logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આંગણવાડી વર્કરોએ કલેક્ટર કચેરીમાં હલાબોલ કર્યો, અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સુરેન્દ્રનગર આંગણવાડીની બહેનોએ હલાબોલ સાથે પોતાની વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ઓનલાઇન કામગીરી નહીં કરવા અને 2022થી વચન આપ્યા છતાં આંગણવાડી વર્કરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવામાં આવેલ નથી. 2019માં આપેલ મોબાઈલ તદ્દન નકામા થઈ ગયા છે તે પણ આપ જાણો છો. 2022 પછી પોષણ ટ્રેકર ઉપરાંત, પોષણસંગમ અને એવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે પોષણ ટ્રેકરમાં અનેક પ્રકારની માહિતીઓ આપવાની હોય છે, ફેસકેપ્ચર એપ્લિકેશન રેગ્યુલર ચાલતી જ નથી એવીટી એપ્લિકેશન તો કામ જ કરતું નથી અને બાળકો જેટલા હાજર હોય તેની કરતા ઘણી ઓછી સંખ્યા બતાવે છે તેમજ આંગણવાડી વર્કરો પાસે સક્ષમ મોબાઈલ પણ નથી. અને પરિણામે તદ્દન ખોટી હાજરીની ગણતરી થાય છે, તે અનુભવ આપ સાહેબને પણ છે અને જાણકારી માં જ છે, તેમજ ખોટી ઓછી હાજરી પ્રમાણે જ બાળકો માટે આહાર અને નાસ્તાબિલ મળશે એમ જણાવવામાં આવી રહ્યું છે, તો બાકીના બાળકોના ભોજનની જવાબદારી કોની હશે? આપની ઉપર રાજ્યકક્ષાએથી સ્વાભાવિક દબાણ હોય એટલે આંગણવાડી વર્કરો પાસે સો ટકા કામગીરીનું આગ્રહ રખાય છે જે શક્ય જ નથી. આ પરિસ્થિતિને કારણે આઈસીડીએસ નો મુખ્ય હેતુ માર્યો જાય છે અને બાળકોના પોષણ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને ઈત્તર પ્રવૃત્તિમાં ધ્યાન આપવા માટે નો સમય જ રહેતો નથી અને મોટાભાગનો સમય નવા નવા એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં જ પસાર થાય છે અને તેની કામગીરી ઉપર અસર ઊભી થાય છે તેમજ આંગણવાડી વર્કરોની માનસિક સ્થિતિ ઉપર પણ ગંભીર પ્રકારની અસર થાય છે. આપ એ પણ હકીકત જાણો છો કે લાંબા સમયથી આંગણવાડી વર્કર હેલ્પરો ઓછા પગાર હોવાની અને અન્ય બાર જેટલા મુદ્દાઓની માગણી કર્યા છતાં સરકાર દ્વારા તેનો કોઈ જ ઉકેલ લાવવામાં આવેલ નથી. હવે આંગણવાડી વર્કરોની ધીરજનો અંત આવેલ છે અને છ કલાકમાં કામગીરી કરવું મુશ્કેલ બનેલ છે ઓછા પગારમાં વધુ કામગીરી લેવાનું સહન થાય તેવું નથી. આ બાબતોની અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા છેવટે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી તારીખ 5 મી માર્ચ કે તે પછીની કોઈ પણ તારીખથી નહીં કરવાનો નિર્ણય કરેલ છે જે આપને જાણ કરીએ છીએ. જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ ન આવે તેમજ નવા મોબાઈલ આપવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઇન કામગીરી કરવામાં આવશે નહીં જે જાણશોજી.

