Shuru
Apke Nagar Ki App…
ગાંધીધામના ભારાપરની શાલ સ્ટીલ કંપનીના દમન -અને પ્રદૂષણ વિરુદ્ધ એસપી કચેરી ખાતે રજૂઆત ગાંધીધામના ભારાપર પાસે આવેલી શાલ સ્ટીલ કંપની સામે સ્થાનિકો અને હાજલ દાદા સેવક ગણ દ્વારા ગંભીર આક્ષેપો સાથે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કંપની અત્યંત પ્રદૂષણ ફેલાવી રહી છે અને આજુબાજુના ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરોમાં પાણીની લાઈનો નાખી રહી છે. વિરોધ કરનારા ખેડૂતોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ અપાઈ રહી હોવાનો પણ આરોપ છે. સેવક ગણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે ખેડૂતો પર દમન ગુજારતી કંપનીને પોલીસ પ્રોટેક્શન કેમ અપાયું? ગ્રામજનોએ આ પ્રોટેક્શન તાત્કાલિક હટાવી લેવા અને ગેરકાયદે લાઈન નાખવાનું કામ બંધ કરાવી ન્યાય અપાવવા માંગ કરી છે.
Bharti Makhijani

More news from ગુજરાત and nearby areas
- Post by Sajad Dhadha1
- Post by Maheshbhai uteriya1
- *કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે* ------ *કેન્દ્રીય મંત્રીશ્રીનુ પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું* ----- પોરબંદર, તા.૧૫: પોરબંદરના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા પોરબંદર લોકસભા વિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા લોકસભા વિસ્તારના પ્રવાસે આવતા પોરબંદર એરપોર્ટ ખાતે તેમના આગમન સમયે વિવિધ આગેવાનો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર એરપોર્ટ ખાતે તેમના સ્વાગત માટે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડૉ ચેતનાબેન તિવારી,પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી સાગર મોદી,સુદામા ડેરીના ચેરમેન શ્રી ડૉ. આકાશ રાજશાખા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. --------1
- તા.: 11/03/2026 સ્થળ: ભુજ, કચ્છ કચ્છ જિલ્લા પંચાયત હેઠળ આવતી પાન્ધ્રો બેઠકના રોટેશન મુદ્દે ઉભા થયેલા વિવાદને લઈને પાન્ધ્રો ગામના રહેવાસીઓ દ્વારા અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે જિલ્લા પંચાયતની પાન્ધ્રો બેઠક માટે અમલમાં મુકાયેલ રોટેશન પ્રક્રિયા કાયદેસર જોગવાઈઓ અને નક્કી કરાયેલા માપદંડો મુજબ કરવામાં આવી નથી. અરજદારોના જણાવ્યા મુજબ પંચાયત બેઠકોના રોટેશન માટે નક્કી કરાયેલ કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય પાલન ન થવાને કારણે પાન્ધ્રો વિસ્તારના મતદારોના હિતોને અસર થવાની સંભાવના ઊભી થઈ છે. આ મુદ્દે ન્યાય મેળવવા માટે પાન્ધ્રો ગામના રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજીની પ્રાથમિક સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને નોટિસ જારી કરી છે. સાથે જ હાઈકોર્ટે નોંધ્યું છે કે જો આ દરમ્યાન કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે, તો તે આ અરજીના અંતિમ પરિણામને આધીન રહેશે. આ અરજી પાન્ધ્રો વિસ્તારના રહેવાસી શંકરસિંહ દેવાજી જાડેજા, મગાજી ગાજાજી સોઢા અને મહેન્દ્રસિંહ રાણાજી જાડેજા દ્વારા કરવામાં આવી છે. અરજદારો તરફથી હાઈકોર્ટમાં એડવોકેટ અવિનાશ રામજી ઠક્કર તથા એડવોકેટ શિવાંગ એ. ઠક્કર દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે ભુજના એડવોકેટ ગુણવંતસિંહ ડી. સોઢા દ્વારા અમદાવાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ મામલે આગામી સુનાવણી દરમિયાન સરકાર તથા સંબંધિત સત્તાધિકારીઓ તરફથી જવાબ રજૂ થવાની સંભાવના છે, ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે. બિડાણ: તા. 11/03/2026 નો ઓરલ ઓર્ડર. રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યુઝ તા લખપત4
- Post by Ashish vasavda1
- Gujarati1
- વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો1
- Post by Maheshbhai uteriya1
- Post by Sultan Chauhan1