Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર: વસેડી ખાતે નવનિર્માણ પામેલ ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન છોટાઉદેપુર જિલ્લાના વસેડી ખાતે ઇકોયુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામેલ ‘ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલ’નું ભવ્ય ઉદ્ઘાટન સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. આદિવાસી સમાજના શિક્ષણ અને વિકાસને વેગ આપતા આ કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજા સમાચારો માટે જોડાયેલા રહો 'E Kranti News' સાથે. ચેનલને Like, Share અને Subscribe જરૂર કરો. #ChhotaUdepur #EKrantiNews #Vasedi #JasvantsinhRathwa #EducationHub #TribalDevelopment #GujaratNews #BreakingNews
E Kranti News
છોટાઉદેપુર: વસેડી ખાતે નવનિર્માણ પામેલ ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન છોટાઉદેપુર જિલ્લાના વસેડી ખાતે ઇકોયુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામેલ ‘ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલ’નું ભવ્ય ઉદ્ઘાટન સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. આદિવાસી સમાજના શિક્ષણ અને વિકાસને વેગ આપતા આ કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજા સમાચારો માટે જોડાયેલા રહો 'E Kranti News' સાથે. ચેનલને Like, Share અને Subscribe જરૂર કરો. #ChhotaUdepur #EKrantiNews #Vasedi #JasvantsinhRathwa #EducationHub #TribalDevelopment #GujaratNews #BreakingNews
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર :જેતપુરપાવીમાં બાયપાસના સર્વે સામે ગ્રામજનોનો આક્રોશ ખેડૂતો-વેપારીઓની મિલકતો અને કબ્રસ્તાનની જમીન રૂટમાં આવતી હોવાનો આક્ષેપ; સર્વે તાત્કાલિક બંધ કરવાની માંગ જેતપુરપાવી: જેતપુરપાવી ખાતે નવા બાયપાસના નિર્માણને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્વે સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બાયપાસના પ્રસ્તાવિત રૂટમાં ખેડૂતોની જમીન, વેપારીઓની મિલકતો તેમજ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની જમીન આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિકાસના નામે સ્થાનિકોની જમીન અને મિલકતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ખેડૂતોની રોજીરોટી, વેપારીઓના ધંધા અને ધાર્મિક સ્થળની જમીનને અસર થાય તેવો રૂટ મંજૂર કરવામાં આવે તો સ્થાનિકોમાં અસંતોષ વધુ ઉગ્ર બની શકે છે. આ મુદ્દે ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અસરગ્રસ્ત લોકોની સંમતિ અને યોગ્ય રજૂઆતોને ધ્યાનમાં લીધા વિના સર્વેની કામગીરી આગળ વધારવી અન્યાય સમાન છે. સ્થાનિકોની માંગ છે કે, બાયપાસના રૂટ અંગે પારદર્શક રીતે માહિતી જાહેર કરવામાં આવે અને તમામ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવે. ગ્રામજનોએ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી બાયપાસના પ્રસ્તાવિત રૂટની ફરીથી સમીક્ષા કરવાની માંગ કરી છે. સાથે જ, ખેડૂતો, વેપારીઓ અને કબ્રસ્તાનની જમીનને નુકસાન ન થાય તે માટે વૈકલ્પિક રૂટ અંગે વિચારણા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો તેમની માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હાલ ગ્રામજનોનો સ્પષ્ટ સંદેશ છે કે, વિકાસ જોઈએ, પરંતુ સ્થાનિકોના હક અને મિલકતોના ભોગે નહીં. – ઇમરાન મિર્ઝા1
- છોટાઉદેપુર: વસેડી ખાતે નવનિર્માણ પામેલ ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન છોટાઉદેપુર જિલ્લાના વસેડી ખાતે ઇકોયુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામેલ ‘ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલ’નું ભવ્ય ઉદ્ઘાટન સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. આદિવાસી સમાજના શિક્ષણ અને વિકાસને વેગ આપતા આ કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજા સમાચારો માટે જોડાયેલા રહો 'E Kranti News' સાથે. ચેનલને Like, Share અને Subscribe જરૂર કરો. #ChhotaUdepur #EKrantiNews #Vasedi #JasvantsinhRathwa #EducationHub #TribalDevelopment #GujaratNews #BreakingNews1
- હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલ શહેરના મુખ્ય તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. તળાવના કાંઠે અને કચરાના ઢગલા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ જોવા મળતા તળાવના પાણીની ગુણવત્તા તેમજ નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ સાથે સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને રી-પ્રોસેસિંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી હતી. તે સમયે તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હજારો માછલીઓના મોત થતાં પાણીમાં ઝેરી કેમિકલ ભળ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) માટે તપાસનો ગંભીર વિષય બન્યો છે. હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી હોવા છતાં તળાવમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દૂષિત પાણી અને દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તળાવમાંથી મૃત માછલીઓ અને કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે, પાણીના નમૂના લઈ યોગ્ય તપાસ થાય તેમજ ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે.2
- રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષકોના સન્માન માટે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને ગૌરવ આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય અને માલ્યાર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ અતિથિ વિશેષ બાબુભાઈ પંચાલ અને મનોજભાઈ પરમારનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબના પૂર્વ પ્રમુખ છોટુભાઈ બામણિયાએ જણાવ્યું હતું કે શિક્ષકો સમાજના વાસ્તવિક નિર્માતા છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પરંતુ જીવનમૂલ્યો અને સાચી દિશાનું માર્ગદર્શન પણ આપે છે. સમારોહ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સમર્પણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સાત શ્રેષ્ઠ શિક્ષકોનું પુષ્પગુચ્છ, સાલ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત શિક્ષકોમાં સુરેશભાઈ વાલાભાઈ બામણિયા, યોગેશકુમાર લાલાભાઈ સોલંકી, જશવંતકુમાર મુલાભાઈ નલવાયા, ગિરીશકુમાર રાયસિંઘભાઈ પરમાર, પ્રેમલતાબેન માનસિંઘભાઈ સોલંકી, મુકેશકુમાર રમણસિંઘ ગોહિલ અને સાધના જિતેશકુમાર વાઘવારેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ હંસમુખભાઈ અગ્રવાલ, સચિવ વીરેન્દ્રકુમાર ભટનાગર, કોષાધ્યક્ષ દીપેન્દ્રસિંઘ સિસોદિયા, સંયોજક ખાનચંદ ઉધવાણી, છોટુભાઈ બામણિયા, રમેશભાઈ જોશી, ડૉ. અમરસિંઘ ચૌહાણ, દીપક મહેતા, રામ રોટી મંડળના ટ્રસ્ટી બાબુભાઈ પંચાલ, મનોજભાઈ પરમાર સહિત ક્લબના સભ્યો, પરિવારજનો અને સ્થાનિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન શિક્ષકોના સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.1
- हुदा जरीवाला मामले में नया मोड़! सरकार के खिलाफ सोशल मीडिया पर बड़ा संदेश, वायरल बयान ने छेड़ी नई बहस”1
- શિનોર મુકામે નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. જોકે,વહીવટી તંત્ર દ્વારા આજે બપોર ના સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા દર્શન માટે આવેલા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના ઉત્તર તટે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર સાથે ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક પરંપરા પણ જોડાયેલી છે. મળતી માહિતી મુજબ, સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂર્ણ થતા ગણપતિ બાપાને અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોના, હીરા, માણેક સહિતના કિંમતી ઝવેરાત અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કિંમતી ગાયકવાડી ઘરેણાં હાલ શિનોર મામલતદાર હસ્તક રાખવામાં આવે છે અને સરકારી ટ્રેઝરીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ઐતિહાસિક ઘરેણાઓ સરકારી ટ્રેઝરીમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિરે લાવવામાં આવે છે.અને સવાર ના 9 થી 10 વાગ્યાના અરસામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના પૂજારી દ્વારા મૂર્તિઓને શણગારવામાં આવે છે.ગાયકવાડી ઘરેણાંથી શણગારવામાં આવેલી ગણપતિ બાપાની મૂર્તિઓના દર્શન કરવા માટે દૂર-દૂરથી ગણેશ ભક્તો શિનોર ખાતે ઉમટી પડતા હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે આ અનોખા શ્રૃંગારના દર્શન કરવાનું ભક્તો માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વર્ષે પણ ગણપતિ બાપાના ગાયકવાડી ઘરેણાંથી કરવામાં આવનાર શ્રૃંગારના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા. પરંતુ આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા શ્રૃંગારના દર્શનની આશાએ આવેલા ભક્તોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમયસર ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો શ્રૃંગાર કરવામાં આવે તેવી ગણેશ ભક્તોની અપેક્ષા હતી. ત્યારે આ વર્ષે શ્રૃંગારમાં વિલંબ થતાં મંદિર ખાતે આવેલા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.3
- તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન.. નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી.. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly1
- દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ રળિયાતી-મુવાલિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલા દીપડાને વનવિભાગ અને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે સફળતાપૂર્વક પાંજરે પૂર્યો છે. દીપડો ઝડપાતા વિસ્તારમાં લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. દીપડાના પગમાર્ક અને તેની અવરજવરના આધારે અર્બન હોસ્પિટલની પાછળ આવેલા એક ખેતરમાં વનવિભાગ દ્વારા વ્યૂહાત્મક રીતે પાંજરૂં ગોઠવવામાં આવ્યું હતું. શિકારની લાલચે દીપડો પાંજરા સુધી પહોંચે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. 15 સપ્ટેમ્બરની વહેલી સવારે દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડો ઝડપાયા બાદ વનવિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે તેને સુરક્ષિત રીતે બહાર કાઢી પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ દીપડાને યોગ્ય પ્રક્રિયા મુજબ ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. દીપડો પાંજરે પૂરાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ફેલાયેલો ભય દૂર થયો છે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.1