logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કેન્દ્ર સરકારની અણઘડ આર્થિક નીતિઓને કારણે દેશભર આજે મોંઘવારીએ માજા મૂકી છે. બેફામ વધતી મોંઘવારીને લીધે આમ નાગરિકોને જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બની ગયો છે. જીવન જરૂરી તમામ વસ્તુઓનાં ભાવો આસમાને પહોંચી ગયા છે. મોંઘવારી ઘટાડવાનો વાયદો કરી જે સરકાર સતામા આવી એ જ સરકારની અણધડ આર્થિક નીતિઓને કારણે મોંઘવારીમા 400% નો વધારો થયો છે. ઈરાન યુદ્ધની તો હજુ શરૂઆત છે. પરંતુ અત્યારથી જ ઘરેલુ ગેસની અછત ઉભી થઇ ગઈ છે. આ તમામ મુદ્દાઓ વિરુદ્ધ આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આઝાદ ચોક ખાતે ગેસ સિલિન્ડર અને ઇંધણ છાણાં સાથે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. મનોજ જોષી પ્રમુખ - જૂનાગઢ શહેર કોંગ્રેસ. રિપોર્ટ આશિષ વસાવડા બીલખા

6 hrs ago
user_Ashish vasavda
Ashish vasavda
Salesperson Junagadh, Gujarat•
6 hrs ago

કેન્દ્ર સરકારની અણઘડ આર્થિક નીતિઓને કારણે દેશભર આજે મોંઘવારીએ માજા મૂકી છે. બેફામ વધતી મોંઘવારીને લીધે આમ નાગરિકોને જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બની ગયો છે. જીવન જરૂરી તમામ વસ્તુઓનાં ભાવો આસમાને પહોંચી ગયા છે. મોંઘવારી ઘટાડવાનો વાયદો કરી જે સરકાર સતામા આવી એ જ સરકારની અણધડ આર્થિક નીતિઓને કારણે મોંઘવારીમા 400% નો વધારો થયો છે. ઈરાન યુદ્ધની તો હજુ શરૂઆત છે. પરંતુ અત્યારથી જ ઘરેલુ ગેસની અછત ઉભી થઇ ગઈ છે. આ તમામ મુદ્દાઓ વિરુદ્ધ આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આઝાદ ચોક ખાતે ગેસ સિલિન્ડર અને ઇંધણ છાણાં સાથે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. મનોજ જોષી પ્રમુખ - જૂનાગઢ શહેર કોંગ્રેસ. રિપોર્ટ આશિષ વસાવડા બીલખા

