logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડાલી-ધરોઈ રોડ પર આકાશવાણી ગોગા મહારાજના ધામે ભવ્ય મહાઆરતી અને ગરબાની રમઝટ જામી વડાલી-ધરોઈ રોડ પર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી આકાશવાણી ગોગા મહારાજ મંદિર ખાતે ૩૧માં પાટોત્સવના મંગલમય અવસરે રાત્રિ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો અને સાંસ્કૃતિક ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટોત્સવના ઉપલક્ષમાં આયોજિત કાર્યક્રમની શરૂઆત ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે મધ્યરાત્રિએ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝગમગતા દીવાઓના પ્રકાશ અને ગોગા મહારાજના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું. ભક્તોએ આ દિવ્ય આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મહાઆરતી બાદ ભવ્ય રાસ-ગરબાના કાર્યક્રમની જમાવટ થઈ હતી. લોકપ્રિય કલાકાર નિતિન બારોટના સુરે ગરબાની રમઝટ જામી હતી. ​પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ રાસ-ગરબાની જમાવટ કરી પાટોત્સવની ઉજવણીને યાદગાર બનાવી હતી. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર મહોત્સવ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો.

6 hrs ago
user_ખબર વડાલી
ખબર વડાલી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
6 hrs ago

વડાલી-ધરોઈ રોડ પર આકાશવાણી ગોગા મહારાજના ધામે ભવ્ય મહાઆરતી અને ગરબાની રમઝટ જામી વડાલી-ધરોઈ રોડ પર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી આકાશવાણી ગોગા મહારાજ મંદિર ખાતે ૩૧માં પાટોત્સવના મંગલમય અવસરે રાત્રિ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો અને સાંસ્કૃતિક ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટોત્સવના ઉપલક્ષમાં આયોજિત કાર્યક્રમની શરૂઆત ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે મધ્યરાત્રિએ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝગમગતા દીવાઓના પ્રકાશ અને ગોગા મહારાજના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું. ભક્તોએ આ દિવ્ય આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મહાઆરતી બાદ ભવ્ય રાસ-ગરબાના કાર્યક્રમની જમાવટ થઈ હતી. લોકપ્રિય કલાકાર નિતિન બારોટના સુરે ગરબાની રમઝટ જામી હતી. ​પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ રાસ-ગરબાની જમાવટ કરી પાટોત્સવની ઉજવણીને યાદગાર બનાવી હતી. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર મહોત્સવ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો.

