logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર જીલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે સંવાદ યોજાયો દિલીપભાઈ બારીઆ લુણાવાડા ઇન્ફ્લુએન્સર્સને રચનાત્મક ભૂમિકા ભજવવા અનુરોધ મહીસાગર જીલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે સંવાદ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના સુચારુ આયોજન અને જનજન સુધી સંદેશ પહોંચાડવાના ભાગરૂપે આજ રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લાના અગ્રણી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે એક મહત્વપૂર્ણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં ઉપસ્થિત સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સને સંબોધતા જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એ જનજાગૃતિ ફેલાવવાનું અત્યંત સશક્ત માધ્યમ છે. ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ નિર્ધારિત ૧૩ મુખ્ય કાર્યક્રમો પૈકી 'આશીર્વાદનો દીવો' સહિતના વિવિધ સેવાકીય અને પ્રેરણાદાયી કાર્યક્રમોની માહિતી તથા તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે માટે ઇન્ફ્લુએન્સર્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના માધ્યમથી મહત્તમ પ્રચાર-પ્રસાર કરવો જોઈએ.વધુમાં, કલેક્ટરએ જિલ્લાની ઓળખ અને વિરાસતને ઉજાગર કરવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના પ્રવાસન સ્થળો, અદ્યતન પુસ્તકાલયો તેમજ રમત-ગમત ક્ષેત્રે ઉપલબ્ધ સ્પોર્ટ્સ સંકુલની સુવિધાઓ અંગે માહિતીપ્રદ અને રચનાત્મક વીડિયો બનાવી પ્રસારિત કરવા જોઈએ. જેથી સ્થાનિક નાગરિકોની સાથે સાથે રાજ્ય અને દેશભરના લોકોને મહીસાગર જિલ્લાના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને વિકાસલક્ષી પાસાંઓની સચોટ માહિતી મળી શકે.આ સંવાદ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ઉત્સાહભેર સહભાગી થયા હતા અને જિલ્લા વહીવટીતંત્રના આ સેવાકીય અભિયાન તેમજ વિકાસ કાર્યોને જનજન સુધી પહોંચાડવા માટે સક્રિય યોગદાન આપવાની ખાતરી આપી હતી.આ સંવાદ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ સહિત ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા.

17 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
Photographer સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
17 hrs ago
73921800-9182-4003-aeba-d064d6956783

મહીસાગર જીલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે સંવાદ યોજાયો દિલીપભાઈ બારીઆ લુણાવાડા ઇન્ફ્લુએન્સર્સને રચનાત્મક ભૂમિકા ભજવવા અનુરોધ મહીસાગર જીલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે સંવાદ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના સુચારુ આયોજન અને જનજન સુધી સંદેશ પહોંચાડવાના ભાગરૂપે આજ રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લાના અગ્રણી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે એક મહત્વપૂર્ણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં ઉપસ્થિત સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સને સંબોધતા જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એ જનજાગૃતિ ફેલાવવાનું અત્યંત સશક્ત માધ્યમ છે. ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ નિર્ધારિત ૧૩ મુખ્ય કાર્યક્રમો પૈકી 'આશીર્વાદનો દીવો' સહિતના વિવિધ સેવાકીય અને પ્રેરણાદાયી કાર્યક્રમોની માહિતી તથા તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે માટે ઇન્ફ્લુએન્સર્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના માધ્યમથી મહત્તમ પ્રચાર-પ્રસાર કરવો જોઈએ.વધુમાં, કલેક્ટરએ જિલ્લાની ઓળખ અને વિરાસતને ઉજાગર કરવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના પ્રવાસન સ્થળો, અદ્યતન પુસ્તકાલયો તેમજ રમત-ગમત ક્ષેત્રે ઉપલબ્ધ સ્પોર્ટ્સ સંકુલની સુવિધાઓ અંગે માહિતીપ્રદ અને રચનાત્મક વીડિયો બનાવી પ્રસારિત કરવા જોઈએ. જેથી સ્થાનિક નાગરિકોની સાથે સાથે રાજ્ય અને દેશભરના લોકોને મહીસાગર જિલ્લાના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને વિકાસલક્ષી પાસાંઓની સચોટ માહિતી મળી શકે.આ સંવાદ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ઉત્સાહભેર સહભાગી થયા હતા અને જિલ્લા વહીવટીતંત્રના આ સેવાકીય અભિયાન તેમજ વિકાસ કાર્યોને જનજન સુધી પહોંચાડવા માટે સક્રિય યોગદાન આપવાની ખાતરી આપી હતી.આ સંવાદ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ સહિત ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • સંજેલીના ચમારિઆ ગામે હોળી ફળિયા ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી સંજેલીના ચમારિઆ ગામે ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી સંજેલી તાલુકાના ચમારિઆ ગામના હોળી ફળિયા ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપના પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાર્મિક માહોલ વચ્ચે ગણેશજીની પૂજા-અર્ચના કરી **“ગણપતિ બાપ્પા મોરિયા”**ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. 🙏 શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.
