Shuru
Apke Nagar Ki App…
જસદણ તાલુકાના આટકોટમાં આજે સવારથી એક હટકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ પર આ કૂતરાએ હુમલો કર્યો હતો, જેમાં 7 જેટલા નાના-મોટા રાહદારીઓને કૂતરાએ બચકાં ભરી લીધા છે. આ ઘટનાને પગલે આટકોટના જૂના બસ સ્ટેશન પાસે ભયનો માહોલ છવાઈ ગયો હતો. કૂતરાના આ આતંકથી બચવા માટે આખરે લોકો લાકડીઓ લઈને તેની પાછળ દોડ્યા હતા, જે બાદ આ હટકાયા કૂતરાનો અંત આવ્યો હતો. આ ઘટના અંગે જસદણથી મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિ કરશન બામટાએ અહેવાલ આપ્યો છે.
KARSANBHAI BAMTA bamta
જસદણ તાલુકાના આટકોટમાં આજે સવારથી એક હટકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ પર આ કૂતરાએ હુમલો કર્યો હતો, જેમાં 7 જેટલા નાના-મોટા રાહદારીઓને કૂતરાએ બચકાં ભરી લીધા છે. આ ઘટનાને પગલે આટકોટના જૂના બસ સ્ટેશન પાસે ભયનો માહોલ છવાઈ ગયો હતો. કૂતરાના આ આતંકથી બચવા માટે આખરે લોકો લાકડીઓ લઈને તેની પાછળ દોડ્યા હતા, જે બાદ આ હટકાયા કૂતરાનો અંત આવ્યો હતો. આ ઘટના અંગે જસદણથી મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિ કરશન બામટાએ અહેવાલ આપ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- અમરેલીમાં અસામાજિક તત્વો વિરુદ્ધ અમરેલી પોલીસે એક ગર્જનાત્મક પગલું ભર્યું છે. પોલીસે આવા અસામાજિક તત્વોને ભારે કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. અમરેલી પોલીસ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.1
- ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી મોત સામે ઝઝૂમી રહેલા એક શિયાળને એનિમલ લવર્સની ટીમે જીવના જોખમે હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું છે. ત્રણ દિવસથી કૂવામાં ફસાયેલું આ શિયાળ ભૂખ, તરસ અને મરણતોલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું, જેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કૂવામાં પડેલા શિયાળને બહાર કાઢવાના વાડી માલિકના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે તેમણે ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં, પોતાના જાનનું જોખમ ખેડીને ટીમના સભ્યો કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. જીવના જોખમે અબોલ જીવનો જીવ બચાવવાની આ કામગીરીને ગ્રામજનો અને પશુપ્રેમીઓએ ભારે બિરદાવી હતી.4
- અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.4
- જનરલ જી. ડી. બક્ષીએ જણાવ્યું છે કે અમેરિકા દ્વારા ઈરાન પર વર્ષોથી અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આટલા બધા પ્રતિબંધો હોવા છતાં પણ ઈરાન હજુ પણ પૂરા જુસ્સા સાથે લડી રહ્યું છે.1
- સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા હેઠળના રતનપર સ્થિત નીલકંઠ વિદ્યાલય ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના માનનીય ટ્રસ્ટીશ્રીઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ પણ અત્યંત ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઈને પર્યાવરણના જતન માટે પોતાનું યોગદાન આપ્યું હતું. આ વિશેષ પ્રસંગે વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં તેની મુખ્ય ભૂમિકા તેમજ વાવેલા વૃક્ષોનું નિયમિત જતન કરવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હરિયાળું, સ્વચ્છ અને સમૃદ્ધ પર્યાવરણના નિર્માણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું સંરક્ષણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.1
- બોટાદના ગઢડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કોમ્બિંગ નાઇટ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસે ચોરી અથવા છળકપટથી મેળવેલ 1 મોટર સાઇકલ તથા 4 મોબાઇલ ફોન સાથે બે ઇસમોને પકડી પાડ્યા છે.1
- જસદણ તાલુકાના આટકોટમાં આજે સવારથી એક હટકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ પર આ કૂતરાએ હુમલો કર્યો હતો, જેમાં 7 જેટલા નાના-મોટા રાહદારીઓને કૂતરાએ બચકાં ભરી લીધા છે. આ ઘટનાને પગલે આટકોટના જૂના બસ સ્ટેશન પાસે ભયનો માહોલ છવાઈ ગયો હતો. કૂતરાના આ આતંકથી બચવા માટે આખરે લોકો લાકડીઓ લઈને તેની પાછળ દોડ્યા હતા, જે બાદ આ હટકાયા કૂતરાનો અંત આવ્યો હતો. આ ઘટના અંગે જસદણથી મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિ કરશન બામટાએ અહેવાલ આપ્યો છે.2