More news from ગુજરાત and nearby areas
  • વિજાપુરમાં તાજગી અને શુદ્ધતાનો અનોખો સંગમ: ‘પંડિતજી લસ્સી પાર્લર’નો ધામધૂમથી શુભારંભ વિજાપુર શહેરમાં આજે પાર્લર – જી-એફ-૧૬, ફાઉન્ટેન હોટેલ, મામલતદાર કચેરી પાસે, વિજાપુર ખાતે એક નવા ધંધાનો શુભારંભ થયો છે. પ્રેમલ હરિશના પુત્ર પિનાક હરિશ પંડિતે સવારે ૯ વાગ્યે ‘પંડિતજી લસ્સી પાર્લર’નું ઉદ્ઘાટન કર્યું છે. સંવત ૨૦૮૩ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ)ના રોજ આ પાર્લરની શરૂઆત થઈ છે. આ સ્થળે તાજા ઘરેલુ દહીં અને શુદ્ધ સામગ્રીમાંથી બનાવેલી વિવિધ પ્રકારની લસ્સી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાર્લરની ખાસિયત એ છે કે અહીં "પંડિતજી ની ગેરંટી શુદ્ધતા ની ઓળખ" ના બેનર હેઠળ ૧૦૦% શુદ્ધતાની ગેરંટી આપવામાં આવી છે. અહીં માત્ર તાજું ઘરેલું દહીં, શુદ્ધ દૂધ અને તાજા ફળોનો જ વપરાશ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું કૃત્રિમ રંગ, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વાપરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ગેરંટી આપવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વ્યવસાયને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રસંગે સ્નેહસંબંધીઓ, મિત્રવર્તુળ, તાલુકા મામલતદાર સહિત કચેરીના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા સોપાનને શુભકામનાઓ પાઠવી અને આ ધંધો સફળતાની ઊંચાઈઓ સર કરે તેવી અપીલ કરી હતી. પરિવારના સભ્યો હારિત હરિશ પંડિત અને હારિત પંડિતે આશીર્વાદ આપ્યા હતા. પિનાક હરિશ પંડિતે જણાવ્યું કે, “અમે ગ્રાહકોને સૌથી તાજી અને શુદ્ધ લસ્સી પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ. સાદી મીઠી લસ્સીથી માંડીને આંબા, કેસર-કાજુ, મસાલા, રોઝ અને અન્ય વિવિધ ફ્લેવર્સમાં અહીં લસ્સી મળશે. ગરમીના દિવસોમાં ઠંડક અને તાજગી માટે આ એક સારો વિકલ્પ સાબિત થશે. અમારી મુખ્ય ઓળખ જ શુદ્ધતા છે.” પરિવારજનોએ સહપરિવાર સૌને આમંત્રણ આપ્યું છે અને નવા વ્યવસાયને સફળ બનાવવા માટે સૌના સહયોગની અપીલ કરી છે. વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકો માટે આ નવો વિકલ્પ બની રહેશે.
    1
    વિજાપુરમાં તાજગી અને શુદ્ધતાનો અનોખો સંગમ: ‘પંડિતજી લસ્સી પાર્લર’નો ધામધૂમથી શુભારંભ
વિજાપુર શહેરમાં આજે પાર્લર – જી-એફ-૧૬, ફાઉન્ટેન હોટેલ, મામલતદાર કચેરી પાસે, વિજાપુર ખાતે એક નવા ધંધાનો શુભારંભ થયો છે. પ્રેમલ હરિશના પુત્ર પિનાક હરિશ પંડિતે સવારે ૯ વાગ્યે ‘પંડિતજી લસ્સી પાર્લર’નું ઉદ્ઘાટન કર્યું છે.
સંવત ૨૦૮૩ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ)ના રોજ આ પાર્લરની શરૂઆત થઈ છે. આ સ્થળે તાજા ઘરેલુ દહીં અને શુદ્ધ સામગ્રીમાંથી બનાવેલી વિવિધ પ્રકારની લસ્સી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પાર્લરની ખાસિયત એ છે કે અહીં "પંડિતજી ની ગેરંટી શુદ્ધતા ની ઓળખ" ના બેનર હેઠળ ૧૦૦% શુદ્ધતાની ગેરંટી આપવામાં આવી છે. અહીં માત્ર તાજું ઘરેલું દહીં, શુદ્ધ દૂધ અને તાજા ફળોનો જ વપરાશ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું કૃત્રિમ રંગ, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વાપરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ગેરંટી આપવામાં આવી છે.
ઉદ્ઘાટન પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વ્યવસાયને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રસંગે સ્નેહસંબંધીઓ, મિત્રવર્તુળ, તાલુકા મામલતદાર સહિત કચેરીના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા સોપાનને શુભકામનાઓ પાઠવી અને આ ધંધો સફળતાની ઊંચાઈઓ સર કરે તેવી અપીલ કરી હતી.
પરિવારના સભ્યો હારિત હરિશ પંડિત અને હારિત પંડિતે આશીર્વાદ આપ્યા હતા.
પિનાક હરિશ પંડિતે જણાવ્યું કે, “અમે ગ્રાહકોને સૌથી તાજી અને શુદ્ધ લસ્સી પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ. સાદી મીઠી લસ્સીથી માંડીને આંબા, કેસર-કાજુ, મસાલા, રોઝ અને અન્ય વિવિધ ફ્લેવર્સમાં અહીં લસ્સી મળશે. ગરમીના દિવસોમાં ઠંડક અને તાજગી માટે આ એક સારો વિકલ્પ સાબિત થશે. અમારી મુખ્ય ઓળખ જ શુદ્ધતા છે.”
પરિવારજનોએ સહપરિવાર સૌને આમંત્રણ આપ્યું છે અને નવા વ્યવસાયને સફળ બનાવવા માટે સૌના સહયોગની અપીલ કરી છે. વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકો માટે આ નવો વિકલ્પ બની રહેશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    22 hrs ago
  • પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાબડીયા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે રાખવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો હાજર રહી ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવેલ
    1
    પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાબડીયા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે રાખવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો હાજર રહી ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવેલ
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    21 hrs ago
  • Post by Kamalesh sih Rajput
    1
    Post by Kamalesh sih Rajput
    user_Kamalesh sih Rajput
    Kamalesh sih Rajput
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    22 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    4 hrs ago
  • ગઈકાલે સાંજે 7 વાગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણમાં સંડોવાયેલા વિજયનગરના આંતરી ગામના રાહુલકુમાર મનજીભાઈ ભગોરા સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેની અટકાયત કરવામાં આવી છે. તેને અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલાયો છે.ત્યારે આરોપી રાજસ્થાનથી વિદેશી દારૂ લાવી જિલ્લામાં વેચાણ કરતો હતો તેમજ દેશી દારૂનો ધંધો પણ કરતો હતો. તેની સામે વિજયનગર, ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ સ્ટેશનમાં કુલ ચાર ગુના નોંધાયેલા હતા. વારંવાર ગુનાઓ છતાં પ્રવૃત્તિ બંધ ન કરતાં LCBએ પાસા હેઠળ દરખાસ્ત કરી, જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
    1
    ગઈકાલે સાંજે 7 વાગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ  સાબરકાંઠા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણમાં સંડોવાયેલા વિજયનગરના આંતરી ગામના રાહુલકુમાર મનજીભાઈ ભગોરા સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેની અટકાયત કરવામાં આવી છે. તેને અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલાયો છે.ત્યારે આરોપી રાજસ્થાનથી વિદેશી દારૂ લાવી જિલ્લામાં વેચાણ કરતો હતો તેમજ દેશી દારૂનો ધંધો પણ કરતો હતો. તેની સામે વિજયનગર, ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ સ્ટેશનમાં કુલ ચાર ગુના નોંધાયેલા હતા. વારંવાર ગુનાઓ છતાં પ્રવૃત્તિ બંધ ન કરતાં LCBએ પાસા હેઠળ દરખાસ્ત કરી, જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • 🚩 જય શ્રી પરશુરામ 🚩 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!
    1
    🚩 જય શ્રી પરશુરામ 🚩
શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • अदानी सीमेंट ग्रुप द्वारा
    1
    अदानी सीमेंट ग्रुप द्वारा
    user_मानव सेवा केंद्र अहमदाबाद
    मानव सेवा केंद्र अहमदाबाद
    Social Welfare Centre Sabarmati, Ahmadabad•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.