Shuru
Apke Nagar Ki App…
આજના મધ્યાન સમાચાર.
રજની ભાઈ પરીખ
આજના મધ્યાન સમાચાર.
More news from ગુજરાત and nearby areas
- જાફરાબાદના બાલાનીવાવ ગામના સ્વ.ધીરુભાઈ બદરૂભાઈ વરુના સુપુત્ર વરરાજા રવિરાજભાઈ વરૂ અશ્વ અને ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા ગામે પહોંચ્યાં...... બાબરીવાડના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામમાં વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે. અહીં આ ગામનાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા લગ્ન પ્રસંગે પરંપરા જાળવી રાખી હતી. બાલાનીવાવ ગામ થી ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામ સુધી વરરાજા રવિરાજભાઈ વરૂ પોતાના મલંગ નામના અશ્વ ઉપર સવારી કરી અને ભવ્ય ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની અશ્વ સંસ્કૃતિની ભવ્ય દર્શન થયું હતું. વરરાજા રવિરાજભાઈ વરૂ રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર થઈ ગાડીઓના કાફલા સાથે પરંપરા અને વારસાની જીવન ઝલક જોવા મળી હતી. બાબરીયા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું. અને આ અશ્વ પ્રદશન નિહાળવા માટે લોકો જોવાં ઊમટી પડ્યા હતાં.1
- આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેન્દ્ર સરકારની Pradhan Mantri Kisan Samman Nidhi સહિતની વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ સમયસર મળે તે માટે રજીસ્ટ્રેશન અને દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે.1
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ, આસામ સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુવાહટી, આસામ ખાતે તા.૧૩ મી માર્ચ ૨૦૨૬ના રોજ કિસાન સન્માન સમારોહ યોજાશે. જેમાં પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો કિસાનોને ચૂકવવામાં આવશે. જેનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવશે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા ખાતે કિસાન સન્માન સમારોહ યોજાશે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં બોટાદ શહેરની એપીએમસીના હોલ ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી યોજાશે જેમાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા કાળુભાઈ ડાભી, ઉમેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સાથોસાથ જિલ્લાના રાણપુર, બરવાળા તથા ગઢડા તાલુકાની એપીએમસી ખાતે બપોરે ૦૪:૦૦થી સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી યાદીમાં જણાવાયુ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- વિંછીયા વિછીયા ખાતે ૧૫-૦૩-૨૦૨૬ રવિવારે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ,રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ અને કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા હાર્દિક આમંત્રણ દરેક લોકોને પધારવા આમંત્રણ આપ્યું છે1
- જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ માં લાવવામાં આવી અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા રહે છે. અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ. તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા દરમિયાન પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ10
- Post by Gadhadara Ankit1
- मुंबइ -Update1
- ત્યારે આ સમૂહ લગ્નનું આમંત્રણ આપવા માટે આર્યન ભગત ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ ધરજીયા સાંકરડી ગીતાંજલી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ધરજીયા અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતાં ત્યારે અલમપુર ના ગામના લોકો આર્યન ભગતના વધામણાં કર્યાં હતા અને અલમપુર ગામના લોકો તેમજ રામદેવપીર મંડળ ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્ય હતા1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલું છે સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જ્યાં આજરોજ તારીખ 12 માર્ચ 2026ના રોજ ભાવનગર રેન્જ પોલીસવડા એટલે રેન્જ આઈજી તરીકે નવનિયુક્ત થયેલા રાજેન્દ્ર અસારી ચાર્જ સંભાળવાના પ્રથમ દિવસે જ દર્શન મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં સાળંગપુર ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સહિતના જિલ્લાના અધિકારીઓ દ્વારા રેન્જ આઈજી નું સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ તેઓ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન અર્ચન કર્યું હતું તો મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતોએ નવનિયુક્ત રેન્જ આઈજી રાજેન્દ્ર અસારીને પ્રસાદીનીપુષ્પ માળા પહેરાવી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની છબી ભેટ આપી અને રક્ષા સૂત્ર બાંધી સંતોએ નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવાય તેમજ તેમના નેતૃત્વમાં ભાવનગર રેન્જ વિસ્તારમાં કાયદો, શાંતિ અને સુરક્ષા વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા, ઉચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત તેમના આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેના આદર અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1