    2
    સંજેલીના ચમારિઆ ગામે હોળી ફળિયા ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી
સંજેલીના ચમારિઆ ગામે ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી
સંજેલી તાલુકાના ચમારિઆ ગામના હોળી ફળિયા ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી.
ગણેશજીની સ્થાપના પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાર્મિક માહોલ વચ્ચે ગણેશજીની પૂજા-અર્ચના કરી **“ગણપતિ બાપ્પા મોરિયા”**ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
🙏 શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.
    user_Baria Bhupendra
    Baria Bhupendra
    Local News Reporter સંજેલી, દાહોદ, ગુજરાત•
    18 hrs ago
  • સંજેલીમાં HP ગેસ એજન્સી પર ગ્રાહકો પાસેથી રૂ.5 વધુ વસૂલાતનો આક્ષેપ ઓનલાઈન મેસેજમાં રૂ.965, એજન્સીના માણસો ગ્રાહકો પાસેથી રૂ.970 મોઢે માંગતા હોવાનો આક્ષેપ સંજેલી તાલુકામાં અનાજ માર્કેટની બાજુમાં આવેલી HP ગેસ એજન્સી ખાતે ગ્રાહકો પાસેથી ગેસ સિલિન્ડરની કિંમત કરતાં રૂ.5 વધુ વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ, ગેસ બુકિંગ બાદ મળતા ઓનલાઈન મેસેજમાં સિલિન્ડરની રકમ રૂ.965 દર્શાવવામાં આવે છે, પરંતુ એજન્સી ખાતે સિલિન્ડર લેવા પહોંચતા ગ્રાહકો પાસેથી એજન્સીના માણસો દ્વારા રૂ.970 મોઢે માંગવામાં આવે છે. ગ્રાહકોનું કહેવું છે કે ઓનલાઈન મેસેજમાં સ્પષ્ટપણે રૂ.965ની રકમ દર્શાવાતી હોવા છતાં વધારાના રૂ.5 શા માટે લેવામાં આવે છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી. જેના કારણે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે અને આ વધારાની વસૂલાત અંગે અનેક સવાલો ઉભા થયા છે. જો સત્તાવાર બિલ અથવા ઓનલાઈન મેસેજમાં રૂ.965 જ ચૂકવવાની રકમ દર્શાવવામાં આવી હોય, તો વધારાના રૂ.5 વસૂલવા પાછળનું કારણ શું છે? શું આ રકમ માટે ગ્રાહકને યોગ્ય રસીદ આપવામાં આવે છે? જો વધારાની રકમ કોઈ અધિકૃત ચાર્જના ભાગરૂપે લેવામાં આવતી હોય તો તેનો સ્પષ્ટ ઉલ્લેખ બિલ અથવા રસીદમાં કેમ કરવામાં આવતો નથી? તેવા સવાલો ગ્રાહકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. ગ્રાહકોની માંગ છે કે સંબંધિત HP ગેસ કંપની તથા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને જો નિયમ વિરુદ્ધ વધારાની વસૂલાત થતી હોવાનું બહાર આવે તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ગ્રાહકોને ગેસ સિલિન્ડર આપતી વખતે કંપની દ્વારા દર્શાવેલી સત્તાવાર કિંમત મુજબ જ રકમ વસૂલવામાં આવે અને દરેક ગ્રાહકને યોગ્ય બિલ/રસીદ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. નોંધ: આ બાબતે એજન્સીનો પક્ષ અને સંબંધિત અધિકારીઓનો જવાબ મળ્યા બાદ સમાચારને વધુ સ્પષ્ટતા સાથે રજૂ કરી શકાય છે.
