કાલોલ તાલુકાના ચલાલી થી ટ્રેક્ટર ટોલી સાથે ચોરી જનાર ઈસમને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો ચલાલી ગામમાં રહેતા વિજયસિંહ મથુરસિંહ ચૌહાણ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા 29 ડિસેમ્બર ના રોજ તેઓએ ચલાલી ગામના જોશી ફળિયામાં નવા બની રહેલા મકાન પાસે તેઓનું ટ્રેક્ટર મૂક્યું હતું બીજે દિવસે ટ્રેક્ટર જોતા મળી આવ્યું ન હતું. ટ્રોલી સાથેનું ટ્રેક્ટરની આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા તે મળી આવ્યું ન હતું સમગ્ર બાબતે તેઓએ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ જે અંગે એલસીબી પોલીસ ના સ્ટાફ ને માહિતી મળેલ કે ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરી કરનાર નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ભાણપુરાથી નીકળીને ઘોઘંબા ફાટક તરફ આવી રહ્યો છે જેથી ભાણપુરા ગામે નાકાબંધી કરતા બાતમી મુજબ મળી આવતા તેની પાસેથી મોટરસાયકલ ના કાગળો માંગતા કાગળ મળી આવ્યા નહોતા તેનું નામ પૂછતા તેને પોતાનું નામ હિતેશભાઈ પ્રતાપભાઈ બારીયા રહેવાસી ભાણપુરા તાલુકો ઘોઘંબા નો હોવાનું જણાવેલ પોલીસે તેની પાસેથી ચલાલી ગામેથી ચોરાયેલો ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ એક અન્ય ટ્રોલી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વેજલપુર પોલીસ મથકે ટ્રેક્ટર ચોરીનો ગુનો 24 કલાકમાં એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો હતો.

- કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.1
- Post by Jasmin B Shah1
- કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.4
- વિવેક ભુવાજી દ્વારા વહાણવટી સિકોતર માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી.માતાજી ના અનેક લાઈવ પરચા અને લોકો ને શ્રદ્ધા અને વિશ્વાસ થી લોકો માનતા રાખે છે અને જલ્દી કામ પુરા થાઈ છે અને સિકોતર માતાજી ની અનેક પરચા ડભોઈમાં પુરિયા છે જેને છોકરા ના હોઈ તે લોકો ખાસ માનતા રાખે છે અને જલ્દી થી પુરી કરે છે માં - ખૂંખાર સિકોતર ધામ - ડભોઈ (ડભોઈ ની સરકાર ) સ્થળ : B-૨૯ આશીર્વાદ સોસાયટી, ક્રિષ્ના ટોકીઝ ની સામે ડભોઈ...1
- છોટાઉદેપુર : બ્રેકીંગ,, Local Area મીડિયા પર અહેવાલને પગલે તંત્ર હરકતમા,, જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ કરી હતી રજૂઆત,, પાવીજેતપુર ઓરસંગ બ્રિજ પર પડેલા ખાડા નો પ્રસિદ્ધ કર્યો હતો અહેવાલ,, રજૂઆતના પગલે તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી શરુ કરાઈ,, પાવીજેતપુર થી ચલામલી રોડ પર આવેલ છે તાલુકા સેવાસદન, તાલુકા પંચાયત કચેરી,, જાગૃત નાગરિકો,, વાહન ચાલકોએ ખાડા પુરવાની કરી હતી માંગ, Local Area1
- Post by Salman moravala1
- મહીસાગરમાં વાતાવરણમાં અચાનક પલટો મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થતો હતો, પરંતુ હવે આકાશમાં વાદળો ઘેરાયા હતા. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા. મહત્તમ 32 ડીગ્રી અને લધુમત્ત 19 ડીગ્રી સુધી તાપમાનનો પારો રહ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે, બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. વાદળછાયા વાતાવરણને કારણે હાલ વાવેતર કરાયેલા પાકમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરી શાકભાજી અને અન્ય રવિ પાકોમાં ભેજવાળું વાતાવરણ જીવાત માટે અનુકૂળ બને છે, જેનાથી ખેડૂતો ચિંતિત છે. આંબાના બગીચાઓમાં હાલ મોર (ભોહોર) આવેલી સ્થિતિમાં છે. સતત વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની અસર આંબાના મોર પર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જો વાતાવરણ લાંબા સમય સુધી આવું જ રહેશે, તો ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.3
- Post by Jasmin B Shah1