Shuru
Apke Nagar Ki App…
ગાંધીધામની ખન્ના માર્કેટમાં 5.57 લાખનો વેરો બાકી હોવાથી ગોડાઉન સીલ ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનિષ ગુરવાનીની સૂચનાથી ટેક્સ વિભાગે મોટા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી છે. ખન્ના માર્કેટમાં આવેલ પ્લોટ નં. 60ના ગોડાઉન દ્વારા .5,57,843/- નો વેરો લાંબા સમયથી બાકી હોવા છતાં ન ભરાતા આજરોજ તે મિલકત સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અન્ય બાકીદારોએ ફફડાટમાં આવી સ્થળ પર જ રૂ. 3,20,000/- ના ચેક આપી વેરાની ચુકવણી કરી હતી.મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં બંધ મિલકતો અને મોટા બાકીદારોની મિલકતો જપ્ત કે ટાંચમાં લેવાની કડક કાર્યવાહી ચાલુ રહેશે.
Bharti Makhijani
ગાંધીધામની ખન્ના માર્કેટમાં 5.57 લાખનો વેરો બાકી હોવાથી ગોડાઉન સીલ ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનિષ ગુરવાનીની સૂચનાથી ટેક્સ વિભાગે મોટા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી છે. ખન્ના માર્કેટમાં આવેલ પ્લોટ નં. 60ના ગોડાઉન દ્વારા .5,57,843/- નો વેરો લાંબા સમયથી બાકી હોવા છતાં ન ભરાતા આજરોજ તે મિલકત સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અન્ય બાકીદારોએ ફફડાટમાં આવી સ્થળ પર જ રૂ. 3,20,000/- ના ચેક આપી વેરાની ચુકવણી કરી હતી.મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં બંધ મિલકતો અને મોટા બાકીદારોની મિલકતો જપ્ત કે ટાંચમાં લેવાની કડક કાર્યવાહી ચાલુ રહેશે.
More news from ગુજરાત and nearby areas
- યાત્રાધામ ડાકોર ખાતે રંગોત્સવ 2026ની ભવ્ય ઉજવણીમાં નાયબ મુખમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી.1
- Post by Nationgujarat.com1
- હળવદ શહેરમાં હોળી પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન રોડ ઉપર પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહનના પર્વે મોટી સંખ્યામાં લોકોએ હોળીના દર્શન કરી ખજૂર, દાળિયા અને નાળિયેર હોમી પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. પૂર્વજોના રિવાજો મુજબ નવા લગ્ન કરેલા દંપતિઓ ઢોલ-નગારા સાથે હોળીના દર્શન કરવા આવ્યા હતા. તેમજ જેમના દીકરી કે દીકરાને પહેલી હોળી હોય તેઓએ પણ બાળકોને દર્શન કરાવી પરંપરા જાળવી રાખી હતી. શહેરમાં હર્ષ અને ઉલ્લાસભર્યા માહોલમાં હોળીનો પવિત્ર તહેવાર ઉજવાયો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- *શ્રીશ્રી પવિત્ર યાત્રાધામ માઁ ભુમી માતાનામઢ થી આજના હોળીકા દહન દર્શન*👏🏻👏🏻🙏🏻🙏🏻🚩🚩♏🦚😊1
- સુરેન્દ્રનગરમાં હથીયાર સાથે ફોટો મુકવો ભારે પડ્યો થાનગઢ નાં ગોવિંદ સારલાને પોલીસે ઝડપી પાડ્યો હથીયાર સાથે ફોટો મુકનારને SOG એ ઝડપ્યો1
- તા. 02 માર્ચ 2026 | માતાના મઢ | કચ્છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતાના મઢ ખાતે આજે ભારત સરકારશ્રી દ્વારા તા. 26 ફેબ્રુઆરીથી શરૂ કરાયેલા એચપીવી રસીકરણના રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો. કે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ અને ડૉ. દર્શિત ડાબી સાહેબના અધ્યક્ષસ્થાને સફળતાપૂર્વક યોજાયો. કાર્યક્રમ દરમિયાન 14 વર્ષની કિશોરીઓને એચપીવી (Human Papillomavirus) રસી આપવામાં આવી. આ રસી સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના કેન્સર) સામે રક્ષણ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને અસરકારક માનવામાં આવે છે. સરકારશ્રી દ્વારા 14 વર્ષની દીકરીઓને આ રસી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી ભાવિ પેઢીનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહી શકે. રસી શા માટે જરૂરી છે, તેની અસરકારકતા શું છે અને તેના આરોગ્યલક્ષી લાભો વિશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર માનભાઈ દ્વારા વિગતવાર માર્ગદર્શન અને સમજ આપવામાં આવી. વાલીગણને પણ દીકરીઓના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી કુંભાર કાસમભાઈ, ઉપસરપંચ શ્રી મહેશ્વરી વનિતાબેન તેમજ શ્રી મહેશ્વરી હિતેશભાઈ સહિત કિશોરીઓના વાલીગણ અને આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમ અંતે પી.એચ.સી.ના ડેટા ઓપરેટર દ્વારા ઓનલાઈન એન્ટ્રી કરી કિશોરીઓને રસીકરણનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન દ્વારા દીકરીઓના આરોગ્ય સુરક્ષામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યુઝ લખપત તાલુકા4
- કંડલાના CFS વિસ્તારમાં ઉગ્ર મારામારીનો બનાવ સામે આવ્યો છે, ગત મોડી રાત્રીના બનેલા બનાવમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી કામકાજની બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પહેલા રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે ભુજ રિફર કરાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે1
- રાજકોટ હિન્દૂ-મુસ્લિમ જુથ્થો વચ્ચે મારામારી1
- Post by Ramesh thakor Halvad1