કેશોદમાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, આગેવાનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓની નોંધપાત્ર હાજરી કેશોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન તથા વિચાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય તથા સેન્ટ્રલ બેન્કના ડિરેક્ટર પ્રદીપભાઈ ખીમાણી, જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં કેશોદ શહેરના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નાગરિકો જેમ કે ડોક્ટરો, વકીલો, વેપારીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષની નીતિઓ, વિકાસના મુદ્દાઓ અને જનસંપર્ક અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પહેલા ભાજપના તમામ વોર્ડના ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં ઘેરેઘેર જઈ પ્રચાર-પ્રસાર કર્યો હતો અને જનતા વચ્ચે જઈ તેમના કાર્ય અને વિકાસના મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ તમામ પ્રચાર અભિયાન પૂર્ણ થયા બાદ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધવા માટે આ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ભાજપ સરકારના વિકાસકાર્યો, જનહિતની યોજનાઓ અને આગામી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. : જગદીશ યાદવ, જૂનાગઢ
કેશોદમાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, આગેવાનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓની નોંધપાત્ર હાજરી કેશોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન તથા વિચાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય
તથા સેન્ટ્રલ બેન્કના ડિરેક્ટર પ્રદીપભાઈ ખીમાણી, જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં કેશોદ શહેરના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નાગરિકો જેમ કે ડોક્ટરો, વકીલો, વેપારીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષની નીતિઓ, વિકાસના મુદ્દાઓ અને જનસંપર્ક અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પહેલા ભાજપના તમામ વોર્ડના ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં ઘેરેઘેર જઈ પ્રચાર-પ્રસાર કર્યો હતો અને જનતા વચ્ચે જઈ તેમના કાર્ય અને વિકાસના મુદ્દાઓ
રજૂ કર્યા હતા. આ તમામ પ્રચાર અભિયાન પૂર્ણ થયા બાદ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધવા માટે આ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ભાજપ સરકારના વિકાસકાર્યો, જનહિતની યોજનાઓ અને આગામી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. : જગદીશ યાદવ, જૂનાગઢ
- કેશોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન તથા વિચાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય તથા સેન્ટ્રલ બેન્કના ડિરેક્ટર પ્રદીપભાઈ ખીમાણી, જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં કેશોદ શહેરના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નાગરિકો જેમ કે ડોક્ટરો, વકીલો, વેપારીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષની નીતિઓ, વિકાસના મુદ્દાઓ અને જનસંપર્ક અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પહેલા ભાજપના તમામ વોર્ડના ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં ઘેરેઘેર જઈ પ્રચાર-પ્રસાર કર્યો હતો અને જનતા વચ્ચે જઈ તેમના કાર્ય અને વિકાસના મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ તમામ પ્રચાર અભિયાન પૂર્ણ થયા બાદ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધવા માટે આ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ભાજપ સરકારના વિકાસકાર્યો, જનહિતની યોજનાઓ અને આગામી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. : જગદીશ યાદવ, જૂનાગઢ4
- Post by પત્રકાર1
- આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪.૨૪ લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) નાઓ દ્વારા "SAY NO TO DRUGS " મુહિમ અંતર્ગત માદક પદાર્થને લગતી ગેરકાયદેસરની પ્રવૃર્તી સદંતર નાબુદ કરવા તથા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અનુસંધાને નિચે મુજબની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે. ગુન્હાની મુળ ઘટનાનું વર્ણન:- એસ.ઓ.જી. શાખાને મળેલ બાતમી અનુસંધાને આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આટકોટ ભાવનગર હાઇવે રોડ, ગુંદાળા ચોકડી, ગુંદાળા બસટેન્ડ પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોઇ જેને ચેક કરતા અને તે બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમે તેની પાસે રહેલ પ્લાસ્ટિકના સફેદ થેલામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાની વિગત જણાવેલ જે બાબતે આગળ ધોરણસર કાર્યવાહી કરી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે. * કોણે કામગીરી કરેલ:- એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ શ્રી એફ.એ.પારગી સાહેબ નાઓના આદેશાનુસાર પો.સબ.ઇન્સ.જે.જી.ઝાલા તથા પો.સબ.ઇન્સ.પી.બી.મિશ્રા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે અલગ-અલગ ટીમ બનાવી આટકોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમ્યાન અ.હે.કો. વિજયભાઇ વેગડ તથા ચંદુભાઇ પલાળીયા નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ જે અનુસંધાને ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે. આરોપીની વિગત:- 1. નામ:- ધનશ્યામભાઇ હર્ષદભાઇ જોષી સરનામું:- આટકોટ, રૂપારેલીયા શેરી, તા.જસદણ જી.રાજકોટ ગુનાહિત ઇતિહાસ:- 1. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૧૦૭૬૮/૨૦૨૧. પ્રોહી એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ. II. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૫૦૫૭૯/૨૦૨૫. પ્રોહિ એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ.1