6 hrs ago
user_Maheshbhai uteriya
Maheshbhai uteriya
વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
6 hrs ago

આંગણવાડી વર્કરોએ કલેક્ટર કચેરીમાં હલાબોલ કર્યો, અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સુરેન્દ્રનગર આંગણવાડીની બહેનોએ હલાબોલ સાથે પોતાની વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ઓનલાઇન કામગીરી નહીં કરવા અને 2022થી વચન આપ્યા છતાં આંગણવાડી વર્કરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવામાં આવેલ નથી. 2019માં આપેલ મોબાઈલ તદ્દન નકામા થઈ ગયા છે તે પણ આપ જાણો છો. 2022 પછી પોષણ ટ્રેકર ઉપરાંત, પોષણસંગમ અને એવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે પોષણ ટ્રેકરમાં અનેક પ્રકારની માહિતીઓ આપવાની હોય છે, ફેસકેપ્ચર એપ્લિકેશન રેગ્યુલર ચાલતી જ નથી એવીટી એપ્લિકેશન તો કામ જ કરતું નથી અને બાળકો જેટલા હાજર હોય તેની કરતા ઘણી ઓછી સંખ્યા બતાવે છે તેમજ આંગણવાડી વર્કરો પાસે સક્ષમ મોબાઈલ પણ નથી. અને પરિણામે તદ્દન ખોટી હાજરીની ગણતરી થાય છે, તે અનુભવ આપ સાહેબને પણ છે અને જાણકારી માં જ છે, તેમજ ખોટી ઓછી હાજરી પ્રમાણે જ બાળકો માટે આહાર અને નાસ્તાબિલ મળશે એમ જણાવવામાં આવી રહ્યું છે, તો બાકીના બાળકોના ભોજનની જવાબદારી કોની હશે? આપની ઉપર રાજ્યકક્ષાએથી સ્વાભાવિક દબાણ હોય એટલે આંગણવાડી વર્કરો પાસે સો ટકા કામગીરીનું આગ્રહ રખાય છે જે શક્ય જ નથી. આ પરિસ્થિતિને કારણે આઈસીડીએસ નો મુખ્ય હેતુ માર્યો જાય છે અને બાળકોના પોષણ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને ઈત્તર પ્રવૃત્તિમાં ધ્યાન આપવા માટે નો સમય જ રહેતો નથી અને મોટાભાગનો સમય નવા નવા એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં જ પસાર થાય છે અને તેની કામગીરી ઉપર અસર ઊભી થાય છે તેમજ આંગણવાડી વર્કરોની માનસિક સ્થિતિ ઉપર પણ ગંભીર પ્રકારની અસર થાય છે. આપ એ પણ હકીકત જાણો છો કે લાંબા સમયથી આંગણવાડી વર્કર હેલ્પરો ઓછા પગાર હોવાની અને અન્ય બાર જેટલા મુદ્દાઓની માગણી કર્યા છતાં સરકાર દ્વારા તેનો કોઈ જ ઉકેલ લાવવામાં આવેલ નથી. હવે આંગણવાડી વર્કરોની ધીરજનો અંત આવેલ છે અને છ કલાકમાં કામગીરી કરવું મુશ્કેલ બનેલ છે ઓછા પગારમાં વધુ કામગીરી લેવાનું સહન થાય તેવું નથી. આ બાબતોની અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા છેવટે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી તારીખ 5 મી માર્ચ કે તે પછીની કોઈ પણ તારીખથી નહીં કરવાનો નિર્ણય કરેલ છે જે આપને જાણ કરીએ છીએ. જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ ન આવે તેમજ નવા મોબાઈલ આપવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઇન કામગીરી કરવામાં આવશે નહીં જે જાણશોજી.

More news from ગુજરાત and nearby areas
  • *ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી* *દુધરેજ ધામના વિકાસ માટે વધુ ૨ કરોડની ફાળવણી, યાત્રાધામ સુવિધાઓથી થશે સજ્જ* *:-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી* ************ *શ્રી કનીરામ બાપુ અને લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા* નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત 'હોળી મહોત્સવ'માં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો. વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગૌ-હત્યારાઓને ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌ રક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે. દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ ૬.૫૦ કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ. આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.
