logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલોલના GIDC વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં 32 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હાલોલના GIDC વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં 32 વર્ષીય યુવકનું મોત નીપજ્યું મળતી માહિતી મુજબ, જેપુરા ગામના ગણેશપુરી ફળિયામાં રહેતા અને હાલોલના કણજરી રોડ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમાર વોલ્મેટ કંપનીમાં નોકરી કરતા હતા.તા.18 સપ્ટેમ્બરના રોજ બપોરે નોકરી પરથી છૂટ્યા બાદ રાજેન્દ્રસિંહ પોતાની સ્પ્લેન્ડર બાઇક જેનો નંબર GJ-17-AR-6163 લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન હાલોલ GIDC ખાતે પરીશ્રમ હોટલ સામે ગોધરાથી હાલોલ તરફ જતા રોડ પર એક વેગનઆર કાર નંબર GJ-06-FC-9506ના ચાલકે કથિત રીતે પુરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી પાછળથી બાઈકને ટક્કર મારી હતી.અકસ્મતમાં રાજેન્દ્રસિંહ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ સહિત શરીરે ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.સમગ્ર મામલે મૃતકના પિતરાઈ ભાઈ મહેન્દ્રસિંહ પરમારે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વેગનઆર કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર અકસ્માત મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

1 hr ago
user_Jasmin B Shah
Jasmin B Shah
Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
1 hr ago

હાલોલના GIDC વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં 32 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હાલોલના GIDC વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં 32 વર્ષીય યુવકનું મોત નીપજ્યું મળતી માહિતી મુજબ, જેપુરા ગામના ગણેશપુરી ફળિયામાં રહેતા અને હાલોલના કણજરી રોડ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમાર વોલ્મેટ કંપનીમાં નોકરી કરતા હતા.તા.18 સપ્ટેમ્બરના રોજ બપોરે નોકરી પરથી છૂટ્યા બાદ રાજેન્દ્રસિંહ પોતાની સ્પ્લેન્ડર બાઇક જેનો નંબર GJ-17-AR-6163 લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન હાલોલ GIDC ખાતે પરીશ્રમ હોટલ સામે ગોધરાથી હાલોલ તરફ જતા રોડ પર એક વેગનઆર કાર નંબર GJ-06-FC-9506ના

ચાલકે કથિત રીતે પુરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી પાછળથી બાઈકને ટક્કર મારી હતી.અકસ્મતમાં રાજેન્દ્રસિંહ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ સહિત શરીરે ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.સમગ્ર મામલે મૃતકના પિતરાઈ ભાઈ મહેન્દ્રસિંહ પરમારે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વેગનઆર કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર અકસ્માત મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

More news from Gujarat and nearby areas
  • દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર! ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ! સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા. પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં? | પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !
    1
    દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર!
ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ!
સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા.
પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં?
| પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    Vadodara East, Gujarat•
    16 hrs ago
  • નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણેશોત્સવની વ્યવસ્થા અને સુરક્ષા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તળાવ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, સ્વચ્છતા તેમજ શ્રીજીની પ્રતિમાના વિસર્જનને લગતી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી યોગ્ય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    1
    નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત

નવલખી કૃત્રિમ તળાવની પોલીસ કમિશનર અને મેયર દ્વારા મુલાકાત
વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણેશોત્સવની વ્યવસ્થા અને સુરક્ષા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તળાવ પરિસરની સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, સ્વચ્છતા તેમજ શ્રીજીની પ્રતિમાના વિસર્જનને લગતી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી યોગ્ય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    19 hrs ago
  • છોટાઉદેપુરમાં ટ્રેન પર ચઢી ગઈ ટ્રેન! NDRF અને સુરક્ષા દળોનું યુદ્ધના ધોરણે મહારેસ્ક્યૂ ઓપરેશન છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ઉપર ટ્રેન ચઢી ગઈ હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવતાં ખળભળાટ મચી ગયો! NDRF અને રેલવે સુરક્ષા કર્મચારીઓએ તાબડતોબ મુસાફરોને બચાવવા માટે હાથ ધર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન. વાસ્તવમાં રેલવે તંત્ર અને NDRF દ્વારા કટોકટીની સ્થિતિ સામે લડવા માટે આ સઘન મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજા અને મહત્વના સમાચારો માટે ઈ ક્રાંતિ ન્યૂઝ (E Kranti News) ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
    1
    છોટાઉદેપુરમાં ટ્રેન પર ચઢી ગઈ ટ્રેન! NDRF અને સુરક્ષા દળોનું યુદ્ધના ધોરણે મહારેસ્ક્યૂ ઓપરેશન 
છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ઉપર ટ્રેન ચઢી ગઈ હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવતાં ખળભળાટ મચી ગયો! 
NDRF અને રેલવે સુરક્ષા કર્મચારીઓએ તાબડતોબ મુસાફરોને બચાવવા માટે હાથ ધર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન. 
વાસ્તવમાં રેલવે તંત્ર અને NDRF દ્વારા કટોકટીની સ્થિતિ સામે લડવા માટે આ સઘન મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજા અને મહત્વના સમાચારો માટે ઈ ક્રાંતિ ન્યૂઝ (E Kranti News) ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    17 hrs ago
  • Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad
    1
    Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad
    user_Aspak vhora
    Aspak vhora
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    52 min ago
  • પેટલાદમાં 112 પોલીસ ટીમની પ્રશંસને કામગીરી, ગુમ થયેલ મહિલાને શોધી કાઢ્યા
    1
    પેટલાદમાં 112 પોલીસ ટીમની પ્રશંસને કામગીરી, ગુમ થયેલ મહિલાને શોધી કાઢ્યા
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    2 hrs ago
  • શિનોર તાલુકાના સાંધા ગામે મોડી રાત્રે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી ગયાની ઘટના સામે આવી છે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘર ના પાછળ ના ભાગે આવેલા ઓરડામાં બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે..ઘટનાને પગલે પશુપાલક પરિવાર ચિંતામાં મુકાયો છે અને પોલીસ તપાસ કરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી માંગ ઉઠી છે. શિનોર તાલુકાના સાંધા ગામની નવી નગરી વિસ્તારમાં પીસાઈ તરફ જવાના રોડ પર નરેન્દ્ર વસાવા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નરેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે 2થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરના પાછળના ભાગે આવેલા ઓરડામાં ખીલા સાથે દોરડાથી બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી તેમને ચોરી જઈ ગયા હતા. આ ઘટનાની જાણ નરેન્દ્ર વસાવાને વહેલી સવારે આશરે 5 વાગ્યે થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામના સરપંચ મનોજભાઈ પાટણવાડિયાને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર ઘટનાની જાણ શિનોર પોલીસને કરવામાં આવી હોવાનું જણાવાયું છે. એકસાથે આશરે 24 જેટલા બકરાં ચોરી જવાની ઘટનાને કારણે પશુપાલન પર નિર્ભર નરેન્દ્ર વસાવાના પરિવારની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી નરેન્દ્ર વસાવા ધ્વારા માંગ કરવામાં આવી છે.
    4
    શિનોર તાલુકાના સાંધા ગામે મોડી રાત્રે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી ગયાની ઘટના સામે આવી છે
કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘર ના પાછળ ના ભાગે આવેલા ઓરડામાં બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી બકરાં ચોરી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે..ઘટનાને પગલે પશુપાલક પરિવાર ચિંતામાં મુકાયો છે અને પોલીસ તપાસ કરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી માંગ ઉઠી છે.
શિનોર તાલુકાના સાંધા ગામની નવી નગરી વિસ્તારમાં પીસાઈ તરફ જવાના રોડ પર નરેન્દ્ર વસાવા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
નરેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે 2થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરના પાછળના ભાગે આવેલા ઓરડામાં ખીલા સાથે દોરડાથી બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી તેમને ચોરી જઈ ગયા હતા.
આ ઘટનાની જાણ નરેન્દ્ર વસાવાને વહેલી સવારે આશરે 5 વાગ્યે થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામના સરપંચ મનોજભાઈ પાટણવાડિયાને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર ઘટનાની જાણ શિનોર પોલીસને કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
એકસાથે આશરે 24 જેટલા બકરાં ચોરી જવાની ઘટનાને કારણે પશુપાલન પર નિર્ભર નરેન્દ્ર વસાવાના પરિવારની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી નરેન્દ્ર વસાવા ધ્વારા માંગ કરવામાં આવી છે.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    18 hrs ago
  • સાવલીમાં શહેરમાં અને તાલુકામાં પવન ગાજવીજ સાથે સાથે વરસાદ વરસીયો
    2
    સાવલીમાં શહેરમાં અને તાલુકામાં પવન ગાજવીજ સાથે સાથે વરસાદ વરસીયો
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    21 hrs ago
  • GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો વડોદિયાના કોયલી ગામના યુવાન કેયુર બિપીનભાઈ પરમારનું GSFC ગેસ ગળતરની ઘટનામાં ગંભીર અસર બાદ ૧૦ દિવસની સારવાર પછી દુઃખદ અવસાન થયું. પ્રથમ શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કેયુર GSFC કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પરિવાર અને કોયલી ગામમાં શોક છવાયો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ), વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોએ પરિવારને ન્યાય અને યોગ્ય વળતર માટે કંપની સમક્ષ રજૂઆત કરી.
    1
    GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો
GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો
વડોદિયાના કોયલી ગામના યુવાન કેયુર બિપીનભાઈ પરમારનું GSFC ગેસ ગળતરની ઘટનામાં ગંભીર અસર બાદ ૧૦ દિવસની સારવાર પછી દુઃખદ અવસાન થયું. પ્રથમ શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કેયુર GSFC કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પરિવાર અને કોયલી ગામમાં શોક છવાયો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ), વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોએ પરિવારને ન્યાય અને યોગ્ય વળતર માટે કંપની સમક્ષ રજૂઆત કરી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    21 hrs ago
  • Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad
    1
    Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad
    user_Aspak vhora
    Aspak vhora
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.