logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_Pankaj Parmar
Pankaj Parmar
પાટણ, પાટણ, ગુજરાત•
3 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    3 hrs ago
  • પાટણ: શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'ઉડાન વિદ્યાલય' દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મનોરંજનના હેતુથી સાત દિવસીય વિશેષ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન શાળાના પ્રાંગણમાં વિવિધ પ્રવૃત્તિઓ અને ઉત્સવોના માધ્યમથી શિક્ષણને આનંદદાયી બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે શાળાના ભૂલકાઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓ અને કલાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. બાળકોમાં કુતૂહલ અને આનંદનો સંચાર કરવા માટે શાળામાં જાદુગરના ખેલ યોજવામાં આવ્યા હતા, જેમાં અવનવા જાદુઈ કરતબો જોઈને નાના બાળકો મંત્રમુગ્ધ બન્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં, મંગળવારના રોજ નર્સરી તેમજ જુનિયર અને સિનિયર કે.જી.ના નાના બાળકો માટે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાળકોને ચાણસ્મા તાલુકાના ઐતિહાસિક રૂપપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. અહીં બાળકોએ ધાર્મિક સ્થાનના દર્શન કરવાની સાથે કુદરતી સાનિધ્યમાં આવેલા તળાવની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન શિસ્ત અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ પ્રકૃતિ તથા પર્યટનનો ભરપૂર આનંદ માણ્યો હતો. શાળા દ્વારા આયોજિત આ બહુવિધ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીયા જ્ઞાનની સાથે વ્યવહારુ અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો રહ્યો હતો. પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    2
    પાટણ:
શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'ઉડાન વિદ્યાલય' દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મનોરંજનના હેતુથી સાત દિવસીય વિશેષ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન શાળાના પ્રાંગણમાં વિવિધ પ્રવૃત્તિઓ અને ઉત્સવોના માધ્યમથી શિક્ષણને આનંદદાયી બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે શાળાના ભૂલકાઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓ અને કલાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. બાળકોમાં કુતૂહલ અને આનંદનો સંચાર કરવા માટે શાળામાં જાદુગરના ખેલ યોજવામાં આવ્યા હતા, જેમાં અવનવા જાદુઈ કરતબો જોઈને નાના બાળકો મંત્રમુગ્ધ બન્યા હતા.
કાર્યક્રમના અંતિમ ચરણમાં, મંગળવારના રોજ નર્સરી તેમજ જુનિયર અને સિનિયર કે.જી.ના નાના બાળકો માટે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાળકોને ચાણસ્મા તાલુકાના ઐતિહાસિક રૂપપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. અહીં બાળકોએ ધાર્મિક સ્થાનના દર્શન કરવાની સાથે કુદરતી સાનિધ્યમાં આવેલા તળાવની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન શિસ્ત અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ પ્રકૃતિ તથા પર્યટનનો ભરપૂર આનંદ માણ્યો હતો. શાળા દ્વારા આયોજિત આ બહુવિધ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીયા જ્ઞાનની સાથે વ્યવહારુ અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો રહ્યો હતો.
પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    user_Vadaliya Vijaykumar Umiyashankar
    Vadaliya Vijaykumar Umiyashankar
    Local News Reporter પાટણ, પાટણ, ગુજરાત•
    22 hrs ago
  • બનાસકાંઠા ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો... અમદવાદની સોના ચાંદીની ખાનગી પેઢીના કર્મીઓની થઇ હતી લૂંટ... કારમાં 13 કિલો ચાંદી લઇ પસાર થઇ રહ્યા હતા તે સમયે થઇ હતી લૂંટ... સામેથી અજાણી કારમાં આવેલા 4 શખ્સઓ કારમાંથી 13 કિલો ચાંદીની લૂંટ કરી થયા હતા ફરાર... ઘટનાની જાણ પોલીસને થતા પોલીસએ ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર શખ્સઓને દબોચ્યા.. લૂંટારાઓએ પોલીસની પ્રાઇવેટ કારને પણ ટક્કર મારી ફરાર થવાનો કર્યો હતો પ્રયાસ... પેઢીમાંથી 15 દિવસ પહેલા છુટા થયેલા કર્મીએ જ આખી લૂંટનું કાવતરું ગોઠવ્યું હોવાનું આવ્યું સામે... પોલીસએ 5 આરોપીઓની અટકાયત કરી તો આખી લૂંટનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર... સમગ્ર મામલે પોલીસએ ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ...
    1
    બનાસકાંઠા 
ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો...
અમદવાદની સોના ચાંદીની ખાનગી પેઢીના કર્મીઓની થઇ હતી લૂંટ...
કારમાં 13 કિલો ચાંદી લઇ પસાર થઇ રહ્યા હતા તે સમયે થઇ હતી લૂંટ...
સામેથી અજાણી કારમાં આવેલા 4 શખ્સઓ કારમાંથી 13 કિલો ચાંદીની લૂંટ કરી થયા હતા ફરાર...
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસએ ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર શખ્સઓને દબોચ્યા..
લૂંટારાઓએ પોલીસની પ્રાઇવેટ કારને પણ ટક્કર મારી ફરાર થવાનો કર્યો હતો પ્રયાસ...