    1
    *ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી*
*દુધરેજ ધામના વિકાસ માટે વધુ ૨ કરોડની ફાળવણી,  યાત્રાધામ સુવિધાઓથી થશે સજ્જ*
*:-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
************
*શ્રી કનીરામ બાપુ અને લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા*
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી  સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત 'હોળી મહોત્સવ'માં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો. વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના  કારણે છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગૌ-હત્યારાઓને ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌ રક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે.
દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ ૬.૫૦ કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ. 
આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો
    1
    સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    18 hrs ago
  • મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધંધુકા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ધંધુકા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે. કાર્યક્રમ પ્રાંત અધિકારી ધંધુકાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોની લેખિત અરજીઓ અરજદારો દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૦/૦૩/૨૦૨૬ દરમ્યાન મામલતદાર કચેરી, ધંધુકા ખાતે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો સંબંધિત જવાબદાર અધિકારીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જરૂરી છે. અરજદાર પોતાના પ્રશ્ન સાથે જરૂરી આધાર પુરાવા રૂબરૂ રજૂ કરશે. આધાર વિના અરજી માન્ય ગણાશે નહીં. એ તાલુકા સ્તરે પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોને સમયસર અરજી કરી લાભ લેવા અનુરોધ કરાયો છે.
    1
    મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધંધુકા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ધંધુકા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે.
કાર્યક્રમ પ્રાંત અધિકારી ધંધુકાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.
કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોની લેખિત અરજીઓ અરજદારો દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૦/૦૩/૨૦૨૬ દરમ્યાન મામલતદાર કચેરી, ધંધુકા ખાતે મોકલવાની રહેશે.
તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો સંબંધિત જવાબદાર અધિકારીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જરૂરી છે.
અરજદાર પોતાના પ્રશ્ન સાથે જરૂરી આધાર પુરાવા રૂબરૂ રજૂ કરશે.
આધાર વિના અરજી માન્ય ગણાશે નહીં.
એ
તાલુકા સ્તરે પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોને સમયસર અરજી કરી લાભ લેવા અનુરોધ કરાયો છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Dhandhuka, Ahmadabad•
    3 hrs ago
  • બોટાદ જીલ્લાના બરવાળા ખાતેથી મેફેડ્રોન અને મેથાએમ્ફેટામાઇન મળી 98 ગ્રામ 700 મીલીગ્રામ કિંમત રૂપિયા 3,36,210 ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમ બોટાદ ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક સાહેબ ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તાનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થો નો વધતો વ્યાપ રોકવા સારૂ જરૂરી સુચના આપવામાં આવેલ તથા નશાકારક પદાર્થથનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને ગુન્હેગારો ગુન્હો આચરતા પુર્વે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતા હોય જેથી આવી બદી અટકાવવા સારૂ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા NO DRUGS IN BOTAD અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોનુ સેવન તેમજ વેચાણ કરનારા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એમ.જી.જાડેજા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.બોટાદની સાથે એલ.સી.બી.