- સિહોર ખાતે લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા માનવતા દર્શાવતું ઉત્તમ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આજના તીવ્ર ઉનાળામાં જ્યારે તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચ્યું છે, ત્યારે નવાગામ, ભોલાદ અને નેસડા રોડ પર આવેલા ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા મજૂરો અને તેમના બાળકોને રાહત મળે તે હેતુસર ૮૦ જોડી ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખુલ્લા પગે તડકામાં કામ કરતા મજૂરો માટે આ સહાય ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ. કાર્યક્રમ દરમિયાન મજૂરો અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નાના બાળકોને પણ ચપ્પલ મળતા તેમના ચહેરા પર આનંદ છલકાયો હતો. ગરમીમાં પગને સુરક્ષા મળે અને આરોગ્ય પર અસર ન પડે તે માટે આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સેવા કાર્યમાં લાયન્સ ક્લબ ઓફ સિહોરના સેક્રેટરી લાયન યોગેશભાઈ મલુકા, ટ્રેઝરર લાયન ડો. કલ્પેશભાઈ ગૌસ્વામી, પૂર્વ પ્રમુખ લાયન પ્રદીપભાઈ કળથીયા, પૂર્વ સેક્રેટરી લાયન ઉદયભાઈ વીસાણી અને પ્રમુખ ડો. પ્રશાંતભાઈ આસ્તિક ઉપસ્થિત રહ્યા હતા. તમામે મળીને મજૂરો સાથે સંવાદ કર્યો અને તેમની જરૂરિયાતોને સમજવાનો પ્રયત્ન કર્યો. કાર્યક્રમના અંતે ક્લબ દ્વારા આ સેવા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતા મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમની માનવતાભરેલી ભાવનાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સહાનુભૂતિ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.1
- motivational story1
- બોટાદ. બોટાદમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની યોજાઈ જાહેર સભા.. મુખ્યમંત્રીએ પોતાનું પ્રવચન કરવા જતા માઈક બંધ થતાં મુખ્યમંત્રી થોડીવાર માટે ઉભા રહ્યાં પરંતુ માઈક શરૂ ન થતાં બીજા માઈક પર જવુ પડયું.. મુખ્યમંત્રીએ બોટાદ ની સમસ્યાઓની રજૂઆત ને લઈ કરી વાત.. બોટાદમાં રીંગ રોડ. મેડિકલ કોલેજ અને સીવિલ હોસ્પિટલ ની આગેવાનોએ કરી હતી રજુઆત.. બોટાદમાં રીંગ રોડ, મેડિકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ ની કામગીર ઝડપ થી થશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યુ.. સભામાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા સહિત આગેવાનોએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો.. આ સભામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા,મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા..1
- વીઓ.માર્ચ–એપ્રિલ 2026 દરમિયાન નાગપુરમાં યોજાયેલી આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી. ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી, કારણ કે રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી કેએલએન રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત પોલીસના કુલ 06 ડોગે ત્રણ અલગ-અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં દરેક કેટેગરી—ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધ—માં 02 ડોગ સ્પર્ધા માટે ઉતર્યા હતા. “ગુજરાત પોલીસનો ‘ચેક’ ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી છે,” એમ ગુજરાત પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડએ જણાવ્યું હતું. ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસના ડોગ ‘ચેક’એ બાજી મારી હતી અને ગોલ્ડ જીત્યો હતો. આ સમગ્ર ઈવેન્ટમાં વિવિધ રાજ્ય પોલીસ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો આ રાષ્ટ્રીય સ્પર્ધા પહેલાં ગુજરાત પોલીસએ વહેલી તકે તૈયારી શરૂ કરી હતી અને મેડલ મેળવવા માટે સતત પ્રયત્નો કર્યા હતા રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી માટે થોડા મહિના પહેલાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ) ડૉ. નીરજા ગોટરુની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સ્તરની પોલીસ ડોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પસંદ કરાયેલા ડોગને વિશેષ તાલીમ આપવામાં આવી, તેમને કડક ટ્રેનિંગ શેડ્યૂલ હેઠળ રાખવામાં આવ્યા અને યોગ્ય સંભાળ આપવામાં આવી હતી. કુલ નવ ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી 06 એ વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આશરે 160 પોલીસ ડોગ્સ કાર્યરત છે, જે વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, ગુનાની તપાસ માટે ટ્રેકિંગ શોધ સહિત વિવિધ કામગીરી માટે પ્રશિક્ષિત છે. બાઈટ. જે એન. પંચાલ DYSP રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં આંબલા ગામના ગુમ થયેલ થયેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સિહોર તાલુકા વહીવટી તંત્ર અને ભાવનગર આપાતકાલીન ટુકડી દ્વારા બે દિવસ દરમિયાન જહેમત ઉઠાવાયેલ.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનાં આંબલા ગામના યુવાનો ઈશ્વરિયા ગામના ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલા પાણીમાં ન્હાવા માટે ગયાં હતાં. સોમવારે બપોરે આ યુવાનો ન્હાવા ગયાં બાદ ઉપર ભેખડ પરથી કૂદકો મારતાં હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક બહાર આવી ન શકતાં ડૂબી જવા પામેલ.આ ઘટનાની જાણ થતાં મામલતદાર સતીશભાઈ જાબુચા અને અન્ય કર્મચારીઓ અગ્રણીઓ દોડી ગયાં હતાં. આ સાથે સિહોર અને ભાવનગરથી બચાવ ટુકડીઓ પણ ઘટના સ્થળે પહોંચેલ પરંતુ સાંજ સુધી ગુમ થયેલ યુવકની ભાળ મળી ન હતી. બીજા દિવસે આજે ભાવનગર મહાનગરપાલિકા અગ્નિશમન અને આપાતકાલીન બચાવ ટુકડી દ્વારા સંબંધિત ઉપકરણો અને નાવ સાથે સવારથી શોધખોળ માટે જહેમત ઉઠાવાઈ હતી, જે દરમિયાન આગલા દિવસે ન્હાવા પડેલાં આ યુવકનો મૃતદેહ બે દિવસની જહેમત બાદ હાથ આવ્યો હતો, જેને આગળની કાર્યવાહી માટે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ. ઈશ્વરપુર વિસ્તારમાં આવેલી આ ખાણમાં પાણી ભરાતાં અગાઉ પણ જીવલેણ દુર્ઘટનાઓ બની છે, જે સામે તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવે તેમ પૂરા પંથકમાં માંગ રહેલી છે.1