    1
    સંજેલીમાં HP ગેસ એજન્સી પર ગ્રાહકો પાસેથી રૂ.5 વધુ વસૂલાતનો આક્ષેપ
ઓનલાઈન મેસેજમાં રૂ.965, એજન્સીના માણસો ગ્રાહકો પાસેથી રૂ.970 મોઢે માંગતા હોવાનો આક્ષેપ

સંજેલી તાલુકામાં અનાજ માર્કેટની બાજુમાં આવેલી HP ગેસ એજન્સી ખાતે ગ્રાહકો પાસેથી ગેસ સિલિન્ડરની કિંમત કરતાં રૂ.5 વધુ વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ, ગેસ બુકિંગ બાદ મળતા ઓનલાઈન મેસેજમાં સિલિન્ડરની રકમ રૂ.965 દર્શાવવામાં આવે છે, પરંતુ એજન્સી ખાતે સિલિન્ડર લેવા પહોંચતા ગ્રાહકો પાસેથી એજન્સીના માણસો દ્વારા રૂ.970 મોઢે માંગવામાં આવે છે.
ગ્રાહકોનું કહેવું છે કે ઓનલાઈન મેસેજમાં સ્પષ્ટપણે રૂ.965ની રકમ દર્શાવાતી હોવા છતાં વધારાના રૂ.5 શા માટે લેવામાં આવે છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી. જેના કારણે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે અને આ વધારાની વસૂલાત અંગે અનેક સવાલો ઉભા થયા છે.
જો સત્તાવાર બિલ અથવા ઓનલાઈન મેસેજમાં રૂ.965 જ ચૂકવવાની રકમ દર્શાવવામાં આવી હોય, તો વધારાના રૂ.5 વસૂલવા પાછળનું કારણ શું છે? શું આ રકમ માટે ગ્રાહકને યોગ્ય રસીદ આપવામાં આવે છે? જો વધારાની રકમ કોઈ અધિકૃત ચાર્જના ભાગરૂપે લેવામાં આવતી હોય તો તેનો સ્પષ્ટ ઉલ્લેખ બિલ અથવા રસીદમાં કેમ કરવામાં આવતો નથી? તેવા સવાલો ગ્રાહકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.
ગ્રાહકોની માંગ છે કે સંબંધિત HP ગેસ કંપની તથા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને જો નિયમ વિરુદ્ધ વધારાની વસૂલાત થતી હોવાનું બહાર આવે તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
સાથે જ ગ્રાહકોને ગેસ સિલિન્ડર આપતી વખતે કંપની દ્વારા દર્શાવેલી સત્તાવાર કિંમત મુજબ જ રકમ વસૂલવામાં આવે અને દરેક ગ્રાહકને યોગ્ય બિલ/રસીદ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
નોંધ: આ બાબતે એજન્સીનો પક્ષ અને સંબંધિત અધિકારીઓનો જવાબ મળ્યા બાદ સમાચારને વધુ સ્પષ્ટતા સાથે રજૂ કરી શકાય છે.