સ્ટાફ સરકારી બોલેરોમાં બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અગરસંગભાઇ ડોડીયાને બાતમી હકિકત મળેલ કે, પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા રહે. દિવાંદી ગામ, તા.રોહિત જિલ્લો. પાલી રાજસ્થાન રાજય વાળો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે આપવા માટે બરવાળા ખાતે બરવાળા ઢાળ પાસે આવેલ ધંધુકા-ભાવનગર રોડ ઉપર પેસેન્જર વાહનો ઉભા રહે છે તે જગ્યાએ આવનાર છે જે બાતમી આધારે રેડ, વોચમાં રહી આરોપી પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા ઉંમર વર્ષ 23 ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દિવાંદી ગામ, તા.રોહિત જી.પાલી રાજસ્થાન રાજય વાળાને મેફેડ્રોન નેટ વજન 97ગ્રામ કિંમત રૂપિયા 2,93,910 તથા મેથાએમ્ફેટામાઇન નેટ વજન 0.730 મિલીગ્રામની કિંમત રૂપિયા 7300 મળી કુલ વજન 98 ગ્રામ 700 મીલીગ્રામ રૂપિયા 3,01,210 તથા 1 મોબાઇલ ફોન કિંમત 36000 મળી કુલ રૂપિયા 3,36,210ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી એન.ડી.પી.એસ.એકટ કલમ.8(સી), 21(સી) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/8000834888
    1
    બોટાદ જીલ્લાના બરવાળા ખાતેથી મેફેડ્રોન અને મેથાએમ્ફેટામાઇન મળી 98 ગ્રામ 700 મીલીગ્રામ કિંમત રૂપિયા 3,36,210 ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમ બોટાદ
ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક સાહેબ ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તાનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થો નો વધતો વ્યાપ રોકવા સારૂ જરૂરી સુચના આપવામાં આવેલ તથા નશાકારક પદાર્થથનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને ગુન્હેગારો ગુન્હો આચરતા પુર્વે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતા હોય જેથી આવી બદી અટકાવવા સારૂ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા NO DRUGS IN BOTAD અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોનુ સેવન તેમજ વેચાણ કરનારા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એમ.જી.જાડેજા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.બોટાદની સાથે એલ.સી.બી.સ્ટાફ સરકારી બોલેરોમાં બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અગરસંગભાઇ ડોડીયાને બાતમી હકિકત મળેલ કે, પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા રહે. દિવાંદી ગામ, તા.રોહિત જિલ્લો. પાલી રાજસ્થાન રાજય વાળો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે આપવા માટે બરવાળા ખાતે બરવાળા ઢાળ પાસે આવેલ ધંધુકા-ભાવનગર રોડ ઉપર પેસેન્જર વાહનો ઉભા રહે છે તે જગ્યાએ આવનાર છે જે બાતમી આધારે રેડ, વોચમાં રહી આરોપી પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા ઉંમર વર્ષ 23 ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દિવાંદી ગામ, તા.રોહિત જી.પાલી રાજસ્થાન રાજય વાળાને મેફેડ્રોન નેટ વજન 97ગ્રામ કિંમત રૂપિયા 2,93,910 તથા મેથાએમ્ફેટામાઇન નેટ વજન 0.730 મિલીગ્રામની કિંમત રૂપિયા 7300 મળી કુલ વજન 98 ગ્રામ 700 મીલીગ્રામ રૂપિયા 3,01,210 તથા 1 મોબાઇલ ફોન કિંમત 36000 મળી કુલ રૂપિયા 3,36,210ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી એન.ડી.પી.એસ.એકટ કલમ.8(સી), 21(સી) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • પોલીસે કુલ રૂ. 3,36,210 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    1
    પોલીસે કુલ રૂ. 3,36,210 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • Post by કો પટેલ અરવિંદભાઈ
    1
    Post by કો પટેલ અરવિંદભાઈ
    user_કો પટેલ અરવિંદભાઈ
    કો પટેલ અરવિંદભાઈ
    બાવળા, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
  • ખોટા બિલ ખોટા GST નંબરથી દિલ્હી-મુંબઈથી મંગાવવામાં આવતી બીયર સપ્લાય ચેઇનનો ક્રાઈમ બ્રાંચ દ્વારા પર્દાફાશ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા મળેલ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી ખોટા બિલ બનાવી, બિલમાં ખોટા GST નંબર દર્શાવી તથા બિલ્ટીમાં ખોટી વિગત દર્શાવી દિલ્હી તથા મુંબઈથી ગેરકાયદેસર રીતે બીયર મંગાવવાના સુનિયોજિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમ્યાન કુલ 1008 બીયર ટીન કબજે કરવામાં આવ્યા છે, જેની કુલ અંદાજીત કિંમત રૂ. 1,81,440/- થાય છે.