પેઢીમાંથી 15 દિવસ પહેલા છુટા થયેલા કર્મીએ જ આખી લૂંટનું કાવતરું ગોઠવ્યું હોવાનું આવ્યું સામે...
પોલીસએ 5 આરોપીઓની અટકાયત કરી તો આખી લૂંટનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર...
સમગ્ર મામલે પોલીસએ ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ...
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • Post by AZAJDHUKKA
    1
    Post by AZAJDHUKKA
    user_AZAJDHUKKA
    AZAJDHUKKA
    વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • Post by Swatantra media
    1
    Post by Swatantra media
    user_Swatantra media
    Swatantra media
    Media company પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • (લક્ષ્મણ સોલંકી) બુરોચિફ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવક અને યુવતીની ડેડબોડી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આજે બપોરે લગભગ 13:43 કલાકે થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ ખાતે શણધર પુલ નજીક બે ડેડબોડી હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમ રાઠોડના જણાવ્યા અનુસાર, મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. યુવતીના ડાબા હાથમાં Payal “M.P” કોતરાવેલ તેમજ ગળામાં કાળા-સોનેરી રંગની પારા વાળી કંઠી પહેરેલી હતી. ઉપરાંત તેના પગમાં પાયલ (તોડી/ઝાંઝરી) પણ હતી. જ્યારે યુવકના જમણા હાથમાં “M.P” કોતરાવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘટનાસ્થળેથી અન્ય કોઈ ઓળખ માટેના પુરાવા મળ્યા નથી. હાલ પોલીસ દ્વારા બંને મૃતદેહોને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઓળખ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટના આત્મહત્યા છે કે કોઈ અન્ય ગુનાહિત મામલો છે તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી, જેને લઈ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
    4
    (લક્ષ્મણ સોલંકી)
બુરોચિફ વાવ થરાદ 
વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવક અને યુવતીની ડેડબોડી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ આજે બપોરે લગભગ 13:43 કલાકે થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ ખાતે શણધર પુલ નજીક બે ડેડબોડી હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ફાયર ઓફિસર વિરમ રાઠોડના જણાવ્યા અનુસાર, મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. યુવતીના ડાબા હાથમાં Payal “M.P” કોતરાવેલ  તેમજ ગળામાં કાળા-સોનેરી રંગની પારા વાળી કંઠી પહેરેલી હતી. ઉપરાંત તેના પગમાં પાયલ (તોડી/ઝાંઝરી) પણ હતી. જ્યારે યુવકના જમણા હાથમાં “M.P” કોતરાવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
ઘટનાસ્થળેથી અન્ય કોઈ ઓળખ માટેના પુરાવા મળ્યા નથી. હાલ પોલીસ દ્વારા બંને મૃતદેહોને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઓળખ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
આ ઘટના આત્મહત્યા છે કે કોઈ અન્ય ગુનાહિત મામલો છે તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી, જેને લઈ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
    user_Laxman Solanki
    Laxman Solanki
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • હાલોલ તાલુકાના ગરીયાલ ગામે આવેલી ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધતા આશરે ૨૨ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શાળાના પરિવાર તરફથી હાર્દિક વિદાય અપાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો સર્વશ્રી મહેશભાઈ, અરવિંદભાઈ, લાલેશભાઈ અને આશિષભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. વિદાય પ્રસંગે શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને વિદાય પત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પોતાની યાદગાર રૂપે શાળાને “શિક્ષાનો દીવો” ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો, જે તેમની લાગણીઓ અને શાળા પ્રત્યેના લાગણીસભર જોડાણનું પ્રતિક બન્યો. શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર પાટીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, “તમે જીવનમાં ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચો, પરંતુ જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા વ્યક્તિત્વમાં અભિમાન ન હોય અને તમે શાળાનું નામ રોશન કરો તેવી મારી શુભેચ્છા છે.” કાર્યક્રમના અંતે તમામ માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-૭ ના વિદ્યાર્થી પરમાર કુશાલકુમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું.
    1
    હાલોલ તાલુકાના ગરીયાલ ગામે આવેલી ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધતા આશરે ૨૨ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શાળાના પરિવાર તરફથી હાર્દિક વિદાય અપાઈ હતી.
કાર્યક્રમની શરૂઆત ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો સર્વશ્રી મહેશભાઈ, અરવિંદભાઈ, લાલેશભાઈ અને આશિષભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી.
વિદાય પ્રસંગે શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને વિદાય પત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પોતાની યાદગાર રૂપે શાળાને “શિક્ષાનો દીવો” ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો, જે તેમની લાગણીઓ અને શાળા પ્રત્યેના લાગણીસભર જોડાણનું પ્રતિક બન્યો.
શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર પાટીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, “તમે જીવનમાં ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચો, પરંતુ જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા વ્યક્તિત્વમાં અભિમાન ન હોય અને તમે શાળાનું નામ રોશન કરો તેવી મારી શુભેચ્છા છે.”
કાર્યક્રમના અંતે તમામ માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-૭ ના વિદ્યાર્થી પરમાર કુશાલકુમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું.
    user_Vishnu thakor
    Vishnu thakor
    Press advisory Danta, Banas Kantha•
    2 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.