Shuru
Apke Nagar Ki App…
પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર ૩ ના કોંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર જઈ લોકો સાથે વાતચીત કરી રહ્યા છે
Gujarat crime news
પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર ૩ ના કોંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર જઈ લોકો સાથે વાતચીત કરી રહ્યા છે
More news from ગુજરાત and nearby areas
- Post by Gujarat crime news1
- ગુરુનાનક ચોક પાલનપુર શહેરમાં સ્વ. મુકેશલાલ શંકરલાલ ચૌધરીની પુણ્યતિથિ નિમિત્તે સમાજના આગેવાનો દ્વારા છાશ વિતરણની સેવા યોજવામાં આવી હતી. આ પ્રસંગે ગરમીને ધ્યાનમાં રાખીને લોકો માટે છાશ પિવડાવી માનવ સેવા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સ્વ. મુકેશલાલભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સેવાકીય ભાવનાથી આયોજિત આ છાશ વિતરણ કાર્યક્રમમાં સમાજના કાર્યકરો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ સેવા કાર્ય દ્વારા સમાજમાં એકતા અને માનવ સેવા નો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર:-વિષ્ણુ ઠાકોર1
- ભાજપના ગઢ વડીયામાં કોંગ્રેસનો દમદાર પ્રવેશ: 50થી વધુ કાર્યકરો જોડાતા રાજકીય સમીકરણોમાં ઉથલપાથલ દિયોદર તાલુકાના વડીયા ગામે કોંગ્રેસ પાર્ટીની એક ભવ્ય જાહેર સભા યોજાઈ હતી, જેમાં રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. આ સભા દરમિયાન માળી સમાજના મુખ્ય આગેવાનો સહિત અંદાજે 50થી વધુ કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, જેને લઈને સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે. માળી સમાજના પૂર્વ અધ્યક્ષ દેમાજી માળી, પૂર્વ ડેપ્યુટી સરપંચ વર્ધાજી માળી સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા કોંગ્રેસ પ્રમુખ ઉમેદ પટેલની હાજરીમાં આ જોડાણ કાર્યક્રમ યોજાયો હતો, જે પાર્ટી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ પલટો કરનારા કાર્યકરોનું કોંગ્રેસ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભાજપના ગઢ તરીકે ઓળખાતા વડીયા ગામમાં આ પ્રકારનું મોટા પાયે જોડાણ થતા રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને આવનારી ચૂંટણીમાં તેની સીધી અસર જોવા મળશે તેવી ચર્ચાઓ તેજ બની ગઈ છે. વડીયા ગામની આ રાજકીય હલચલ હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.1
- બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કારધામ મતરવાડા ગામે તારીખ 17 અને 18 બે દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો આયોજન કરવામાં આવેલ જેમાં તારીખ 17 4 2026 ના રોજ સવારે નગરયાત્રા પણ કાઢવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો1
- Post by Pooja patel1
- મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં ૧ ના આપ ના ઉમેદવારોનો પ્રચાર શુભારંભ.. રાધનપુરરોડ સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવના દર્શન અને સ્મૃતિ ભેટ મેળવીને ધાર્મિક શ્રદ્ધા સાથે આપ ટીમ દ્વારા પ્રચાર શુભારંભ કરવામાં આવ્યો. તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ, આસ્થા નિવાસ, પુષ્પવાટિકા, જય બંગલોઝ, શુભ એક્ઝોટીકા સહિતની સોસાયટીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. આપ પાર્ટીની વિચારધારા સહિત વોર્ડના જરૂરી જનહિતના કાર્યો સાથેના પેમ્ફલેટ વિતરણ કરીને બંને ઉમેદવારોને જંગી બહુમતોથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. ભાજપના ૩૦-૩૦ વર્ષના શાસન પછી ય ગટર, પાણી, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં નિષ્ફળ પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ દેખાયો. ભાજપની નિષ્ફળતાઓથી અકળાયેલ સ્થાનિકો સત્તા પરિવર્તન કરી દેવાના આક્રમક મૂડમાં જણાયા. આપ ના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં દેખાતા જોશ અને સ્થાનિકોના મળેલા પ્રતિસાદને જોતાં વોર્ડ નં ૧ માં રાજકીય ભૂકંપ સર્જાય તો નવાઈ નહિ. ભાજપની તાનાશાહીઓથી ડરી ગયેલી જનતા ચૂંટણીમાં મતદાન કરીને પરિણામ બદલી દેવાના મૂડમાં દેખાઈ.4
- નવરચિત વાવ થરાદ જિલ્લાની ખાતે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવેલા અને સાથે મળેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની લઈને કોંગ્રેસના ઘરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા1
- દાંતા તાલુકા પાસે ભયાનક અકસ્માત, ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત દાંતા તાલુકાના રંગપુર ગામ નજીક તરસંગ વીર મહારાજ મંદિર તરફ જતા માર્ગ પર ગંભીર રોડ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ વ્યક્તિઓના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ મૃતકોમાં રંગપુર ગામના ભરતભાઈ, મદ્રોપુર ગામના અલ્પેશભાઈ તથા ફતેપુરા ગામના એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં વધુ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા દાંતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રિપોર્ટર : વિષ્ણુ ઠાકોર #dantarangpurtarsng #aeksidunt #laivaksmat #sedfelling #shuruaep1