    1
    ખોટા બિલ ખોટા  GST નંબરથી દિલ્હી-મુંબઈથી મંગાવવામાં આવતી બીયર સપ્લાય ચેઇનનો ક્રાઈમ બ્રાંચ દ્વારા પર્દાફાશ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા મળેલ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી ખોટા બિલ બનાવી, બિલમાં ખોટા GST નંબર દર્શાવી તથા બિલ્ટીમાં ખોટી વિગત દર્શાવી દિલ્હી તથા મુંબઈથી ગેરકાયદેસર રીતે બીયર મંગાવવાના સુનિયોજિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
કાર્યવાહી દરમ્યાન કુલ 1008 બીયર ટીન કબજે કરવામાં આવ્યા છે, જેની કુલ અંદાજીત કિંમત રૂ. 1,81,440/- થાય છે.
    user_NEWS FOR GUJARAT
    NEWS FOR GUJARAT
    વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સુરેન્દ્રનગર આંગણવાડીની બહેનોએ હલાબોલ સાથે પોતાની વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ઓનલાઇન કામગીરી નહીં કરવા અને 2022થી વચન આપ્યા છતાં આંગણવાડી વર્કરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવામાં આવેલ નથી. 2019માં આપેલ મોબાઈલ તદ્દન નકામા થઈ ગયા છે તે પણ આપ જાણો છો. 2022 પછી પોષણ ટ્રેકર ઉપરાંત, પોષણસંગમ અને એવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે પોષણ ટ્રેકરમાં અનેક પ્રકારની માહિતીઓ આપવાની હોય છે, ફેસકેપ્ચર એપ્લિકેશન રેગ્યુલર ચાલતી જ નથી એવીટી એપ્લિકેશન તો કામ જ કરતું નથી અને બાળકો જેટલા હાજર હોય તેની કરતા ઘણી ઓછી સંખ્યા બતાવે છે તેમજ આંગણવાડી વર્કરો પાસે સક્ષમ મોબાઈલ પણ નથી. અને પરિણામે તદ્દન ખોટી હાજરીની ગણતરી થાય છે, તે અનુભવ આપ સાહેબને પણ છે અને જાણકારી માં જ છે, તેમજ ખોટી ઓછી હાજરી પ્રમાણે જ બાળકો માટે આહાર અને નાસ્તાબિલ મળશે એમ જણાવવામાં આવી રહ્યું છે, તો બાકીના બાળકોના ભોજનની જવાબદારી કોની હશે? આપની ઉપર રાજ્યકક્ષાએથી સ્વાભાવિક દબાણ હોય એટલે આંગણવાડી વર્કરો પાસે સો ટકા કામગીરીનું આગ્રહ રખાય છે જે શક્ય જ નથી. આ પરિસ્થિતિને કારણે આઈસીડીએસ નો મુખ્ય હેતુ માર્યો જાય છે અને બાળકોના પોષણ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને ઈત્તર પ્રવૃત્તિમાં ધ્યાન આપવા માટે નો સમય જ રહેતો નથી અને મોટાભાગનો સમય નવા નવા એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં જ પસાર થાય છે અને તેની કામગીરી ઉપર અસર ઊભી થાય છે તેમજ આંગણવાડી વર્કરોની માનસિક સ્થિતિ ઉપર પણ ગંભીર પ્રકારની અસર થાય છે. આપ એ પણ હકીકત જાણો છો કે લાંબા સમયથી આંગણવાડી વર્કર હેલ્પરો ઓછા પગાર હોવાની અને અન્ય બાર જેટલા મુદ્દાઓની માગણી કર્યા છતાં સરકાર દ્વારા તેનો કોઈ જ ઉકેલ લાવવામાં આવેલ નથી. હવે આંગણવાડી વર્કરોની ધીરજનો અંત આવેલ છે અને છ કલાકમાં કામગીરી કરવું મુશ્કેલ બનેલ છે ઓછા પગારમાં વધુ કામગીરી લેવાનું સહન થાય તેવું નથી. આ બાબતોની અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા છેવટે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી તારીખ 5 મી માર્ચ કે તે પછીની કોઈ પણ તારીખથી નહીં કરવાનો નિર્ણય કરેલ છે જે આપને જાણ કરીએ છીએ. જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ ન આવે તેમજ નવા મોબાઈલ આપવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઇન કામગીરી કરવામાં આવશે નહીં જે જાણશોજી.
