Shuru
Apke Nagar Ki App…
દાહોદ: ઝાલોદ: લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ સભા યોજાઈ યાસીનભાભોર-FATEPURA LIVE MO.9825257995-9924257995 દાહોદ: ઝાલોદ: લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ સભા યોજાઈ, નરેગાના કુવાના કામોમાં ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો થતા ભારે હંગામો
Yasin Bhabhor
દાહોદ: ઝાલોદ: લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ સભા યોજાઈ યાસીનભાભોર-FATEPURA LIVE MO.9825257995-9924257995 દાહોદ: ઝાલોદ: લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ સભા યોજાઈ, નરેગાના કુવાના કામોમાં ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો થતા ભારે હંગામો
More news from Gujarat and nearby areas
- ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના ગ્રામજનોએ ગ્રામ પંચાયતને ત્રણ ભાગમાં વિભાજિત કરવાના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ગ્રામસભાનું સ્થળ બદલવાની સાથે પોલીસ બંદોબસ્ત ફાળવવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતનું ભવન ખૂબ જ નાનું અને સાંકડું હોવાથી મોટી સંખ્યામાં લોકો માટે ગ્રામસભા યોજવી મુશ્કેલ છે. તેથી ગ્રામસભા માટે PHC સેન્ટર ખાતે યોગ્ય સ્થળ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિભાજનનો મુદ્દો સંવેદનશીલ હોવાથી ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને ગ્રામસભા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે જ ગ્રામ પંચાયતના વિભાજનની સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે થાય તે માટે તાલુકા પંચાયત તરફથી જવાબદાર અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભાની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે તેવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપતી વખતે ઝરીબુઝર્ગ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ પંચાયતના વિભાજન અંગેની કાર્યવાહી પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.1
- સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન ખાંડના ભાવ વધારાના વિરોધમાં આપ ના કાર્યકરોએ નગરજનોને એક-એક ચમચી ખાંડ આપી નોંધાવ્યો પ્રતિકાત્મક વિરોધ સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાંડના ભાવમાં થયેલા વધારાને લઈને મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીઓ સામે પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા એક ચમચી ખાંડનું વિતરણ કરી સંતરામપુર નગરજનોને એક-એક ચમચી ખાંડ આપવામાં આવી હતી અને ખાંડના અસહ્ય ભાવ વધારા સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધતી મોંઘવારીને કારણે સામાન્ય પરિવારના દૈનિક જીવન પર પડતા આર્થિક બોજ અંગે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઈટ... બાબુ ભાઈ ડામોર... આમ આદમી પાર્ટી આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના સંતરામપુર વિધાનસભા પ્રભારી બાબુભાઈ ડામોર, સંતરામપુર તાલુકા પ્રમુખ જયેશભાઈ કલાલ, સંતરામપુર તાલુકા સંગઠન મંત્રી ગિરવતભાઈ કટારા, કડાણા તાલુકા પ્રમુખ મહેશભાઈ વાલુ, સંતરામપુર શહેર પ્રમુખ તલ્હાભાઈ અરબ સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારીમાં રાહત આપવા અને સામાન્ય તથા ગરીબ વર્ગના પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં રાહત મળે તેવી માંગ સાથે સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર4
- લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ....... લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ! અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે. સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા, પેટ ભરાય પણ મન ન ભરાય. સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.1
- આ રક્ષાબંધન Shopping કરો અને સાથે મેળવો ખાસ Gift! Hare Krishna Mall લઈને આવ્યું છે Raksha Bandhan Special Offer! ₹100થી વધુની ખરીદી પર Steel Product એકદમ FREE! ઘરની જરૂરિયાતનો સામાન હોય કે તહેવારની Shopping — મેળવો સારી Choice, સારો ભાવ અને સાથે ખાસ Festive Gift! Hare Krishna Mall, મહિસાગર, ગુજરાત Free Gift ઉપલબ્ધતા અને લાગુ પડતી Offerની શરતોને આધિન રહેશે. Hare Krishna Mall — Better Choice, Better Life. ❤️1
- છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહમ્મદ પયગંબર ﷺ સાહેબના જન્મદિને નીકળ્યું શાનદાર જુલૂસ છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (ﷺ) ના ૧૫૦૧માં જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. નગરમાં નીકળેલા વિશાળ જુલૂસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશમાં અમન-શાંતિ માટે દુવાઓ માંગી હતી. જુઓ સમગ્ર ઉજવણીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. #Chhotaudepur #EidMiladunNabi #EKrantiNews #ChhotaudepurNews #MiladunNabi1501 #GujaratNews #YakubRazaPathan1
- કાલોલ ખાતે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે દબદબાભેર 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: વિદ્યાર્થીઓ પૌરાણિક પાત્રોની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાલોલ ખાતે તાલુકા સ્તરીય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ તેમજ સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાઈને સમગ્ર નગરમાં આકર્ષક રેલી કાઢી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓ તેમજ રામાયણના વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી, જે નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ વધે અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા ઉમદા હેતુથી આ યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ, દુનીયા સરકારી હાઈસ્કૂલના કન્વીનર હાર્દિકભાઈ પટેલ, રાષ્ટ્રીય સંઘના આચાર્ય સંઘના વડા ડી. એચ. ચૌહાણ, ધી એમ. જી. એસ. હાઈસ્કૂલના ઈ. આચાર્ય વી. એ. ચૌહાણ, સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલના ઈનચાર્જ આચાર્ય એન. પી. પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર નગરમાં પરિભ્રમણ કરી સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો સંદેશ આપનારી આ રેલીના સફળ આયોજનને સ્થાનિકોએ બિરદાવ્યું હતું.2
- હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી1
- ઝાલોદના શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આયુર્વેદ નિદાન અને ચિકિત્સા કેમ્પ યોજાયો ઝાલોદના શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આયુર્વેદ નિદાન અને ચિકિત્સા કેમ્પ યોજાયો ઝાલોદના શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આયુર્વેદ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિયામક આયુષ, ગાંધીનગરની કચેરી તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીરભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન કુલ 75 લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ જરૂરિયાત મુજબ આયુર્વેદિક દવાઓ, સારવાર અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત લોકોને ઋતુસંધિ અને વર્ષાઋતુચર્યા અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી. વરસાદી ઋતુ દરમિયાન સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ્ય આહાર-વિહાર, દૈનિક જીવનશૈલી તેમજ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં લોકોને જિલ્લામાં ઉપલબ્ધ વિવિધ આયુષ સેવાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેનો લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય જાગૃતિના ભાગરૂપે 100 લાભાર્થીઓને અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સરકારી આયુર્વેદિક દવાખાના, છાસીયા, તાલુકો ઝાલોદના મે. ઓ. વૈદ્ય અલકાબેન બી. બારીયા દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.1