કોસંબામાં ગેસની અછતની અફવાએ મચાવી દોડધામ; ગેસ એજન્સીના સંચાલકોએ આપી સ્પષ્ટતા કોસંબા: હાલમાં ઈરાન અને અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિના કારણે આગામી સમયમાં ગેસની અછત સર્જાશે તેવી અફવાઓ સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી રહી છે. આ અફવાઓને પગલે આજે વહેલી સવારથી જ કોસંબા વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની ભારે ભીડ અને લાંબી કતારો જોવા મળી હતી. લોકોમાં સિલિન્ડર ખતમ થઈ જવાનો ભય હોવાથી તેઓ વહેલી સવારથી જ એજન્સી પર ઉમટી પડ્યા હતા SN news ની ટીમ દ્વારા સંચાલકોને ટેલિફોનીક ચર્ચા કરતા સંચાલકોની મહત્વની સ્પષ્ટતા કરી હતી સ્થિતિને જોતા ગેસ એજન્સીના સંચાલકોએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે: ગેસની ડિલિવરી રાબેતા મુજબ ચાલુ છે. ગેસનો કોઈ જ જથ્થો ખૂટ્યો નથી કે સપ્લાયમાં કોઈ અડચણ આવી નથી. ગ્રાહકોએ ગભરાવાની કે ખોટી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી.

- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- નગર સેવાસદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટ લક્ષી સામાન્ય સભા1
- Post by S v l news 241
- અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં રહેતા વિજય શંભુભાઈ વસાવા પોતાની બાઈક લઈ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના નાયરા પેટ્રોલ પંપથી અવાદર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અવાદર તરફ જતા માર્ગ ઉપર ડમફર ચાલકે બાઇક સવાર વિજય વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.1
- "सूरत: अफवाहों के बीच LPG के लिए लंबी कतारें, स्वागत कॉम्प्लेक्स में बिगड़ी व्यवस्था" #viralrbharatexpressnews #suratgujarat1
- સુરતના ઓલપાડમાં ખેડૂતો અને સભાસદો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઓલપાડના સરસ ગામે આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ૧૫ કરોડ ૬૫ લાખ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મંડળીના જ પૂર્વ MD, ગોડાઉન કીપર અને એક બેંક મેનેજરે ભેગા મળીને આ કાવતરું ઘડ્યું હતું. જોકે, ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું સરસ ગામ... અને અહીં આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી હાલ કરોડોના કૌભાંડને લઈને ચર્ચામાં છે. મંડળીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ બેંક સાથે સાંઠગાંઠ કરીને ખેડૂતોના પરસેવાની કમાણી પર તરાપ મારી છે.સાંધિયેર ગામના ખેડૂત બ્રિજેશભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મંડળીના તત્કાલીન મેનેજીંગ ડીરેક્ટર પ્રદિપકુમાર પંડ્યા અને ગોડાઉન કીપર પ્રદિપકુમાર પટેલે ધી સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના મેનેજર જતીન નાયક સાથે મળીને એક મોટું કાવતરું રચ્યું. નવેમ્બર ૨૦૨૩માં મંડળીના ગોડાઉનમાં માત્ર ૪,૦૨૨ ક્વિન્ટલ ખાંડનો જથ્થો હતો, પરંતુ બેંકના ફિઝિકલ વેરિફિકેશનમાં ખોટી રીતે ૫૯,૪૦૨ ક્વિન્ટલ ખાંડનો જંગી જથ્થો દર્શાવવામાં આવ્યો, આ બોગસ વેરિફિકેશન પત્રકના આધારે NCDC માંથી મંડળીના ખાતામાં ૯ કરોડ ૩૫ લાખથી વધુની લોન મંજૂર કરાવી લેવાઈ. આટલું જ નહીં, અગાઉ જૂન મહિનામાં પણ આ જ પ્રકારે ૬ કરોડ ૨૯ લાખની લોન લેવાઈ હતી.આમ, કુલ ૧૫ કરોડ ૬૫ લાખ ૨૪ હજાર રૂપિયાની માતબર રકમની લોન મેળવી તેનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કરવામાં આવ્યો અને આજ દિન સુધી આ લોન ભરાઈ જ નથી. આર્થિક ગુનાની ગંભીરતાને જોતા ઓલપાડ પોલીસની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેય મુખ્ય આરોપીઓ - પ્રદિપ પંડ્યા, પ્રદિપ પટેલ અને બેંક મેનેજર જતીન નાયકની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે આ ૧૫ કરોડના મસમોટા કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની કે રાજકીય નેતાઓની સંડોવણી છે કે કેમ? જો અન્ય નામ ખુલશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.1
- Post by RK News1