    1
    ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સુરેન્દ્રનગર આંગણવાડીની બહેનોએ હલાબોલ સાથે પોતાની વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ઓનલાઇન કામગીરી નહીં કરવા અને 2022થી વચન આપ્યા છતાં આંગણવાડી વર્કરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવામાં આવેલ નથી. 2019માં આપેલ મોબાઈલ તદ્દન નકામા થઈ ગયા છે તે પણ આપ જાણો છો.
2022 પછી પોષણ ટ્રેકર ઉપરાંત, પોષણસંગમ અને એવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે
પોષણ ટ્રેકરમાં અનેક પ્રકારની માહિતીઓ આપવાની હોય છે, ફેસકેપ્ચર એપ્લિકેશન રેગ્યુલર ચાલતી જ નથી એવીટી એપ્લિકેશન તો કામ જ કરતું નથી અને બાળકો જેટલા હાજર હોય તેની કરતા ઘણી ઓછી સંખ્યા બતાવે છે તેમજ આંગણવાડી વર્કરો પાસે સક્ષમ મોબાઈલ પણ નથી. અને પરિણામે તદ્દન ખોટી હાજરીની ગણતરી થાય છે, તે અનુભવ આપ સાહેબને પણ છે અને જાણકારી માં જ છે, તેમજ ખોટી ઓછી હાજરી પ્રમાણે જ બાળકો માટે આહાર અને નાસ્તાબિલ મળશે એમ જણાવવામાં આવી રહ્યું છે, તો બાકીના બાળકોના ભોજનની જવાબદારી કોની હશે?
આપની ઉપર રાજ્યકક્ષાએથી સ્વાભાવિક દબાણ હોય એટલે આંગણવાડી વર્કરો પાસે સો ટકા કામગીરીનું આગ્રહ રખાય છે જે શક્ય જ નથી.
આ પરિસ્થિતિને કારણે આઈસીડીએસ નો મુખ્ય હેતુ માર્યો જાય છે અને બાળકોના પોષણ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને ઈત્તર પ્રવૃત્તિમાં ધ્યાન આપવા માટે નો સમય જ રહેતો નથી અને મોટાભાગનો સમય નવા નવા એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં જ પસાર થાય છે અને તેની કામગીરી ઉપર અસર ઊભી થાય છે તેમજ આંગણવાડી વર્કરોની માનસિક સ્થિતિ ઉપર પણ ગંભીર પ્રકારની અસર થાય છે.
આપ એ પણ હકીકત જાણો છો કે લાંબા સમયથી આંગણવાડી વર્કર હેલ્પરો ઓછા પગાર હોવાની અને અન્ય બાર જેટલા મુદ્દાઓની માગણી કર્યા છતાં સરકાર દ્વારા તેનો કોઈ જ ઉકેલ લાવવામાં આવેલ નથી.
હવે આંગણવાડી વર્કરોની ધીરજનો અંત આવેલ છે અને છ કલાકમાં કામગીરી કરવું મુશ્કેલ બનેલ છે ઓછા પગારમાં વધુ કામગીરી લેવાનું સહન થાય તેવું નથી.
આ બાબતોની અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા છેવટે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી તારીખ 5 મી માર્ચ કે તે પછીની કોઈ પણ તારીખથી નહીં કરવાનો નિર્ણય કરેલ છે જે આપને જાણ કરીએ છીએ.
જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ ન આવે તેમજ નવા મોબાઈલ આપવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઇન કામગીરી કરવામાં આવશે નહીં જે જાણશોજી.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.