    user_OUR AAPNU SANJELI NEWS
    OUR AAPNU SANJELI NEWS
    રિપોર્ટર દાહોદ સંજેલી, દાહોદ, ગુજરાત•
    20 hrs ago
  • રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષકોના સન્માન માટે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને ગૌરવ આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય અને માલ્યાર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ અતિથિ વિશેષ બાબુભાઈ પંચાલ અને મનોજભાઈ પરમારનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબના પૂર્વ પ્રમુખ છોટુભાઈ બામણિયાએ જણાવ્યું હતું કે શિક્ષકો સમાજના વાસ્તવિક નિર્માતા છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પરંતુ જીવનમૂલ્યો અને સાચી દિશાનું માર્ગદર્શન પણ આપે છે. સમારોહ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સમર્પણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સાત શ્રેષ્ઠ શિક્ષકોનું પુષ્પગુચ્છ, સાલ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત શિક્ષકોમાં સુરેશભાઈ વાલાભાઈ બામણિયા, યોગેશકુમાર લાલાભાઈ સોલંકી, જશવંતકુમાર મુલાભાઈ નલવાયા, ગિરીશકુમાર રાયસિંઘભાઈ પરમાર, પ્રેમલતાબેન માનસિંઘભાઈ સોલંકી, મુકેશકુમાર રમણસિંઘ ગોહિલ અને સાધના જિતેશકુમાર વાઘવારેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ હંસમુખભાઈ અગ્રવાલ, સચિવ વીરેન્દ્રકુમાર ભટનાગર, કોષાધ્યક્ષ દીપેન્દ્રસિંઘ સિસોદિયા, સંયોજક ખાનચંદ ઉધવાણી, છોટુભાઈ બામણિયા, રમેશભાઈ જોશી, ડૉ. અમરસિંઘ ચૌહાણ, દીપક મહેતા, રામ રોટી મંડળના ટ્રસ્ટી બાબુભાઈ પંચાલ, મનોજભાઈ પરમાર સહિત ક્લબના સભ્યો, પરિવારજનો અને સ્થાનિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન શિક્ષકોના સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.
    1
    રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો
રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો
રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષકોના સન્માન માટે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને ગૌરવ આપવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય અને માલ્યાર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ અતિથિ વિશેષ બાબુભાઈ પંચાલ અને મનોજભાઈ પરમારનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ક્લબના પૂર્વ પ્રમુખ છોટુભાઈ બામણિયાએ જણાવ્યું હતું કે શિક્ષકો સમાજના વાસ્તવિક નિર્માતા છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પરંતુ જીવનમૂલ્યો અને સાચી દિશાનું માર્ગદર્શન પણ આપે છે.
સમારોહ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સમર્પણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સાત શ્રેષ્ઠ શિક્ષકોનું પુષ્પગુચ્છ, સાલ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત શિક્ષકોમાં સુરેશભાઈ વાલાભાઈ બામણિયા, યોગેશકુમાર લાલાભાઈ સોલંકી, જશવંતકુમાર મુલાભાઈ નલવાયા, ગિરીશકુમાર રાયસિંઘભાઈ પરમાર, પ્રેમલતાબેન માનસિંઘભાઈ સોલંકી, મુકેશકુમાર રમણસિંઘ ગોહિલ અને સાધના જિતેશકુમાર વાઘવારેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ હંસમુખભાઈ અગ્રવાલ, સચિવ વીરેન્દ્રકુમાર ભટનાગર, કોષાધ્યક્ષ દીપેન્દ્રસિંઘ સિસોદિયા, સંયોજક ખાનચંદ ઉધવાણી, છોટુભાઈ બામણિયા, રમેશભાઈ જોશી, ડૉ. અમરસિંઘ ચૌહાણ, દીપક મહેતા, રામ રોટી મંડળના ટ્રસ્ટી બાબુભાઈ પંચાલ, મનોજભાઈ પરમાર સહિત ક્લબના સભ્યો, પરિવારજનો અને સ્થાનિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન શિક્ષકોના સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    10 hrs ago
  • મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ
    1
    મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ
મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    10 hrs ago
  • હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલ શહેરના મુખ્ય તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. તળાવના કાંઠે અને કચરાના ઢગલા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ જોવા મળતા તળાવના પાણીની ગુણવત્તા તેમજ નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ સાથે સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને રી-પ્રોસેસિંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી હતી. તે સમયે તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હજારો માછલીઓના મોત થતાં પાણીમાં ઝેરી કેમિકલ ભળ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) માટે તપાસનો ગંભીર વિષય બન્યો છે. હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી હોવા છતાં તળાવમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દૂષિત પાણી અને દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તળાવમાંથી મૃત માછલીઓ અને કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે, પાણીના નમૂના લઈ યોગ્ય તપાસ થાય તેમજ ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે.
    2
    હાલોલના મુખ્ય  તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર

હાલોલના મુખ્ય  તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર
હાલોલ શહેરના મુખ્ય તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. તળાવના કાંઠે અને કચરાના ઢગલા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ જોવા મળતા તળાવના પાણીની ગુણવત્તા તેમજ નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ સાથે સવાલો ઊભા થયા છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને રી-પ્રોસેસિંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી હતી. તે સમયે તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હજારો માછલીઓના મોત થતાં પાણીમાં ઝેરી કેમિકલ ભળ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) માટે તપાસનો ગંભીર વિષય બન્યો છે.
હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી હોવા છતાં તળાવમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દૂષિત પાણી અને દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તળાવમાંથી મૃત માછલીઓ અને કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે, પાણીના નમૂના લઈ યોગ્ય તપાસ થાય તેમજ ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    9 hrs ago
  • છોટાઉદેપુર :જેતપુરપાવીમાં બાયપાસના સર્વે સામે ગ્રામજનોનો આક્રોશ ખેડૂતો-વેપારીઓની મિલકતો અને કબ્રસ્તાનની જમીન રૂટમાં આવતી હોવાનો આક્ષેપ; સર્વે તાત્કાલિક બંધ કરવાની માંગ જેતપુરપાવી: જેતપુરપાવી ખાતે નવા બાયપાસના નિર્માણને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્વે સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બાયપાસના પ્રસ્તાવિત રૂટમાં ખેડૂતોની જમીન, વેપારીઓની મિલકતો તેમજ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની જમીન આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિકાસના નામે સ્થાનિકોની જમીન અને મિલકતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ખેડૂતોની રોજીરોટી, વેપારીઓના ધંધા અને ધાર્મિક સ્થળની જમીનને અસર થાય તેવો રૂટ મંજૂર કરવામાં આવે તો સ્થાનિકોમાં અસંતોષ વધુ ઉગ્ર બની શકે છે. આ મુદ્દે ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અસરગ્રસ્ત લોકોની સંમતિ અને યોગ્ય રજૂઆતોને ધ્યાનમાં લીધા વિના સર્વેની કામગીરી આગળ વધારવી અન્યાય સમાન છે. સ્થાનિકોની માંગ છે કે, બાયપાસના રૂટ અંગે પારદર્શક રીતે માહિતી જાહેર કરવામાં આવે અને તમામ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવે. ગ્રામજનોએ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી બાયપાસના પ્રસ્તાવિત રૂટની ફરીથી સમીક્ષા કરવાની માંગ કરી છે. સાથે જ, ખેડૂતો, વેપારીઓ અને કબ્રસ્તાનની જમીનને નુકસાન ન થાય તે માટે વૈકલ્પિક રૂટ અંગે વિચારણા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો તેમની માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હાલ ગ્રામજનોનો સ્પષ્ટ સંદેશ છે કે, વિકાસ જોઈએ, પરંતુ સ્થાનિકોના હક અને મિલકતોના ભોગે નહીં. – ઇમરાન મિર્ઝા
    1
    છોટાઉદેપુર :જેતપુરપાવીમાં બાયપાસના સર્વે સામે ગ્રામજનોનો આક્રોશ
ખેડૂતો-વેપારીઓની મિલકતો અને કબ્રસ્તાનની જમીન રૂટમાં આવતી હોવાનો આક્ષેપ; સર્વે તાત્કાલિક બંધ કરવાની માંગ
જેતપુરપાવી: જેતપુરપાવી ખાતે નવા બાયપાસના નિર્માણને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્વે સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બાયપાસના પ્રસ્તાવિત રૂટમાં ખેડૂતોની જમીન, વેપારીઓની મિલકતો તેમજ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની જમીન આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિકાસના નામે સ્થાનિકોની જમીન અને મિલકતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ખેડૂતોની રોજીરોટી, વેપારીઓના ધંધા અને ધાર્મિક સ્થળની જમીનને અસર થાય તેવો રૂટ મંજૂર કરવામાં આવે તો સ્થાનિકોમાં અસંતોષ વધુ ઉગ્ર બની શકે છે.
આ મુદ્દે ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અસરગ્રસ્ત લોકોની સંમતિ અને યોગ્ય રજૂઆતોને ધ્યાનમાં લીધા વિના સર્વેની કામગીરી આગળ વધારવી અન્યાય સમાન છે. સ્થાનિકોની માંગ છે કે, બાયપાસના રૂટ અંગે પારદર્શક રીતે માહિતી જાહેર કરવામાં આવે અને તમામ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવે.
