logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પોરબંદરમાં મારામારીના ગુનામાં લાલશાહીથી નાસતો આરોપી ઝડપાયો પોરબંદરમાં મારામારીના ગુનામાં લાલશાહીથી નાસતો આરોપી ઝડપાયો પોરબંદર: કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મારામારીના ગુનામાં લાલશાહીથી નાસતો ફરતો આરોપી ઝડપી લીધો છે. મળતી માહિતી મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાહિત કિસ્સા નં. ૬૩૪/૨૦૨૫ હેઠળ બી.એન.એસ. કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૮૪, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકુશ કિશોરભાઇ ભાદ્રેચા (ઉ.વ.૩૨), રહે. રોકડીયા હનુમાન પાછળ, સુરુષિ સ્કૂલની સામે, પોરબંદર, લાંબા સમયથી લાલશાહીથી નાસતો ફરતો હતો. આ દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ્પેક્ટર જે.એસ. હુંબલ તથા સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે પોરબંદર હાઇવે નજીક આવેલી હોટલ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી અંકુશ ભાદ્રેચા મળતા તેને કાબૂમાં લઇ પૂછપરછ માટે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની સામે નોંધાયેલા ગુનાના અનુસંધાને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કમલાબાગ પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા લાલશાહીથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવતાં પોલીસની કામગીરીને સરાહના મળી રહી છે.

1 day ago
user_Siddharth news
Siddharth news
TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
1 day ago
387f387d-9111-402c-9916-c402ce6b9c88

પોરબંદરમાં મારામારીના ગુનામાં લાલશાહીથી નાસતો આરોપી ઝડપાયો પોરબંદરમાં મારામારીના ગુનામાં લાલશાહીથી નાસતો આરોપી ઝડપાયો પોરબંદર: કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મારામારીના ગુનામાં લાલશાહીથી નાસતો ફરતો આરોપી ઝડપી લીધો છે. મળતી માહિતી મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાહિત કિસ્સા નં. ૬૩૪/૨૦૨૫ હેઠળ બી.એન.એસ. કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૮૪, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકુશ કિશોરભાઇ ભાદ્રેચા (ઉ.વ.૩૨), રહે. રોકડીયા હનુમાન પાછળ, સુરુષિ સ્કૂલની સામે, પોરબંદર, લાંબા સમયથી લાલશાહીથી નાસતો ફરતો હતો. આ દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ્પેક્ટર જે.એસ. હુંબલ તથા સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે પોરબંદર હાઇવે નજીક આવેલી હોટલ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી અંકુશ ભાદ્રેચા મળતા તેને કાબૂમાં લઇ પૂછપરછ માટે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની સામે નોંધાયેલા ગુનાના અનુસંધાને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કમલાબાગ પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા લાલશાહીથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવતાં પોલીસની કામગીરીને સરાહના મળી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • યુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચારયુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર
    1
    યુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચારયુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    19 hrs ago
  • કચ્છ માંડવી ખાતે કચ્છી ભવાની મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ ની કરી ઉજવણી. અનેક જાત ની રમતો રમી
    1
    કચ્છ માંડવી ખાતે કચ્છી ભવાની મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ ની કરી ઉજવણી. અનેક જાત ની રમતો રમી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાનો ઘટસ્ફોટ કરતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે પોલીસે એક આરોપીની  પ્રકાશ મોદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
    1
    ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાનો ઘટસ્ફોટ કરતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે પોલીસે એક આરોપીની  પ્રકાશ મોદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    23 hrs ago
  • Post by Dinesh Kalu bhai
    1
    Post by Dinesh Kalu bhai
    user_Dinesh Kalu bhai
    Dinesh Kalu bhai
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    3
    અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું.
જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ.
આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2026ના રોજ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને શિક્ષકોએ મેઘાણીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી‌ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મેઘાણીજીના પ્રખ્યાત ગીતો અને કાવ્યો રજૂ કરી સાહિત્યરસિક વાતાવરણ સર્જ્યું હતું. “અષાઢી સાંજનાં અંબર ગાજે”, “ખમ્મા વિરાને જાવું”, “મારે ઘેર આવજે બેની”, “ભેટે ઝુલે છે તલવાર”, “ચારણકન્યા”, “છેલ્લો કટોરો ઝેરનો”, “આભમાં ઉગેલ ચાંદલો”, “આભમાં જીણી ઝબુકે વિજળી”, “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”, “સુના સમંદરની પાળે”, “રક્ત ટપકતી સો સો ઝોળી” અને “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” જેવા જાજરમાન ગીતોથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાની દીકરીઓ દ્વારા “ઝાડ માથે જુમકડું” ગીત પર અભિનય પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો. આ પ્રસંગે શાળાના ઉત્સાહી સારસ્વત પ્રવીણભાઈ ખાચરે મેઘાણીજીના જીવન, સાહિત્ય અને તેમની રચનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સાથે જ મેઘાણીજીના જીવનના પ્રેરક પ્રસંગો તથા સૌરાષ્ટ્રની રસધાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી સાહિત્યની દુનિયાના કોહિનૂર સમાન ઝવેરચંદ મેઘાણીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકસાહિત્યના મહાન સર્જકને સાચા અર્થમાં વંદના કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2026ના રોજ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને શિક્ષકોએ મેઘાણીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી‌ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મેઘાણીજીના પ્રખ્યાત ગીતો અને કાવ્યો રજૂ કરી સાહિત્યરસિક વાતાવરણ સર્જ્યું હતું. “અષાઢી સાંજનાં અંબર ગાજે”, “ખમ્મા વિરાને જાવું”, “મારે ઘેર આવજે બેની”, “ભેટે ઝુલે છે તલવાર”, “ચારણકન્યા”, “છેલ્લો કટોરો ઝેરનો”, “આભમાં ઉગેલ ચાંદલો”, “આભમાં જીણી ઝબુકે વિજળી”, “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”, “સુના સમંદરની પાળે”, “રક્ત ટપકતી સો સો ઝોળી” અને “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” જેવા જાજરમાન ગીતોથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાની દીકરીઓ દ્વારા “ઝાડ માથે જુમકડું” ગીત પર અભિનય પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો.
આ પ્રસંગે શાળાના ઉત્સાહી સારસ્વત પ્રવીણભાઈ ખાચરે મેઘાણીજીના જીવન, સાહિત્ય અને તેમની રચનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સાથે જ મેઘાણીજીના જીવનના પ્રેરક પ્રસંગો તથા સૌરાષ્ટ્રની રસધાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી સાહિત્યની દુનિયાના કોહિનૂર સમાન ઝવેરચંદ મેઘાણીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકસાહિત્યના મહાન સર્જકને સાચા અર્થમાં વંદના કરવામાં આવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    13 hrs ago
  • Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    1
    Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    23 hrs ago
  • સાબરકાંઠા મા આગ લાગવાની ઘટના યથા વાત એક ટ્રક માં લાગી આગ ટ્રક સળગી ને થયો ખાક
    1
    સાબરકાંઠા મા આગ લાગવાની ઘટના યથા વાત એક ટ્રક માં લાગી આગ ટ્રક સળગી ને થયો ખાક
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • જિલ્લામાં ૦૮ માર્ચે જન્મ લેનારી ૧૧ નવજાત દીકરીઓના વધામણા કરાયા ગુજરાત રાજ્યની મહીલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે તા. ૦૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની “Rights, Justice, Action for All Women and Girls” થીમ સાથે ઉજવણી અંતર્ગત આ દિવસે જન્મનાર દિકરીઓના અવતરણને હર્ષોલ્લાસથી ઉજવવાનો નિર્ણય બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આ અભિયાન અંતર્ગત તા.૦૮/૦૩/૨૦૨૬ના રોજ 'નારી અવતરણ વધામણા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ૧૧ જેટલી નવજાત બાળકીઓ બેબી કીટ અને માતાઓને સાડીની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો અને મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.જયદિપ કણઝરીયા અને પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ડી.એ.શ્રી દીપકભાઈ માથુકીયા, યુનિટ ડાયરેક્ટરશ્રી લાલજીભાઈ કળથિયા જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સહિત હોસ્પિટલના સ્ટાફે દીકરીઓને વધાવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    જિલ્લામાં ૦૮ માર્ચે જન્મ લેનારી ૧૧ નવજાત દીકરીઓના વધામણા કરાયા
ગુજરાત રાજ્યની મહીલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે તા. ૦૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની “Rights, Justice, Action for All Women and Girls” થીમ સાથે ઉજવણી અંતર્ગત આ દિવસે જન્મનાર દિકરીઓના અવતરણને હર્ષોલ્લાસથી ઉજવવાનો નિર્ણય બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આ અભિયાન અંતર્ગત તા.૦૮/૦૩/૨૦૨૬ના રોજ 'નારી અવતરણ વધામણા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ૧૧ જેટલી નવજાત બાળકીઓ બેબી કીટ અને માતાઓને સાડીની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો અને મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.જયદિપ કણઝરીયા અને પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ડી.એ.શ્રી દીપકભાઈ માથુકીયા, યુનિટ ડાયરેક્ટરશ્રી લાલજીભાઈ કળથિયા જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સહિત હોસ્પિટલના સ્ટાફે દીકરીઓને વધાવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.