નાગરિકો માટે આ પ્રાયોગિક પ્રક્રિયા અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ કાર્યક્રમને જનતા તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકશાહીના આ મહાપર્વમાં પ્રત્યેક નાગરિક જવાબદારીપૂર્વક જોડાય તે અનિવાર્ય છે. 'જાગૃત મતદાર, મજબૂત લોકશાહી'ના મંત્રને સાર્થક કરવા માટે મહત્તમ મતદારો આ પ્રેક્ટિસ કેન્દ્રની મુલાકાત લે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રની આ સક્રિયતાને કારણે આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે અને પ્રક્રિયા નિર્વિઘ્ને સંપન્ન થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    4
    પાટણ:
આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને અનુલક્ષીને પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકશાહીના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મતદારોમાં મતદાન પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ કોઈપણ પ્રકારના ખચકાટ વિના પોતાના પવિત્ર મતાધિકારનો પ્રયોગ કરી શકે તે હેતુથી પાટણ નગરપાલિકા ખાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના જીવંત નિદર્શન અને પ્રેક્ટિસની વ્યવસ્થા કરવામાં આવી છે.
વહીવટીતંત્રના આ ભગીરથ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાનના દિવસે મતદારોમાં જોવા મળતી મુંઝવણને દૂર કરવાનો અને પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. પાટણ નગરપાલિકા ખાતે વિશેષ કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં કુશળ કર્મચારીઓ દ્વારા નાગરિકોને ઈવીએમ મશીનની કાર્યપદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી રહી છે. મતદારો સ્વહસ્તે મશીન પર પ્રેક્ટિસ કરી રહ્યા હોવાથી તેમના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારો અને વરિષ્ઠ નાગરિકો માટે આ પ્રાયોગિક પ્રક્રિયા અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
જિલ્લા કલેક્ટર અને ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ કાર્યક્રમને જનતા તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકશાહીના આ મહાપર્વમાં પ્રત્યેક નાગરિક જવાબદારીપૂર્વક જોડાય તે અનિવાર્ય છે. 'જાગૃત મતદાર, મજબૂત લોકશાહી'ના મંત્રને સાર્થક કરવા માટે મહત્તમ મતદારો આ પ્રેક્ટિસ કેન્દ્રની મુલાકાત લે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રની આ સક્રિયતાને કારણે આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે અને પ્રક્રિયા નિર્વિઘ્ને સંપન્ન થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    user_Vadaliya Vijaykumar Umiyashankar
    Vadaliya Vijaykumar Umiyashankar
    Local News Reporter પાટણ, પાટણ, ગુજરાત•
    23 hrs ago
  • મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના હાથરવા કંપાના કચ્છી પાટીદાર ખેડૂત સેવંતિભાઈ બાબુભાઈ પટેલ 20 એપ્રિલે બપોરે બેન્કમાં કામ હોવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ વડાલી સ્થિત બેન્કમાં ગયા હતા, પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યા નથી.આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સગા-સંબંધીઓ તેમજ ઓળખીતાઓ પાસે તપાસ કરવામાં આવી, છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી.આ ઘટનાને કારણે પરિવાર સાથે કચ્છી પાટીદાર સમાજમાં ચિંતા ફેલાઈ છે.પોલીસે ગુમ થયાની નોંધ લઈ સેવંતિભાઈના મોબાઈલ લોકેશન સહિત અન્ય સંભવિત દિશાઓમાં તપાસ શરૂ કરી છે.
    1
    મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના હાથરવા કંપાના કચ્છી પાટીદાર ખેડૂત સેવંતિભાઈ બાબુભાઈ પટેલ 20 એપ્રિલે બપોરે બેન્કમાં કામ હોવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ વડાલી સ્થિત બેન્કમાં ગયા હતા, પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યા નથી.આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સગા-સંબંધીઓ તેમજ ઓળખીતાઓ પાસે તપાસ કરવામાં આવી, છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી.આ ઘટનાને કારણે પરિવાર સાથે કચ્છી પાટીદાર સમાજમાં ચિંતા ફેલાઈ છે.પોલીસે ગુમ થયાની નોંધ લઈ સેવંતિભાઈના મોબાઈલ લોકેશન સહિત અન્ય સંભવિત દિશાઓમાં તપાસ શરૂ કરી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું. સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા. જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ. વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા. જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.” આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.
    1
    વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, 
આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ
મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી.
મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું.
સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા.
જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ.
વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા.
જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.”
આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
  • હવે ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉનાળાની કાળ જાળ ગરમી વચ્ચે રાજકીય ગરમી વધતા ગરમીનો પારો 45 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે અને ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર જનસંપર્ક કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયત દેમતી સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપાસનાબેન પ્રજાપતિ દ્વારા તેમના સમર્થકો સાથે લાંબડીયા ગામે ઢોલ નગારા સાથે જનસંક્રપ કરવામાં આવેલ
    1
    હવે ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉનાળાની કાળ જાળ ગરમી વચ્ચે રાજકીય ગરમી વધતા ગરમીનો પારો 45 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે અને ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર જનસંપર્ક કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયત દેમતી સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપાસનાબેન પ્રજાપતિ દ્વારા તેમના સમર્થકો સાથે લાંબડીયા ગામે ઢોલ નગારા સાથે જનસંક્રપ કરવામાં આવેલ
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news સાબરકાંઠા•
    23 hrs ago
  • Post by AZAJDHUKKA
    1
    Post by AZAJDHUKKA
    user_AZAJDHUKKA
    AZAJDHUKKA
    વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    4 hrs ago
  • મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2024માં જૂની અદાવતના કારણે અમરજીત ચૌહાણની ક્રૂર હત્યાના ગુનામાં સંડોવાયેલા અજય ઠાકોરને 2025માં વચગાળાની પેરોલ રજા આપવામાં આવી હતી, પરંતુ તે સમય પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફર્યો નહોતો અને ફરાર થયો હતો.LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
    1
    મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2024માં જૂની અદાવતના કારણે અમરજીત ચૌહાણની ક્રૂર હત્યાના ગુનામાં સંડોવાયેલા અજય ઠાકોરને 2025માં વચગાળાની પેરોલ રજા આપવામાં આવી હતી, પરંતુ તે સમય પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફર્યો નહોતો અને ફરાર થયો હતો.LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.