More news from Gujarat and nearby areas
  • Post by Ashish vasavda
    1
    Post by Ashish vasavda
    user_Ashish vasavda
    Ashish vasavda
    Salesperson Junagadh, Gujarat•
    6 hrs ago
  • Post by Sultan Chauhan
    1
    Post by Sultan Chauhan
    user_Sultan Chauhan
    Sultan Chauhan
    માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    19 hrs ago
  • Post by Sajad Dhadha
    1
    Post by Sajad Dhadha
    user_Sajad Dhadha
    Sajad Dhadha
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • કેશોદ ખાતે પ્રતિબંધિત દવાના ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પોલીસ ફોરેન્સિક લેબોરેટરી વિભાગ તેમજ કેશોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન PI જાદવ તથા તેમની ટીમ દ્વારા કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી Cycodeine Syrup For Dry Cough (100 ml) ની કુલ ૫૯૯ બોટલ કબ્જે લીધી હતી. એક બોટલની કિંમત અંદાજે રૂ. ૧૬૮ મુજબ કુલ રૂ. ૧,૦૦,૬૩૨/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્થળ પરથી ફોરવ્હીલ કાર નંબર GJ-10-DJ-3848 કિંમત અંદાજે રૂ. ૨,૦૦,૦૦૦/- પણ કબ્જે લેવામાં આવી છે. આમ કુલ મળીને મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    6
    કેશોદ ખાતે પ્રતિબંધિત દવાના ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પોલીસ ફોરેન્સિક લેબોરેટરી વિભાગ તેમજ કેશોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન PI જાદવ તથા તેમની ટીમ દ્વારા કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી Cycodeine Syrup For Dry Cough (100 ml) ની કુલ ૫૯૯ બોટલ કબ્જે લીધી હતી. એક બોટલની કિંમત અંદાજે રૂ. ૧૬૮ મુજબ કુલ રૂ. ૧,૦૦,૬૩૨/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત સ્થળ પરથી ફોરવ્હીલ કાર નંબર GJ-10-DJ-3848 કિંમત અંદાજે રૂ. ૨,૦૦,૦૦૦/- પણ કબ્જે લેવામાં આવી છે. આમ કુલ મળીને મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    14 hrs ago
  • લીલીયા આંબા ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળો યોજાયો
    1
    લીલીયા આંબા ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળો યોજાયો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    16 hrs ago
  • અંબાલાલ પટેલની ભયાનક આગાહી 18 થી 25 માર્ચ સુધી માવઠાની આગાહી
    1
    અંબાલાલ પટેલની ભયાનક આગાહી 
18 થી 25 માર્ચ સુધી માવઠાની આગાહી
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    18 hrs ago
  • *કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે* ------ *કેન્દ્રીય મંત્રીશ્રીનુ પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું* ----- પોરબંદર, તા.૧૫: પોરબંદરના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા પોરબંદર લોકસભા વિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા લોકસભા વિસ્તારના પ્રવાસે આવતા પોરબંદર એરપોર્ટ ખાતે તેમના આગમન સમયે વિવિધ આગેવાનો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર એરપોર્ટ ખાતે તેમના સ્વાગત માટે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડૉ ચેતનાબેન તિવારી,પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી સાગર મોદી,સુદામા ડેરીના ચેરમેન શ્રી ડૉ. આકાશ રાજશાખા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. --------
    1
    *કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે*
------ 
*કેન્દ્રીય મંત્રીશ્રીનુ પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું*
----- 
પોરબંદર, તા.૧૫: પોરબંદરના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા પોરબંદર લોકસભા વિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા લોકસભા વિસ્તારના પ્રવાસે આવતા પોરબંદર એરપોર્ટ ખાતે તેમના આગમન સમયે વિવિધ આગેવાનો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોરબંદર એરપોર્ટ ખાતે તેમના સ્વાગત માટે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડૉ ચેતનાબેન તિવારી,પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી સાગર મોદી,સુદામા ડેરીના ચેરમેન શ્રી ડૉ. આકાશ રાજશાખા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
--------
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    2 hrs ago
  • આજરોજ તારીખ 14/03/2026 નાં રોજ આ વર્ષની પહેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીનાં આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરુપે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં ઉપક્રમે નામદાર હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ માનનીય સુનીતા અગ્રવાલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદની કોર્ટોમાં નામદાર ફેમીલી જજ સાહેબ પી.એચ.સિંહ સાહેબનાં નેતૃત્વ હેઠળ લોક અદાલતમાં પારીવારીક વિવાદોને સુલેહપુર્ણ વાતચીત અને સમજુતી દ્રારા ઉકેલવામાં આવ્યા હતા. ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદનાં લોક અદાલતમાં કુલ 248 કેસ મુકવામાં આવેલ હતા. જે કેસોમાં જુનાગઢ પોલિસ અધિક્ષક તથા તેમના તાબા હેઠળનાં પોલિસ અધિકારીઓ દ્રારા સમયમર્યાદામાં સમન્સ / નોટીસ બજાવવામાં આવેલ હોય તેમજ જુનાગઢ વકિલ મંડળનાં તમામ વકિલઓ દ્રારા રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમાધાન પ્રક્રિયાથી કેસોમાં સમાધાન થાય અને સમયસર પારીવારિક તકરારનો અંત આવે તેમજ 'ભરણપોષણની રકમ સમયસર મળી રહે તે માટે સાથ સહકાર આપતા લોકઅદાલતમાં મુકવામાં આવેલ 248 કેસોમાંથી 243 કેસોમાં સમાધાન થયેલ અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને, પરસ્પર સહમતીથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો. ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તથા કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ન્યાયિક પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેમાં બચત થવા પામી છે અને સમાજમાં સુમેળ તેમજ શાંતિ સ્થાપિત થવામાં સહાય મળી છે. આમ, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં વકિલો તથા પક્ષકારો તરફથી ઘણો સારો સતિસાદ મળેલ છે. તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજનાર લોકઅદાલતોમાં વકિલો તથા પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    6
    આજરોજ તારીખ 14/03/2026 નાં રોજ આ વર્ષની પહેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીનાં આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરુપે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં ઉપક્રમે નામદાર હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ માનનીય  સુનીતા અગ્રવાલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદની કોર્ટોમાં નામદાર ફેમીલી જજ સાહેબ પી.એચ.સિંહ સાહેબનાં નેતૃત્વ હેઠળ લોક અદાલતમાં પારીવારીક વિવાદોને સુલેહપુર્ણ વાતચીત અને સમજુતી દ્રારા ઉકેલવામાં આવ્યા હતા.
ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદનાં લોક અદાલતમાં કુલ 248 કેસ મુકવામાં આવેલ હતા. જે કેસોમાં જુનાગઢ પોલિસ અધિક્ષક તથા તેમના તાબા હેઠળનાં પોલિસ અધિકારીઓ દ્રારા સમયમર્યાદામાં સમન્સ / નોટીસ બજાવવામાં આવેલ હોય તેમજ જુનાગઢ વકિલ મંડળનાં તમામ વકિલઓ દ્રારા રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમાધાન પ્રક્રિયાથી કેસોમાં સમાધાન થાય અને સમયસર પારીવારિક તકરારનો અંત આવે તેમજ 'ભરણપોષણની રકમ સમયસર મળી રહે તે માટે સાથ સહકાર આપતા લોકઅદાલતમાં મુકવામાં આવેલ 248 કેસોમાંથી 243 કેસોમાં સમાધાન થયેલ અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને, પરસ્પર સહમતીથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો.
ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તથા કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ન્યાયિક પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેમાં બચત થવા પામી છે અને સમાજમાં સુમેળ તેમજ શાંતિ સ્થાપિત થવામાં સહાય મળી છે.
આમ, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં વકિલો તથા પક્ષકારો તરફથી ઘણો સારો સતિસાદ મળેલ છે. તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજનાર લોકઅદાલતોમાં વકિલો તથા પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.