ગ્રામજનોએ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી બાયપાસના પ્રસ્તાવિત રૂટની ફરીથી સમીક્ષા કરવાની માંગ કરી છે. સાથે જ, ખેડૂતો, વેપારીઓ અને કબ્રસ્તાનની જમીનને નુકસાન ન થાય તે માટે વૈકલ્પિક રૂટ અંગે વિચારણા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો તેમની માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હાલ ગ્રામજનોનો સ્પષ્ટ સંદેશ છે કે, વિકાસ જોઈએ, પરંતુ સ્થાનિકોના હક અને મિલકતોના ભોગે નહીં.
– ઇમરાન મિર્ઝા
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    9 hrs ago
  • છોટાઉદેપુર: વસેડી ખાતે નવનિર્માણ પામેલ ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન છોટાઉદેપુર જિલ્લાના વસેડી ખાતે ઇકોયુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામેલ ‘ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલ’નું ભવ્ય ઉદ્ઘાટન સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. આદિવાસી સમાજના શિક્ષણ અને વિકાસને વેગ આપતા આ કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ​તાજા સમાચારો માટે જોડાયેલા રહો 'E Kranti News' સાથે. ચેનલને Like, Share અને Subscribe જરૂર કરો. ​#ChhotaUdepur #EKrantiNews #Vasedi #JasvantsinhRathwa #EducationHub #TribalDevelopment #GujaratNews #BreakingNews
    1
    છોટાઉદેપુર: વસેડી ખાતે નવનિર્માણ પામેલ ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
છોટાઉદેપુર જિલ્લાના વસેડી ખાતે ઇકોયુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામેલ ‘ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલ’નું ભવ્ય ઉદ્ઘાટન સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. આદિવાસી સમાજના શિક્ષણ અને વિકાસને વેગ આપતા આ કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
​તાજા સમાચારો માટે જોડાયેલા રહો 'E Kranti News' સાથે. ચેનલને Like, Share અને Subscribe જરૂર કરો.
​#ChhotaUdepur #EKrantiNews #Vasedi #JasvantsinhRathwa #EducationHub #TribalDevelopment #GujaratNews #BreakingNews
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    13 hrs ago
  • દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ રળિયાતી-મુવાલિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલા દીપડાને વનવિભાગ અને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે સફળતાપૂર્વક પાંજરે પૂર્યો છે. દીપડો ઝડપાતા વિસ્તારમાં લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. દીપડાના પગમાર્ક અને તેની અવરજવરના આધારે અર્બન હોસ્પિટલની પાછળ આવેલા એક ખેતરમાં વનવિભાગ દ્વારા વ્યૂહાત્મક રીતે પાંજરૂં ગોઠવવામાં આવ્યું હતું. શિકારની લાલચે દીપડો પાંજરા સુધી પહોંચે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. 15 સપ્ટેમ્બરની વહેલી સવારે દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડો ઝડપાયા બાદ વનવિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે તેને સુરક્ષિત રીતે બહાર કાઢી પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ દીપડાને યોગ્ય પ્રક્રિયા મુજબ ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. દીપડો પાંજરે પૂરાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ફેલાયેલો ભય દૂર થયો છે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
    1
    દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
રળિયાતી-મુવાલિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલા દીપડાને વનવિભાગ અને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે સફળતાપૂર્વક પાંજરે પૂર્યો છે. દીપડો ઝડપાતા વિસ્તારમાં લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
દીપડાના પગમાર્ક અને તેની અવરજવરના આધારે અર્બન હોસ્પિટલની પાછળ આવેલા એક ખેતરમાં વનવિભાગ દ્વારા વ્યૂહાત્મક રીતે પાંજરૂં ગોઠવવામાં આવ્યું હતું. શિકારની લાલચે દીપડો પાંજરા સુધી પહોંચે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
15 સપ્ટેમ્બરની વહેલી સવારે દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડો ઝડપાયા બાદ વનવિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે તેને સુરક્ષિત રીતે બહાર કાઢી પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ બાદ દીપડાને યોગ્ય પ્રક્રિયા મુજબ ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. દીપડો પાંજરે પૂરાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ફેલાયેલો ભય દૂર થયો છે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.