Shuru
Apke Nagar Ki App…
સુમિત લકુમ
More news from ગુજરાત and nearby areas
- Post by સુમિત લકુમ1
- • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.1
- જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️ 👉 26 એપ્રિલે મતદાન યોજાશે 👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે 👉 1010 મતદાન મથકો પર થશે મતદાન 👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. 📅 મત ગણતરી: 28 એપ્રિલ 👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️ 👉 26 એપ્રિલે મતદાન યોજાશે 👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે 👉 1010 મતદાન મથકો પર થશે મતદાન 👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. 📅 મત ગણતરી: 28 એપ્રિલ 👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!1
- Post by Nasim1
- Judgement Low And Order1
- ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે લખતર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભાજપે ઘર-ઘર સંપર્ક અભિયાન આદર્યું છે.જયેશભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ, દશરથસિંહ રાણા અને રવિરાજભાઈ વાઢેર સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કાર્યકરો સીધા જનતાના સંપર્કમાં રહી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનસંવાદ દ્વારા સંગઠનને મજબૂત કરી આગામી ચૂંટણીમાં વિજય મેળવવાનો છે. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મતદારોને રૂબરૂ મળી પક્ષની વિચારધારા અને વિકાસકાર્યોથી માહિતગાર કરી રહ્યા છે.1
- વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- • ઝાલાવાડ પંથકના માત્ર એક જ વિધાર્થીની પસંદગી થઈ ધ્રાંગધ્રા તપોવન વિધાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિધાર્થી ઝાલા ધર્મરાજસિંહની પ્રિનેશનલ ક્રિકેટ સ્પર્ધામાં પસંદગી પામી છે. જેમાં 26 એપ્રિલથી 1મે સુધી તેલંગાણા રાજ્ય ખાતે યોજાનારા નેશનલ ક્રિકેટ સ્પર્ધા માટે 9 એપ્રિલથી 23 એપ્રિલ સુધી અમદાવાદ ખાતે પ્રિનેશનલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ઝાલાવાડ પંથકમાંથી માત્ર એક ધર્મરાજસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવતા સ્કૂલ, પરિવાર અને સમગ્ર ઝાલાવાડ પંથક માટે ગૌરવની લાગણી છવાઈ છે.1